સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – વર્તમાનમાં જીવવાની પૂર્વતૈયારી

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

વર્તમાનમાં જીવો – પ્રેમ પૂર્વક. 

      આમાં કોઈ નવી વાત નથી. મોટા ભાગના ઉપદેશકો આ વાત જ કહે છે ને?

     હા! વાતમાં કશું જ નવું નથી. બધો ચાવેલો માલ – અર્ધ પચેલો, અધ કચરા અનુભવ પર આધારિત – ઉતાવળે ઓકી નાંખેલી વાત – કદાચ અવગણી નાંખવા જેવી વાત.

અને એટલા માટે જ …
હવે આગળ વાત નહીં,
પણ અત્યાર સુધીના અભ્યાસના અનુભવો
વહેંચવાના  છે. 

અને એ અભ્યાસ પણ કો’કની દોરવણીથી કરેલો જ તો!

      એનું પહેલું પગલું છે – આગળના આઠેય પ્રકરણોને બાજૂએ મુકી દો! એ બધું ભુલી જાઓ. બીજું કશુંક – ક્યાંકથી અડધું પડધું ચાવેલું, નહીં પચેલું –  પણ ફેંકી દો.

અને ચાલવા માંડો. 

      જો વિશ્વાસ ન પડતો હોય, તો અહીંથી જ વાંચવાનું બંધ કરીને જે કરતા આવ્યા છો – એ કરવા માંડો.

—————————-

      પણ…

       જો પહેલું ડગ માંડવાનો સહેજ પણ વિચાર હોય તો આ જણે કર્યા છે – એવા પ્રયોગો જાતે કરવાનું શરૂ કરી દો – આટલી પૂર્વ શરતો પાળવાનું પોતાની જાતને વચન આપીને –

થોડીક જ ક્ષણો માટે 
આ સંકલ્પ
——–
આયોજન પૂર્વક,
બાજુએ ન હડસેલી દેવાય એવા ધ્યેય
અને
મુલતવી ન રાખી શકાય એવા પ્રયત્ન સાથે
પ્રવૃત્તિ કરવાની.
દરરોજ,
સાતત્યથી;
માત્ર આપણા પોતાના માટે જ

પ્રેમપૂર્વક  

——————————–

એ ક્ષણોમાં કોઇ
આર્થિક,
સામાજિક,
રાજકીય,
કૌટુમ્બિક
આધ્યાત્મિક

– કોઇ પણ જાતનો –
લાભ આપણને થવાની
અપેક્ષા રાખ્યા વિના. 

———————-
હું કાંઈ નથી.
મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી. 

..
એવા ભાવ સાથે

——————–

જો આ સંકલ્પ પ્રામાણિક રીતે કરી લીધો હોય  તો ….

તમે વર્તમાનમાં જીવવાનું
અને આઝાદ બનવાનું
પહેલું અને સૌથી અગત્યનું પગલું
લઈ લીધું છે
– અભિનંદન…

  થોડાંક જ આવાં ડગલાં ભરેલો સહયાત્રી 

        આ શરણાગતિ છે. આપણને આ સહેજ પણ ન ગમે તેવી વાત! પણ એ લખી લો, કે શરણાગતિના આ ભાવ વિના કશું જ શક્ય નથી. આ કાયરની નહીં; વીરની શરણાગતિ છે. દેશના રક્ષણ કાજે યુદ્ધમાં જાન ન્યોછાવર કરી દેવા  કટિબદ્ધ બનેલા એક સૈનિકની ધ્યેયલક્ષિતા છે. અનેક, અપ્રતીમ વિજયો હાંસલ કરવાની ક્ષમતા આપતી શરણાગતિ.

સતત વર્તમાનમાં જ જીવવાના
અંતિમ ધ્યેય માટેની
શરણાગતિ.

      આ ક્ષણમાં આ સંકલ્પ કરવાથી જ એ શક્ય બની શકશે.  એક ક્ષણ માટેની શરણાગતિ. એનો અભ્યાસ.

     ધીમે ધીમે એ ક્ષણ લંબાતી જવાની છે. અને એના અંતિમ તબક્કામાં સતત જાગૃતિ, સતત આનંદ, સતત જીવન.

————-

– બીજું ડગલું આવતા અંકે…

Advertisements

6 responses to “બની આઝાદ – વર્તમાનમાં જીવવાની પૂર્વતૈયારી

 1. Sharad Shah માર્ચ 5, 2013 પર 1:26 એ એમ (am)

  जन्मदिनकी भेंट (स्वरचना)

  दो पलोंका आना जाना, बीचके पल तो जिवन है,

  ढूंढो तुम भितरी खजाना, उसका नाम तो जिवन है.

  बाकीके पल यादमें जीना,सफल तब यह जिवन है,

  चक्कीमें पीसाता दाना, जिवन पर बस जिवन है.

  शरद

 2. Sharad Shah માર્ચ 5, 2013 પર 7:23 એ એમ (am)

  यम आएगा साकी बनकर साथ लिए काली हाला
  पी न होश में फिर आएगा सुरा- विसुध ये मतवाला ,
  ये अंतिम बेहॊशि, अंतिम साकी, अंतिम प्याला है;
  पथिक, प्यार से पीना इसको , फिर न मिलेगी मधुशाला I

 3. pragnaju માર્ચ 5, 2013 પર 9:11 એ એમ (am)

  જેનું શરણું સ્વીકાર્યું તેને પ્રિય – અનુકૂલ હોય તે કરવું . પ્રતિકુલ હોય તે છોડવું,તે રક્ષા ચોક્કસ કરશે, એવો દઢ વિશ્વાસ રાખવો,દાસભાવ રાખવો, આપણું સર્વ તેને સોંપી દેવું, દીનતા રાખવી,

  કોઇ વાતનું અભિમાન કે મદ ન કરવો.

 4. aataawaani માર્ચ 5, 2013 પર 7:54 પી એમ(pm)

  मेरा म्मुझ्मे कुछ नहीं जो कुछ है सो तोर
  तेरा तुझको सोप दू क्या लगेगा मोर

 5. La' Kant " કંઈક " ઓક્ટોબર 27, 2016 પર 8:33 એ એમ (am)

  ઉત્તમ ! ‘સો લિ…ડ…’ સજ્જડ !!! “…. જે કરતા આવ્યા છો – એ “કરવા માંડો”….” પણ ,,, કરો-DOING-સતત એફર્ટ-પુરુષાર્થ જ ! દિશા સાચીજ હોવાની અને સ્વયં દોરવણી પણ …. આપનો માર્ગ પણ “ઈ” ( કરતાર=સર્વજ્ઞ , જાણનાર ) જ નક્કી કરી રાખે છે !!!

 6. La' Kant " કંઈક " ઓક્ટોબર 27, 2016 પર 8:37 એ એમ (am)

  “ढूंढो तुम भितरी खजाना, उसका नाम तो जिवन है.”
  “શરણું સ્વીકાર્યું તેને પ્રિય – અનુકૂલ હોય તે કરવું . પ્રતિકુલ હોય તે છોડવું,તે રક્ષા ચોક્કસ કરશે, એવો દઢ વિશ્વાસ રાખવો,દાસભાવ રાખવો, આપણું સર્વ તેને સોંપી દેવું, દીનતા રાખવી,કોઇ વાતનું અભિમાન કે મદ ન કરવો.”
  ===========================================================================

  [ અમુક ‘સ્વયમ-સ્ફૂર્ત મુદ્દા .]

  [૧.]-જવાબ પ્રકટવા તૈયાર હોય ત્યારેજ સવાલ થાય(જે ‘વિરોધની જેમ જ સહજ’ છે).
  [૨. ]-પોતાના સમસ્યા સવાલનો જવાબ પોતા પાસેથી સર્વશ્રેષ્ઠ મળે.
  [૩.] ઉફરા ,ઉલટા ચાલી જોવાથી ,દૃઢ થયેલા વિચારો ,માન્યતાઓને શીર્ષાસન કરાવી જોવાથી કંઈક નવતર-થ્રીલિંગ અનુભૂતિ અંકે થઇ શકે…સાહસિકતા ,હિંમત જરૂરી . એમ કરી જોવાથી ઘણું બધું સ્પષ્ટ થાય,સમજાય ! હાલ, ઉકેલ મળે.નિર્ણયો,નિશ્ચયો આસાન બને.સ્વ-ઘડતરની પ્રક્રિયા ઘટે.મનની ‘ સ્વછંદતા’ સમજાય,માંથી ‘સ્વતંત્ર’ થવાય.[તેને જસ્ટ વશ થવાથી બચાય.]
  [૪.] સાવ એકલા રહી જોવાથી,એવી પ્રેક્ટીસ કરવાથી ભીતરના ભય,ડર,બીક, સંશય, અસામાર્થ્યની ભાવનાથી છૂટવાનું ,ઈ. સમજાય.
  [૫.] ” ડુ નથીંગ” , થોટલેસનેસ, ‘ચોઈસલેસનેસ’ દ્વારા મનની સ્થિતિ ” હેલ્પલેસનેસ ‘ ને , સાક્ષીભાવથી જોવાનો મહાવરો કેળવાય ! જોકે એ એટલું આસાન તો નથીજ ! તાપ-સાધના એકનિષ્ઠ પ્રયત્નો આખરે રંગ લાવતા હોય છે .
  [૬.] દ્વંદ્વો તો આપણા અસ્તિત્વના મૂળમાંજ છે.રહેવાનાજ છે, સમજીને જ ચાલવાનું છે.
  [૭.] ” મને તો આમ જ ફાવે ! ” માં ક્રમસર ‘જ’ કાઢવો, પછી , ‘તો’,પછી, ‘ આમ’ ને બદલે ‘તેમ પણ ફાવે’ કરવું,અને છેવટે મૂળ ” મને ” નીકળે ને શૂન્ય થવાની શક્યતા ઊભી થાય.જગ્યા-ખાલીપણું હોય તો ડહાપણ=વિઝડમ વરસી પડે કવચિત !
  [૮.] આવી શૂન્યતા, નિ:શેષતા એટલે સ્વયમમાં ‘ધ્યાન’….સ્વયમ માં સ્થિર થવાની આ “સ્પેસ” ખાલી જગા નિર્માણ થાય, આવો મહાવરો…’સ્વ’ ની દૃઢતા તરફ .મર્યાદામાં રહી ધીમે ધીમે મન ને કેળવી શકાય..
  [૯.] ધીરજ પૂર્વક સંનિષ્ઠ સતત પ્રયત્નો સહી દિશામાં…. અંતિમ છેડે જઈ વિચારી શકવાની ક્ષમતા-સામર્થ્ય પ્રદાન કરે. પ્રતીક્ષા એજ જીવન…સ્વીકારીને ચાલવું. કર્માધીન ઘટના ક્રમ નિશ્ચિત છે જ ને?
  [૧૦.] આમાં કવચિત બાહ્ય વાનાં,વ્યક્તિ નિમિત્ત બની શકે પણ,છેવટ તો ” ડુઇંગ” [પુરુષાર્થ] તો પોતાના ખુદના દાયરામાં જ આવે! નિરંતર સતત ચાલતા શ્વાસ જેવા સ્વયમ-સંચાલિત કુદરતી ઘટના શા સ્વકીય સઘન એકનિષ્ઠ પ્રયાસો જ કામ લાગે.
  [૧૧.] એકલા રહેવાના મહાવરા દ્વારા.ધ્યાન,મૌન,શાંતિને સાંભળતા શીખવાનું છે, ખરું?
  [૧૨.] આધ્યાત્મિક પથમાં,જે ક્રિયેટીવ-પ્રોડકટીવ નથી, તેવી સામાન્ય ( મનગમતી બૌદ્ધિક પ્રદર્શનની ,અલગ માર્ગે ફંટાતી હોય તેવી મતિ,વૃતિ,પ્રવૃતિઓથી સ્વેચ્છાએ અળગા થઈને રહેવું.લાભ થાય .
  [૧૩.] વધુપડતું બોલવું,કહેવું,સૂચવવું ,સલાહ દેવી…આવું બધું ગ્રેજ્યુઅલી ઓછું કરતા જવાથી વિરોધાભાસો ઘટશે . સઘન ‘આર્ય-મૌન’ સહાયક સિદ્ધ થતું હોય છે .
  [૧૪.] વધુ ને વધુ મૌન સાધવું. [એમાં જબરી અમાપ તાકાત છે ! ]
  [૧૫.] સ્વકીય જરૂરતો ઘટાડી સ્વાશ્રયી થવું.સ્વ પર આધાર સાચો.પરતંત્રતા ઓછી કરવી.’દ્વન્દ્વમય સેટ-અપ’માં,અહંરહિતતાની જેમ આ અધરું સાબિત થતું હોય છે .
  [૧૬.] ‘સૃષ્ટિના એકત્વ’ને સમજવું. અન્યો માટે જે કંઈ થાય તે કરવુ,.પ્રેમ વહાવવો સસ્મિત” આઈ લાવ યુ ” કે’વું. હાથ મિલાવવા.પ્રેમથી ભેટવું.સેવા-સહાય કરવા .
  [૧૭.] અહીં તમારા માટે તમારી જરૂરતો પૂરી કરવા બધી તૈયારી છે જ, તમારે માત્ર કોઈ નિશ્ચિત પરિણામની અપેક્ષા વગર પોતાના કર્તવ્ય-ફરજો બજાવવાનાં.
  [૧૮.] પ્રથમ આપવું. પછે જો મળે તો, અને જે પમાય તે કૃપા-ભેટ સમજી લેવું.
  [૧૯.] ‘શું થશે ‘?ની ચિંતા-ફિકરથી અળગા રે’વું .’હરિ કરે ઈ હાચું ભાઈ ‘ કે’વું .
  [૨૦.] આ જગતમાં બધ્ધું “દૃષ્ટિ,હેતુ,કારણ, સમય સાપેક્ષ(………….ના સંદર્ભે) છે.
  એકલું અન્યથી જોડાયા વગરનું કંઈ જ નથી. ‘જે છે તે’ જ સમજવાનું છે .
  અનુભવવાનું છે .આ ‘એકાત્મભાવ’ છે.
  [ ૨૧ ]-જે પહેલા ક્યારેક જીવાત્માની ભીતર MERGE થયું હોય તે ફરી EMERGE થાય.”જ્ઞાન” નવું હોતું જ નથી માત્ર પૂર્વ-ભૂમિકા સ્તર-કક્ષા મુજબ જુદી આગવી રજૂઆતનાં ભાષા-શૈલી ની ત્રેવડ-પહોંચ,કાબેલિયત અનુસાર જુના,નવા, અવનવા વાઘાં પ્રયોગ-સિદ્ધ પદ્ધતિ-પ્રક્રિયામાં ફેર-રજૂઆત જ થાતી/કરાતી હોય છે.અનંત બ્રહ્માંડ વિકસે છે ,તેમ તેમાં પણ ફેરફારો થતા રહે છે. પણ,અંતે ‘હેમનું હેમ જ-(પૂર્ણ-ઈદમ) ‘!

  આનંદ ….અંકે થાય તે કરી લેવો …

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: