સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – હાસ્ય

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

        વર્તમાનમાં જીવવાની શરૂઆત કરવા્નું આ એક પગથીયું છે – એ વાંચી તમે હસી ઊઠ્યા ને?

       શરણાગતિ સરળ છે; કારણ કે. ગમે તેવા સંજોગો હોય – તમારી પાસે એક વિકલ્પ હમ્મેશ છે જ – એની ઉપર હળવાશથી હસી લેવાનો! આપણી જિંદગીમાં દુઃખના, હતાશાના ઓથાર ભલેને ભરચક ભર્યા હોય; એને બાજુએ મૂકીને બે ઘડી હસી લેવાની ક્યાં મનાઈ છે?  આપણું જીવન ગમે એટલું દુઃખી કેમ ન હોય; એ કદી ન ભુલીએ કે, આપણાથી અનેક ગણી દારૂણ પરિસ્થીતિમાં માનવ જાતનો મોટો ભાગ આખું આયખું – જીવનથી મરણ લગ – સબડ્યા જ કરતો રહ્યો છે – હજારો વર્ષોથી. પણ એ કમનસીબ લોકો એક દિવસ માટે જ જીવતા હોય છે. એ સાચા વર્તમાનમાં જીવતા – એમ જ જીવવા મજબૂર – ઈન્સાનો છે.

     અને કદાચ આપણે પિરામીડની ટોચ પર બિરાજમાન માંધાતા હોઈએ; તો…..ભલા માણસ! સિરિયસ શું કામ થાઓ છો? શોગિયલ ડાચું ઝાલી રાખવા આટલે ઉપર ચઢ્યા છો? !

   જ્યારે આપણે આમ વિચારવાની શરૂઆત કરતા થઈએ, ત્યારે આપણને આપણી ચિંતાઓ પર જરૂર હસવું આવી જશે.

મેરા નામ જોકરની જેમ!

       આ મહામૂલું જીવન હસવા માટે છે. રડવા માટે, શોગિયલ ડાચું રાખીને ‘દેવદાસ’ની જેમ ખુવાર થઈ જવા માટે નહીં. હસતા રહો, હસાવતા રહો.

       પણ…

      એ વાત કદી ન ભૂલાય કે, આઝાદ બનવાના પ્રત્યેક પગથિયાની એક માત્ર પૂર્વ શરત એ છે કે,

હું કાંઈ નથી.
મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી.
મોક્ષ પણ નહીં !

     એ ભાવની શરૂઆત, એનો અભ્યાસ…… હસતા રહીને કરવાનાં છે – સિરિયસ બનવાની આ વાત જ નથી! યોગાસન કરીએ કે વિપશ્યના કરીએ  કે, કરીએ  ઊંડી સમાધિ  જેવું ધ્યાન …… સદા બહાર … સદા પ્રસન્ન ….. સદા પ્રેમથી સભર. સતત કાયમ રહે એવો આનંદ અને શાંતિ અનુભવવા જઈ રહ્યા છીએ. હસતા જઈએ !

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.

 

તાલ દેનારને પળ એક મૂંઝવનારી મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઇએ.

– હરીન્દ્ર દવે

( બહું જ ગમી જાય એવું આ ગીત સાંભળવા,
એની ઉપર  ‘ક્લિક’ કરો અને મસ્તીમાં ઝૂમો )

————————

વધુ આવતા અંકે….

35 responses to “બની આઝાદ – હાસ્ય

 1. Atul Jani (Agantuk) માર્ચ 7, 2013 પર 2:25 એ એમ (am)

  હું કાંઈ નથી.
  મારું કશું નથી.
  મારે કશું જોઈતું નથી.
  મોક્ષ પણ નહીં !

  અહં નિર્વિકલ્પો નિરાકાર રુપો
  વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ
  સદામે સમત્વં ન મુક્તિ ન બંધ:
  ચિદાનંદ 🙂 રુપો શોહમ શિવોહમ

 2. Sharad Shah માર્ચ 7, 2013 પર 5:59 એ એમ (am)

  હું કાંઈ નથી, સિવાય ગેસનો ફુગ્ગો.
  આકાશે ઉછળું, જાણે સચિનનો છગ્ગો.
  મારું કશું નથી, બધુ ઉધાર ને વાસી,
  થોડું ચાખો ત્યાં તો તમને વરશે ખાંસી.
  મારે કશું જોઈતું નથી, એમ જગતને કહેતો;
  હું જાણું આ લુંટવું જગને,સિંહાસન પર રહેતો.

  • Atul Jani (Agantuk) માર્ચ 7, 2013 પર 7:08 એ એમ (am)

   શ્રી શરદભાઈ,

   હું કાઈ નથી તેમ કહેવા માટે ય અહંકાર જોઈએ. અહં હોય ત્યાં સુધી ભલેને કોઈ હજાર વખત કહે કે હું કાઈ નથી તો યે હું હું થયા જ કરે. માણસના બધા સંતાપ અને ઘેલછાઓ હું ને લીધે જ છે. યોગ શાસ્ત્ર હું ને અસ્મિતા કહે છે. બુદ્ધિમાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ અને તેને લીધે ઉત્પન્ન થતી હું ની વૃત્તિને અસ્મિતા કહેવાય છે. ધ્યાન દ્વારા જ્યારે નિર્વિકલ્પ સમાધી થાય ત્યારે અનુભવાય કે ચૈતન્ય અને બુદ્ધિનો વાસ્તવિક સંસર્ગ કદી શક્ય નથી. એટલે તો મહાપુરુષો કહેતા હોય છે કે સર્વ સમસ્યાના ઉકેલ માટે ધ્યાન કરો.

   લેખ લખવાથી કદીએ હું ન જાય. પ્રતિભાવ આપવાથી યે ન જાય 🙂

   • સુરેશ માર્ચ 7, 2013 પર 7:18 એ એમ (am)

    સાવ સાચી વાત.
    આ વાત અઢારમા ભાગમાં આવવાની છે. તમે વહેલાં કહીને એ સત્યની અભિવૃદ્ધિ કરાવી. આભાર.
    —————

    અસ્મિતા ભાવ એ તો સમાધિ અવસ્થાનું સર્વોચ્ચ શિખર ગંણાય છે.

    એ અવસ્થાની અનુભૂતિ આ જનમમાં તો થાય એમ લાગતું નથી.
    આપણે તો ખીણની પણ અંદર આવેલા સરોવરના એક સાંકડા, છીછરાં ખુણામાં, અજ્ઞાનમાં સબડતા, કીડા છીએ. આપણે માટે તો નિર્ભેળ હાસ્ય પણ મળે; તો ગનીમત – એ તો અંતરયાત્રાનું ત્રીજું પગથીયું છે
    – આ લખનારના અનુભવ પ્રમાણે.

    • pragnaju માર્ચ 7, 2013 પર 8:00 એ એમ (am)

     અસ્મિતા ભાવ……………………………………………
     અખાના છપ્પા
     કામ-ક્રોધ તાંહાં જગત આચરે, તે દેખી જીવ નિંદા કરે.
     એ તો પાંચ રૂપે માયા રમે, કળ ભરાવી ભવમાં ભમે.
     વિચાર વિચારી હરિને જાણ્ય, નિંદા કર્યે અખા છે હાણ્ય.

     જગતના લોકો કામ-ક્રોધને વશ થઇને બધી પ્રવૃત્તિ કરે છે. એ જોઇને જીવ તેમની નીંદા કરે છે.પણ માયા જ આ પાંચ- અસ્મિતા, અવિધા, રોગ, વેષ, અભિનિવેશ-રૂપે ખેલે છે અને યુકિત-પ્રયુકિતથી સહુને સંસારમાં ભમાવે છે. આમ વિચારીને હરિને ઓળખ. નિંદા કરવાથી તો ખોટ જ છે.

    • La' Kant મે 7, 2013 પર 1:15 એ એમ (am)

     Why de-mean and UNDER-ESTIMATE AND QUALIFY AND IDENTIFY LIKE THIS….?POTAANAA ASALI VAJOODNE VISAREE JAVAANU MOTAABHAAI ? ”
     આ “હું ” [ જેનાથી છૂટવું અશક્ય નથી? અતિ દુર્ભર તો છે જ છે સુ.જા. ” આ અહમવાદ છે ” છે તો આપણી હયાતિ/અસ્તિત્વ છે ને ? હું કોઈ વાદ / વાડામાં માનતો નથી એ એક મહાવાદ નથી ” અહમ” ની અપેક્ષાએ ?
     -લા’કાન્ત / ૭-૫-૧૩, …૧૧:૪૫ એ.એમ. (બપોર પહેલાનાં)

   • Sharad Shah માર્ચ 7, 2013 પર 7:31 એ એમ (am)

    અતુલભાઈ;
    મારા ગુરુ કહેતા,” સમસ્યા ચાહે કોઈભી હો, ઉપાય એક ઔર માત્ર એક હૈ, ઔર વહ હૈ ધ્યાન.”
    આપણે જ્યારે આ સાંભળીએ છીએ ત્યારે આપણી બુધ્ધી સમજે છે કે વિપશ્યના કે કુંડલીની કે નાદબ્રહ્મ કે ઓમકાર કે અન્ય કોઈ ધ્યાન કરવાની વાત ગુરુ કરે છે. અને આપણે ધ્યાનની જગ્યાએ કોઈ ધ્યાનની વિધી પકડી લઈએ છીએ અને બે-ચાર મહિના કર્યા પછી કાંઈ ન થાય એટલે કાંતો બીજી વિધી કે બીજો ગુર પકડીએ છીએ અને આમ એક સ્થાને થી બીજા સ્થાને કે એક વિધીથી બીજી વિધી વચ્ચે ઝોલા ખાતા ફરીએ છીએ અને સમજાતું નથી કે આપણે ભુલ ક્યાં કરી?
    તમને કે સુરેશભાઈને કે અન્યને આવો અનુભવ કે મુંઝવણ હોય તો વાત આગળ કરશું નહીતો બધા આવી ચર્ચા સાંભળી નારાજ થઈ જશે.
    શરદ.

    • Atul Jani (Agantuk) માર્ચ 7, 2013 પર 7:50 એ એમ (am)

     શ્રી શરદભાઈ,

     સાધના એકધારી થઈ શકતી નથી હોતી તે મારે માટે હકીકત છે. એક જ ગંતવ્ય સ્થાને પહોંચવા માટે અનેક રસ્તાઓ અને અનેક માર્ગદર્શકો હોવાને લીધે યાત્રીને ઘણી ગુંચવણ થતી હોય છે. દાદાનો બ્લોગ ચર્ચા કરવા માટે યોગ્ય લાગે છે. અભીવ્યક્તિ પર સ્વાભાવિક છે કે ત્યાના લોકો નારાજ થઈ જાય કારણકે તેમની માન્યતાઓ અલગ છે.

     ધ્યાનમાં યે એવું કહેવાય છે કે ધ્યાન તે કોઈ ક્રીયા નથી માત્ર સ્વની જાગૃતી છે. ધ્યાન કરવાનું નહીં પણ રાખવાનું હોય છે.

     શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાનીઓના ધ્યાન વીશે સમજાવે છે કે:
     સુતા, ઉઠતા, બેસતા કે ભોજન કાળે હું કૈંયે કરતો નથી જ્ઞાની તેમ ગણે.

     જ્યાં સુધી ક્રીયા હોય ત્યાં સુધી કર્તાએ રહે અને તેથી કર્મ પણ રહે. ક્રીયા કરતા કરતાએ જ્યારે કતૃત્વનો લોપ થઈ જાય ત્યારે ધ્યાનની શરુઆત થાય. વાસ્તવિક ધ્યાનમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય રુપી ત્રીપુટીનો લય થઈ જતાં માત્ર સ્વરુપની અનુભુતિ શેષ રહે. ક્ષણવાર પણ સ્વરુપનો અનુભવ થવો ઘણો કઠિન હોય છે.

     • Sharad Shah માર્ચ 8, 2013 પર 12:47 એ એમ (am)

      અતુલભાઈ;

      “ધ્યાનમાં યે એવું કહેવાય છે કે ધ્યાન તે કોઈ ક્રીયા નથી માત્ર સ્વની જાગૃતી છે. ધ્યાન કરવાનું નહીં પણ રાખવાનું હોય છે.
      જ્યાં સુધી ક્રીયા હોય ત્યાં સુધી કર્તાએ રહે અને તેથી કર્મ પણ રહે. ક્રીયા કરતા કરતાએ જ્યારે કતૃત્વનો લોપ થઈ જાય ત્યારે ધ્યાનની શરુઆત થાય.”

      ધ્યાનની સુંદર વ્યાખ્યા છે.પણ યાદ રાખો વ્યાખ્યા જ છે અને અનુભવ નથી.હવે આ જ વાતને અનુભવમાં લાવવી હોય તો આપણા શરીર, મન, વિચાર, લાગણીના તમામ ક્ષેત્રમાં ઉઠતા પ્રત્યેક તરંગને જોવા અને ઓળખવા પડે છે. જેમ જેમ આ તરંગો પકડાતા જાય તેમ તેમ હું એ તરંગ નથી તેનો બોધ થતો જાય. જે. કૃષ્ણમૂર્તિ એને “ચોઈસલેસ અવેર્નેસ” કહેતા. બધા સદગુરુની ભાષા અલગ અલગ હોય છે પણ કહેવાનુ એક જ હોય છે. જે કૃષ્ણ કે કબીર કહે તે જ કૃષ્ણમૂર્તિ કહે. આ બધા જે કહે છે તે અનુભવથી અને આપણે જ્યારે આ જ કથનો દોહરાવીએ છીએ ત્યારે તે તોતા રટણ સિવાય કાંઈ નથી હોતું. આ વાતનો આપણને બોધ હોવો જોઈએ અને તો તે આપણા રોગથી મુક્તિ માટે સહાયક બની શકે છે નહી તો આ કથનો આપણને જ્ઞાની હોવાના ભ્રમમાં નાખી દે છે અને તેમાં થી છુટવું બહુ અઘરું બને છે.
      શરદ્.

     • Atul Jani (Agantuk) માર્ચ 8, 2013 પર 2:44 એ એમ (am)

      જે કૃષ્ણ કે કબીર કહે તે જ કૃષ્ણમૂર્તિ કહે. આ બધા જે કહે છે તે અનુભવથી અને આપણે જ્યારે આ જ કથનો દોહરાવીએ છીએ ત્યારે તે તોતા રટણ સિવાય કાંઈ નથી હોતું. આ વાતનો આપણને બોધ હોવો જોઈએ અને તો તે આપણા રોગથી મુક્તિ માટે સહાયક બની શકે છે નહી તો આ કથનો આપણને જ્ઞાની હોવાના ભ્રમમાં નાખી દે છે અને તેમાં થી છુટવું બહુ અઘરું બને છે.

      શ્રી શરદભાઈ,
      આપની વાત સાચી છે. અધ્યાત્મ એટલે અનુભુતિ. એટલે તો બુદ્ધે કહ્યું કે હું કહુ તે માની ન લેશો, જાતે પ્રયોગ કરો, અજમાવી જુઓ અને સાચું લાગે તો સ્વીકારો. અધ્યાત્મમાં સહુએ જાતે જ સાધના કરવી પડે. મહાપુરુષોના અનુભવો માત્ર દિશાસુચન કરી શકે, ચાલવું તો સહુએ જાતે જ પડે.

      ધ્યાનની સુંદર વ્યાખ્યા છે.પણ યાદ રાખો વ્યાખ્યા જ છે અને અનુભવ નથી.હવે આ જ વાતને અનુભવમાં લાવવી હોય તો આપણા શરીર, મન, વિચાર, લાગણીના તમામ ક્ષેત્રમાં ઉઠતા પ્રત્યેક તરંગને જોવા અને ઓળખવા પડે છે. જેમ જેમ આ તરંગો પકડાતા જાય તેમ તેમ હું એ તરંગ નથી તેનો બોધ થતો જાય.

      આ તરંગોને કેવી રીતે જોવા? તે માટે તો શાંતી પૂર્વક શાંત સ્થળે બેસીને સ્વ-અવલોકન ન કરવું પડે? કે પછી કાર્ય કરતાં કરતાં એ આ તરંગોનું અવલોકન થઈ શકે?

 3. Sharad Shah માર્ચ 7, 2013 પર 8:38 એ એમ (am)

  સુરેશભાઈ અતુલભાઈ, પ્રજ્ઞામા અને અન્ય મિત્રો;
  એક-બે વાતની સ્પષ્ટતા કરી લઊં કે, જ્યારે હું અહીં કોઈ કોમેન્ટ કરૂં છું તો “હું’ કેન્દ્ર હોઊં છૂ અને મારી નજર મારી થતી ભુલો તરફ હોય છે. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરી નાહક દુઃખી ન થવું.
  અહીં ચર્ચાનો આશય બીજાને સુધારવાનો ઓછો છે મારી જાતને સુધારવાનો વધુ છે. હા, મારી વાત કોઈના હૃદયમાં ચુભે અને મારી સાથે સાથે તે સ્વસુધારણા તરફ કદમ ઉઠાવે તો તે તેની સ્વતંત્રતા છે.
  બીજું કે હું પણ તમારી બધાની જેવો જ અજ્ઞાની છું અથવા કહો કે રોગી છું. કદાચ તમારા અને મારા રોગો અલગ હોઈ શકે કે માત્રાભેદ હોઈ શકે છે. એટલે મારી વાતોને બહુ ગંભિરતાપૂર્વક ન લેવી. પણ કોઈવાત મારું જાત નિરિક્ષણ કરતાં મારી વિકૃત મનોદશા પર મારી નજર પડી છે તેવી જ તમારી પણ વિકૃત દશા હોય એમ લાગે તો તે દુર થવાનો માર્ગ ખુલી શકે છે. જ્યાંસુધી આપણને જ આપણા રોગોનો બોધ નથી હોતો ત્યાંસુધી તેનો કોઈ ઈલાજ નથી હોતો. પ્રજ્ઞામા ડોક્ટર છે અને આ વાત સમજી શકશે.
  હવે મુળ વાતપર આવીએ.
  આપણી ચર્ચાઓ આપણે વાંચીશું તો સમજાશે કે અરે! આપણે બધાતો જ્ઞાની જ છીએ અને કોઈ એક ડહાપણની વાત કરે તો આપણે સામી ચાર ડહાપણની વાતો કરીએ છીએ. પ્રત્યેક પ્રશ્નના આપણી પાસે ઉત્તરો છે અને શાસ્ત્રોનુ સમર્થન અને જ્ઞાન બધું ભેજામાં ભર્યું છે. પણ આપણને એ નથી સમજાતું કે જો આટલું બધું જ્ઞાન જો આપણામાં ભર્યું છે તો જીવનમાં ફુલ કેમ નથી ખિલતાં? અને તેનુ મુળ કારણ છે કે આપણે ભ્રમણાના જગતમાં જીવીએ છીએ અને આપણા રોગોને આપણે જ ઓળખી નથી શકતા. ઘણીવાર બીજાના રોગો તો તરત પરખાઈ જાય છે પણ સ્વયંના રોગો નથી પરખાતા અને કોઈ આપણા રોગો તરફ અંગુલી દર્શન કરે તો આપણે તેને બચકા ભરવા દોડીએ છીએ. આવું મારા જેવું તમને પણ થાય છે તો આગળ વાત કરીએ.
  શરદ

  • Atul Jani (Agantuk) માર્ચ 7, 2013 પર 9:40 એ એમ (am)

   મુળ કારણ છે કે આપણે ભ્રમણાના જગતમાં જીવીએ છીએ અને આપણા રોગોને આપણે જ ઓળખી નથી શકતા.

   સાચી વાત છે. સહુ પ્રથમ તો આપણો અહંકાર આપણે રોગી છીએ તે સ્વીકારવા જ દેતો નથી. કદાચ રોગનો ખ્યાલ આવે તો યે યોગ્ય ઉપચારક મેળવવા માટેના માપદંડ ખબર નથી હોતા. બધા ઉપચારકો સાચા અને પ્રામણિક પણ નથી હોતા તેથી છેતરાવાનો યે ભય રહેતો હોય છે.

 4. સુરેશ માર્ચ 7, 2013 પર 8:53 એ એમ (am)

  આટલું બધું જ્ઞાન જો આપણામાં ભર્યું છે તો જીવનમાં ફુલ કેમ નથી ખિલતાં? અને તેનુ મુળ કારણ છે કે આપણે ભ્રમણાના જગતમાં જીવીએ છીએ
  —————-
  બિલકુલ સાચી વાત ..
  ——————-
  પહેલા પગથિયામાં લખેલ શબ્દો ફરી દોહરાવવા મન થયું ….

  એનું પહેલું પગલું છે – આગળના આઠેય પ્રકરણોને બાજૂએ મુકી દો! એ બધું ભુલી જાઓ. બીજું કશુંક – ક્યાંકથી અડધું પડધું ચાવેલું, નહીં પચેલું – પણ ફેંકી દો.

  અને ચાલવા માંડો.

 5. Sharad Shah માર્ચ 7, 2013 પર 10:26 એ એમ (am)

  અતુલભાઈ અને સુરેશભાઈ;
  જો એક વાતનો સ્વિકાર આવતો જાય કે હું રોગી છું તો સ્વાસ્થ્ય તરફનુ પ્રથમ પગથીયું ચઢ્યા
  હવે બીજું પગથીયું છે આપણા ર્રોગોને ઓળખવાનુ.(બધા શાસ્ત્રોને બાજુપર રાખીને)
  કયા કયા રોગો મને લાગેલાં છે? હવે સવાલ એ છે કે આ રોગોને ઓળખવા કેમ?
  જેમ શરીરના અલગ અલગ રોગના અલગ અલગ લક્ષણો છે તેમ આપણા મનના પણ અલગ અલગ રોગના અલગ લક્ષણો છે અને તે આપણી વાણી, વર્તન અને દરેક અંગભંગીઓમાં અને અભિવ્યક્તિઓમાં છતા થતા હોય છે. જે બીજાઓ ઘણીવાર જોઈ શકે છે પણ આપણે નથી જૉઈ શકતા.
  પણ જેમ જેમ સ્વનિરિક્ષણ કરતાં જઈએ તેમ તેમ આપણી પકડમાં પણ આવતા જાય છે.(આ માટે બીજા પરથી દૃષ્ટી હટાવી સ્વપર કેંદ્રિત કરવી). ધીમે ધીમે અભ્યાસે આ રોગો અને સુક્ષ્માતિ સુક્ષ્મ રોગો પણ પકડાતા જશે. હવે રોગને ઑળખવા માંડીએ એટલે ડોકતરો તો હજાર છે અને કુદરતનો નિયમ છે કે જ્યાં રોગીઓ હોય ત્યાં ડોકટરો પહોંચી જ જાય છે. જેમ વેક્યુમ ઉભું થાય તો ચારે બાજુથી હવા તે તરફ ધસી આવે છે તેમજ. વધુ વાતો હવે પછી…
  શરદ.

 6. Sharad Shah માર્ચ 8, 2013 પર 4:14 એ એમ (am)

  અતુલભાઈ;
  આપણું એકતલ છે, જે શરીરનૂ તલ છે. શરીરના તલ પર બે પ્રકિયાઓ સતત ચાલે છે એક છે સ્વસન અને બીજી છે સંવેદનાઓ. શરુઆત મોટાભાગે શરીરથી કરવી જરુરી હોય છે કારણકે આપણા માટે “હું” એટલે આ “શરીર “. એટલો જ બોધ આપણને હોય છે. મોટાભાગે ધ્યાનની વિધીઓ જેમકે વિપશ્યના તે સ્વસનપર ધ્યાન કેન્દ્રિત કરવાની વિધી છે. જે ત્રણ પ્રકારે કરી શકાય છે.
  એ રીતે સંવેદના એટલે કે શરીરના તલપર આપણને ગરમી, ઠંડી, સ્વાદ, સ્પર્શ, ગંધ, રુપ.રંગ,શ્રવણ વગેરેને કારણે જે સંવેદનાઓ થાય છે તેની ઉપર ધ્યાન કરવાની વિધી છે.
  જેમ કે જમતી વખતે ખુબ ધીમે ચાવીને ખાવું અને દરેક વસ્તુના સ્વાદનો ગહેરાઈથી અનુભવ કરવો. આમ કોઈપણ સંવેદનાનો ઉપયોગ કરી શકાય. ફક્ત એટલુ ધ્યાન રાખવું કે સંવેદનાનો ગહેરાઈથી અનુભવ કરતી વખતે આપણે જજ ન બની જવું પણ જે છે તે છે તેમ તેને જોવું.
  દાખલા તરીકે કેરીનો રસ લઈએ તો ફક્ત સ્વાદનો અનુભવ કરવો. રસનો સ્વાદ સારો છે કે ખરાબ છે તેવું જજમેન્ટ ન કરવું આ જજમેન્ટનું કામ મનનુ છે અને મન તરત તમને ચકરાવે ચઢાવી દેશે અને પછી એક પછી એક વૈચારિક એશોશિયેશનો શરુ થઈ જશે અને કેરીનો રસ બાજુમાં રહી જશે અને તમે ભુત-ભવિષ્યના જગતમાં ચાલ્યા જશો.જેમ કે કેરીની કઈ જાત સારી અને કઈ ખરાબ છે કે મેં હૈદ્રાબાદમાં ખાધેલી તેવી કેરી ફરી ખાવા નથી મળી. હૈદરાબાદ એક સમયે નિઝામનુ સ્ટેટ હતું અને સરદાર પટેલે કુનેહથી તે ભારતમાં ભેળ્વ્યું. ક્યાં સરદાર પટેલ અને ક્યાં આજકાલના ભ્ર્ષ્ટાચારી રાજકારણીઓ? દેશને બરબાદ કરી નાંખ્યો.. બસ આવું એશોશિએશન શરુ થાય અને દેશ બરબાદ થતા થાય અને આપણે બરબાદ થઈ જઈએ. મારી વાત ખબર નથી કેટલી પકડાશે? પણ પ્રયોગ કરતા જશો તેમ તેમ પકડાતી જશે.
  બીજા તલની વાત આપણે પછી કરશું.
  શરદ.

  • Atul Jani (Agantuk) માર્ચ 8, 2013 પર 4:26 એ એમ (am)

   શ્રી શરદભાઈ,

   આપનો પ્રતિભાવ વાંચતા વાંચતા મન વિચારે ચડી ગયું કે મારા શરીર પર કઈ કઈ જગ્યાએ તલ છે? પછી પ્રતિભાવ વાંચવાની બદલે તે તલ અત્યારે કેવો લાગે છે તે જોવાની ઈચ્છા થઈ આવી. ત્યાં ફરી પાછું મનને બેસારીને કહ્યું કે અલ્યા મનડા છાનુ માનુ બેસ મારે તારો અભ્યાસ કરવાનો છે તેને બદલે તું તો મને લઈને ચાલવા લાગ્યું.

   આ તો જરા મજાકમાં કહ્યું પણ આપની વાત સાચી છે. આપણું મન ખુબ ઝડપથી બધા સંદર્ભો પકડીને પ્રક્રીયા કરે છે અને ઘડીના છ્ઠ્ઠા ભાગમાં ક્યાંનુ ક્યાંય પહોંચી જાય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે મન અને પ્રાણ એક બીજા સાથે જોડાયેલા સંયુક્ત જોડકા છે. મનને કાબુમાં લઈએ તો પ્રાણ કાબુમાં આવે અને પ્રાણને કાબુમાં લઈએ તો મન કાબુમાં આવે. મન કરતાં પ્રાણ સ્થુળ હોવાથી શરુઆતમાં પ્રાણને કાબુમાં લેવાથી સરળતા રહે. તેથી હઠયોગમાં શ્વાસોચ્છવાસના અવલોકનને મહત્વ અપાય છે. જ્યારે રાજયોગમાં મન પર કાબુ મેળવવાનો પ્રયાસ હોય છે.

   અત્યારે તો પ્રથમ તલનો અભ્યાસ શરુ કરુ. બીજા તલ વીશે આપને અનુકુળતા હોય ત્યારે જણાવશો.

 7. Dipak Dholakia માર્ચ 8, 2013 પર 5:04 એ એમ (am)

  ચર્ચા સારી થાય છે. આપણે “હું કઈં નથી” એમ માત્ર ભાષામાં કહી શકીએ અથવા આપણને પોતાને કે બીજાને પ્રભાવિત કરવા માટે કહી શકીએ. “હું કઈં નથી” એવી આપણી પ્રતીતિ નથી હોતી.તમે જે ક્ષને આમ બોલશો તે જ ક્ષણે ‘હું’ વિદ્રોહ કરી ઊઠશે અને કહેશે કે “હું છું”. એને વિદ્રોહની તક શા માટે આપવી? એને કહો ને કે “બાપા તું પણ છે જ!” બસ, એ શાંત રહેશે. ખરેખર તો આપને “હું કઈં નથી” કહેતા હોઈએ છીએ ત્યારે બીજા બધાનો છેદ ઉડાડતા હોઈએ છીએ, આપણો નહીં.મારા આ દાવા પછી તમે મારા અહંકાર તરફ ધ્યાન દોરશો તો તરત હું તમારા અસ્તુત્વનો જ પ્રબળ મુકાબલો કરવા તૈયાર થઈ જઈશ. આપણે અપૂર્ણ છીએ એ સત્ય સ્વીકારી લઈએ તો “હું’ને કહી શકીએ કે “તું છે તો ખરો, પણ તું જ નથી!”

  પોતાના ઇન્કારનું કથન પોતે જ – શ્રી શરદભાઈ કહે છે તેવી – વિધિ બની રહે છે, એ ક્રિયા છે,તમે એને ‘પહેલું પગથિયું’ નામ આપ્યું છે.

  ધ્યાન માટે અતુલભાઈ કહે છે તેમ એકાંત જગ્યાએ જઈને સ્વ-અવલોકન કરવાની જરૂર ન પડવી જોઇએ. ગીતામાં કહ્યું છે કે ‘તસ્માત્ સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, યુદ્ધ્ય ચ” (એટલે આખો વખત મને સ્મરણ કર અને યુદ્ધ પણ કર’ બીજી જગ્યાએ કહ્યું છે કે “તસ્માત્ સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવ અર્જુનઃ એટલે કે આખો વખત યોગયુક્ત રહે. આમ (૧) યુદ્ધ (કામ) કરવું અને સ્મરણ કરવું, તથા (૨) યોગયુક્ત રહેવું એ ત્રનૅય કામ આખો વખત કરવાનાં છે, એટલે કે એ એક જ ક્રિયાનાં જુદાં જુદાં નામ છે. જે લોકો એકાંત શોધે છે તેઓ જાણતા નથી અથવા ગેરરસ્તે દોરે છે.

  રસ્તે ચાલતાં કે ઘરમાં બેઠાં બેઠાં ઓચિંતો સુખનો અહેસાસ થાય કે આ દુનિયામાં હું સૌથી સુખી છું એ ક્ષણ પરમ ધ્યાનની છે. એ જ રીતે તમે ઊંઘની સખત જરૂર હોય ત્યારે સૂવા લાગો ત્યારે એક જાગૃતિમાં જ અનુભવો કે એક ચક્ર લમણામાં ગોળ જમણેથી ડાબે ફરે છે અને એ પાછું કપાળના મધ્યબિંદુમાં ટકે ત્યારે તમારી ઊંઘ પૂરી થઈ ગઈ એવું લાગે તે જ કદાચ યોગનિદ્રા છે. પરંતુ આ પણ શારીરિક અનુભવ જ હોય, કારણ કે શરીરની શકક્તિઓનો આપણને ખ્યાલ નથી એટલે એને આધ્યાત્મિક સાક્ષાત્કાર માની લેવા પ્રેરાઇએ. એ પણ જૂના ઉપદેશોને જ કારણે.(આ બન્ને મારા અંગત અનુભવો છે, સુખનો અહેસાસ આઠદસ વાર અનાયાસ થયો છે અને કપાળમાં ચક્ર ફરતું હોવાનો અહેસાસ બે વાર (અને કદાચ ત્રણ વાર થયો છે, પણ હું આને આધ્યાત્મિક નથી માનતો કારણ કે એ શરીરનો અનુભવ છે. શરીરની બહાર કોઈ અનુભવ શક્ય નથી).

  આપણી અપૂર્ણતા આપણો રોગ નથી, એ વાસ્તવિકતા છે. ‘હું’નું અસ્તિત્વ પણ વાસ્તવિકતા છે. એનો માત્ર વિસ્તાર થઈ શકે.અંત ન આવે. વિસ્તાર સાહજિક રીતે થવો જોઈએ. રસ્તામાં એક કૂતરૂં કારની અડફેટે આવી જાય ત્યારે એક દસ વર્ષનો છોકરો સ્વાભાવિક રીતે જ જાતે એ ઈજાનો અનુભવ કરીને દોડી જશે, જ્યારે જેણે દરેક પ્રાણી પ્રત્યે દયાભાવ રાખવાના પાઠ ભણ્યા હશે તેવી પુખ્ત વ્યક્તિ સાહજિક રીતે નહીં પણ પોતે અમુક વાત કરવા જેવી હોવાનું શીખી હોવાને કારણે જશે. આમાં સ્વાભાવિકતા નથી.

  માત્ર હસવું એ જ જીવન નથી, એ આત્મવંચના પણ હોઈ શકે. હસ્વાના પ્રસમ્ગે હસવું અને રડવાના પ્રસંગે રડવું એ સ્વાભાવિક છે. સ્વાભાવિકતાથી દૂર જવા માટે પ્રયત્ન કરવો પડે. આ પ્રયત્ન પોતે જ દુઃખ પેદા કરે છે..

  • Atul Jani (Agantuk) માર્ચ 8, 2013 પર 7:10 એ એમ (am)

   શ્રી દીપકભાઈ,

   આપ આ ચર્ચામાં જોડાયા તેથી આનંદ થયો.

   શ્રીમદ ભગવદ ગીતાના આઠમાં અધ્યાયના થોડાક શ્લોક પર નજર નાખીએ.

   ( ब्रह्म, अध्यात्म और कर्मादि के विषय में अर्जुन के सात प्रश्न और उनका उत्तर )

   अर्जुन उवाच

   किं तद्ब्रह्म किमध्यात्मं किं पुरुषोत्तम ।
   अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥

   भावार्थ : अर्जुन ने कहा- हे पुरुषोत्तम! वह ब्रह्म क्या है? अध्यात्म क्या है? कर्म क्या है? अधिभूत नाम से क्या कहा गया है और अधिदैव किसको कहते हैं॥1॥

   अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।
   प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥

   भावार्थ : हे मधुसूदन! यहाँ अधियज्ञ कौन है? और वह इस शरीर में कैसे है? तथा युक्त चित्त वाले पुरुषों द्वारा अंत समय में आप किस प्रकार जानने में आते हैं॥2॥

   श्रीभगवानुवाच

   अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ।
   भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥

   भावार्थ : श्री भगवान ने कहा- परम अक्षर ‘ब्रह्म’ है, अपना स्वरूप अर्थात जीवात्मा ‘अध्यात्म’ नाम से कहा जाता है तथा भूतों के भाव को उत्पन्न करने वाला जो त्याग है, वह ‘कर्म’ नाम से कहा गया है॥3॥

   अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम्‌ ।
   अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ॥

   भावार्थ : उत्पत्ति-विनाश धर्म वाले सब पदार्थ अधिभूत हैं, हिरण्यमय पुरुष (जिसको शास्त्रों में सूत्रात्मा, हिरण्यगर्भ, प्रजापति, ब्रह्मा इत्यादि नामों से कहा गया है) अधिदैव है और हे देहधारियों में श्रेष्ठ अर्जुन! इस शरीर में मैं वासुदेव ही अन्तर्यामी रूप से अधियज्ञ हूँ॥4॥

   अंतकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम्‌ ।
   यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥

   भावार्थ : जो पुरुष अंतकाल में भी मुझको ही स्मरण करता हुआ शरीर को त्याग कर जाता है, वह मेरे साक्षात स्वरूप को प्राप्त होता है- इसमें कुछ भी संशय नहीं है॥5॥

   यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम्‌ ।
   तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥

   भावार्थ : हे कुन्ती पुत्र अर्जुन! यह मनुष्य अंतकाल में जिस-जिस भी भाव को स्मरण करता हुआ शरीर त्याग करता है, उस-उसको ही प्राप्त होता है क्योंकि वह सदा उसी भाव से भावित रहा है॥6॥

   तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युद्ध च ।
   मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्‌ ॥

   भावार्थ : इसलिए हे अर्जुन! तू सब समय में निरंतर मेरा स्मरण कर और युद्ध भी कर। इस प्रकार मुझमें अर्पण किए हुए मन-बुद्धि से युक्त होकर तू निःसंदेह मुझको ही प्राप्त होगा ॥7॥
   ————————
   ( शुक्ल और कृष्ण मार्ग का विषय )

   यत्र काले त्वनावत्तिमावृत्तिं चैव योगिनः ।
   प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥

   भावार्थ : हे अर्जुन! जिस काल में (यहाँ काल शब्द से मार्ग समझना चाहिए, क्योंकि आगे के श्लोकों में भगवान ने इसका नाम ‘सृति’, ‘गति’ ऐसा कहा है।) शरीर त्याग कर गए हुए
   योगीजन तो वापस न लौटने वाली गति को और जिस काल में गए हुए वापस लौटने वाली
   गति को ही प्राप्त होते हैं, उस काल को अर्थात दोनों मार्गों को कहूँगा ॥23॥

   अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम्‌ ।
   तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥

   भावार्थ : जिस मार्ग में ज्योतिर्मय अग्नि-अभिमानी देवता हैं, दिन का अभिमानी देवता है, शुक्ल पक्ष का अभिमानी देवता है और उत्तरायण के छः महीनों का अभिमानी देवता है, उस मार्ग में मरकर गए हुए ब्रह्मवेत्ता योगीजन उपयुक्त देवताओं द्वारा क्रम से ले जाए जाकर ब्रह्म को प्राप्त होते हैं। ॥24॥

   धूमो रात्रिस्तथा कृष्ण षण्मासा दक्षिणायनम्‌ ।
   तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ॥

   भावार्थ : जिस मार्ग में धूमाभिमानी देवता है, रात्रि अभिमानी देवता है तथा कृष्ण पक्ष का अभिमानी देवता है और दक्षिणायन के छः महीनों का अभिमानी देवता है, उस मार्ग में मरकर गया हुआ सकाम कर्म करने वाला योगी उपयुक्त देवताओं द्वारा क्रम से ले गया हुआ चंद्रमा की ज्योत को प्राप्त होकर स्वर्ग में अपने शुभ कर्मों का फल भोगकर वापस आता है ॥25॥

   शुक्ल कृष्णे गती ह्येते जगतः शाश्वते मते ।
   एकया यात्यनावृत्ति मन्ययावर्तते पुनः ॥

   भावार्थ : क्योंकि जगत के ये दो प्रकार के- शुक्ल और कृष्ण अर्थात देवयान और पितृयान मार्ग सनातन माने गए हैं। इनमें एक द्वारा गया हुआ (अर्थात इसी अध्याय के श्लोक 24 के अनुसार अर्चिमार्ग से गया हुआ योगी।)– जिससे वापस नहीं लौटना पड़ता, उस परमगति को प्राप्त होता है और दूसरे के द्वारा गया हुआ ( अर्थात इसी अध्याय के श्लोक 25 के अनुसार धूममार्ग से गया हुआ सकाम कर्मयोगी।) फिर वापस आता है अर्थात्‌ जन्म-मृत्यु को प्राप्त होता है ॥26॥

   नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन ।
   तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ॥

   भावार्थ : हे पार्थ! इस प्रकार इन दोनों मार्गों को तत्त्व से जानकर कोई भी योगी मोहित नहीं होता। इस कारण हे अर्जुन! तू सब काल में समबुद्धि रूप से योग से युक्त हो अर्थात निरंतर मेरी प्राप्ति के लिए साधन करने वाला हो ॥27॥

   वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम्‌ ।
   अत्येत तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम्‌ ॥

   भावार्थ : योगी पुरुष इस रहस्य को तत्त्व से जानकर वेदों के पढ़ने में तथा यज्ञ, तप और दानादि के करने में जो पुण्यफल कहा है, उन सबको निःसंदेह उल्लंघन कर जाता है और सनातन परम पद को प्राप्त होता है ॥28॥
   ————————–

   • Dipak Dholakia માર્ચ 8, 2013 પર 8:30 એ એમ (am)

    અતુલભાઈ,
    ગીતા કે શાસ્ત્રોની જંજાળમાંથી બહાર નીકળ્યા વિના કશું ન થાય. મેં ‘સ્વ-અવલોકન અને એકાંતની જરૂરિયાતને કાપવા માટે એના જેવું જ શાસ્ત્ર ટાંક્યું હતું. વાંચેલા અથવા વાંચવા યોગ્ય ગણાતા જ્ઞાનની ઉપયોગિતા સંસારમાં અવશ્ય છે, પરંતુી જ્ઞાનને એનાથી અલગ કઈંક માની લેવામાં ભૂલ છે.એટલે કે મુક્તિનો માર્ગ દેખાડનારા ગ્રંથો કદાચ કોઈની વાસ્તવિક અનુભૂતિની નિષ્પત્તિ હોઈ શકે એમની સમક્ષ નતમસ્તક છું, પણ હું જાણું છું કે એ મારી અનુભૂતિ નથી. મારા માટે એ શબ્દો છે, જે હું યાદ કરી લઉં છું અને યોગ્ય લાગે ત્યાં ઠાલવી દ્‍ઉં છું.

    • Dipak Dholakia માર્ચ 8, 2013 પર 8:39 એ એમ (am)

     એક સુધારોઃ આ વાક્ય સુધારીને વાંચશો
     પરંતુી જ્ઞાનને એનાથી અલગ કઈંક માની લેવામાં ભૂલ છે

     તેને બદલે
     પરંતુ એને જ જ્ઞાન માની લેવામાં ભૂલ છે

     લખતી વખતે વિચાર વ્યક્ત કરતાં વાક્ય રચનામાં ભેળસેળ થઈ ગઈ.

 8. Sharad Shah માર્ચ 8, 2013 પર 7:09 એ એમ (am)

  દિપકભાઈ;
  સ્વાગત છે.સ્વાગત છે રોગીઓનુ જે રોગી છે તેનો તેને બોધ છે અને રોગમાંથી મુક્ત થવા માંગે છે.

  “આપણે “હું કઈં નથી” એમ માત્ર ભાષામાં કહી શકીએ અથવા આપણને પોતાને કે બીજાને પ્રભાવિત કરવા માટે કહી શકીએ. “હું કઈં નથી” એવી આપણી પ્રતીતિ નથી હોતી.”

  આપની વાત સાચી છે વગર પ્રતિતિએ નીકળેલાં આપણ વચનો શસ્ત્રોમાંથી ઉઠાવી આપણે આપણા અહમને પોષીએ છીએ અને ખબર નથી પડતી કે આપણે શાસ્ત્રોની દુર્ગંધ મારતી લાશને હજારો વર્ષોથી ખભે ઉચકી ફરી રહ્યા છીએ અને આપણું જીવન પણ દુર્ગંધથી ભરી દીધું છે.
  જે સદગુરુના/શસ્ત્રોના વચનો જીવનને સુગંધથી ભરી શકે તેમ છે તે આપણી ખોપરીમાં પડતાં અમૃતમાંથી ઝેરમાં રુપાંતરીત થઈ જાય છે અને આપણને આમ કેમ થાય છે તેની ખબર નથી પડતી.

  એ માટે આપણી ખોપડીનો આપણે અભ્યાસ કરવો પડે જેને ધર્મ કહો કે (હવે ધર્મ શબ્દ ચુંથાઈ ગયો તેથી) અધ્યાત્મ કહો. ન તો ધર્મનો આધાર માન્યતાઓ છે કે ન વિજ્ઞાનનો. પણ આપણે આપણી ઘીસીપીટી માન્યતાઓમાંથી બહાર આવવા માંગતા નથી અને પીડાઓ ભોગવીએ છીએ અને આ પીડાઓને પછી ઢાંકવા રુપાળા નામો આપીએ છીએ. શું આ પીડાઓ છે તેનો અહેસાસ છે? કે દિમાગી ખુજલી માત્ર છે. તે આપણે નક્કી કરવુ પડે છે અને તો જ જે કૃષ્ણ કે કબીરને ઘટ્યું તે આપણને ઘટી શકે છે.
  શરદ.

  • Dipak Dholakia માર્ચ 8, 2013 પર 8:47 એ એમ (am)

   “આપણે શાસ્ત્રોની દુર્ગંધ મારતી લાશને હજારો વર્ષોથી ખભે ઉચકી ફરી રહ્યા છીએ અને આપણું જીવન પણ દુર્ગંધથી ભરી દીધું છે.”
   થ્રી ચીઅર્સ.
   દુનિયા આપણાથી શરૂ થવી જોઈએ. દરેક બાળકની દુનિયા જાતથી શરૂ થાય છે. બેસતાં શીખવાડી ન શકાય, ચાલતાં શીખવાડી ન શકાય.. દરેક બાળકે આખી ઉત્ક્રાન્તિની પ્રક્રિયાનું પુનરાવર્તન કરવું પડે છે. માત્ર આ કહેવાતા અધ્યાત્મના માર્ગમાં ઢગલાબંધ ગુરુઓ અને ગ્રંથો મળી આવે છે. દુનિયાનાં બધાં પુસ્તકો એકઠાં કરશો તો એમાંથી સિત્તેર ટકા તો આવા ગ્રંથો હશે.

   • Sharad Shah માર્ચ 8, 2013 પર 9:13 એ એમ (am)

    દિપકભાઈ;
    શાસ્ત્રો બકવાસ છે તેવું મારો કહેવાનો મતલબ નથી. કૃષ્ણ અને ક્રાઈસ્ટના વચનો હોય કે મહાવીર અને મહમ્મદના વચનો હોય કે શંકર અને સુકરાતના વચનો હોય. આ બધા વચનો અમુલ્ય છે.
    સમસ્યા આપણી ખોપડીની છે. જેવાં આ અમૃત વચનો આપણી ખોપડીમાં પડે છે કે તે ઝેર બની જાય છે. આ લોકોએ સમુદ્ર મંથન કરી આ અમૃત મેળવ્યું છે. અનેક જીવન મનને વલોવ્યું છે.ત્યારે પરમાત્મા કે સત્યરુપી માખણ મળ્યું છે.
    પરંતુ આપણે કામચોર છીએ. આપણે કાંઈ કરવું નથી સિવાય એમના વચનોનો દુરઊપયોગ સિવાય. અને આપણને ખબર નથી શું કરીએ છીએ. હા, એમના વચનો ભિતરની પ્યાસ ઉભી કરે અને આપણને દર્શાવેલ દિશામાં કદમ ભરવા માંડીએ તો એ જગ્યાએ પહોંચી શકીએ છીએ જ્યાં એ લોકો પહોંચ્યા છે. પણ આપણે નકશાઓ લઈને ફર્યા સિવાય કાંઈ કરતા નથી અને દાવો કરીએ છીએ કે મને બધી ખબર છે એ પ્રદેશ કેવો છે. જ્યારે નકશાઓને હાર બનાવી ગળે પહેરો ત્યારે તે નકશા જ તમારા ગળાનો ફંદો બની જાય છે. એના કરતાં તો નકશા વગર ચાલવું વધારે સારું પુછતાં પુછતાં ક્યારેક ગંતવ્ય સુધી પહોંચી પણ જવાય. ખરું ને…
    શરદ.

 9. Atul Jani (Agantuk) માર્ચ 8, 2013 પર 10:03 એ એમ (am)

  શ્રી મહાપુરુષો,

  કોઈ પણ શાસ્ત્રને ટાંકવા હોય તો આગળ પાછળના પુરતાં સંદર્ભ સાથે ટાંકો અથવા તો શાસ્ત્રને ન ટાંકો. બુદ્ધને, મહાવીરને શાસ્ત્રની આવશ્યકતા ન હતી તો તેમણે તેમનો માર્ગ મેળે કંડારી લીધો. મહાપુરુષ થઈ ગયા. મારી જેવા સામાન્ય વ્યક્તિને શાસ્ત્ર મદદરુપ થાય છે તો હું તેમનો સહારો લઉ છુ. આપ જેવા મહાપુરુષોને ન જરુર હોય તો ન લ્યો. સ્વ-અવલોકન કરવામાં કોઈની ટીકા કરવાની શું આવશ્યકતા? એમ તો આ પૃથ્વી હજજારો વર્ષથી તેની તે જ છે તો યે આપણે કાઈ તેમ નથી કહેતા કે આ દુર્ગંધ મારતી પૃથ્વીના ઢેફા પર જન્મ લેવો તે જ અપરાધ છે. તેવી રીતે હજારો વર્ષથી શાસ્ત્રો ટકી રહ્યાં છે તો તેમાંયે કશુંક સત્વ તો હશે ને? જો આપને શાસ્ત્રોનો ખપ ન હોય તો આપ તેને ન ટાંકો પણ તેની ટીકા કરવાનો કેવી રીતે અધીકાર મળી જાય?

  • Dipak Dholakia માર્ચ 8, 2013 પર 11:36 એ એમ (am)

   શ્રી અતુલભાઈ,
   મારી કૉમેન્ટ ફરી વાંચી લેવા વિનંતિ. મેં લખ્યું જ છે કે શાસ્ત્રોમાં જે કહ્યું છે તે કહેનારની અનુભૂતિની નિષ્પત્તિ હોઈ શકે અને એમની સમક્ષ હું નતમસ્તક છું.અહીં ‘નતમસ્તક’ શબ્દ ફરી ઉચ્ચારૂં છું.
   પણ એમની અનુભૂતિમાંથી જે જન્મ્યું તેનો ઉચ્ચાર કરીને હું એને મારી અનુભૂતિ ન ઠરાવી શકું.
   મેં સ્વ-અવલોકન માટે એકાંતના સિદ્ધાંતની સામે ગીતામાં આપેલો સિદ્ધાંત રજુ કર્યો. આમ આ બાબતમાં શાસ્ત્રો અથવા ઉપદેશકોમાં પણ એકમતી નથી. અને મારે બેમાંથી પસંદ કરવું હોય તો હું ગીતાનો સિદ્ધાંત પસંદ કરીશ. એકાંતમાં જવાનો નહીં.
   મને નથી લગતું કે અમુક મુદ્દા સાથે અસંમત થવાના એકમાત્ર કારણસર હું મહાપુરુષ બની જાઉં.
   એ જ રીતે તમે અમુક બ્લૉગનો ખાસ ઉલ્લેખ કર્યો છે. હું તો જ્યાં સારી ચર્ચા થતી હોય ત્યાં મારા વિચારો નિર્ભીક રીતે લખું છું. અહીં પણ હું એજ જોઈને આવ્યો છું. વિચારો અલગ ન હોય તો ચર્ચા જ શક્ય નથી. પરસ્પરં ભાવયન્તઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ! આ ભાવથી આવ્યો હોવાથી હું તમને પણ મારી બરાબર, એટલે કે મહાપુરુષ જ

   • Atul Jani (Agantuk) માર્ચ 8, 2013 પર 11:29 પી એમ(pm)

    શ્રી દીપકભાઈ,

    સાધનામાં હંમેશા બે માર્ગ રહ્યાં છે.

    ૧. સઘળું છોડી દઈને એકાંતમાં સાધના કરવા જવું. બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય વગેરેનો માર્ગ – સંન્યાસ અથવા તો જ્ઞાનયોગ.

    ૨. કર્તવ્ય કર્મ કરતાં કરતાં અને પોતાનીફરજોનું પાલન કરતાં કરતાં યે મનને ઈશ્વર, બ્રહ્મ કે કોઈ અલૌકિક તત્વ કે જે સઘળાં સંસારનો આધાર છે તેમાં રાખવું. શ્રી કૃષ્ણ, અર્જુન, ઉપનિષદના કાળના રાજર્ષીઓ વગેરેનો માર્ગ – કર્મયોગ.

    ભક્તિયોગ, રાજયોગ, હઠયોગ, શરણાગતી વગેરે પણ કર્મયોગના જ વિવિધ ફાંટા છે.

    આ ઉપરાંત એવા પણ લોકો છે કે જેઓ માને છે કે આ સંસાર જ સત્ય છે અને શરીર છે ત્યાં સુધી જ આપણું અસ્તિત્વ છે. શરીર ચાલ્યું જાય એટલે બધું ખતમ. માટે ખાવ,પીવો અને મજા કરો. દેવુ કરીને પણ ઘી પીવો પછી લેણદારનું થવું હોય તે થાય. તેમની વાત આપણે નહીં કરીએ.

    આ બે માર્ગમાં થી ક્યો માર્ગ શ્રેષ્ઠ છે તે વીશે હંમેશા વિવાદ રહ્યો છે. મારી દૃષ્ટીએ મને ભગવદગીતાનો કર્મયોગનો માર્ગ વધારે યોગ્ય લાગ્યો છે પણ તે ભગવદગીતા વાંચ્યા પછી.

    આપની બૌદ્ધિક ક્ષમતા અને તર્ક શક્તિનો હું પહેલેથી જ પ્રશંસક છું. વળી દાદા કહે છે તેમ આપણે અહીં કસરતનો અખાડો નથી બનાવવો માત્ર તંદુરસ્ત ચર્ચા કરવી છે. તંદુરસ્ત ચર્ચા કરવામાં શિષ્ટ ભાષાની આવશ્યકતા તો હોવી જોઈએ. સ્વ-અવલોકનમાં આ જ તો જોવાનુ છે કે જ્યારે આપણાં વિરોધી મત આવે ત્યારે આપણે કેવા અકળાઈ જઈએ છીએ. આ અકળામણ શેને લીધે થાય છે? તો ખ્યાલ આવશે કે અકળામણ આપણા અહંકાર પર ઘા થાય છે તેને લીધે થાય છે.

    અભીવ્યક્તિનો ઉલ્લેખ તો મેં એટલે કર્યો કે ત્યાંના રેશનાલિસ્ટો સામુહીક રીતે રેશનાલીઝમથી વિરુદ્ધ મત ધરાવનારા પર તુટી પડતાં હોય છે. સામેની વ્યક્તિ વિવેકબુદ્ધીથી વાત કરતો હોય તો યે અને રેશનાલીઝમથી વિરુદ્ધ વાતો સાચી લાગે તો યે સ્વીકારવા તૈયાર થતા હોતા નથી. મુક્ત ચર્ચા તેને ન કહેવાય.

    • Dipak Dholakia માર્ચ 9, 2013 પર 5:19 એ એમ (am)

     શ્રી અતુલભાઇ,
     ચર્ચામાં આપણે શબ્દોના ઉપયોગ પર ધ્યાન આપવું જોઇએ એ વાતનો ઇન્કાર ન થઈ શકે. આથી તમે મને મહાપુરુષ તરીકે નવાજીને મારૂં સન્માન કર્યું, પણ મેં એનો ઇન્કાર કર્યો. આ જો કસરતનો અખાડો હોત તો હું પણ ન આવ્યો હોત. વળી જ્યાં બહુ જ એકસમાન વિચારો વ્યક્ત થતા હોય ત્યાં પણ હું જતો નથી, કારણ કે એ વ્યર્થ છે. કોઈની માન્યતા સાથે હું અસંમત થતો હોઉં તે કારણસર એનો અનાદર કરતો નથી. મને લાગે કે મારા વિચારોથી એમને દુઃખ થશે, તો હું સંબંધોને ભોગે મારા વિચારો માટે આગ્રહ નથી રાખતો. અભિવ્યક્તિ બાબતમાં હું કઈં નહીં કહું. હું પોતે મારી જાતને રૅશનાલિસ્ટ તરીકે ઓળખાવતો નથી. શક્ય છે કે એમની સાથે ૯૦% સંમત થવા છતાં ૧૦% મારા પોતાના બચતા હોય.આધુનિક રૅશનાલિઝમના જનક દ’કાર્ત તર્કથી ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્તા હતા. વિવેકબુદ્ધિવાદ અને અનીશ્વરવાદ બન્ને એક નથી. જો કે અનીશ્વરવાદી રૅશનાલિસ્ટ હશે જ, પણ એનાથી ઉલ્ટું સાચું ન પણ હોય. અનુભવવાદી અને રૅશનાલિસ્ટ પણ એક નથી. અનુભવવાદી કહેશે કે મને ઈશ્વર દેખાડશો તો જ હું માનીશ. રૅશનાલિસ્ટ કઈં સાક્ષાત ન હોય પણ તર્કથી માની શકાય તો એનો સ્વીકાર કરે છે..
     હવે આ સંદર્ભ જાળવી રાખીને મૂળ મુદ્દા પર આવું તો સાધનાના બે અથવા વધારે માર્ગ હોઈ શકે છે. તમે બુદ્ધ, મહાવીર અને શંકરાચાર્યને એકસાથે મૂક્યા છે, પણ બુદ્ધ અને મહાવીરે એકાંતનો માર્ગ ન લીધો. તેઓ સમાજમાં પાછા આવ્યા. સત્ય એ છે કે આપણે ત્યાં શાસ્ત્રાર્થની પરંપરા શંકરવિજય પછી બંધ થઈ ગઈ અને ભક્તિ પરંપરા આવી. એમાંબધું સ્વીકારી લેવાનું હોય છે. આથી જે કઈં જુદા જુદા વિચારો કે માર્ગો મળ્યા તે બધાને આપણે સમાન આદરથી પ્રશ્ન ઉપસ્થિત કર્યા વિના અપનાવી લીધા. તર્કના દરવાજા બંધ થઈ ગયા. નહિતર તમે જોઈ શકશો કે આબન્નેમાંથી એક માર્ગ ઉત્તર તર્ફ તો બીજો દક્ષિણ તરફ લઈ જાય છે. એકમાં સમાજનો અસ્વીકાર છે, બીજામાં સ્વીકાર.

     વ્યક્તિગત મુક્તિનો પ્રયાસ એ વ્યક્તિ સિવાય બીજા કોઈને કામ ન આવે. વ્યક્તિગત મુક્તિ જ મેળવવી હોય તો લોકોને જઈને શા માટે કહેવું કે “હું મુક્ત થઈ ગયો”?આમાં લોકોની જરૂર તો પડે જ છે. એકાંતનો સિદ્ધાંત આપણને કશા સંઘર્ષ વિના પૂર્ણ માનવા પ્રેરિત કરશે કારણ કે તુલનાને અવકાશ નથી. દલા તરવાડી જેવું છે. રીંગણાં લઉં બેચાર? લે ને ભાઈ દસબાર! આપણે પોતે જ અરજદાર, પોતે જ વકીલ, પોતે જ જજ! સંપૂર્ણ અદ્વૈત!

     સમાજ બાકાત થતો હોય એવો કોઈ પણ રસ્તો ગેરમાર્ગે દોરે છે. બધી મહાવિભૂતિઓ પ્રત્યે આદર વ્યક્ત કરવાની સાથે આ માર્ગની બાબતમાં હું સવિનય અસંમતિ જાહેર કરૂં છું.

     એક વાત ફરી કહું. મન કે શરીરના સ્તરે કોઈ પણ ન સમજાય એવો અનુભવ થાય તે પણ શારીરિક અનુભવ જ છે. આપણે એક અવર્ણનીયની શોધમાં રહીએ પણ જેને વર્ણનીય, માપી શકાય એવું, ક્ષર કહીએ છીએ અને જેના પર આપણો સંપૂર્ણ કાબુ હોવાનું માની.એ છીએ તે જડ – શરીર – વિશે પણ બહુ જાણતા નથી, આત્મા આ શરીરની બહાર કામ નથી કરતો એ હકીકત છે. ગાંધીજીએ સદેહે જેટલું કામ કર્યું એટલું કામ એમનો દેહરહિત આત્મા નથી કરતો.

     • Atul Jani (Agantuk) માર્ચ 9, 2013 પર 7:02 એ એમ (am)

      મેં જે બે માર્ગ કહ્યાં છે તે સાધનાના કહ્યાં છે. સિદ્ધ થયાં પછી તેઓ શું કરે તે તેમના સ્વભાવ પર આધાર રાખે છે.

      ૧. બુદ્ધ, મહાવીર અને શંકરાચાર્ય ત્રણેએ સંસાર સ્વીકાર્યો નહીં. બુદ્ધ અને મહાવીર તો ગૃહસ્થ હતા છતાં ગૃહત્યાગ કરીને એકાંતમાં સાધના કરવા જાય છે. શંકરાચાર્યજીએ પણ ગૃહનો ત્યાગ કર્યો પણ પરણ્યાં નહીં તેથી પત્નિને દુ:ખ પહોંચાડવામાંથી બચી ગયાં. શંકરાચાર્યજી ગુરુ પરંપરા સ્વીકારીને શાસ્ત્ર તથા ગુરુનું માર્ગદર્શન જરુરી છે તેમ સમજતા જ્યારે બુદ્ધ અને મહાવીરે જાતે સાધના કરી પણ પાછા તેમણે શીષ્યોના ટોળા ઉભા કર્યાં.

      ૨. કર્મયોગમાં તો ગૃહત્યાગ કરવાનો હોતો નથી. કામ કરતાં કરતાં સાધના થાય. કેટલાક રાજાઓ તો રાજ્ય વ્યવસ્થા સંભાળતા. અર્જુન અને શ્રીકૃષ્ણ જેવા રાજવીઓને તો વળી અનેક પત્નીઓ હતી.

      ૩. ભક્તિયોગમાંએ ગૃહત્યાગની આવશ્યકતા નથી. કબીર, મીરા, તુલસી, નરસિંહ વગેરે ગૃહસ્થ હતાં.

      ૪. હઠયોગ કે રાજયોગમાં યે ગૃહ ત્યાગ આવશ્યક નથી. લાહિરિ મહાશય ગૃહસ્થ હતાં.

      ૫. ગાંધીજીના અનાસક્તિ યોગમાંએ ગૃહત્યાગની આવશ્યકતા નહોતી.

      સાધના એકાંતમાં થાય કે સમાજમાં રહીને પણ સાધકો, અને સિદ્ધોના પ્રયાસનું સીધું કે આડકતરું ફળ સમાજને મળતું હોય છે. વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં સંશોધનો કરે, સમાજથી દૂર રહીને પણ પછી તેના ફળ સમાજને મળતાં હોય છે તે રીતે.

      હાલમાં રામદેવબાબા લોકોને પ્રાણાયામ શીખવાડે છે, રવિશંકરજી સુદર્શન ક્રીયા શીખવે છે આ રીતે જેમણે જે કળા સાધી હોય તે લોકોને શીખવતાં હોય છે. નીર્મળબાબા જેવા લોકોને ઉલ્લુએ બનાવતા હોય છે. જેવી જેની આવડત અને લોકોની જેવી છેતરાવાની તૈયારી.

 10. Dipak Dholakia માર્ચ 8, 2013 પર 11:51 એ એમ (am)

  કૉમેન્ટ મારી જાણ બહાર પોસ્ટ થઈ ગઈ અને મારૂં છેલ્લું વાક્ય અધૂરૂં રહ્યું. છેલ્લા બેશબ્દો બાકી હતાઃ હું તમને પણ મારી બરાબર, એટલે કે મહાપુરુષ જ માનું છું.

 11. સુરેશ માર્ચ 8, 2013 પર 6:08 પી એમ(pm)

  સૌ મિત્રોને વિનંતી કે, આ લેખ શ્રેણીમાં કોમેન્ટ બોક્સ ખુલ્લી રાખવાનો ઉદ્દેશ મુક્ત વિચાર વિમર્શ છે. આ કસરતનો અખાડો નથી જ. કોઈકે ઉગ્ર શબ્દ વાપર્યો હોય તેથી કોઈએ અકળાવાનું નથી .
  હું તો એટલે સુધી કહીશ કે,

  આમાંનું કશું પણ સ્વીકાર્ય ન હોય તો તે પણ સ્વીકાર્ય જ છે.

  અહીં ધર્મ ચર્ચા કરવાનો કોઈ આશય નથી. એમાં તો ઘણા સાત્વિકો તામસી બની , ખુનામરકી સુધી પહોંચ્યા છે.

  બીજું…

 12. આ જણ પોતાના જે અનુભવો વહેંચવા કટિબદ્ધ થયો છે – એની પ્રેરણા અનેક સ્થળોએથી મળી છે. એ એના આગવા નથી…નથી…નથી…ને નથી… જ.
 • aataawaani માર્ચ 10, 2013 પર 6:15 પી એમ(pm)

  જહાઁ માં જિંદગી ટૂંકી ના કામા અશ્રુ આંખે શા જવું ક્યારે ન જાણો છો બિરાદર ઓ હસી લ્યોને

 • nabhakashdeep માર્ચ 10, 2013 પર 9:49 પી એમ(pm)

  મંતવ્યોનો પણ એક લાભ છે..અલગ અલગ વ્યક્તિત્ત્વના અનુભવ સામે આવે અને સાર તારવવા આપણે જાતને કસવી પડે.દુરાગ્રહ છૂટ્યો તો જગ રાજી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • La' Kant મે 7, 2013 પર 1:20 એ એમ (am)

  ” મંતવ્યોનો પણ એક લાભ છે..અલગ અલગ વ્યક્તિત્ત્વના અનુભવ સામે આવે અને સાર તારવવા આપણે જાતને કસવી પડે.દુરાગ્રહ છૂટ્યો તો જગ રાજી.રમેશ પટેલ(આકાશદીપ) ”
  સાચી = સહી વાત ! જાતને તપાસતા રહેવાની આદત તો પાડવી જ પડે “ખોજીએ” .
  -લા’કાન્ત/ ૭-૫-*૧૩

 • Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના

 • તમારા વિચારો જણાવશો?

  Please log in using one of these methods to post your comment:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out / બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out / બદલો )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out / બદલો )

  Connecting to %s

  %d bloggers like this: