અત્યાર સુધીનાં પ્રકરણોમાં શરીરના યોગની રીતો વિશે વાતો કરી. ( કામ વાચકે કરવાનું !) આ અને હવે પછીના પ્રકરણોમાં મનને લગતા વિષયો અંગે વાત કરવાની છે.
યોગાસન અને પ્રાણાયમનાં સાધનો વડે, શરીરને તૈયાર કરીને મનની સાધના શરૂ કરવી વધારે હિતકારક છે. જો કે, મનને વશમાં લેવાની પ્રક્રિયા તો સતત કરતા જ રહેવાની છે. યોગાસન અને પ્રાણાયમની પૂર્વ તૈયારી હોય તો એ થોડુંક સહેલું બને – એટલું જ.
કોઈ પણ પ્રકારનું ધ્યાન કરતાં પહેલાં ત્રણ વખત ‘ૐ’ કાર કરીને શરૂઆત કરવાનું માહાત્મ્ય એ છે કે, ૐ ના ત્રણ ભાગ – ‘ઓ’, ‘ઊ’ અને ‘મ’ ની અભિવ્યક્તિ દ્વારા શરીરના નીચલા, વચલા અને મસ્તિષ્કમાં રહેલા ચૈતન્ય તત્વને યાદ કરવાનું છે. ૐ કાર કરવાની સાથે મનમાં આ ભાવ સતત યાદ કરતા રહેવાનો હોય છે. ખ્રિસ્તી માન્યતા વાળાઓ ‘ આમીન’ અને મુસ્લિમ માન્યતા વાળાઓ ‘આજાન’ હાક આ જ ભાવથી વાપરી શકે. ૐ કારનો આ અભ્યાસ કરતાં છેલ્લા ભાગ ‘મ’ દરમિયાન મગજમાં ગૂંજી રહેલો રણકાર , ચેતા તંત્રના આ સર્વોચ્ચ શિખરને રણઝણાવી નાંખતો અનુભવી શકાય છે.
આ જણ આમ ૐ કાર પછી ‘સોSહમ્’ની સાધના કરે છે. શ્વાસ લેતી વખતે ‘સો’અને કાઢતી વખતે ‘હમ્’નો મનોમન ઉચ્ચાર. અને એ ત્રણ તબક્કામાં.
પહેલા તબક્કામાં – ઊંડો અને લાંબો શ્વાસ – ૨૦ થી ૨૪ વખત
બીજા તબક્કામાં – મધ્યમ લંબાઈનો શ્વાસ – ૪૦ થી ૪૮ વખત
ત્રીજા તબક્કામાં – ઝડપી શ્વાસ – ૪૦ થી ૪૮ વખત
…………………
થોડીક બહુ જ અગત્યની વાત …….
આ માટે જાણકારની દોરવણી હેઠળ તાલીમ લેવી બહુ જ જરૂરી છે. તેમની સાથે પ્રેક્ટિસ કરવાથી એક લય બંધાઈ જશે.
આ ક્રિયા શરૂ કર્યા પછી કમ સે કમ ૪૦ દિવસ માટે પ્રેક્ટિસ ચાલુ રાખવાનો સંકલ્પ કરો.
એકાદ દિવસ વચ્ચે પડી જાય, તો કશો વાંધો નહીં – બીજા જ દિવસથી ફરી શરૂઆત કરો —— અને પછી ૪૦ દિવસ સુધી ફરી કરવાનો સંકલ્પ !!
કાંઈ પણ ખાધું હોય તો, ખાધાના બે કલાક સુધી આ ક્રિયા ન કરો.
આ ક્રિયા કરતાં સતત એ ભાવ વાગોળ્યા કરો કે, ‘ તે પરમ તત્વ કે ચેતના એ જ હું છું; કે મારું મન છે.’
એક ધ્યાન થઈ જવાય એવી કોઈ અપેક્ષા , આશા, અભિપ્સા રાખવાની નથી. વિચારો આવે તો એમને આવવા દો – બળપૂર્વક રોકો નહીં.
સૌથી વધારે અગત્યની અને કદી ન ભૂલવાની નથી એવી, આઝાદ બનવાના પ્રત્યેક પગથિયાની એક માત્ર, પૂર્વ શરત એ કે,
હું કાંઈ નથી. મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી.
મોક્ષ કે એકાગ્રતા પણ નહીં !
————————
એક સ્વાનુભવ વહેંચવો છે…
જેમ જેમ આ ક્રિયા કરવાનો મહાવરો વધતો જશે; તેમ તેમ ‘સોSહમ્’ મંત્રોચ્ચાર , શ્વાસ અને ભાવ સહજ બનતો જતો અનુભવાયો છે. ચિત્ત શાંત હોય ત્યારે સોSહમ્ ની રીતે ઊંડા શ્વાસ લેવાની ટેવ પડતી અનુભવાઈ છે. આનો સીધો ફાયદો એ છે કે; પહેલાંના બેધ્યાનપણા કરતાં શરીરને વધુ પ્રમાણમાં ઓક્સિજન મળે છે. અને વધારે અગત્યની વાત તો એ કે, જ્યારે મન નકારાત્મક વિચારોથી લદાયેલું, ખળભળેલું હોય- ત્યારે આપોઆપ ‘સોSહમ્’રીતે શ્વાસ લેવા મન થઈ જાય છે. ચાર કે પાંચ જ સોSહમ્ કાર .. અને નકારાત્મક વિચારો ઊભી પૂંછડીએ ભાગ્યા જ સમજો. આમ જ કોઈક આ જણને ન ગમતી વાત કરે; તો પહેલાંની જેમ પ્રતિક્રિયા કરવાની વૃત્તિ પર કાબુ આવી જાય છે. ઘણાં બિન જરૂરી ઘર્ષણો નવી પડેલી આ ટેવને કારણે નિવારી શકાયાં છે.
Sat vrsha pahela vaDodarama Art of livingno basic course karyo tyar aa soham ni practice Sudarshan kriyama amane karavi hati te ahi yaad avyu. thodu bhoolaylu aapana lekhthi fari taju thai gayu.
>________________________________ > From: “”ગદ્યસુર”” >To: kanakr@yahoo.com >Sent: Monday, March 11, 2013 10:18 PM >Subject: [New post] બની આઝાદ – ૐ કાર અને સોSહમ્ > > > WordPress.com >સુરેશ posted: “આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો અત્યાર સુધીનાં પ્રકરણોમાં શરીરના યોગની રીતો વિશે વાતો કરી. ( કામ વાચકે કરવાનું !) આ અને હવે પછીના પ્રકરણોમાં મનને લગતા વિષયો અંગે વાત કરવાની છે. યોગાસન અને પ્રાણાયમનાં સાધનો વડે, શરીરને તૈયાર કરીને મનન” >
મારી સાથે બેસીને પ્રેકટીશ કરાવનાર મળવો મુશ્કેલ છે .
મને બીલખા આશ્રમમાં પ્રણાયામ શીખવેલો એમાં ઈલા પિંગલા અને સુશુમ્ણા એ ક્રિયા હું કરું છું જે તમે કહી એને મળતી છે પણ એમાં ઓમકાર ઉચ્ચાર કરવાનો નહિ . પણ હવેથી હું ઓમ નો ઉચ્ચાર તમે કહ્યા મુજબ કરતો જઈશ . આ પ્રાણાયામ પણ હું નિયમિત નથી કરી શકતો . કોઈ વખત નથી પણ કરતો .
તમે લખેલ લાલ ઓમકાર જોતાની સાથેજ મનમાં આનંદ અનુભવાય છે આ ઓમકાર મને મારા ઈ મેલ ઉપર કૃપા કરીને મોકલો .
From an email message to a friend –
SK ( Sudarshan Kriya) is done after Yogasan and Pranayam and there is no fixed posture for it. One can do sitting in a chair too. After continued practice for an year or so, one can do it in sleeping posture too!
But to begin with just sit in Sukhasan ( પલાંઠી)
The focus is on ‘Watching the breath – coming and going. One has not to apply any force to stop thoughts/ emotions. Just observe them arising and receding. DO NOT try even to meditate. That is not the intention.
SK IS NOT MEDITATION
One may go in meditative mode of mind doing SK. But that is not the objective. In fact, there is no objective at all! But the fact is … as one starts observing breath, the focus of mind shifts slowly from thoughts to the process of breathing.
As breath is the basic and continuous process of life, one indirectly starts LIVING !!
The process hardly takes 4-5 minutes. But as it becomes સહજ … one develops a habbit of watching breath. Moment one gets emotionally disturbed, the pace of breathing changes and with practice .. mind notices the change. This is enough to prevent mind from getting carried away by its emotions. That is how our rudimentary being starts getting control over the vagaries of mental heywiresness and gets centered on LIFE.
એક ૐકાર સતનામ…….નાનકસા’બ
Sat vrsha pahela vaDodarama Art of livingno basic course karyo tyar aa soham ni practice Sudarshan kriyama amane karavi hati te ahi yaad avyu. thodu bhoolaylu aapana lekhthi fari taju thai gayu.
સર્વત્ર પ્રાણીનાં દેહે જપો ભવતિ સર્વદા
હંસોSહં ઈતિ જ્ઞાત્વા સર્વ બંધ: પ્રમુચ્યતે
– સદાચાર સ્તોત્ર (આદિ શંકરાચાર્યજી)
You wil enjoy watching the following also:
Yoga Sutra talks on Utube: http://www.youtube.com/watch?v=7RiT7IJ617g (1st of 85)
Visit my father Kalaguru Ravishankar Raval’s web site: http://ravishankarmraval.org/
>________________________________ > From: “”ગદ્યસુર”” >To: kanakr@yahoo.com >Sent: Monday, March 11, 2013 10:18 PM >Subject: [New post] બની આઝાદ – ૐ કાર અને સોSહમ્ > > > WordPress.com >સુરેશ posted: “આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો અત્યાર સુધીનાં પ્રકરણોમાં શરીરના યોગની રીતો વિશે વાતો કરી. ( કામ વાચકે કરવાનું !) આ અને હવે પછીના પ્રકરણોમાં મનને લગતા વિષયો અંગે વાત કરવાની છે. યોગાસન અને પ્રાણાયમનાં સાધનો વડે, શરીરને તૈયાર કરીને મનન” >
Pingback: ખેલ ખરાખરીનો | સૂરસાધના
Pingback: કામ છે હવાનું | સૂરસાધના
Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના
મારી સાથે બેસીને પ્રેકટીશ કરાવનાર મળવો મુશ્કેલ છે .
મને બીલખા આશ્રમમાં પ્રણાયામ શીખવેલો એમાં ઈલા પિંગલા અને સુશુમ્ણા એ ક્રિયા હું કરું છું જે તમે કહી એને મળતી છે પણ એમાં ઓમકાર ઉચ્ચાર કરવાનો નહિ . પણ હવેથી હું ઓમ નો ઉચ્ચાર તમે કહ્યા મુજબ કરતો જઈશ . આ પ્રાણાયામ પણ હું નિયમિત નથી કરી શકતો . કોઈ વખત નથી પણ કરતો .
તમે લખેલ લાલ ઓમકાર જોતાની સાથેજ મનમાં આનંદ અનુભવાય છે આ ઓમકાર મને મારા ઈ મેલ ઉપર કૃપા કરીને મોકલો .
From an email message to a friend –
SK ( Sudarshan Kriya) is done after Yogasan and Pranayam and there is no fixed posture for it. One can do sitting in a chair too. After continued practice for an year or so, one can do it in sleeping posture too!
But to begin with just sit in Sukhasan ( પલાંઠી)
The focus is on ‘Watching the breath – coming and going. One has not to apply any force to stop thoughts/ emotions. Just observe them arising and receding. DO NOT try even to meditate. That is not the intention.
SK IS NOT MEDITATION
One may go in meditative mode of mind doing SK. But that is not the objective. In fact, there is no objective at all! But the fact is … as one starts observing breath, the focus of mind shifts slowly from thoughts to the process of breathing.
As breath is the basic and continuous process of life, one indirectly starts LIVING !!
The process hardly takes 4-5 minutes. But as it becomes સહજ … one develops a habbit of watching breath. Moment one gets emotionally disturbed, the pace of breathing changes and with practice .. mind notices the change. This is enough to prevent mind from getting carried away by its emotions. That is how our rudimentary being starts getting control over the vagaries of mental heywiresness and gets centered on LIFE.
તમારા SK ની યુ ટ્યુબ બનાવી લાભ આપશો