સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નામ સ્મરણ – એક અનુભવ

        ત્રણેક વર્ષ પહેલાંની આ વાત છે…..

        એ વખતે ઘણા બધા માનસિક પરિતાપોથી ચિત્ત ઘેરાયેલું હતું – એમાંથી શાતા મેળવવા કશોક માર્ગ શોધતું હતું. ‘ડૂબતો તરણું શોધે.’ – એ ન્યાયે એક દિ આ નાસ્તિક વિચાર સરણી વાળા,  પણ અવનવા પ્રયોગ કરવામાં ઉત્સાહી,  જણને જપ કરવાનું સૂઝ્યું.

       એ વખતે સૌથી ટૂંકો જણાયેલો મંત્ર ‘ॐ नमः शिवाय ।’  પકડ્યો; અને આપણે  તો બાપુ! બાબરા ભૂતની જેમ એ વાંસ પર ચઢ ઊતર કરવા માંડી. ધીમે ધીમે રોજના મંત્રોની સંખ્યા વધવા માંડી. રોજ કરેલા મંત્રોની નોંધ પણ કરવા માંડી. શાતા તો ખાસ ન મળી;  પણ વધી રહેલા મંત્રોની સંખ્યાથી, રેસના ઘોડાને તાળીઓથી ચઢે, એવો પોરસ ચડવા લાગ્યો!

       આમ અને આમ બે એક મહિના વીતી ગયા. કંઈક પ્રયત્ન કરી રહ્યાના ભાવ સિવાય,  માનસિક ખળભળાટમાં ખાસ કાંઈ રાહત મળતી ન દેખાઈ. એક દિવસ, નિત્યક્રમ મુજબ, દીકરીના દીકરાને નિશાળેથી ઘેર પાછો લાવવા એની નિશાળે પહોંચી ગયો હતો.  થોડોક વહેલો હતો; અને  ટકટકિયા પર મંત્રોચ્ચાર કરતો એક ખૂણામાં બેઠો હતો.

counter

       રોજ કરતાં આ સાવ જુદી જગ્યા પરનો  અભ્યાસ હતો.  વહેલો આવ્યા હોવાના કારણે સમય પણ ઘણો હતો. સદભાગ્યે વિચારોનાં વાવાઝોડાં ક્યાક વિહાર કરવા ગયાં હતાં; અને સાવ હળવીફૂલ વિચાર- લહેરખીઓની આવન જાવન જ જારી હતી.

      થોડીક વાર પછી,  હાથમાં ચાલતું ટકટકિયું બંધ પડી ગયું; અને જપ અવિરત ચાલુ રહ્યા. એક લય બંધાઈ ગયો. ડાકોરની એ પહેલી પદયાત્રા જેવો. (એ અનુભવ અહીં વાંચો.)   ‘ॐ नमः शिवाय ।’  ને બદલે  ‘ શ્રી.રામ જય રામ જય જય રામ’ નો મંત્ર ક્યારે શરૂ થઈ ગયો; તેની ખબર જ ન રહી. શરીરના પ્રાણ અને નાકમાંથી થતી શ્વાસ /ઉચ્છ્વાસની અવનજાવન આ સુમધુર બની ગયેલા લયની સાથે તાલ પૂરાવવા લાગ્યાં. થોડીક વારે એ મંત્ર પણ બદલાયો અને ‘જય માતાદી’  નિનાદે એનું સ્થાન લઈ લીધું. કોણ જાણે કેમ, થોડીક  વારે એ મંત્ર બદલાઈને  ‘જય જિસસ’ શબ્દ  જીભ પર ચઢી ગયા અને પછી તો ‘યા અલ્લા’ પણ આવી ગયા!  વચ્ચે  ‘જય જિનેન્દ્ર ‘  પણ જીભે ચઢી ગયા.  છેલ્લે તો ‘ सोsहम् …  ‘ सोsहम् ‘  નો રણકાર, ભમરાની જેમ ગૂંજતો જ  રહ્યો;  ગૂંજતો જ  રહ્યો.

       અને ત્યારે એ સત્ય ઊડીને મન પર સવાર થઈ ગયું કે…..

બોલાઈ રહેલા મંત્રના શબ્દાર્થનો કશો જ અર્થ ન હતો.
કેવળ લય અને નાદની મીઠાશની જ
એ એક અનેરી અનુભૂતિ હતી. 

      લયની એ ભાવ સમાધિનો મીઠો આનંદ એ જ એક અનુભૂતિ સતત બની રહી. રોમે રોમ આ લયમાં ગાંડાતૂર બનીને નાચતા હોય; એવો અનુભવ આશરે પાંચેક મિનિટ રહ્યો.

      નિશાળ છૂટી ગઈ હતી; અને બાળકોનાં ધાડાંઓની આવન જાવન શરૂ થઈ ગઈ હતી.પણ આ રામ તો એનાથી અક્ષુણ્ણ બનીને આ ભાવસમાધિમાં લીન બની,  એની  મજા માણી રહ્યા હતા. અને ત્યાંતો બાબલો આવી ગયો. સમાધિ ટૂટી. ટકટકિયાનું   સ્થાન કારના સ્ટિયરિંગે લીધું; અને ગાડી ચાલુ થઈને રસ્તા પર સરકવા લાગી.

    પણ એ લય – કોઈ શબ્દ વિનાનો લય – તો ઘેર પહોંચવા સુધી અવિરત જારી જ રહ્યો.

કેવો એ  નિર્ભેળ આનંદ?
એને શી ઉપમા આપવી?

4 responses to “નામ સ્મરણ – એક અનુભવ

 1. Atul Jani (Agantuk) માર્ચ 12, 2013 પર 11:43 પી એમ(pm)

  યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ |

 2. Pingback: બની આઝાદ – ધ્યાન | ગદ્યસુર

 3. Pingback: ૐ કાર અને સોSહમ્ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 4. munira ami એપ્રિલ 28, 2013 પર 11:35 એ એમ (am)

  અંકલ
  મજામાં હશો
  ઠક્કર સાહેબ સાથે મજાની મુલાકાત થઇ એમના દ્વારા સચાવાએલું સારું એવું
  સાહિત્ય એમને મને સોંપ્યું। બહુ ખુશી થઇ
  મુનિરા

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: