સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – સત્સંગ

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

     ભજન, આખ્યાન,  કથા, ગરબા,  નામ સંકિર્તન….જેવી આપણી ઋચિ હોય. સમૂહમાં કરાતો સત્સંગ.

      કોણ આનાથી પરિચિત નથી? છેક પ્રાગૈતહાસિક સમયથી આ જેટ અને નેટ યુગ સુધી અને હવે પછી પણ અનંત કાળ સુધી – કોઈ પણ દેશ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ ભાષા હોય  –  સત્સંગો થયા જ કરશે.

‘મંદિરનો જન્મ’ – એક કલ્પના અહીં વાંચો      :     ‘ ઈશ્વરનો જન્મ’ – એક કલ્પના અહીં વાંચો

     ‘ ઈશ્વર છ કે નહીં ?’ એની ચર્ચા આપણે અહીં કરવી નથી. પણ કોઈક મહાન શક્તિની સ્તુતિ હમ્મેશ માનવ સમાજને જરૂરી લાગી છે. એ જાતજાતના સ્વરૂપે, સામૂહિક રીતે કરાતી આવી છે. પણ એમાં મોટા ભાગે કશુંક પ્રાપ્ત કરવાની કામના હમ્મેશ રહી છે.

 • અંગત આર્થિક , સામાજિક, રાજકીય કે આધ્યાત્મિક લાભ
 • દુઃખ અને તાણથી ઘડીક રાહત
 • કોઈક પરમ શક્તિ માટે અહોભાવની લાગણી
 • સામાજિક ક્લબ જેવી પ્રવૃત્તિ

     આઝાદ બનવાની રીત તરીકે, અહીં એનો ઉલ્લેખ અને ઉપયોગ એક સાવ અલગ પરિપ્રેક્ષ્યમાં કરવાનો છે. 

     હવે પછીના પ્રકરણોમાં અંગત રીતે કરવાની સાધનાની વાતો આવશે.એવા અંગત પ્રયત્નોને  કોઈ પણ જાતનો સત્સંગ પુષ્ટિ આપે છે. કથા, આખ્યાન, સંકિર્તન, નર્તન વિ.પ્રવૃત્તિઓ મનના વમળોને ઘડી ભર બાજુએ હડસેલી શકે છે. નાદ, લય, તાલનો રંગ જ એવો હોય છે કે, એના પ્રવાહમાં તલ્લીન થઈ જવાય.

    વર્તમાનમાં જીવવાનો મહાવરો કરવો હોય, તો આ સાધનો પણ અવગણી ન શકાય એટલાં શક્તિશાળી છે. આપણે એમનો પણ યથાર્થ ઉપયોગ કરવાનો છે. પણ  એ વાત કદી ન ભૂલાય કે, આઝાદ બનવાના પ્રત્યેક પગથિયાની જેમ અહીં પણ  એક પૂર્વ શરત  તો છે જ કે……

હું કાંઈ નથી.
મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી.
મોક્ષ પણ નહીં !

    આપણે અત્યાર સુધી આવી પ્રવૃત્તિઓમાં જોડાતા હતા;  તે વખતનો ભાવ હવે બદલવાનો છે. ગીત કે ધૂનનો કોઈ પણ અર્થ સમજવાની કોશિશ કરવાની નથી. બસ, એના નાદ, લય અને માધુર્યને માણવાનાં છે. આ ભાવ સાથે સામૂહિક કિર્તનમાં ભાગ લેવાનો પ્રયોગ કરી જુઓ. અને એક નવી જ અનુભૂતિ થશે.  એ નિર્ભેળ આનંદનો અનુભવ આપણા બીજા પ્રયત્નોને સઘન બનાવશે.

      [ નોંધ –  હિન્દુ ન હોય તેવા લોકોને શબ્દોના અર્થોને બાજુએ રાખીને,આવા સામૂહિક કિર્તનમાં, ઝૂમતા, કિલ્લોલતા જોશો; તો એ વાતની પ્રતીતિ થઈ જશે કે, શબ્દાર્થને કોરાણે મૂકીને પણ લય-માધુર્ય માણી શકાય છે. ]

     આ બધાં સામૂહિક રૂપે પણ કરી શકાય અને અંગત રૂપે પણ. જ્યારે યોગાસન કે કસરત કરતા હોઈએ ત્યારે શાંત અને મગ્ન કરી દે તેવું સંગીત સાંભળતા જાઓ. અકારા લાગતા એ શારીરિક પ્રયત્નો રસમય બની જશે. બીજી એક રીત એ છે કે, સૂરીલું સંગીત ચાલુ રાખીને મન મૂકીને નાચો – જાણે કે, આખીયે પૃથ્વી ઉપર તમે એકલા જ છો.  બીજું કોઈ આપણી સાથે નથી; આપણા જીવનની પીઠિકાથી સાવ જૂદા પડીને આપણે કોઈ એકાંત ટાપુ પર મસ્ત બનીને ઝૂમી રહ્યા છીએ – એવા ભાવ સાથે ઝૂમતા રહો.

    જેમ જેમ સામૂહિક સત્સંગ અને અંગત સાધનામાં આ સાધન આપણે વાપરતા થઈશું, તેમ તેમ વર્તમાનમાં રહેવાની મજા વધારે ઊંડાણથી આપણે  માણતા થઈ શકીશું.  એની માત્રા અને સમયગાળો વધારી શકાશે.

————————

વધુ આવતા અંકે….

5 responses to “બની આઝાદ – સત્સંગ

 1. Sharad Shah માર્ચ 8, 2013 પર 1:25 એ એમ (am)

  “બીજી એક રીત એ છે કે, સૂરીલું સંગીત ચાલુ રાખીને મન મૂકીને નાચો – જાણે કે, આખીયે પૃથ્વી ઉપર તમે એકલા જ છો. બીજું કોઈ આપણી સાથે નથી; આપણા જીવનની પીઠિકાથી સાવ જૂદા પડીને આપણે કોઈ એકાંત ટાપુ પર મસ્ત બનીને ઝૂમી રહ્યા છીએ – એવા ભાવ સાથે ઝૂમતા રહો.”

  ખુબ સુંદર પ્રયોગ. શરીર સક્ષમ હોય અને સંકલ્પનુ બળ હોય તો બધા પુસ્તકો અને જ્ઞાનની ચર્ચાઓ કે ધ્યાનવિધીઓને બાજુ રાખી ફક્ત આ એક જ પ્રયોગ કરવાથી ગંતવ્ય સુધી પહોંચી શકાય છે. શિવજીએ પાર્વતીજીને આ વિધી બતાવેલ જેને આપણે “કિર્તન” કહીએ છીએ. વૈષ્ણવ ધર્મના સ્થાપક શ્રી વલ્લભાચાર્યે આ ધ્યાન વિધીનો ખુબ ઉપયોગ કર્યો અને તેના અનેક શુભ પરીણામો મળ્યા હતા. મેં આ પ્રયોગપર કામ કરેલ છે અને અનુભવે કહુ છું.

 2. aataawaani માર્ચ 10, 2013 પર 5:28 પી એમ(pm)

  તમારી આ શ્રેણી  ઉપકારક છે 

    Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  ________________________________

 3. Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના

 4. સુરેશ સપ્ટેમ્બર 8, 2016 પર 9:10 એ એમ (am)

  એક ઈમેલ વાતચીત …
  —————-
  આવી બીજી એક મસ્ત અમેરિકન યાદ. કદાચ રેશનાલિસ્ટોને (રેશનાલિઝમ ધરમ વાળા નૈ – ખરેખર રેશનાલિસ્ટ! ) પણ ગમી જાય એવી…

  ચારેક વર્ષ પહેલાં ડલાસમાં આર્ટ ઓફ લિવિન્ગનો એક સંગીત સત્સંગ પ્રસંગ હતો. બહુ મોટા પાયા પર અને ડલાસના કન્વેન્શન સેન્ટરમાં. કમ સે કમ ૭૦૦ લોકો તો હાજર હશે જ. અને પચરંગી… ધોળા, કાળા, ઘઉંવર્ણા, પીળા, સફેદ પૂણી જેવા.

  ટિપિકલ ચર્ચ સ્ટાઈલથી સ્લાઈડ પ્રોજેક્ટરમાં શબ્દો ( લિરિક) અને વાયોલિન, ડ્રમ, ગીટાર અને એકોર્ડિયનની સંગત સાથે હિન્દુ ધૂનો. આખી પબ્લિક ઉમળકાથી ઉપાડે અને કોઇક તો મસ્તીમાં આવી નાચવા મંડે.
  વચ્ચે એકાદ મિનિટ્નો બ્રેક પડ્યો અને આ અદકપાંસળી જીવે સવાલ પુછવા આંગળી ઊંચી કરી. સમારંભના અને એ વખતે આર્ટ ઓફ લિવિન્ગ .યુ.એસ. ના પ્રમુખ માર્ક ફિશમેને મને સવાલ પુછવા કહ્યું
  મેં પુછ્યું ,” આ બધી ધૂનો બધા આટલી મસ્તીથી ઝીલે છે અને નાચી પણ ઊઠે છે. પણ એ તો બધી અમારી ભાષામાં છે. એના અર્થ મને તો તરત ખબર પડે છે, પણ આ બધાને એમાં શો અર્થ ખબર પડે?’
  માર્કે કહ્યું, ‘ બહુ જ સરસ સવાલ. પણ આપણે સંગીત અને સત્સંગને દિલથી માણતા થવાનું છે – મગજથી નહીં. એના અર્થની તરખડમાં પડ્યા વિના એ આપણા હૃદયના તારે તારને ઝણઝણાવી નાંખે , એ જ આ સત્સંગનો ઉદ્દેશ છે.’
  અને પછી માર્કે ગાનારા/ બજાવનારાઓને એક ઈશારો કર્યો અને કોઈને સમજણ ન પડે તે રીતે સ્વાહિલી જેવે લાગતી ભાષામાં ધૂન વહેવા લાગી. કશી સમજ કોઈને પડતી ન હતી – મને પણ નહીં. પણ ઝૂમી ઊઠીએ એવી તર્જ હતી.
  માર્ક – ‘ બોલો , આમાં કશી સમજણ પડી?’
  હું – “ના”
  માર્ક – “મઝા આવી? ”
  હું – “હા”
  માર્ક – બસ , આમ જ જીવનની દરેક બાબતને જોતા / સાંભળતા/ મોજમાં રહેતા શીખવાનું છે.

  કાશ…. બધા ધર્મો અને રેશનાલિઝમ ‘જીવન જીવવાની કળા’ માણતા થાય.

 5. Sharad Shah સપ્ટેમ્બર 8, 2016 પર 12:55 પી એમ(pm)

  Osho on Music

  Music is not something biological; it is not something concerned with your chemistry or physiology. Music is not even of the mind. Music is something…a space between mind and meditation. It is one of the most mysterious phenomena. To conceive of it in intellectual terms is almost impossible for the simple reason that it is beyond mind—but it is not yet meditation.
  Music can become meditation—it has both possibilities—it can come down and become mind. Then you are only a technician, not a musician. You may be playing perfectly on the instruments, without any faults, but still you are only a technician. You know the technique perfectly and entirely, but it is not your heart and it is not your being; it is just your knowledge.
  Music can go higher and further away from mind, and then it starts becoming closer and closer to peace and silence. One is a musician only when he understands the sound of silence, and one who understands the sound of silence is capable of creating sounds which are synonymous with silence. That is the most miraculous thing. Then the musician has come to his full flowering. Beyond this music starts the world of meditation.
  In fact, as far as the East is concerned, the ancientmost sources say one thing definitively about music, and that is that it was born out of meditation. People who went deep into meditation enjoyed the silence of it, loved the peace that seems to be unfathomable. They wanted to convey that you are far more than you think you are, far bigger than you think you are; you are as big as the whole universe—but how to say it? Words are very poor philosophical concepts, almost like beggars.
  The ancient meditators tried to find some way to convey their peace, their silence, their joy, and those were the people who discovered music. Music is a by-product of meditation.
  But you can go both ways: either from meditation you can come to music as an expression, a creative expression of your experience; or you can go from music to meditation, because music brings you closer and closer to meditation as music becomes immense silence, sounds merging into silence, sounds creating deeper silences than you have ever known. Then you are very close to the boundary of your meditation….
  Music is not in the same category as sex, although in the West the modern music has fallen so low that it has come very close to the category of sex. Only that music is appreciated in the West which provokes sexuality in you. Sex is the lowest point of your life energy, and if music is used to provoke sexuality, then naturally it has to fall to the same category.
  Superconsciousness is the highest point of your life energy. When music reaches superconsciousness, it provokes within you unknown territories, unexplored skies. It can become a door to the divine. Just as it can become a door to the animal on the lowest, on the highest it can become the door to the divine.
  Man is only a bridge to be passed. Man is only a bridge between the animal and the divine. You should not make your house on the bridge—bridges are not for making houses on—you have to pass on, from this shore to that further shore. satyam22

  Music is your creativity.
  But we have lost contact with the authentic music. And slowly slowly, as humanity has become less and less interested in the inner world, its music has become lower and lower. The contemporary music is absolutely the lowest that has ever existed. It touches you, but it touches you at your lowest center of sexuality. The contemporary music is sexual, and the classical music was spiritual. I would like my people to create music on the path of meditation—or create music if you have found meditation, as a language to express the silence of it.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: