સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – દિવ્ય અને સામ્પ્રત જીવન

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

હજારો પર્વતોથી ઘેરાયેલો એ પ્રદેશ છે. એ પર્વતો ચઢ્યા વગર ત્યાં પહોંચી શકાતું નથી. પણ ત્યાંની વાત જ કાંઈ ઓર છે. ત્યાં અત્ર, તત્ર, સર્વત્ર  કેવળ આનંદ, શાંતિ અને સંતોષ પથરાયેલાં પડ્યાં છે. ત્યાં કોઈ કુરૂપતા, કુટિલતા, ક્રૂરતા, કુવિચાર – કશુંયે કુત્સિત ક્ષણ માત્ર પણ ટકી શકે તેમ નથી. એ સ્વર્ગ જેવો પ્રદેશ છે – જાણે કે, ઈડનનો બગીચો. પણ  ત્યાં કોઈ રહેતું જ નથી!

     એ પર્વતોની ટોચે ચઢીને જેમણે એનું નિરીક્ષણ કર્યું છે; એવા મહાન વ્યક્તિઓની વાણી પરથી જ આપણને તો આવો કોઈ પ્રદેશ છે; એની જાણ થઈ શકે છે. એ પેગંબરો છે; પરમ જ્ઞાન પ્રાપ્ત કરેલા તીર્થંકરો છે – એ છે વીતરાગો અને સંતો; મુનિઓ અને  ઋષિઓ, પીરો અને સેજો (Sages) કે એવા બધા યુગોત્તર મહાત્માઓ. એમના હૈયે એ પર્વતોની આ બાજુની તળેટીમાં યાતના અને દુઃખના અડાબીડ જંગલોમાં અટવાયેલા જીવો માટે નિર્મળ પ્રેમ અને અપાર કરૂણાની ભાવના સદા વ્યાપ્ત રહે છે.

—————

    કેવું એ અડાબીડ જંગલ? એકમેકને મારી, કાપીને પોતાના જ સ્વાર્થમાં રચ્યા પચ્યા પામર જીવોનાં ટોળેટોળાં. સદા અંધકારમાં સબડતા, અજ્ઞાનની ઘોર નિદ્રામાં સદા સૂતેલા રહેતા,  ક્ષુદ્ર જંતુઓ. એમને એ વિકરાળ જંગલ સિવાય કશુંય હોઈ શકે; તેની જાણ જ નથી. એ સદા તાણમાં,ગંદકીમાં, દરિદ્રતામાં, રોજનો રોટલો  મેળવવાની દોટમાં સબડતા જ રહે છે. હતાશા, ન ઓલવી શકાય એવી ભુખ અને તરસ અને દુઃખોના દરિયા – એ જ એમની સદાકાળ માટેની નિયતી છે.

    એમાંથી  થોડાક જાગેલા જંતુઓએ ક્યાંક જંગલનાં ઝાડ કાપી, ત્યાં સપાટ મેદાનો બનાવી વસવાટ કર્યો છે; સંસ્કૃતિઓ વિકસાવી છે. જીવન નિર્વાહ માટે અવનવી ખાદ્ય સામગ્રીઓ અને એ માટેનાં સ્રોત બનાવ્યાં  છે.  મહાલયો, ધોરીમાર્ગો, રમત ગમત અને આનંદ પ્રમોદનાં સાધનો સર્જ્યાં છે. પણ ત્યાંય એ જંતુઓની પિરામીડની ટોચે ચઢી જવાની, એ બધી સંપદાના સ્વામી થવાની મહત્વાકાંક્ષાઓ, રાજરમતો, ગળાકાપ હરિફાઈઓ સતત રમમાણ છે. એ મૂષકદોડમાં વિજેતા બનવા વિજ્ઞાનની સહાયે જાતજાતનાં શસ્ત્રાસ્ત્રો અને વિજય બાદ અમર્યાદ ભોગ વિલાસ માટેનાં અવનવાં સાધનો વિકસાવવામાં અને અમર્યાદ રીતે વાપરવામાં એ જમાતો મશગૂલ છે. એમની પાસે જ્ઞાન તો છે – અઢળક જ્ઞાન છે. પણ એ અમર્યાદ લાલસાઓને જ પોષે છે.

    એમાંના કોક, ચપટીક વધારે જ્ઞાન કે જ્ઞાનના મદ વાળાઓ ઓલ્યા પર્વતો પરથી મળી રહેલી, જાગવા માટેની બાંગો સાંભળી એ તરફ કાન સરવા કરે છે. એ સંદેશા ધ્યાનથી સાંભળવા બે ડગલાં ચાલી,  થોડીક ઊંચી ટેકરીઓ પર ચઢી, પર્વતની ઓલી પારના ઈડનના બગીચાની, કોઈક અજાણ, અણદીઠ, સપન ભોમકાની વાત્યું અને વર્ણન સાંભળી મોહિત/ સમ્મોહિત બની જાય છે. અને પછી એ તો  મચી પડે છે –  સુસંસ્કૃત ટોળાંઓને એની જાણ કરવા. અમર્યાદ સત્તા અને ભોગવિલાસથી કંટાળેલા પિરામીડોની ટોચે વસતા માંધાતાઓ પણ આ નવા પ્રદેશોને સર કરવાની નવી શક્યતાઓથી  આકર્ષાઈ,સપન ભોમના આ દલાલોને પોષે છે; સંવર્ધે છે.

    આ નવી સાંઠ ગાંઠ અને જુગલબંધી  એ સપન ભોમકામાં પહોંચવાનો રસ્તો અમૂક જ પર્વત પરથી છે; એની ઢોલ પીટી પીટીને ટોળાંઓને જાણ કરતી રહે છે. અને પછી… કોનું ટોળું મોટું, એની આત્મવંચનામાં પર્વત પરથી મળેલા સંદેશાઓનું કચુંબર!

  • એનો પ્રચાર.
  • નવી સલ્તનતો. 
  • એ સલ્તનતને રક્ષવા, વધારવા માટે
    • યુદ્ધો
    • વૈચારિક બળાત્કારો
    • લોહિયાળ રક્તપાત
    • દમન.
    •  દિવ્ય જીવનની વાતોના વડાં
    • થોથાંના ઢગલે ઢગલા!  
    • માન્યતાઓ અને પૂર્વગ્રહોના ન આટોપી શકાય એવાં પડળો
  • ફરી એ જ જંગલના ઓથાર નવલા સ્વરૂપે જારી
  • રૂપાળાં જંગલો
  • સુધરેલી જંગાલિયત!
  • રૂપાળી કુરૂપતા!

    અને આ જગતના  આ બધા વિવાદો અને બખેડાઓથી કંટાળેલા કોઈક ‘દિવ્ય જીવન છે જ નહીં – એ બધા કલ્પનાના ગુબ્બારાઓ છે. જે છે તે આ છે.’ એમ જોરશોરથી બરાડતા વાસ્તવવાદીઓ અને વિવેક પંથીઓ પણ ખરા જ તો! એમનો વળી જૂદો જ ચોકો.

      કોઈનેય  ક્યાં નવરાશ છે – એ દિવ્ય જીવન છે કે નહીં એની જાત ચકાસણી કરવા તસુ ભાર પણ એ પર્વતની ઉપર ચઢીને જાત અનુભવ લેવાનો?

     ખેર, આ છે સામ્પ્રત જીવનની એક ઝલક. આ એક પરિકલ્પના જરૂર છે. પણ માનવ સંસ્કૃતિની શરૂઆતથી શા માટે માણસને એ ઈડનના બગીચાનાં સ્વપ્નો સતાવે છે/ સતાવતાં જ રહેશે  – એ તરફ અંગુલિનિર્દેશ કરવાનો આ એક પ્રયાસ છે.

———–

 આ શ્રેણીનો છેલ્લો હપ્તો – ‘ઉપસંહાર’ અહીં …

19 responses to “બની આઝાદ – દિવ્ય અને સામ્પ્રત જીવન

  1. Atul Jani (Agantuk) માર્ચ 16, 2013 પર 1:04 એ એમ (am)

    મનુષ્યલોક રજોગુણ પ્રધાન લોક છે. અહીં રહેનારમાં આવું બધું હોવાનું. સમજ્યાં તેમણે જાતે બહાર નીકળવાનો પ્રયાસ આદર્યો. જ્ઞાન પ્રાપ્ત થયું તે ચૂપ થઈ ગયાં અથવા તો માત્ર યોગ્ય અને જીજ્ઞાસુઓને જ માર્ગદર્શન આપવામાં પ્રવૃત્ત થયાં. સત્ય જેમને લાધી ગયું હોય તેમને સત્ય સમજાવવાની કશી ઉતાવળ હોતી નથી કે નથી શીષ્યોના ટોળા ઉભા કરવાની અભીપ્સા. તેવા મહાપુરુષો નીજાનંદમાં રત રહે અને સાચા જીજ્ઞાસુ આવે તો તેને માર્ગદર્શન બતાવે.

    ગામઠી જ્ઞાનમાળાનો થોડો અંશ પ્રસ્તુત કરવાની રજા લઉ.

    સંસારે ગુરુના તોટા નથી, સઘળા જ્ઞાની હોતા નથી
    આપે પંગુ આપે અંધા, કેને બેસાડી લે જાય કંધા
    (૬૭)
    દોનું દિશાંધ ગુરુ શિષ્ય, ક્યાં જાવું કશું ન દીખ
    ધ્યેય પોતાનું ક્યાંથી જડે, સઘળા જઈ કુવામાં પડે
    (૬૮)
    ગુરુ તણા દાવે ગાજે, તેની પાસે ભુલે ન જાજે
    જ્યાં ગયે સરે ન કામ, જાવાનું ત્યાં ન લેવું નામ
    (૬૯)
    ગુરુ માને માલ મળશે, શિષ્ય માને કામ સરશે
    બંનેના ભાવ મેલા, પરસ્પરમાં ઠેલમ ઠેલા
    (૭૦)
    બનાવ્યું કાગજ કેરું નાવ, સૌને કહે અહીં તું આવ
    ભુલ્યો ભુલાને ભમાવે, બેઠાં સૌને સાથે ડુબાવે
    (૭૧)
    વ્યાસ થઈને વાતો કરે, પરિવાર તણું પેટ ભરે
    ગુરુ ગાદીએ ગરજે બહુ, જાણે બહેરા બેઠા સહુ
    (૭૨)
    ગળું તાણીને ગાજે બહુ, સારૂં સારૂં કહે સહુ
    સારૂં નરસું કાઈ ન જાણે, પોત પોતાને મતે તાણે
    (૭૩)
    કામ પોતાનું તેથી ન થાયે, ભલે જનમ કરોડ ગવાયે
    અધુરા અંતે અધીરા થાશે, જેવા તેવા જણાઈ જાશે
    (૭૪)
    હરિમાં જો હોશ હશે, તો સાચા સંત મળી જાશે
    પછી કાંઈ ન કહેવાનું રહેશે, થવાનું નીત થાતું રહેશે
    (૭૫)
    જાણ્યુ ન જાણ્યુ કહે ન કાંઈ, તેવા પાસે જાજે ત્યાંય
    તેના ચરણની સેવા કરજે, અવસર મળે પુછી લે જે
    (૭૬)

    ગામઠી જ્ઞાન માળા – સ્વામી ભજનપ્રકાશાનંદગિરિજી

  2. Sharad Shah માર્ચ 16, 2013 પર 2:13 એ એમ (am)

    પ્રિય અતુલભાઈ;
    પ્રેમ.
    ખુબ સુંદર વાત. ગામઠી જ્ઞાનમાળા અદ્ભુત છે. અખાની યાદ આવી ગઈ.
    શરીર સાથ આપતું હોય તો એકવાર મારા ગુરુને મળવાનુ ગોઠવજો. માધોપુર (ઘેડ) માં તેમનો આશ્રમ છે, જે “ઓશો આશ્રમ”થી ઓળખાય છે. સુરેશભાઈએ તેમના બ્લોગ “ગુજરાતી પ્રતિભા પરિચય” પર કેટલીક આશ્રમની ઝલક મુકી છે. માણી જોજો.
    અનેક જન્મોના કોઈ ડાબા હાથે કરેલાં પુણ્યો ઊગી નીકળે ત્યારે જ સતગુરુ મળે છે. બાકી તો જન્મે જન્મે ઠેબા ખાતા ખાતાં જીવ ભટકતો રહે છે.
    હું જુન મહિનાની ૨૦તારીખથી આ આશ્રમમાં રહેવા જવાનો છું (હરી ઈચ્છા શું છે તે ખબર નથી). શક્ય બને તો મારા ત્યાં ગયા પછી મુલાકાત લેશો. તમારું સ્વાગત કરતા આનંદ થશે.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ. (m) 9825847733

    • Atul Jani (Agantuk) માર્ચ 16, 2013 પર 3:28 એ એમ (am)

      શ્રી શરદભાઈ,

      સામાન્ય રીતે હું ગુરુ પુર્ણિમા પહેલાના છ-સાત દિવસ રાણાવાવ આશ્રમમાં જતો હોઉ છું. આ વખતે કદાચ ૧૬ થી ૨૨ જુલાઈ હું ત્યા હોઈશ. તે સમયની આસપાસ તમે ત્યાં હશો? રાણાવાવથી માધોપર (ઘેડ) ભાવનગર કરતાં વધારે નજીક થાય તો તે વખતે આપને તથા આપના ગુરુને મળવાનો સુ-અવસર પ્રાપ્ત થઈ શકે.

      વધારે વાતો આપણે atuljaniagantuk@gmail પર કરીએ તો?

      અતુલ

        • aataawaani જુલાઇ 4, 2013 પર 11:47 પી એમ(pm)

          પ્રિય શરદભાઈ આપ કેટલો સમય ત્યાં આશ્રમમાં રોકવાના છો . હું નવેમ્બેરમાં દેશમાં જવાનો છું તો કદાચ તમને મળું .

          • Sharad Shah ડિસેમ્બર 8, 2013 પર 7:14 એ એમ (am)

            પ્રિય આતાજી;
            પ્રેમ.
            તમારો પ્રતિભાવ આજે વાંચી રહ્યો છું. આપ નવેમ્બરમાં સૌરાષ્ટ્રની યાત્રા પર આવવાના હતાં તેવું જાણ્યું. આજે ડિસેમ્બરની ૮મી તારીખ છે હજી તમે ભારતમાં જ હોય અને મળી શકાય તેમ હોય તો મને ફોનથી જણાવશો. મારો ફોન નંબર છે, ૦૯૮૨૫૮૪૭૭૩૩. હું હાલ અમદાવાદમાં છું અને શુક્ર કે શનિવારે અહિંથી નીકળી માધોપુર જવાનો છું. આપનુ સ્વાગત છે. મળી શકાશે તો આનંદ થશે. અશોકભાઈ મોઢવાડિયાને મળવાનુ થાય તો તેમને સાથે લઈ આવજો.
            પ્રભુશ્રીના આશિષ.
            શરદ.

  3. Anila Patel માર્ચ 16, 2013 પર 1:23 પી એમ(pm)

    નાના નાના ડુંગરાઓ ના ઠેકી શકનારને માટે પર્વતોના પેલેપારની આટલી ગહન- અગમ્ય સમજ પ્રાપ્ત કરવી બહુ અઘરી બાબત છે. સમજાય તોયે વ્યક્ત કરવાનુ ગજુ ના હોય. અનુભૂતિ અને સર્જનતો આપ જેવાજ કરી શકે.

    • Sharad Shah માર્ચ 16, 2013 પર 11:51 પી એમ(pm)

      અનીલા મા;
      સંસારમાં ગતી-પ્રગતિ કરવી હોય તો જ્ઞાની હોવું કદાચ જરુરી હશે પણ અધ્યાત્મમાં કહો કે હરીના માર્ગ પર ચાલવા કોઈ જ્ઞાન કે ક્વોલીફીકેશન કે ડીગ્રીની જરુર નથી હોતી અત્યાર સુધીમાં જેટલા લોકો પહોંચ્યા છે તેમાના ૯૦% લોકો અભણ કે ઓછું ભણેલાં હતાં કદાચ ૧૦% લોકો જ વધુ ભણેલાં હતા. અભણ માણસનો અહંકાર નહિવત હોય છે જ્યારે ભણેલા અને પંડિતોનો અહંકાર ખુબ જ મજબુત હોય છે અને અધ્યાત્મ કાંઈ પામવાની પ્રક્રિયા નથી. આ ઓગળવાની પ્રક્રિયા છે. અહમના ઓગળવાની. જેટલો અહમ ઓછો તેટલો જલ્દી ઓગળે. એટલે બહુ ઊંચું ભણતર કે જ્ઞાન નથી તો એ જ ક્વોલીફીકેશન છે હરિના માર્ગ પર. અભાવ મહેસુસ કરવાને બદલે પરમાત્માનો આભાર માનજો કે તમારા માટે તેને વધુ સંભાવનાઓ સર્જી છે.
      પ્રભુશ્રીના આશિષ.
      શરદ.

  4. Pingback: | ગદ્યસુર

  5. Pingback: એ શક્ય છે | હાસ્ય દરબાર

  6. pushpa1959 જૂન 23, 2013 પર 5:57 એ એમ (am)

    guru thaki krutgya thai muj par, nhi to aa jivan impossible thi i m possible na smjat.

  7. Pingback: હુંશિયારીની કસોટી – અમેરિકા; જવાબ/ અવલોકન | સૂરસાધના

  8. Pingback: લુપ્ત થઈ રહેલી જીવન શૈલીઓ | સૂરસાધના

  9. pushpa1959 નવેમ્બર 25, 2013 પર 9:32 એ એમ (am)

    mara vahlao aa duniya che vividh jatini,bhat bhatni, dekhav alaga boli alag, badhana mananu khechan alaga, aa to koi janmoni punyayi hashe ane ema aa jivne ek kary sopavanu hashe tethi aa badhu dekhay che eni ichathi, nhito aapna badhanu e pan aa manav sarjit upkram jode bhega thavanu lakhyu hashe, te pan aajna yatrik smayma pan gamto vishay banine vhechan ane khechan hashe to j shakya bane, aa jive promish kareli gurudev ne hu mari anmol xano aa duniyane satya ane shantithi vhechish ane 100% try krish ke farithi satay kudratno dharma manavne janavani jigyasha jage to kharekhar aajiv ane ena jivanananu mahatav samjay, kash ishvar dvara aa jiv satya je (aapo aap udbhave che jo manas iche ane properly vidya prapt kre to pami shake, khare khar ragdvesh dur karishake che, ane janam marnana feramathi mukt thyi shake che. janam jara bhudhpo ane mrutyu badhuj dukh dayak che pan jiv hakikatma mox iche toj.

  10. Pingback: રાક્ષસી યંત્રો « વેબગુર્જરીવેબગુર્જરી

  11. Pingback: મન | સૂરસાધના

  12. સુરેશ ઓગસ્ટ 10, 2015 પર 6:49 એ એમ (am)

    શરદ ભાઈનો આ બાબત એક સરસ ઈમેલ …
    ————–
    આપણે સમજીએ છીએ તેવો કોઈ બુધ્ધપુરુષનો પાથ(માર્ગ) નથી હોતો જેનુ અનુસરણ
    કરી શકાય. જેમ પક્ષી આકાશમાં ઉડે અને યાત્રા કરે તેમ જ આ બુધ્ધપુરુષોએ પણ
    પોતાની યાત્રા કરેલ છે. કોઈ બંધાબંધાયેલા રસ્તા, કેડી, કે માર્ગ નથી
    હોતા. દરેક વ્યક્તિએ પોતાનો પાથ બનાવવો પડે છે. બુધ્ધપુરુષો તો બસ ઈશારા
    કરી શકે. બુધ્ધપુરુષો આપણા માટે આસ્વાસન છે, ભરોસો છે, સાબિતિ છે કે
    પહોંચી શકાય છે. તેઓ પહોંચ્યા ગંતવ્ય સુધી અને આપણને ફક્ત આહ્વાન કરે
    છે.એમનુ આહ્વાન આપણા માટે પ્રેરણા છે. આ પ્રેરણા આપને અને અન્ય વાંચકોને
    મળે એટલે હું તેમની વાતો મિત્રો સુધી પહોંચાડવા પ્રયત્ન કરું છું. પરંતુ
    મને લાગે છે હવે મારે આ બંધ કરી સ્વયંની યાત્રા પર ધ્યાન આપવાની વધારે
    જરુર છે. હવે એકાદ-બે વર્ષ સુધી વેકેશન. અત્યાર સુધી ઈન્ટરનેટના માધ્યમથી
    જુદા જુદા વિષયે મારી સમજ મુજબ કહેતો હતો તે બંધ કરીશ. મારી કોઈ વાતે
    આપના હૃદયને સ્પર્શ કર્યો હોય અને આ દિશામાં યાત્રા કરવાની પ્રેરણા મળી
    હોય તો મારી સાથે ઈમેઈલથી કે ફોનથી વાત કરી શકશો. મારા ગુરુને મળવાની
    ઈચ્છા જાગે તો અહીં સ્વાગત છે. બાકી જ્યાં છો ત્યાં રહીને યાત્રા કરી
    શકાય છે. બસ દરેક ક્ષણને હોશપૂર્વક જીવવા પ્રયત્ન કરશો અને
    પ્રામાણિકતાપૂર્વક મનમાં ઊઠતાં વિચારો, ભાવો અને તરંગોને જોતાં જજો. એક
    ભજનમાં કહ્યું છે કે,
    “જોતાં રે જોતાં અમને જડીયાં સાચા સાગરના મોતી રે.”
    બસ આમજ ભિતર જોતાં જોતાં એકદિ’ ગંતવ્ય સુધી પહોંચી જશો એની ખાત્રી રાખજો.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ.

  13. La Kant Thakkar ઓગસ્ટ 11, 2015 પર 1:47 એ એમ (am)

    La’ Kant Thakkar //11:50 AM (24 minutes ago)
    to Suresh, Sharad, Niravrave, Davda

    Dear ,શરદભાઈ , સુ.જા, + અધર્સ કંસરન્ડ,

    *Jay ho .* [La’Kant sends Greetings.
    Responds’INNER CALL’

    ​તમારી વાતો સહી,​નીચેના વાક્યો યથાર્થ જ !
    “​….​તેઓ પહોંચ્યા ગંતવ્ય સુધી અને આપણને ફક્ત આહ્વાન કરે​ ​છે.​ ​
    ​​એમનુ આહ્વાન આપણા માટે પ્રેરણા છે. આ પ્રેરણા આપને અને અન્ય વાંચકોને
    મળે એટલે હું તેમની વાતો મિત્રો સુધી પહોંચાડવા પ્રયત્ન કરું છું. પરંતુ
    મને લાગે છે હવે મારે આ બંધ કરી સ્વયંની યાત્રા પર ધ્યાન
    આપવાની વધારે​ ​જરુર છે​.​​ “​

    સુ​.જા.નું … આ પણ …જચી ગયું !
    ​”બહુ જ ગમી ગયું – અહીં મઢાવી દીધું ….​ આવાં મોતીઓએ જ આ ઊંઘતા જણને ચાલતો કર્યો છે. ખુબ ખુબ આભાર.”
    “​- Accept yourself as it is. DO NOT try to become something ​…”​
    [ see ધ ફન , આઈ ગોટ ,સેમ/સિમીલર રિસ્પોન્સ @ રમણ મહર્ષિ’સ
    પ્લેસ​ [મેડીટેશન] યાને કિ,- :-” બી વોટ યુ આર “​ ટુ એ સ્પેસિફિક ક્વેશ્ચન !
    ​[ જો કે, આ બધું ચર્ચવાનું ન હોય , પણ હમ-ખયાલ પ્રેમી જનો સાથે ‘શેર કરવા”માં હરકત નહીં!​ ]

    – La’ Kant / ​૧૧-૮-૧૫ [“Sharing enriches”!Just DO IT *Wishing U ALL the BEST foryour journey ahead [Cell 09320773606 / 09819083606skype lakant461 ]