સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચૂકેલો રસ્તો – એક અનુભવ

       મહેશ! આમ તો તમે  મોડા નથી. પત્ની સાથે ખરીદીનું કામ આટોપી તમારા પૌત્રને લેવા તમારે જવાનું છે. સમયની પાબંદી માટે કુટુમ્બ અને મિત્રમંડળમાં તમે મશહૂર છો; અને આજે પણ તમારી ગણતરી મુજબ તમે દસ મિનીટ વહેલા જ પહોંચી જવાના છો.

       પણ રસ્તામાં ચાલતા સમારકામના સબબે તમારો જાણીતો રસ્તો એક જગ્યાએ  બંધ થઈ ગયો છે. તમે બીજો રસ્તો પકડો છો; જેની પરથી તમે કદી મુસાફરી કરી નથી.  મોડી સાંજના અંધારામાં તમે દિશાભાન ચૂકી જાઓ છો. એક વળાંક લેવાને બદલે તમે ગાડી સીધી ચલાવે રાખો છો. અને પછી તો સાવ અજાણ્યા વિસ્તારો આવવા લાગે છે. કોઈક નવી જ ભોમકામાં તમે આવી ગયા હો; તેવી લાગણી તમને ઘેરી વળે છે.

      શ્રીમતિજીનો કકળાટ ચાલુ થઈ જાય છે. ” દર વખતે આવતું હતું ; તે ‘ક્રોગર'( એક દુકાનનું નામ) તો આવ્યું જ નહીં. આ તમને અજાણ્યા રસ્તાઓ પર ડાફરિયા મારવાનો શોખ ક્યારે જશે? કેટલી વાર કહ્યું કે, જીપીએસ સાથે રાખતા હો તો. પણ આ માણસ કોઈનું કહ્યું માને જ નહીં ને.”

     ભુતકાળમાં પણ આમ ઘણી વાર બનેલું છે. આજે પણ તમારો શ્વાસ ઝડપી બની જાય છે.વફાદાર કૂતરાની જેમ, તમારો શ્વાસ મનમાં ઘેરાયેલી ચિંતાઓની અભિવ્યક્તિ  કરી રહ્યો છે. તમારી પત્નીની ઉપર તમને દાઝ ચઢી જાય છે – ‘આ મુશ્કેલીના વખતમાં આવો સપોર્ટ?’

    પણ…

    અઢી વર્ષના અભ્યાસના પ્રતાપે, તમારા બદલાઈ ગયેલા શ્વાસની ગતિ તરફ તરત તમારું ધ્યાન જાય છે. તમે ઊંડો શ્વાસ ભરતાંકને સોહમ્ મંત્રોચ્ચાર શરૂ કરી દો છો. ચાર કે પાંચ જ શ્વાસ અને એની ગતિ સામાન્ય બની જાય છે. બધી તાણ, પોતાની અને પત્ની ઉપરની રીસ અને ચિંતા ગાયબ થઈ જાય છે.

  તમને યાદ આવે છે કે, તમે દક્ષિણ દિશામાં જઈ રહ્યા હતા; અને ભલે હવે સૂર્ય આથમી ગયો છે; પણ જમણી બાજુ વળાંક લીધાના હિસાબે તમારી કાર પશ્ચિમ તરફ જઈ રહી છે. હવે તમારે ડાબી બાજુનો કોઈક રસ્તો પકડવો જોઈએ. પણ ડાબી બાજુએ  તો રેલ્વે લાઈન આવેલી છે. બહુ દૂર એક ફાટક હોય , તેમ લાગે છે. પણ ત્યાં પહોંચતાં તો એ બહુ જ નાનો રસ્તો જણાય છે. ભુતકાળમાં તો તમે આવો ગમે તેવો રસ્તો પકડીને વધારે ને વધારે ભુલભુલામણીમાં ફસાઈ ચૂક્યા હતા; તે તમને યાદ આવી જાય છે.

    તમે ઝડપથી ઉકેલ મેળવવાના મોહમાં ફસાયા વિના વધારે પશ્ચિમ તરફ ધસતા રહો છો. પણ બીજું ફાટક તો ક્યાંય સુધી આવતું નથી. ખાસા આગળ જતાં, બે માઈલ દૂર તમારો જાણીતો એક્સપ્રેસ વે આવશે , તેવી સાઈન વંચાય છે. મોડા પડવાની ચિંતા કર્યા વિના તમે ત્યાં પહોંચી, સાચી દિશાના એક્ઝિટ પર ગાડી વાળો છો. એ રસ્તો તમને ફરી દક્ષિણાભિમુખ કરે છે.

   પણ એ રસ્તો તમારે લેવાના મૂળ રસ્તા કરતાં નાનો છે. ઠેકઠેકાણે સિગ્નલ લેમ્પ તમારી ચાલ ધીમી પાડે છે. તમને અટકવા મજબૂર કરે છે. શ્રીમતિજીના મગજનો પારો સતત વર્ધમાન છે. પણ હવે એનું ઉષ્ણતામાન તમારા શીતળ બનેલા દિમાગને તપાવી શકવામાં અસફળ નીવડે છે.!

    અને ફરીથી બીજો ડાબી બાજુનો વળાંક લઈ; તમે પૌત્રને પીક અપ કરવાની જગ્યા તરફ ગમન કરો છો. પહોંચવાના સમય કરતાં તમે પાંચ મિનિટ મોડા છિ; પણ ‘હવે શું  થશે?’ – એવી તમારી સ્વભાવગત ચિંતા પોઢી ચૂકી છે. ‘ જે થશે, તે થશે. આસમાન ટૂટી પડવાનું નથી.’ – એવી હૈયાધારણ તમે આત્મસાત્ કરી શક્યા છો.

    મહેશ! સતત ચાલી રહેલો ધીમો, ઊંડો  શ્વાસ અને અંદરથી પ્રગટી રહેલો ‘સોહમ્’નાદ આ કટોકટીની વેળાએ પણ, શાંતિકાળની એ જ સ્વસ્થતા અને રોમે રોમમાં દિવ્ય આનંદની અનુભૂતિ તમને કરાવી રહ્યો છે.

અવર્ણનીય
આનંદછતાં કેવો
અનભિવ્યક્ત?

[ એ અવલોકન યાદ આવી ગયું. અહીં ‘ક્લિક’ કરો.]

 

    આ ઘરને  ખાલી કરવાની વાત છે – તનાવ રહિત જીવન બનાવવાની વાત . 

છેવટે તમે આખરી મુકામ પર પહોંચી જાઓ છો. અને આ શું? પૌત્ર તો હજી નિશાળની અંદર જ છે. છેક પાંચેક મિનિટ પછી, તે બહાર આવે છે. એનો કાર્યક્રમ લંબાયો હતો.

‘બધું વ્યવસ્થિત હોય છે.’-
એ સંદેશ તમને યાદ આવી જાય છે.
અને સોહમ- રોમાંચ બમણો ! 

9 responses to “ચૂકેલો રસ્તો – એક અનુભવ

 1. Pingback: બની આઝાદ – ૐ કાર અને સોSહમ્ | ગદ્યસુર

 2. Vinod R. Patel માર્ચ 21, 2013 પર 11:12 એ એમ (am)

  ઘણીવાર આપણે કેટલીક કાલ્પનિક ચિંતાઓમાં રાત્રે બરાબર નિંદ્રા લેતા નથી હોતા પણ જ્યારે

  સવાર પડે ત્યારે એમાંનું કશું નથી બનતું હોતું અને બધું બરાબર હોય છે . કંઇક આવું જ તમારા આ

  અનુભવમાં પણ બને છે .બધી સ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહેવું એ જ એનો એક માત્ર ઉપાય .

 3. mdgandhi21 માર્ચ 21, 2013 પર 12:21 પી એમ(pm)

  બહુ સુંદર અવલોકન કર્યું છે. અને મનને શાંત રાખવાની પણ બહુ સરસ “દીશા” સમજાવી છે.

  મારે પણ ઘણી વાર આવું થતું હોય છે. કાંતો રસ્તો ભુલ્યો હોઉં અથવા જાણી જોઈને નવો રસ્તો લીધો હોય અને ભુલા પડી જવાય, પછી આપસુઝે અથવા ગાડીમાં મેપ રાખ્યો હોય તેમાં જોઈને આડાઅવળા જઈને પણ સીધો અને સાચો રસ્તો પકડી લઉં છું. પહેલા મારી જુની ગાડીમાં “Rear Mirror With Compas” હતો, પણ તે ગાડી કાઢીને પછી બીજી જુની “ટોયોટા” લીધી તેમાં નથી, તેથી દીશા જોવાની જે ટેવ પડી ગઈ છે, તેથી વગર “કંપાસે” બહુ તકલીફ પડે છે અને “ટોયોટા” ગાડીમાં નવો ફીટ કરાવવાના લગભગ ૪૫૦ ડોલર લાગે છે. હવે જીપીએસ વસાવવાનો વિચાર છે. પણ રસ્તો ભુલ્યા પછી પણ જો મન શાંત હોય તો આગળનો રસ્તો આપોઆપ સુઝે છે.

 4. Sharad Shah માર્ચ 22, 2013 પર 5:41 એ એમ (am)

  અબલા પુરુષ, હાય તેરી યહી કહાની;
  ચલાવે તું કાર,પણ તને ચલાવે રાની. (ઘરાળી.)

 5. Sharad Shah માર્ચ 22, 2013 પર 5:43 એ એમ (am)

  અબલા પુરુષ, હાય તેરી યહી કહાની;
  ચલાવે તું કાર,પણ તને ચલાવે રાની. (ઘરાળી.)

 6. readsetu માર્ચ 23, 2013 પર 4:44 એ એમ (am)

  *બધી લીંક લાઇનસર વાંચી લીધી… પ્રસન્નતા અનુભવું છું… કોઇ યાત્રામાં
  જોડાયા હોઇએ અને બીજા પણ એવા જ મળી જાય કંઇક એવો જ… વાંચતી રહીશ…*

  *લતા***

 7. Pingback: બની આઝાદ – મિત્રવાણી; લતા હિરાણી | ગદ્યસુર

 8. Pingback: બસની રાહ જોતાં – એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: