સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રવાણી

‘ બની આઝાદ’ લેખ શ્રેણીનો એક બહુ જ ગમી ગયેલો સંવાદ ….

શ્રી. દિપક ધોળકિયા

રસ્તે ચાલતાં કે ઘરમાં બેઠાં બેઠાં ઓચિંતો સુખનો અહેસાસ થાય કે આ દુનિયામાં હું સૌથી સુખી છું એ ક્ષણ પરમ ધ્યાનની છે. એ જ રીતે તમે ઊંઘની સખત જરૂર હોય ત્યારે સૂવા લાગો ત્યારે એક જાગૃતિમાં જ અનુભવો કે એક ચક્ર લમણામાં ગોળ જમણેથી ડાબે ફરે છે અને એ પાછું કપાળના મધ્યબિંદુમાં ટકે ત્યારે તમારી ઊંઘ પૂરી થઈ ગઈ એવું લાગે તે જ કદાચ યોગનિદ્રા છે. પરંતુ આ પણ શારીરિક અનુભવ જ હોય, કારણ કે શરીરની શકક્તિઓનો આપણને ખ્યાલ નથી એટલે એને આધ્યાત્મિક સાક્ષાત્કાર માની લેવા પ્રેરાઇએ. એ પણ જૂના ઉપદેશોને જ કારણે.(આ બન્ને મારા અંગત અનુભવો છે, સુખનો અહેસાસ આઠદસ વાર અનાયાસ થયો છે અને કપાળમાં ચક્ર ફરતું હોવાનો અહેસાસ બે વાર (અને કદાચ ત્રણ વાર થયો છે, પણ હું આને આધ્યાત્મિક નથી માનતો કારણ કે એ શરીરનો અનુભવ છે. શરીરની બહાર કોઈ અનુભવ શક્ય નથી).

આપણી અપૂર્ણતા આપણો રોગ નથી, એ વાસ્તવિકતા છે. ‘હું’નું અસ્તિત્વ પણ વાસ્તવિકતા છે. એનો માત્ર વિસ્તાર થઈ શકે.અંત ન આવે. વિસ્તાર સાહજિક રીતે થવો જોઈએ. રસ્તામાં એક કૂતરૂં કારની અડફેટે આવી જાય ત્યારે એક દસ વર્ષનો છોકરો સ્વાભાવિક રીતે જ જાતે એ ઈજાનો અનુભવ કરીને દોડી જશે, જ્યારે જેણે દરેક પ્રાણી પ્રત્યે દયાભાવ રાખવાના પાઠ ભણ્યા હશે તેવી પુખ્ત વ્યક્તિ સાહજિક રીતે નહીં પણ પોતે અમુક વાત કરવા જેવી હોવાનું શીખી હોવાને કારણે જશે. આમાં સ્વાભાવિકતા નથી.

માત્ર હસવું એ જ જીવન નથી, એ આત્મવંચના પણ હોઈ શકે. હસ્વાના પ્રસમ્ગે હસવું અને રડવાના પ્રસંગે રડવું એ સ્વાભાવિક છે. સ્વાભાવિકતાથી દૂર જવા માટે પ્રયત્ન કરવો પડે. આ પ્રયત્ન પોતે જ દુઃખ પેદા કરે છે..

શરદ શાહ 

 કૃષ્ણ અને ક્રાઈસ્ટના વચનો હોય કે મહાવીર અને મહમ્મદના વચનો હોય કે શંકર અને સુકરાતના વચનો હોય. આ બધા વચનો અમુલ્ય છે.
સમસ્યા આપણી ખોપડીની છે. જેવાં આ અમૃત વચનો આપણી ખોપડીમાં પડે છે કે તે ઝેર બની જાય છે. આ લોકોએ સમુદ્ર મંથન કરી આ અમૃત મેળવ્યું છે. અનેક જીવન મનને વલોવ્યું છે.ત્યારે પરમાત્મા કે સત્યરુપી માખણ મળ્યું છે.
પરંતુ આપણે કામચોર છીએ. આપણે કાંઈ કરવું નથી સિવાય એમના વચનોનો દુરઊપયોગ સિવાય. અને આપણને ખબર નથી શું કરીએ છીએ. હા, એમના વચનો ભિતરની પ્યાસ ઉભી કરે અને આપણને દર્શાવેલ દિશામાં કદમ ભરવા માંડીએ તો એ જગ્યાએ પહોંચી શકીએ છીએ જ્યાં એ લોકો પહોંચ્યા છે. પણ આપણે નકશાઓ લઈને ફર્યા સિવાય કાંઈ કરતા નથી અને દાવો કરીએ છીએ કે મને બધી ખબર છે એ પ્રદેશ કેવો છે. જ્યારે નકશાઓને હાર બનાવી ગળે પહેરો ત્યારે તે નકશા જ તમારા ગળાનો ફંદો બની જાય છે. એના કરતાં તો નકશા વગર ચાલવું વધારે સારું પુછતાં પુછતાં ક્યારેક ગંતવ્ય સુધી પહોંચી પણ જવાય. ખરું ને…

Advertisements

3 responses to “મિત્રવાણી

 1. સુરેશ માર્ચ 8, 2013 પર 9:41 એ એમ (am)

  માત્ર હસવું એ જ જીવન નથી, એ આત્મવંચના પણ હોઈ શકે. હસ્વાના પ્રસમ્ગે હસવું અને રડવાના પ્રસંગે રડવું એ સ્વાભાવિક છે. સ્વાભાવિકતાથી દૂર જવા માટે પ્રયત્ન કરવો પડે. આ પ્રયત્ન પોતે જ દુઃખ પેદા કરે છે.
  ———–
  આ વાત બહુ જ ગમી. પણ…

 2. ધ્યનની જેમ ‘હાસ્ય’ને પણ આઝાદ બનવા માટેના એક સાધન તરીકે ઉપયોગ કરી શકીએ. ત્રસ્ત માનવજીવનમાં બે ઘડી હસી લેવાની વૃત્તિનો પણ રિયાઝ કરી જોવા જેવો છે.
 • Sharad Shah માર્ચ 11, 2013 પર 1:22 એ એમ (am)

  આપણું હસવું પણ નકલી અને આપણું રડવું પણ નકલી. બધી નકલી “હું” (અહમ) ની પેદાઈશ છે. અને તે કદાચ ટુંકાગાળે રહત કે નકલી સુખનો અહેસાસ કરાવે તો પણ આવા નકલી સુખ કદી ટકતા નથી અને સમય આવ્યે તે બમણા વેગે દુખ અને પીડાઓ આપે જ છે. એટલે દિપકભાઈ, હસવું-રડવું કદાચ આત્મવંચના હોઈ શકે તેમ કહેવાની જરુર નથી ફક્ત આત્મવંચના જ હોય છે.
  આપણો અસલી સ્વભાવ શું છે? તે ખબર નથી. જે સ્વભાવની ખબર છે તે પણ નકલી છે તો સ્વાભાવિક હાસ્ય કે સ્વાભાવિક રુદન કેમ રહેશે? બસ આ નકલી અને અસલીનો ભેદ પારખતા આવડે તેને સંતો વિવેક કહે છે. અને જ્યાં સુધી વિવેક પ્રગટ થતો નથી ત્યાં સુધી ગમેતે સાધના કરો તે લગભગ જુઠી જ હોય છે.
  નરસિંહ મહેતા કહેતા, “આત્મતત્વ ચિંન્હ્યો નહી ત્યાં સુધી સાધના સર્વે જુઠી”

 • તમારા વિચારો જણાવશો?

  Please log in using one of these methods to post your comment:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  w

  Connecting to %s

  %d bloggers like this: