આજ સવારની જ વાત છે. વોલ માર્ટમાં રોજબરોજની ચીજો ખરીદવા ગયો હતો. ઘણી ચીજો લેવાની હતી; એટલે દરવાજા પાસેથી શોપિંગ કાર્ટ લીધું. પહેલી જરૂરી ચીજ એમાં મૂકવા એક ગલીમાં ( એઈલ?) ગયો. પણ મારે કામની મળી નહીં. શોધતાં શોધતાં બીજી ગલીમાં હશે , એમ માની કાર્ટ ત્યાં જ મુકી તે ગોતવા ગયો.
એ ચીજ તો તરત મળી ગઈ; પણ એ લઈને પાછો આવ્યો, ત્યારે કાર્ટ ગાયબ! ગલીના બીજા છેડે એક માણસ કાર્ટ લઈને દૂર જતો દેખાયો. હું બીજી ગલીમાં ગયો, ત્યારે તો માત્ર મારું કાર્ટ જ ત્યાં હતું. ‘ચોક્કસ આ માણસને એની જરૂર પડી હશે; અને છેક દરવાજા સુધી જવાને બદલે એ નધણિયાતું કાર્ટ તેણે લઈ લીધું હશે.’
મારા સ્વભાવ મૂજબ , હું એ કાર્ટની માંગણી કરવા એના તરફ પ્રયાણ કરવા જતો જ હતો; અને અટકી ગયો. ‘ હશે! એને ઊતાવળ હશે. ભલે એ લઈ જાય. હું તો નવરો ધૂપ છું; અને આમેય ચાલવાનો મહાવરો પાડવાની મને જરૂર છે.’ – એ વિચારે મેં જોયું ન જોયું કર્યું, અને બીજું કાર્ટ લેવા દરવાજા તરફ વળ્યો.
પણ આખા રસ્તે, એ માણસ તરફ થોડોક અણગમો, અને મારે ચાલવું પડ્યું , તે માટે નાનકડી હતાશા મનમાં ઘેરાયેલાં હતાં.
દસેક સેકન્ડ મન આમ વિક્ષુબ્દ્ધ રહ્યું. પણ પછી ‘દાદા ભગવાન’ નો ઉપદેશ યાદ આવી ગયો. “એ માણસ પણ મારા જેવો જ શુદ્ધાત્મા છે. એને માટે મેં ભાવ ખરાબ કર્યો, એ ઠીક ન થયું. ભૂલ તો મારી જ હતી ને? એમ કાર્ટ નધણિયાતું મેલીને જઈએ; તો કોઈક લઈ જ જાય ને? મેં દ્વેશ ભોગવ્યો, એટલે ‘ભોગવે એની ભૂલ’ એ ન્યાયે ભૂલ મારી જ. એ માણસ માટે ભાવ બગાડ્યો , એ માટે એની માફી માંગું છું.”
અને એ સાથે જ મનની બધી વ્યગ્રતા ગાયબ થઈ ગઈ. સુ.જા. હળવો ફૂલ, અને એનો શુદ્ધાત્મા પ્રસન્ન!
——–
આમ તો આ સાવ નાનો પ્રસંગ છે. પણ આવા અનેક – અને અમૂક તો ઘણા ગંભીર કહી શકાય તેવા – પ્રસંગોએ પણ આમ જ તત્ક્ષણ ક્ષમાયાચના માંગતા રહેવાની વૃત્તિ વધતી જાય છે.
ભૂતકાળની તલવારબાજીઓને અલવિદા!
Like this:
Like Loading...
Related
દાદા,
આપને કદાચ શાસ્ત્રોની ટાંકણી અણગમતી લાગતી હશે. સત્શાસ્ત્રો મને ડગલે ને પગલે માર્ગદર્શક બન્યા છે તેથી હું તેમને ટાંક્યા વગર રહી નથી શકતો.
ઈશોપનિષદનો પ્રથમ મંત્ર મારો પ્રિય મંત્ર છે.
ઈશાવાસ્યમ ઈદં સર્વં યત્કિંચિત જગત્યામ જગત
તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વીદ ધનમ
આ સઘળો સંસાર ઈશ્વર રચિત છે. ઈશ્વરની મરજી પ્રમાણે તે જેને જે આપવું હોય તે આપે. આ સઘળું મારું નથી પણ ઈશ્વરનું છે તેવો ભાવ રાખીને જીવવાથી ક્યાંય મમત્વ થતું નથી અને તેમ છતાં સઘળું ઈશ્વરનું છે તેથી સર્વ પ્રત્યે રાગ-દ્વેષ વગર પ્રેમભાવ જાળવી શકાય છે.
દાદા ભગવાને નાનકડા સૂત્રોમાં મનને કાબુમાં રાખવાની સરળ રીતો સમજાવી દીધી છે.
ભોગવે તેની ભૂલ
બન્યું એ જ ન્યાય
Adjust Everywhere
નિજ દોષ દર્શનથી નિર્દોષ
અને છેવટે જાતને સતત પ્રશ્ન કરવો કે:
હું કોણ છું?
કોઈ પણ ઘટના ઘટે તે વખતે વ્યગ્રતા થાય ત્યારે માત્ર ’ઈશાવાસ્યમ ઈદં સર્વમ’ આ મંત્ર યાદ આવી જાય અને તરત જ વ્યગ્રતા ગાયબ થઈ જાય છે.
તલવારબાજીની શાસ્ત્રોએ મનાઈ નથી ફરમાવી પણ તલવારબાજી કશુંક મેળવવા નહી પણ અન્યાય સામે લડવા માટે થાય તો તે યોગ્ય તલવારબાજી છે.
“તલવારબાજીની શાસ્ત્રોએ મનાઈ નથી ફરમાવી પણ તલવારબાજી કશુંક મેળવવા નહી પણ અન્યાય સામે લડવા માટે થાય તો તે યોગ્ય તલવારબાજી છે.’
“તમારું ધાર્યું.. અને ..કર્યું….. કામ ન જ આવ્યું “…એવા અનેક અનુભવો …… નિજ દોષ દેખાયા પછીના પણ ….
બની અજાદમાંથી ટાંકો/અવતરણો તરીકે મુકો સુ.જા. વધુ મજા નહીં આવે ?
Reblogged this on "બેઠક" Bethak.
રોજીંદા જીવનમાં આવા ક્યારેક અનુભવ થાય છે.ઘટના પ્રથમ નજરે નાની હોય છે.પરંતુ તેનું ચિંતન અને મનન કરીએ તો તે ઘણું બધું શીખવી જાય છે.તેના માટે અંદર ઉતરવું પડે છે.જવાબ અંદરથી જ મળે છે.તેનું નામજ સાધના.દરેક ધર્મ આજ શીખવે છે.પરંતુ તેના માટે અવલોકન જરૂરી છે.એ શક્તિ આમ માનવમાં હોતી નથી.અને હોય તો તેના તરફ સભાનતા હોતી નથી!આપે આપના અનુભવથી ઘણી સમજવા જેવી વાત કરી.
This is called self counselling!! That’s awesome.