સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – યોગાસન

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

yoga

      પહેલેથી એ ચોખવટ કરવાની કે, અહીં કસરત-ક્રિયા અભિપ્રેત છે – શરીર સ્વાસ્થ્ય માટે જરૂરી અને માફક આવે તેવી કોઈ પણ જાતની કસરત. યોગાસન પણ આમ તો એક જાતની કસરત જ છે; પણ એની પાર્શ્વભૂમાં મનની કસરત રાખવામાં આવે છે. વળી આ જણનો એ માટે મ્હાવરો છે – માટે યોગાસન શબ્દ વાપર્યો છે.

       કોઈ પણ કસરત કરો – જોગિંગ, સ્વીમીંગ, જીમમાં જાત જાતનાં સાધનો પર થતી કસરત, મોટો બોલ વાપરીને થતી કસરત, જિમ્નેસ્ટિક્સ. કશું નહીં તો માત્ર ચાલવાનું.  પણ એ કરીએ  ત્યારે,  વિચારો કરવાનું બાજુએ રાખી દઈ, માત્ર એ કસરતના કારણે શરીરમાં અનુભવાતા જોશ કે  સંવેદના અને ચાલી રહેલા શ્વાસ તરફ મનને કેન્દ્રિત કરીએ તો એ યોગ બની જાય છે.  

( આગળ ઉપર આ માટે ‘પ્રેક્ષાધ્યાન’ વિશે જણાવવામાં આવશે.)

યોગ એટલે જોડવું.
મન અને શરીરની જુગલબંધી

      અને માટે જ આપણા પાયાના હોવાપણાને મનની ચુંગાલમાંથી મુક્ત કરી, આઝાદ બનાવવાની આ સાધનાના એક અતિ આવશ્યક અંગ તરીકે યોગાસન કે કસરતની જરૂર સમજવાની છે. અહીં પણ ખાન પાનની જેમ કોઈ વિગત આપી નથી, એ માટે તો અઢળક સાહિત્ય ઉપલબ્ધ છે જ – પુસ્તકો તેમ જ નેટ ઉપર.

આ રહી થોડીક એવી વેબ સાઈટો …

–   ૧   –    :     –   ૨   –   :    –   ૩   –

એક સરસ ગુજરાતી વેબ સાઈટ  ( ૭ પાનાં ભરીને વિગતે સૂચનાઓ ) 

એક આત્મીય જનના જાત અનુભવો

અને આ વિડિયો પણ જોઈ લો. આવા અનેક વિડિયો હવે નેટ પર મળી શકે છે.

થોડીક  બહુ જ અગત્યની વાત…

 • માત્ર પુસ્તકો વાંચીને કે આવી વેબ સાઈટો પરથી માર્ગદર્શન મેળવીને યોગાસનો કે કસરત શરૂ ન કરતા.
  આ માટે કોઈક જાણકારની દોરવણી હેઠળ તાલીમ લેવી બહુ જ જરૂરી છે.
 • એકદમ ઉત્સાહમાં આવી, સઘન કસરત શરૂ ન કરવા વિનંતી છે.
  થાકી જશો અને એક બે દિવસમાં જ એની ઉપર પૂર્ણ વિરામ આવી જશે!
 • બહુ જ અલ્પ માત્રામાં શરૂઆત કરો, સાવ થોડાક સમય માટે જ.
  ધીમે ધીમે એની સંખ્યા અને ગાળો વધારતા જાઓ.
 • શરૂ કર્યા પછી કમ સે કમ ૪૦ દિવસ માટે પ્રેક્ટિસ ચાલુ રાખવાનો સંકલ્પ કરો.
  એકાદ દિવસ વચ્ચે પડી જાય, તો કશો વાંધો નહીં – બીજા જ દિવસથી ફરી શરૂઆત કરો
  —— અને પછી ૪૦ દિવસ સુધી ફરી કરવાનો સંકલ્પ !!
 • કસરત કે યોગાસન ન કરો તો પણ કલાકેક ચાલવાનુ તો રાખો જ.
 • કાંઈ પણ ખાધું હોય તો, ખાધાના બે કલાક સુધી ચાલવા સિવાયની કોઈ કસરત ન કરો.
 • કસરત કે યોગાસન કરતાં સતત એ ભાવ વાગોળ્યા કરો કે, ‘આ શરીરનું પ્રત્યેક અંગ કેવી વફાદારી પૂર્વક આપણા માંકડા જેવા મનની બધી આજ્ઞાઓ પાળે છે? આ ક્રિયા એમને વધારે ને વધારે ફિટ રાખશે; ખોરાકનું પાચન સારું થશે; શ્રમના કારણે સરસ મજાની ઊંઘ આવશે.’
  આમ સ્નાયુઓના ખેંચાણને કારણે થતી વ્યથાઓનો બદલાવ શરીર પ્રત્યે અનુગ્રહના ભાવમાં થતો રહેશે- આપણા પોતાના શરીરની સેવાનો ભાવ.
 • કસરત કે યોગાસનની સાથે મનગમતું સંગીત વિચારોને દૂર રાખવામાં મદદરૂપ થશે. મનને ગમતું હોય એવું વાદ્યસંગીત ઠીક રહેશે.
  બને ત્યાં સુધી ગીતો કે  ભજન ન સાંભળો. મન એમાંથી અર્થ સમજવા પ્રયત્ન કરતું રહેશે; જ્યારે આપણે એમને બને એટલા સૂતા જ રાખવા છે !
 • સૌથી વધારે અગત્યની  અને કદી ન ભૂલવાની નથી એવી, આઝાદ બનવાના પ્રત્યેક પગથિયાની એક માત્ર, પૂર્વ શરત એ  કે,

હું કાંઈ નથી.
મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી.
મોક્ષ  કે એકાગ્રતા પણ  નહીં !

————————

એક સ્વાનુભવ વહેંચવો છે…

        આ જણ કેવળ બેઠાડુ સર્ફર હતો. કશી જ કસરત નહીં  – સિવાય કે, કીબોર્ડ અને માઉસ કસરત! આ બે વર્ષની સાધના બાદ  યોગાસનો, સૂક્ષ્મ યોગ, તાઈ ચી એ બધાના મિશ્રણ સાથે ૩૦ મિનીટનું રોજનું શારીરિક તપ ચાલુ છે.
(રોજ ૪૫ જેટલી જુદાં જુદાં આસનો/ ક્રિયા – દરેક પાંચથી ત્રીસ સેકન્ડ માટે.  )

એનાં પરિણામો આ રહ્યાં ..

ઘડપણ (શારીરિક અને માનસિક)

બે મહિના પછી – અફલાતૂન તબીબી

——————————————————–

વધુ આવતા અંકે….

3 responses to “બની આઝાદ – યોગાસન

 1. nabhakashdeep માર્ચ 10, 2013 પર 9:37 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ…પહેલું સુખ તે જાતે નર્યા..આપે કસરતની તાતી જરુરીયાતની સુંદર સમજ આપી. અમને પણ બાબારામદેવના એપીસોડમાંથી,

  થોડાક આસનો શરૂકરવાની પ્રેરણા મળેલી અને નિભાવી છે, તેમાં આજે આપના વીડીઓમાંથી એકાદ બે ખૂટતી કરસતનો લાભ લઈશું. આ લેખમાં

  સરસ રીતે માનવ જીવનને બહેતર રીતે જીવવાનો સંદેશો સંભળાઈ રહ્યો છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના

 3. Pingback: શરીર તારું સંભાળ રે…! – દિનેશ પાંચાલ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: