આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો
આપણા અસ્તિત્વનું પાયાનૂ હોવાપણૂં એટલે આપણું શરીર. એમાં પાચ ઈન્દ્રિયો મારફત જાતજાતની ચીજો અંદર જતી હોય છે. આમાંની – નાક, કાન, આંખો અને ચામડી – એની વાત આગળ ઉપર.
અહીં મોં મારફત શરીરના પોષણ અને વૃદ્ધિ માટે અંદર જતા ખોરાકની વાત કરવાની છે.
આખું આહારશાસ્ત્ર આ માટે મોજૂદ છે – એમાં વધારો શો કરવાનો? અને તે પણ જે એનો નિષ્ણાત નથી , એવા જણ વડે?
આખી જિંદગી આ બાબત સાવ અવગણી, તેના માઠાં પરિણામો ભોગવ્યા બાદ ; માત્ર અહીં પ્રયત્ન છે – આચરણ કરવા માંડેલા થોડાંક અનુશાસનો – ખાનપાનની શિસ્ત. આમાં ઘણા બધા ઉમેરા અને શુધારાને અલબત્ત અવકાશ છે જ; એ નોંધીને, અને ઠીક લાગે તો જ એનો અમલ કરવા આમંત્રણ છે. [ અનુશાસન શબ્દ શિસ્ત કરતાં થોડોક ઓછો અપ્રિય છે! ]
- પેટ દબાવીને ન ખાવું. થોડીક જગ્યા હમ્મેશ બાકી રાખવી.
- કદાચ ક્યાંક બહુ મનભાવન ખાણી પીણી મળી જાય; તો તેના પછીનું ભોજન ટાળવું.
- જમણ દરમિયાન અને પત્યા બાદના એક કલાક સુધી, પાણી ન પીવું
– સિવાય કે, મોં ચોખ્ખું કરવા પૂરતું ચાંગળું પાણી જ.
- સવારે નાસ્તો અચૂક કરવો.
- સાંજે સાત વાગ્યા બાદ કશું ખાવું કે પીવું નહીં – પાણી પણ નહીં. ઊંઘ સારી આવશે.
- દિવસ દરમિયાન બને એટલું પાણી વધારે પીવું.
- રોજ એક કે બે ફળ ખાવાની ટેવ રાખવી – જમ્યા બાદ કે જમણ સાથે કદી નહીં. બની શકે તો નયણા કોઠે.
- પોતપોતાના સ્વાસ્થ્યને અનુરૂપ અથવા ડોક્ટરના સૂચન મુજબ ખોરાક લેવો.
- કસરત કરવાના બે કલાક પહેલાં કશું ખાવું નહીં.
- ખાણી પીણી જીભના ચટાકા માટે કરવાની ના નથી; પણ એ જમણ કે પીણાંની સાથે એનાથી આપણા પાયાના એકમ જેવા અને આપણા હોવાપણાના વફાદાર સૈનિક જેવા શરીરનાં અવયવો જે સેવા આપે છે – તે માટે આભારની લાગણી અને ‘આ ખોરાક એની સેવા છે.’ એવો ભાવ સેવવો.
- એ સાથે અનેકોનાં પ્રદાન થકી આ ચીજો આપણા સુધી પહોંચી છે; તે માટે તે સૌને માટે આભારની લાગણી પણ સેવતા રહેવું.
૯૭ વર્ષના એક જાપાનીઝ ડોક્ટર અને તેમના જીવન/ સંદેશ વિશે સીધો, સાદો લેખ –
અને સૌથી અગત્યનું…
જમવાની પહેલાંની એક ક્ષણ – આ સંકલ્પ યાદ કરી લેવો…
હું કાંઈ નથી.
મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી.
ભલે જમીએ પણ એ પાયાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સન્નિષ્ઠ પ્રયાસ છે; અને જે ચીજ આરોગીએ છીએ, તે અનેક જીવોના સહકારથી આપણા સુધી પહોંચ્યો છે; એમના આપણે આભારી છીએ – એ ભાવ સેવતા રહીને
——————
વધુ આવતા અંકે….
Like this:
Like Loading...
Related
સુરેશભાઈ #5 આ નિયમ મને જરાય ફાવે એમ નથી .મને ક્યારેક રાતના ભૂખ લાગે છે ત્યારે બે મુઠી ચોખાનું મમરા જેવું સ્રીયલ ખાઈ લેવું પડે છે અને ઘૂંટડો ઘૂંટડો પાણી જયારે જાગું ત્યારે પી લેવું પડે છે જો હું આમ નો કરું તો મને ચક્કર આવે છે . એક વખત હું ચક્કર આવવાને કારણે હોસ્પીટલમાં ઈમરજન્સી ન્ગએલો ત્યારે મને ભલી ડોક્ટર બાઈએ આ સલાહ આપેલી .અને અમુક બીજા નિયમો કીધા .મને એક્ષ્રે m i r વગેરે ઘણી ચિકિત્સા અને ઘણા પ્રશ્નો પૂછ્યા પછી .આ સલાહ આપેલી , અને વધુમાં કહ્યું કે તમને દવાની કોઈ જરૂર નથી તેની અટક રોન્દોલ જેવી હતી મને એ સૂર્ય પત્ની રાંદલ લાગી કાઠી લોકોમાં રન્દાલનું બહુ મહત્વ છે . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
મારા ગુરુ કહેતા,” ખાન-પાન ના ઝાઝા નિયમો જેને ન ફાવે તેણે એક કોળિયો ૪૮વાર ચાવી પછી ઉતારવો. બાકી જે ફાવે તે જ્યારે ફાવે તે અને જેટલું ફાવે તેટલું ખાવું. સ્વાસ્થ્ય ખુબ સારું રહે તેની ગેરેંટી” જેનાથી બીજી ચરીઓ પાળી ન શકાય તે આ અખતરો છ માસ કરી જુએ. ચોક્કસ સફળ થશે.
દાદા ભગવાન કહેતા,” જે ના ભાવે તે ખુબ ખાઓ અને જે ભાવે તે નહિવત”
બન્ને મિત્રોનું પ્રદાન બહુ જ ગમ્યું.
————-
જે મહાન વાત આનાથી ફલિત થાય છે તે…
દરેક જણની ચિત્તવૃત્તિ અને શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે. આથી એને અનુકૂળ આવે તેમ પોતાના નિયમો બનાવવા જોઈએ; અને એ નિયમોનું અનુશાસન કરવું જોઈએ.
આપણે સાચી ટેવો પાડી છે કે નહીં – એનું પ્રત્યક્ષ નિદાન શરીર જ કહી દે છે.
આથી શરીર પર ધ્યાન આપીએ, તો એ જ કહી દેશે કે, એને શું માફક આવે છે.
આપણા અસ્તિત્વનું પાયાનૂ હોવાપણૂં એટલે આપણું શરીર.
થોડોક સુધારો સુચવુ?
આપણા અસ્તિત્વને મર્યાદિત કરતું પાયાનું સાધન એટલે શરીર. પાયાની ભૂલ તે થઈ છે કે આપણે શરીરની સાથે આપણાં અસ્તિત્વને સાંકળી દીધું છે. વાસ્તવિકતા તે છે કે શરીર વગર પણ આપણું અસ્તિત્વ બરકરાર રહે છે પણ આપણી વગર શરીરનું અસ્તિત્વ ઝાઝો વખત રહેતું નથી. શરીરમાંથી જ્યારે આપણે ચાલ્યાં જઈએ ત્યારે શરીરનું કોઈ મહત્વ રહેતું નથી. મનને ખોરાક સાથે સંબધ છે. અન્ન તેવું મન.
જ્ઞાનમાર્ગમાં શરીરથી પોતાને અસંગ માનવા પર ખૂબ ભાર મુકવામાં આવ્યો છે.
હઠાભ્યાસો હિ સંન્યાસો નૈવ કાષાય વાસસા
નાહં દેહો અહં આત્મેતિ નિશ્ચયો ન્યાસ લક્ષણં
ભુખ લાગવાને શંકરાચાર્યજી મહારાજ રોગ કહે છે અને તે રોગના શમન માટે તેને રોજ આહાર રુપી ઔષધ આપી દેવું જોઈએ.
માણસ શરીરનો ગુલામ ત્યારે બને છે કે જ્યારે તે જીવવા માટે ભોજન કરવાને બદલે ભોજન કરવા માટે જીવવા લાગે.
અતુલભાઈ;
આપે કહેલ ઉપરોક્ત શાસ્ત્રોના કે શંકરાચાર્યના કથન સત્ય છે. આપણને કદાચ થોડા સમજાય કે અનુભવાય પણ છે. જે નથી સમજાતું તે એ છે કે જ્યારે ભુખ લાગી હોય અને સામે મઘમઘતાં ભોજનનો થાળ જાત જાતના વ્યંજનોનોથી ભર્યો હોય ત્યારે આ બધા શાસ્ત્રોના વચનો જે આપણે અનેકવાર દોહરાવી ચુક્યા છીએ, અને અનેકોને સલાહ આપી ચુક્યા છીએ તેનુ બાસ્પીભવન કેમ થઈ જાય છે? અને આપણે આપણી વૃત્તિઓ પર કેમ કાબુ મેળવી શકતા નથી? હવે જ્યારે કોઈના લગ્ન કે અન્ય શુભપ્રસંગે જમવા જાઓ ત્યારે આ ભિતર નિરિક્ષણ કરજો. અને મારી વાત કદાચ પકડાશે અને વૃત્તિઓના ટ્રારન્સ્ફરમેશનમાં મદદ કરશે. યોગ ની પતંજલીની વ્યાખ્યા “ચિત્તવૃત્તિ નિરોધ” છે ને…
મારી સમજ છે આપણે બધા લગભગ જ્ઞાની છીએ અને તે જ મોટી સમસ્યા છે તે ખબર નથી પડતી…મારા ગુરુ કહેતા અજ્ઞાન કરતાં જ્ઞાન વધુ ભટકાવે છે.
શરદ.
શ્રી શરદભાઈ,
મારે તો લગ્ન પ્રસંગે ય જવાની જરુર નથી રહી. પ્રભુકૃપાથી (મારી ખરાબ જીવનશૈલિથી) મધુપ્રમેહ ધારણ કર્યો છે. જમતી વખતે અન્ય લોકો મીઠાઈ ખાય ત્યારે ય શાંતી પૂર્વક સાદુ ભોજન જમી શકું છું. ચા મોળી પીવાની ફાવી ગઈ છે. ભટકવામાં તો એવું છે કે મારે ઘરની બહાર જવું હોય તો યે કોઈકનો સહારો જોઈએ. બ્લોગભ્રમણને જો આપ ભટકવું કહેતા હો તો કદાચ આપની વાત સાચી હશે. હું તો બ્લોગજગતમાં આનંદ કરવા અને હળવાશથી થોડી ક્ષણો માણવા આવું છું. જ્ઞાની અજ્ઞાનીનો કશો દાવો કરતો નથી. ચિત્તમાં શાસ્ત્રોના થોડા ઘણાં સંસ્કારો પડ્યાં છે તો તે જ્યાં ત્યાં ભરડ્યા કરુ છું.
શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે નીરાહારી લોકોના વિકાર જાય છે પણ જ્યારે તે આહાર લેવાનું શરુ કરે ત્યારે ફરી પાછો વિકારી બની જાય છે. જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી વિષયોનું આકર્ષણ સર્વથા છુટતું નથી. તે માટે સાધન, ભજન અને ધ્યાન આવશ્યક હોય છે. મહાપુરુષો આપણી જેમ મિથ્યા ચર્ચા કરવાને બદલે સાધન પરાયણ રહીને આત્મ-કલ્યાણ સાધતા હોય છે.
અહીં કોણ સાચું અને કોણ નહીં – એવા વિવાદને સ્થાન નથી.
મારી સમજ એ છે કે, ‘હોવુ’શબ્દ સૌથી વધારે રીતે શરીરને લાગુ પડે છે. પછી મન આવે , જે પાંચ ઈન્દ્રિયોથી અનુભવી શકાતું નથી.પછી ચેતના આવે- જે શરીર અને મનની પાછળ રહેલી છે.અને એનાં પણ સ્તરો હોય છે.
—————–
બીજી વાત…
આ લખનારનાં લખાણો માત્ર પોતાને સૂઝેલા વિચાર ઓકી કાઢવાની પ્રવૃત્તિ છે – એને કોઈ શાસ્ત્રનું પીઠબળ કે સંદર્ભ નથી – એ માટે કોઈ પ્રયાસ પણ કરવામાં આવ્યો નથી. આથી પાતંજલ યોગ સૂત્રમાં જેને ‘આગમ’ આધારિત માન્યતાઓ ગણવામાં આવે છે – એ અહીં જોવા ન મળે તો ક્ષમા કરશો.
—————–
ત્રીજી વાત …
Pingback: ડાયેટિંગ | સૂરસાધના
મન, શરીર અને હ્રદય આપણા અસ્તિત્વના મુખ્ય આધાર સ્તંભો ગણીએ તો મન ઈચ્છાઓમાં ભરાયેલ છે. હ્રદય ભાવમાં અને શરીર ત્રિદોષમાં …મરેલ મનમાં ઈચ્છાઓ ઉગતી નથી. ભાવ વગરનું હ્રદય શૂન્ય અને વાત,પિત,કફના દોષ વગરનું કોઈ શરીર નથી…મુખ્ય વાત સમતોલનની છે અને દરેકનું સમતોલન બિંદુ અલગ છે તેથી જ કેટલાક લોકોની ચાલ ટેઢી હોય છે ને? જન્મથી અપંગ ન હોય તેવા લોકો પણ સપૂર્ણ તંદુ્રસ્ત નથી હોતા. આપણે સૌ જન્મથી જ તન,મન અને હ્ર્દયની કેટલીક ખામીઓ.સાથે લઈને આવીએ છીએ તે દૂર કરવા માટે પ્રથમ તો આ ખામીઓ કઈ છે તે જાણવુ પડે જે દરેકની અલગ અલગ હોઈને જાત સાથે જોડાયા વગર અને સ્વને પૂછ્યા વગર ખબર પડતી નથી..આ સમજવામાં જ જીવનનો મોટાભાગનો સમય એટલે જતો રહે છે કે અનુભવ વગરના જ્ઞાનને મન જલ્દીથી ગ્રહણ નથી કરતું
આટલી ભૂમિકા પછી ખોરાકની વાત કરીએ તો મનના સંયમ, શરીરની જરૂરિયાત અને હ્રદયની ભાવના વગર ખાઈએ તેના ફાયદા કરતા નુકશાન વધુ છે… જે ખાઈએ છીએ તેની સાથે સરીરના રસાયણો ભળે છે. પ્રેમની ભાવના હોય તો જે રસાયણો શરીરમાં ઉત્પન્ન પાય તે કરતાં અલગ અને નુ્કશાનકર્તા રસાયણો નફરતની ભાવના જમતી વખતે હોય તો થતા હોય છે. દરેકને અનુભવ હશે કે અમુક ભાવ કોળિયો ગળે ન ઉતરવા દે. એમાં ગુસ્સાનો ભાવ પણ આવી જાય છે એટલે જમતી વખતે શાંતીની જરૂરીયાત પર ભા્ર મૂકાય છે નહીતર અમૃત પણ વિષ થઈ જાય..
મનની અતૃપ્ત ઈચ્છાઓ ક્યાંક તૃપ્તિ ઝંખે છે અને પ્રાપ્ય ભોજનથી એ સુલભ થઈ રહે છે તેથી સારાસારનો વિવેક જમતી વખતે રાખવો અઘરો થઈ રહે છે. જેને અમેરીકન લોકો ઈમોશનલ ઈટીંગ કહે છે અને જેનાથી શરીર સ્પૂળ થાય છે આવા લોકોનો આનંદ પણ સ્પૂળ જ રહે છે… ભોજનમાં સંયમ વગર કોઈ પ્રકારનું તપ શક્ય જ નથી તે મારો જાત અનુભવ પણ છે. લાગણીઓની નબળાઈ આ સંયમ આડે આવીને ઉભી રહે છે.
આપના કહેલા બધા નિયમોમાં હું ફક્ત એક જ નિયમ સાથે અસહમત છું ફળો ખાવાના સમય બાબત. મારી સમજણ મુ્જબ કેટલાક ફળો નયણા ન જ ખવાય નહીતર નુકશાન થાય અને કેટલાક નયણા જ ખવાય નહીતર ફાયદો ન થાય પણ શું ખાવુ અને શું ન ખાવુ તે દરેકની ભિન્ન વાત-પિત-કફ પ્રકૃતિ પર આધારીત છે તેથી તે વાત અહીં અસ્થાને છે છતાં ય મારા સ્વાનુભવમાં એના ઉલ્લેખ સાથે કહું તો.. છેલ્લા વે વરસથી વીગન ડાયેટ લેવાના પ્રયત્નમાં નબળાઈ લાગવાથી અપવાદમાં હવે ગાંધીજીએ સૂચવેલ બકરીનું દૂધ લઉં છું. આમ ઘી, માખણ અને ચીઝનો સદાને માટે મેં ત્યાગ કર્યો છે મારા બ્લોગ પરના ઈંગલીશ આર્ટીકલમાં તમે એના કારણો અને ફાયદા વાંચી શકશો પણ મને સૌથી મોટી મુશ્કેલી ખોરાકની માત્રામાં સંયમ રાખવાની છે. મારી લાગણીઓ ન સચવાય ત્યારે મનના ભા્વોમાં થતા ફેરફાર પર નિયંત્રણ કરી શકાય છે પણ પછી ખોરાકમાં નિયંત્રણ રહેતુ નથી. મનને એક જગ્યાએ અકુંશમાં રાખ્યા પછી બીજી જગ્યાએ છૂટ આપવાની ઈચ્છા થઈ આવે છે જેને મારવા કરતા તૃપ્ત કરવા તરફ વળી જવાય છે. મધ્યમ માર્ગ તો ઈચ્છાઓને સાચી દીશામાં વાળવાનો છે તે સમજણ કેળવી છે પણ અમલ ધાર્યા કરતાં ઘણો અઘરો છે આમ ખોરાક કે જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે તેનો આપણને ફાયદો કરતા ગેરફાયદો થાય ત્યા્રે આપણી જાત સાથેની વર્તણૂક જ સૌથી વધારે જવાબદાર છે એમ હું દ્રઢપણે માનું છું
સુરેશભાઈ, આટલું લખવા માટે પ્રેરવા બદલ આભાર… કદાચ ટાઈપની ક્ષતિઓ થઈ હશે તો પણ એડીટીંગનો સમય ફાળવી શકું તેમ નથી..મનમાં એ્લા્ર્મની ઘંટડી ક્યારની વાગે છે. સમયદેવતા પાસે આપણે સૌ લાચાર છીએ….
ૌૌ્શ્વાસ-ઉચ્છવાસની દોર કઈ ક્ષણે કપાઈ જશે તે આપણે જાણતા નથી તેથી ક્ષણને પૂરી ચેતનાથી જીવવાની તમારી ફિલસૂફી ગમે છે.
Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના
Pingback: શરીર તારું સંભાળ રે…! – દિનેશ પાંચાલ | સૂરસાધના