સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – વર્તમાનમાં જીવન

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

આઝાદ બનવું એટલે ક્ષણમાં જીવવું.

      આપણા સમગ્ર વ્યવહારનું કેન્દ્ર સ્વાર્થ છે.  એ સતત પ્રેમ અને કરૂણામય બને એ કદાચ એક આદર્શ, એક સ્વપ્ન, એક અભિપ્સા હશે – છે જ. પણ આપણે ખરેખર તો આપણી જાત સાથે પણ સાચો પ્રેમ કર્યો જ નથી. આપણો સ્વાર્થ પણ ભૂત અને ભવિષ્ય વચ્ચે આથડતો રહે છે. જીવન તો જીવાય છે- આ ક્ષણમાં જ. સતત વહેતી રહેતી ક્ષણોમાં જીવનનો જીવંત પ્રવાહ વહેતો રહે છે. ભૂતકાળ તો ગંધાતું , બંધિયાર ખાબોચિયું અને ભવિષ્ય તો કદી ન પહોંચી શકાય એવું ઝાંઝવું.

        જીવન તો એને કહેવાય કે…..

ખળખળ વહેતું,
સદાબહાર ઝરણું 

 પણ આ ક્ષણમાં જીવવું એટલે શું?

      આપણી જીવવાની રીત છે – સતત  ભૂતકાળની ભૂતાવળો કે ભવિષ્યનાં દિવાસ્વપ્નોને વાગોળ્યા કરવાની.સતત અજંપો, ઝાંઝવાં તરફનો રઝળપાટ. પણ ખરેખર, જીવતું જાગતું અસ્તિત્વ, ધબકતું જીવન તો આ ક્ષણમાં જ છે ને? હૃદયનો પ્રત્યેક ધબકાર, હર એક શ્વાસ –  એમાં જીવન જીવાતું હોય છે. આપણે જે પણ પ્રવૃત્તિ કરતા હોઈએ, તે ખરેખર તો આ ક્ષણમાં જ બનતી હોય છે ને?

      આપણે જન્મથી મૃત્યુ સુધી જીવીએ તો છીએ જ;  કેટલી બધી ક્ષણો! પણ આમાંની કેટલી આનંદ અને ચૈતન્યથી ભરેલી હોય છે?  મોટા ભાગના લોકો  પાસેથી  જવાબ મળશે – ‘બહુ જ થોડી’.  કંઇક મનવાંછિત મળી ગયું અને આનંદ થયો. પણ બીજી જ ક્ષણે તે રહેશે કે કેમ; તેની ચિંતામાં તે આનંદ ગાયબ. વળી આપણા પાડોશી કે મિત્રને આપણાથી વધારે સારી ચીજ મળી તેની વ્યથા. એટલે આપણા મોટા ભાગના આનંદો બહુ જ ક્ષણિક હોય છે. આ જ જીવનની સામાન્ય રીત છે. આ જ આપણી નિયતી છે.

      કે પછી બીજી કોઈ રીત હોઈ શકે?

       હા ! હોઈ શકે.

     જીવનમાં શું મળ્યું કે શું ગુમાવ્યું; શું સુખ કે દુઃખ પ્રાપ્ત થયું તે બધું ઘણી બાબતો પર આધાર રાખે છે, અને કદાચ આપણું તેની ઉપર કોઈ નિયમન નથી. પણ તેને આપણે કયા અભિગમથી જોઇએ છીએ; તેના પર આ ક્ષણના સુખનો આધાર છે.

     કબુલ…..

     આપણે સંકલ્પ કરીએ કે આપણે આ ક્ષણથી જ પ્રત્યેક ક્ષણને માણવાનું શરુ કરી દઈશું!

     પણ આ શક્ય છે?

      ના નથી ! મારે માટે પણ નહીં અને કોઈને માટે પણ નહીં ! એ તો ખાલી વાતોનાં વડાં જ થયા. બધું છોડી દઈને સન્યાસી બની જઈએ, તો કદાચ એમ બને!

     ભલે, પ્રત્યેક ક્ષણ આપણે આ રીતે જીવવા સમર્થ નથી, પણ આપણા ફાળે આવેલી આટલી બધી ક્ષણોમાંથી દરરોજ થોડીક આપણા પોતાના માટે ફાળવીએ તો?

થોડીક જ ક્ષણો.
જેમાં
——–
આયોજન પૂર્વક,
બાજુએ ન હડસેલી દેવાય એવા ધ્યેય
અને
મુલતવી ન રાખી શકાય એવા પ્રયત્ન સાથે
પ્રવૃત્તિ કરવાની.
દરરોજ,
સાતત્યથી;
ને માત્ર આપણા પોતાના માટે જ (!)  

——————————–

એ ક્ષણમાં કોઇ
આર્થિક,
સામાજિક,
રાજકીય,
કૌટુમ્બિક
– કોઇ પણ જાતનો –
લાભ આપણને થવાની
અપેક્ષા રાખ્યા વિના. 

———————-
હું કાંઈ નથી.
મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી. 

..
એવા ભાવ સાથે

——————–

જો આવો પ્રયોગ કરવા તૈયાર હો તો ….

સ્વાનુભવના આધાર પર લખાનાર હવે પછીનાં પ્રકરણો જરૂર વાંચજો …..

માત્ર વાંચીને વિદાય ન થઈ જતા.

એમને આત્મસાત કરજો…
સતત
સભાન
પ્રેમસભર
પ્રયત્નોથી

અને અસફળ નહીં જ બનો એની હૈયાધારણ,  શુભેચ્છા અને અભિપ્સા…. 

——————–

આ લેખ શ્રેણીનો આ ભાગ સમાપ્ત થાય છે.

બીજા,  વધારે  કામના(!) ભાગો હવે પછીના અંકોમાં….

8 responses to “બની આઝાદ – વર્તમાનમાં જીવન

 1. pradip જૂન 25, 2007 પર 1:48 એ એમ (am)

  Dear Sir,
  keep on sharing what you come acroos,It is always inspiring to read you.When i was working with u,I enjoyed ur speecues.Now time has changed.Let me enjoy ur writings.It is powerfull.
  Pradip.S.Dave-Ahmedabad
  25/06/07

 2. hemantpunekar જાન્યુઆરી 1, 2008 પર 4:47 એ એમ (am)

  સરસ વાત લખી સુરેશકાકા! આપણે અર્થસભર વાતો કરવામાં એટલા અટવાઈ જઈએ છીએ કે પોતાના માટે થોડો સમય પણ કાઢી શકતા નથી. તમે જે કહો છો એ એક જાતનું relaxation આપી શકે.

 3. Ullas Oza ડિસેમ્બર 7, 2009 પર 6:40 એ એમ (am)

  જીવનમા ambition હોવી ઍક વાત છે જ્યારે વધારેની અપેક્ષા કે લાલચ ઍ બીજી વાત.
  વિવેકપૂર્ણ જીવન જીવાય તો જીવન પુલકીત થઈ જાય અને સંપર્કમા આવનારા લોકોને પણ આનંદીત કરી શકાય.
  જીવન જીવ્યાનો સંતોષ થાય તો જ જિજીવિષા થી મુક્તિ મળી શકે !

 4. aataawaani માર્ચ 3, 2013 પર 9:22 એ એમ (am)

  સુરેશભાઈ તમે ઘણી સમજવા જેવી વાતો જણાવો છો .તમારો આવડતને ધન્યવાદ

 5. nabhakashdeep માર્ચ 3, 2013 પર 10:03 પી એમ(pm)

  સાચે જ શ્રી સુરેશભાઈની વાતો, જીવનની ગહેરાઈને સપાટી પર લાવે છે અને સત્યતાનો રણકાર દે છે..જીવનની રાહ સરળ

  બનાવતી આ લેખમાળા ઘણું પ્રદાન કરશે જ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. rajiv jani (@rajiv_jani) માર્ચ 14, 2013 પર 5:23 પી એમ(pm)

  Well, we are unable to live in the present moment because our mind normally runs our lives on auto pilot most of the time. As per one research, around 85% of the activities we do every day are on auto matic! Anything we do more than a couple of times, our mind starts creating “programming” which is commonly known as habit. What is the solution? When I don’t feel well, I ask this question. Is this how I intend to feel? If the answer is “no”, then I know that I am being driven by my mind’s automatic mode. Then I bring my attention back on present moment by focussing awareness on breathing. Deepak Chopra suggets to use SODA in such situations. Stop-Observe-Detach from automatic mode-Act
  Thank you.

  • સુરેશ માર્ચ 14, 2013 પર 6:31 પી એમ(pm)

   સાદી ભાષામાં ..
   આપણે નવી ટેવો પાડવી પડે !

   દરેક દિવસનો થોડોક ભાગ , સતત, પ્રેમપૂર્વક ,બહુ જ પ્રસન્નતાથી, સંગીતની સૂરાવલિઓ સાથે, આપણા જ માટે …..

   હોબી, કસરત, પ્રાણાયમ, સોહમ જાપ અને નિજ દોષ દર્શન

 7. La' Kant " કંઈક " ડિસેમ્બર 29, 2019 પર 1:13 એ એમ (am)

  ચા … બનાવો. ગેસ ચૂલો,લાઇટર, તપેલી,પાણી,ચાનો ડબ્બો, ખાંડની બરણી, મસાલો,દૂધ,ગળણી, કડછી,કપ/મગ,/ગ્લાસ, રકાબી,કોસ્ટર, મોપકલોથ અને *મૂળ માં ધૈર્ય*
  પ્રતિક્ષાભૂત મન.

  – લ.ઠ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: