જેમ શરીરને ટકાવવા ખાન-પાન એ પાયાની ્જરૂરિયાત છે; એમજ શ્વાસ પણ છે. પાયાનાં એ બે ઈનપુટ. પણ શ્વાસ તો સૌથી વધારે અગત્યનો. બે કે ત્રણ મિનીટથી વધારે શ્વાસ વિના ન રહી શકાય. જન્મ સાથે જ એ શરૂ થાય છે; અને જીવનનું સાતતય પણ છેલ્લા શ્વાસ સુધી હોય છે. અને છતાં આપણું ધ્યાન એના તરફ સૌથી ઓછું હોય છે.
જો કે, સાવ એમ નથી. આપણે થાક, માંદગી, ભય, ક્રોધ, ઈર્ષ્યા કે દુઃખ અનુભવતા હોઈએ, ત્યારે આપણા શ્વાસની ગતિ બદલાઈ જાય છે. આ બધા પર નિયમન મેળવવા માટે, શ્વાસ પર મન કેન્દ્રિત કરવાની વાત પણ આગળ ઉપર કરવાની છે. પણ અત્યારે તો વાત ‘પ્રાણાયમ’ની છે.
પ્રાણાયમ એ શ્વાસની કસરત છે.
પ્રાણાયમ શી રીત કરવા, ક્યારે કરવા એની ચર્ચા અહીં કરવાની નથી. એ ઘણી બધી રીતે થઈ શકે છે; એના ઘણા બધા ફાયદા છે. એ બધા માટે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે.
એક વિડિયો. આવા અનેક વિડિયો નેટ પર હવે મળી રહે છે ……
આ લખનાર જે કરે છે તે
(સાભાર – આર્ટ ઓફ લિવિન્ગ, સ્વામી શિવજ્ઞાનમ્ )…
( આ બે પ્રકારના પ્રાણાયમ કરવાથી હાથ અને પગના બધા સાંધાઓ પર તાણ ( stretch ) આવે છે અને આ અત્યંત મહત્વની કર્મેન્દ્રિયોને મહત્તમ પ્રાણવાયુ મળવા માંડે છે.)
ત્રણ સ્ટેજના પ્રાણાયમ ( ફેફસાંની શ્વાસ ભરી શકવાની શક્તિના વિકાસ માટે)
ભર્ત્સિકા પ્રાણાયમ ( ફેફસાંમાંથી કચરો બહાર કાઢવા માટે)
…………………
થોડીક બહુ જ અગત્યની વાત …….
માત્ર પુસ્તકો વાંચીને કે આવી વેબ સાઈટો પરથી માર્ગદર્શન મેળવીને પ્રાણાયમ કરવાનું શરૂ ન કરતા.
આ માટે કોઈક જાણકારની દોરવણી હેઠળ તાલીમ લેવી બહુ જ જરૂરી છે.
એકદમ ઉત્સાહમાં આવી, સઘન રીતે પ્રાણાયમ શરૂ ન કરવા વિનંતી છે.
થાકી જશો અને એક બે દિવસમાં જ એની ઉપર પૂર્ણ વિરામ આવી જશે!
બહુ જ અલ્પ માત્રામાં શરૂઆત કરો, સાવ થોડાક સમય માટે જ.
ધીમે ધીમે એની સંખ્યા અને ગાળો વધારતા જાઓ.
શરૂ કર્યા પછી કમ સે કમ ૪૦ દિવસ માટે પ્રેક્ટિસ ચાલુ રાખવાનો સંકલ્પ કરો.
એકાદ દિવસ વચ્ચે પડી જાય, તો કશો વાંધો નહીં – બીજા જ દિવસથી ફરી શરૂઆત કરો —— અને પછી ૪૦ દિવસ સુધી ફરી કરવાનો સંકલ્પ !!
કાંઈ પણ ખાધું હોય તો, ખાધાના બે કલાક સુધી પ્રાણાયમ ન કરો.
પ્રાણાયમ કરતાં સતત એ ભાવ વાગોળ્યા કરો કે, ‘પ્રત્યેક પ્રાણાયમે શરીરના કોશે કોશને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવાનો છે.’ શરીરના વિવિધ ભાગોમાં પ્રજ્વલિત બનેલી ઉર્જાનું નિરીક્ષણ કરતા રહો. આમ મન પણ કેન્દ્રિત થવા લાગશે.
આમ પ્રત્યેક શ્વાસે શરીર પ્રત્યે અનુગ્રહના ભાવમાં થતો રહેશે- આપણા પોતાના શરીરની સેવાનો ભાવ.
સૌથી વધારે અગત્યની અને કદી ન ભૂલવાની નથી એવી, આઝાદ બનવાના પ્રત્યેક પગથિયાની એક માત્ર, પૂર્વ શરત એ કે,
હું કાંઈ નથી. મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી.
મોક્ષ કે એકાગ્રતા પણ નહીં !
————————
એક સ્વાનુભવ વહેંચવો છે…
આ જણ કેવળ બેઠાડુ સર્ફર હતો. કશી જ યોગ પ્રવૃત્તિ નહીં – આ બે વર્ષની સાધના બાદ …..
સુરેશભાઈએ કહ્યું તેમ,આપણે મોટાભાગે પ્રાણાયામને “પ્રાણાયામ એ શ્વાસની કસરત છે.” તેમ સમજતા હોઈએ છીએ. એ વાત જુદી છે કે શ્વાસમા જે હવા લઈએ છીએ તે સાથે પ્રાણઊર્જા (પ્રાણવાયુ) પણ શરીરમાં દાખલ થાય છે, પણ લાંબા-ટુંકા સ્વાસ લેવા જ પ્રાણાયામ નથી.
મારી સમજ મુજબ પ્રાણાયામ છે આ પ્રાણઊર્જાની ગતિવિધીઓનો અભ્યાસ અને નિયંત્રણ. આપણે આ પ્રાણઊર્જા ફક્ત શ્વસન મારફતે જ નથી લેતાં પણ સુર્યના કિરણો, ભોજન, પાણી અને અન્ય તમામ પ્રકારના આહાર (જેમકે દૃષ્ય, શ્રવણ) દ્વારા લઈએ છીએ. આ પ્રાણઊર્જા આપણું ચાલકબળ છે અને તેની આવક કરતાં જો જાવક વધારે હોય તો તે થાક, બેચેની અને અનેક પ્રકારના રોગોને નોતરે છે.
ચારે બાજુ જે જીવન દેખાય છે (જેમકે વનસ્પતિમાં)તે પ્રાણઊર્જાને કારણે છે તેનામાં કોઈ આત્મા નથી હોતો, ફક્ત પ્રાણ જ હોય છે. જ્યાં પ્રાણ છે ત્યાં જીવન છે પણ જ્યાં જીવન છે ત્યાં જીવ કે આત્મા હોવો જરુરી નથી.

Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના