સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – મિત્રવાણી; લતા હિરાણી

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

        ‘ બની આઝાદ’ શ્રેણી દરમિયાન મળેલા પ્રતિભાવો ઉપરાંત ઈમેલ સંદેશાઓ પણ મળતા રહ્યા છે. એમાંથી જન્મેલો આ સંવાદ ‘આઝાદ બનવાનું’ વિચારી રહેલાઓને કામ લાગે એમ લાગ્યુ, આથી અહીં એ લેખ રૂપે પ્રસિદ્ધ કરવાનું મન થયું. એ અહીં પ્રસિદ્ધ કરવા માટે પરવાનગી આપવા બદલ લતાબેનનો ( અને પ્રજ્ઞાબેન વ્યાસનો) ખુબ  ખુબ આભાર…

—————–

લતાબેન

સુરેશદાદાની વાત સાથે સંપૂર્ણ સહમત છું કે

કોઈ પણ રીતે સાધના કરો – એ બરાબર જ હોય છે. માત્ર એટલું જ ધ્યાનમાં રહે કે…

   • કદી એને બહારથી પ્રમાણિત કરવાની લાલચમાં ન પડતા.એ સૂક્ષ્મ અહં જ છે.
   • જો અહંને એટલી ઘડી માટે પણ કોરાણે ન મૂકી શકાય, તો – એ સાધના જ નથી.

મારી વાતમાં બે મુદ્દા હતા જે મેં અલગ ન કર્યા એ મારી ભૂલ..

1. ધ્યાન 

        પહેલી વાત એ કે મને ‘ધ્યાન’ માટે જપ (માળા) પધ્ધતિ ખૂબ અનુકુળ આવે છે. એને હું ‘સાધના’ નથી કહી શકતી.. એ મારા માટે ઘણી ઊંચી વાત છે.. હા, જપમાં હું સારું ધ્યાનમાં રહી શકું છું અને એનું કારણ મને લાગે છે જે ‘મેં મારી પ્રાર્થના ઘડી છે.. સમજો એ મારી ઉપરવાળા સાથે વાતો છે..’ અને એ મેં કોઇની સાથે શેર નથી કરી…

2.બીજી વાત ‘ઊઘડતાં દ્વાર અંતરની’

            એની પ્રાર્થના મેં અગાઉ પણ રોજે રોજ મારા બ્લોગ પર મૂકી હતી. એ તો પ્રકાશિત થયેલું પુસ્તક છે. કોઇપણ વાંચી શકે. મને એમાં થોડા ફેરફાર સાથે મારા માટે વધુ અસરકારક લાગ્યું છે અને આ ફેરફાર મને એટલા માટે કરવાનું મન થયું છે કે એમ વાંચવાથી મારા મનમાં એક પ્રકારનું ‘કમિટમેન્ટ’ ઊભું થાય છે. અને એના રીપીટેશનથી એને  આચરણમાં મૂકવાની ધીમે ધીમે દિશા ખુલતી જાય છે… હું જાણું છું આ કામ લખું છું એટલું સહેલું નથી પણ એનો જરૂર અર્થ સરે છે એ અનુભવે કહું છું. મારે એ રસ ધરાવતા લોકો સાથે શેર કરવું છે.. મેં એ ટૂંકાવ્યું પણ છે… બસ આટલું જ…. આ ફેરફાર તમને કેવો લાગ્યો એ જાણવાની મને ચોક્કસ ઉત્કંઠા છે. તમારા અભિપ્રાય માટે હું અહીં બંને મુકીશ.

2 એપ્રિલ (મૂળ પાઠ) 

        દરેક બાબતને પોતાનો સમય હોય છે, પોતાની મોસમ હોય છે. એ ફક્ત તમારા જીવનને મારી દોરવણી હેઠળ ચાલવા દેવાનો પ્રશ્ન છે, જેથી અંદરના એક સ્પષ્ટ જ્ઞાન સાથે તમે યોગ્ય સમય ને યોગ્ય મોસમ જાણી શકો અને અંદરથી જે સ્ફૂરે છે તેને અનુસરીને પરમ વિશ્વાસ સાથે ઝડપથી ગતિ કરી શકો. તમે અંદરથી શાંત, સંઘર્ષરહિત હો, ત્યારે સમયનો કશો અર્થ રહેતો નથી. તમે જ્યારે વ્યથિત કે બેચેન હો છો ત્યારે જ તમને સમયનો બોજ લાગે છે અને એમ થાય છે કે જાણે દિવસ ક્યારેય પૂરો જ નહિ થાય.

        તમારા કામમાં તમને મજા આવતી હોય ત્યારે સમયને પાંખો આવે છે અને તમને એવી ઇચ્છા થાય છે કે દિવસના થોડા કલાક વધુ હોત તો કેવું સારું !! તમે જે કંઇ કામ હાથમાં લો તેને પૂરેપૂરું માણતાં શીખો. એના પ્રત્યે તમારું વલણ એકદમ સુયોગ્ય હોય એ મહત્વનું છે. તમે ઘણું વધારે સિદ્ધ કરી શક્શો અને એ પ્રેમથી થશે એટલે પૂર્ણ સુંદર રીતે થશે. તમારું લક્ષ્ય હંમેશાં પૂર્ણતાનું રાખો. તમે જ્યારે પ્રેમપૂર્વક કાંઇ કરો છો ત્યારે એ મારા માટે કરો છો.

2 એપ્રિલ (મારો બદલાવેલો અને ટૂંકાવેલો પાઠ)

         દરેક બાબતને પોતાનો સમય હોય છે, પોતાની મોસમ હોય છે. એ ફક્ત તારી દોરવણી હેઠળ મારા જીવનને ચાલવા દેવાનો પ્રશ્ન છે જેથી અંદરના સ્ફૂરણોને અનુસરી પરમ વિશ્વાસ સાથે ઝડપથી ગતિ કરી શકું. જ્યારે હું અંદરથી શાંત અને સંઘર્ષરહિત હોઉં ત્યારે સમયનો કશો અર્થ રહેતો નથી. જ્યારે કામમાં મજા આવતી હોય ત્યારે સમયને પાંખો આવે છે. જે કામ હાથમાં લઉં એ પૂરેપૂરું માણું. એના પ્રત્યેનું વલણ સુયોગ્ય હશે તો ઘણું વધારે સિદ્ધ થઇ શકશે અને પ્રેમથી થશે એટલે સુંદર રીતે થશે. લક્ષ્ય હંમેશા પૂર્ણતાનું રાખવાનું છે. પ્રેમપૂર્વક કરેલું દરેક કામ તારા માટે થાય છે.

સુરેશ

આપણી ચિત્ત વૃત્તિને જે માફક આવે તે જ આપણે માટે શ્રેષ્ઠ છે. દરેક વ્યક્તિ યુનિક હોય છે, એકને માટે અમૃત બીજાના માટે ઝેર પણ હોઈ શકે છે. આથી આ બાબત કોઈ સંશય રાખવાની જરૂર નથી.

 • રામદાસ સ્વામીની એક જ રીત હતી – માત્ર શ્રી રામ જય રામ જય જય રામ … અને તેઓ પણ સાક્ષાત્કાર કરી ચૂકેલા મહાત્મા હતા.
 • મીરાંબાઈ કે ગંગા સતી માત્ર ભજન ગાઈને એ સ્તરે પહોંચી ગયાં હતાં – કદાચ બહુ નાની ઉમ્મરે.
 • ‘ગોરજ’ – વડોદરા પાસે, સેવા ધામ શરૂ કરનાર વિધવા બાઈ એક બહુ જ ઉચ્ચ કક્ષાની સંત હતી.

રીત અગત્યની નથી – એની પાછળનો આપણો ભાવ અગત્યનો છે.

 • સામાન્ય જીવનમાં એના કારણે આપણો અહં ઓગળવા લાગ્યો હોય, એ એની કસોટી છે.
 • એ થોડી ક્ષણોનો શૂન્ય ભાવ વધતો જાય છે કે, નહીં – એ એની કસોટી છે. 

      બાકી અડધો કલાક કે ચાર કલાક, સાધના કરીએ અને બાકીના સમયમાં આપણા વિચાર/ વાણી / વર્તનમાં કાંઈ ફરક ન પડ્યો હોય; તો એ સાધના કે જપ કશા કામનાં નથી.જો કોઈના કડવાં વેણ આપણને શૂળની જેમ હજુ પણ ખૂંચતાં હોય, તો તે સાધના નકામી છે. જો કર્તા ભાવ, પ્રતિષ્ઠા મેળવવાનો ભાવ, બીજાને દુઃખ પહોંચાડી આપણો જ લાભ મેળવી લેવાનો ભાવ એમનો એમ હોય, જો કટોકટીની ક્ષણોમાં સમતા ન રાખી શકતા હોઈએ… તો એ સાધના નકામી છે.

      મારી વડાઈ કરવા નહીં, પણ આ વાતનું ઉદાહરણ આપવા- આ અનુભવ …

ચૂકેલો રસ્તો

    આમ તો આ વાત સાવ નજીવી લાગે; પણ મારા જીવનમાં એ બહુ જ મોટી ઘટના છે. પહેલાં આમ થતું નહોતું. આ સમતા બહુ જ ગંભીર બાબતોમાં પણ હવે આવવા લાગી છે – પણ એ જાહેર કરી શકું તેમ નથી.
Bani_Azad
     આ સાથે લગભગ તૈયાર થયેલી ઈ-બુક મોકલું છુ. બીજા અધ્યાત્મ ગ્રંથોથી એ જુદી છે અને એ  માટે જુદી છે  કે, એ એક સામાન્ય ( અને હજુ પણ સામાન્ય જ ) માણસની અંતર યાત્રાનું- બે ડગલાં પણ ચાલી શકાયાનું એમાં બયાન છે. કોઈને એ વાંચીને ચાલતા થવાનું , જાગૃત થવાનું મન થાય – અને આવા નાના મોટા ફાયદા મેળવે – એ જ એક માત્ર ભાવથી એ લખી છે.
 
————
તમે તો અમદાવાદમાં છો. આમને જરૂર મળજો.
 
      હું એમને મારી ગમતીલી શૈલીના વાર્તાકાર તરીકે મળવા ગયો હતો; અને એક સાવ ગળી ગયેલો માણસ ભેટી ગયો. દાદા ભગવાનના ઉપદેશને આ ખોજા સજ્જને બરાબર પચાવ્યો છે.

પ્રજ્ઞાબેન

અમારી સમજ તો ઘણી મર્યાદિત છે. સૌ પ્રથમ શુધ્ધતા માટે યમ નિયમનુ પાલન ..
અહીં તર્ક કરતા પ્રેમ કે તેનાંથી ઉચતર ભાવ-મહાભાવ હોય તો અહં ઓછો કરવામા સહાયરુપ છે
તર્કવાદીઓને સમજાવવા આ વાત કહેતા- કહીએ કે મગજનો તર્કનો ભાગ સેરેબ્રલ કોરટેક્ષ છોડી પ્રેમલાગણીનો લીંબીક સીસ્ટીમમાંથી પરમાનંદ માટે પીનીઅલ ગ્લેંડ માણો અથવા તો એન્ડોરફીન અને મેલેટોનીનનો રાસ રચો.

2 responses to “બની આઝાદ – મિત્રવાણી; લતા હિરાણી

 1. jagdish48 માર્ચ 24, 2013 પર 12:46 એ એમ (am)

  ‘ધ્યાન’ની વાત ઘણા કરે છે અને તેના ઘણા કોર્ષ પણ ચાલે છે, ચાલતા રહેશે.
  વર્ષો પહેલા મારે જૈન ‘બંધુ ત્રીપુટી’ (તિથલ, વલસાડ) માંના એક મુની સાથે ગોષ્ઠી થયેલી ત્યારે મેં મારી મુંઝવણ પુછેલી – બધા ધ્યાનની વાતો કરે છે પણ મને ક્યારેય આવી અનુભુતિ થઈ નથી, વિચારોના ટોળેટોળા આવ્યે જ રાખે છે. તેમણે સરસ જવાબ આપ્યો હતો – ધ્યાન એ સમાધી તરફનું સાતમું પગથીયું છે (યમ, નિયમ, આસન, પ્રણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ). તમે સીધા સાતમે પગથીયે કઈરીતે પહોંચી શકો ?
  હવે આ કદાચ અષ્ટાંગ યોગના સંદર્ભમાં હશે. શ્રી ગોએન્કાજીએ પણ એમની શિબિરમાં આ વાત દોહરાવી છે. અને એમ પણ સમજાવ્યું છે કે શિબિરના દશ દિવસની દિનચર્યા તમને બાકીના છ પગથીયા પાર કરાવે એ પ્રકારની છે અને તેથી તમે ધ્યાનમાં જઈ શકો. મને પણ દશ દિવસની શિબિરમાં એકાદ દિવસ એવો અનુભવ લાગ્યો કે દેહભાન ભુલાય ગયું. (પણ મેં હજુ તે અનુભવને ધ્યાન તરીકે સ્વીકાર્યું નથી, કદાચ ‘ભ્રાંતિ’ હશે.)
  સાચું શું ? ઇશ્વર જાણે !

 2. Sharad Shah માર્ચ 24, 2013 પર 5:18 એ એમ (am)

  Meditation Is a Jump

  You can never go beyond the mind if you go on using it. You have to take a jump, and meditation mean that jump. That’s why meditation is illogical, irrational. And it cannot be made logical; it cannot be reduced to reason. You have to experience it. If you experience, only then do you know. So try this: don’t think about it, try – try to be a witness to your own thoughts. Sit down, relaxed, close your eyes, let your thoughts run just like pictures run on a screen. See them, look at them, make them your objects. One thought arises: look at it deeply. don’t think about it, just look at it. If you begin to think about it then you are not a witness – you have fallen in a trap.

  There is a horn outside; a thought arises, some car is passing; or a dog barks, or something happens. Don’t think about it; just look at the thought. The thought has arisen, taken form. Now it is before you. Soon it will pass. Another thought will replace it. Go on looking at this thought process. Even for a single moment, if you are capable of looking at this thought process without thinking about it, you will have gained something in witnessing and you will have known something in witnessing. This is a taste, a different taste than thinking – totally different. But one has to experiment with it. Religion and science are poles apart, but in one thing they are similar and their emphasis is the same: science depends on experiment, and religion also. Only philosophy depends just on thinking. Religion and science both depend on experiment: science on objects, religion on subjectivity. Science depends on experimenting with other things than you, and religion depends on experimenting directly with you.

  It is difficult, because in science the experimenter is there, the experiment is there and the object to be experimented upon is there. There are three things: the object, the subject and the experiment. In religion you are all the three simultaneously. You are the experiment upon yourself. You are the subject and you are the object and you are the lab. Don’t go on thinking. Begin, start somewhere, to experiment. Then you will have a direct feeling of what thinking is and what witnessing is. And then you will come to know that you cannot do both simultaneously, just as you cannot run and sit simultaneously. If you run, then you cannot sit, then you are not sitting. And if you are sitting, then you cannot run. But sitting is not a function of the legs. Running is a function of legs. Rather, sitting is non-function of the legs. When the legs are functioning, then you are not sitting. Sitting is a non-function of the legs: running is the function. The same is with the mind: thinking is a function of the mind; witnessing is a non-function of the mind. When the mind is not functioning, you have the witnessing, then you have the awareness.

  Osho – from the book What is Meditation?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: