સુરેશ
તમે યોગ અને ધ્યાનની ક્રિયાઓને ઈસ્લામના સંદર્ભમાં શી રીતે મૂલવો છો ?
વલીભાઈ
ઈસ્લામના પેગંબર, હજ઼રત મહંમદે એક ‘હદિસ’ માં કહ્યું છે કે, ‘જ્ઞાન મેળવવા માટે ચીન જવું પડે, તો ત્યાં સુધી જઈને પણ તે મેળવજો કારણ કે, દરેક મુસ્લિમની ફરજ છે કે, જ્ઞાન પ્રાપ્ત મેળવવવું‘.આમ યોગની ક્રિયાનું જ્ઞાન કોઈ મુસ્લિમ લે, તો તેમાં કશું ગેરવ્યાજબી નથી.યોગ એ તો જીવનનું સત્ય ગોતી કાઢવા માટેની વ્યવસ્થિત, વૈજ્ઞાનિક, અને પ્રયોગ આધારિત પદ્ધતિ છે.એ કોઈ ધાર્મિક માન્યતા નથી.એ કોઈ ધર્મ સાથે સંકળાયેલ બાબત કે, એના પ્રચાર સાથે સંકળાયેલો પંથ નથી.એ તો મન અને શરીરને સ્વસ્થ રાખવા માટેની શારીરિક અને ચૈતસિક ક્રિયા છે.ઇસ્લામ તો બહુ જ ઉદારમતવાદી ધર્મ છે.યોગ તો વૈશ્વિક રીતે ઉપયોગી રીત છે.કોઈ પણ વ્યક્તિનો જે પણ ધર્મ કે ધાર્મિક માન્યતા હોય; તેનું યોગ્ય અને વધારે સારી રીતે પાલન કરવામાં એ તો સહાયભૂત થાય છે.‘યોગ’શબ્દનો અર્થ જ ‘જોડવું’ થાય છે- વ્યક્તિગત જીવંત તત્વનું વૈશ્વિક જીવંત તત્વ સાથે જોડાણ .
મુસ્લિમો દિવસમાં પાંચ વખત બંદગી કરતા હોય છે; એનો જુસ્સો પણ યોગ જેવો જ હોય છે.બન્ને રીતનું આત્યંતિક ધ્યેય તો એક જ છે.અમૂકને બાદ કરતાં, ઘણા મુસ્લિમ દેશોએ ‘યોગપદ્ધતિ’ને માન્યતા આપી છે.યોગ એ તો એક વિજ્ઞાન છે- માન્યતા નહીં.તમે નાસ્તિક છો કે, ધાર્મિક એની સાથે ‘યોગ’ને કશી લેવા-દેવા નથી. ટૂંકમાં કહીએ તો, મન અને શરીરને સ્વસ્થ રાખવા વપરાતો હોય કે ઈશ્વરીય તત્વ વિશે વિચારવા પ્રેરતો હોય તો,‘યોગ’ ઉપર ઈસ્લામમાં કોઈ મનાઈ નથી.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, કાણોદરની અમારી જમાતના બંધારણમાં અમે યોગને માન્યતા આપી છે; અને ઈસ્લામની કોઈ પણ શરિયતનો ભંગ થાય છે -એવા કોઈ પણ ભય વિના, એની પ્રેક્ટિસ કરવા ઉપર ભાર મૂકેલો છે.અમારા આયાતુલ્લાઓ( ધાર્મિક ગુરૂઓ)ની પણ આ બાબત સંમતિ મેળવવામાં આવેલી છે.
Like this:
Like Loading...
Related
વલીભાઇએ “યોગ: કર્મસુ કૌશલમ | ટૂકમા પણ સરસ સમજાવ્યુ. વિદ્યા અને જ્ઞાન પર તો સર્વનો અધિકાર છે. એને કોઇ દેશકાળ પૂરતો સીમિત ના બનાવી શકાય.
અનિલાબેનની વા્ત સાથે હું સમત છું. યોગ એટલે કર્મમાં કુશળતા. કોઈ પણ કામ તન્મય થઈને કરવું એ જ યોગ (જોડાવું) છે. તે સિવાય કામ જ બરાબર ન થાય શ્રી વલીભાઇએ બહુ સારી રીતે આ સ્પષ્ટ કર્યું છે.
દિલ્હીમાં અમારા એક મુસ્લિમ મિત્ર પંદર વર્ષથી યોગ કરે છે. યોગના ક્લાસ શરૂ થયા ત્યારે ત્રીસેક જણ હતા, ધીમે ધીમે વીસ અને પછી દસ, પાંચ અને છેવટે બે જણ રહ્યા છે, તેમાં એક તો અમારા આ મિત્ર છે!
કડવું સત્ય એ છે કે આપણે બધા આ જ રીતે એક બીજાનો અહમ પોષતા હોઈએ છીએ અને આપણને ખબર નથી પડતી કે આપણે શું કરીએ છીએ. આપણા સંવાદો બે લેબલોની વચ્ચેના સંવાદ હોય છે. કોઈએ યોગમાં ઉતરવું નથી અને વગર ઉત્ર્યે અભિપ્રાય દેવો છે.ફક્ત પોતાની માન્યતાના સમર્થન માટે.
અહીં વળતો પ્રશ્ન પુછાયો હોય કે, “તમે નમાજની ક્રિયાઓને હિન્દુના સંદર્ભમાં શી રીતે મૂલવો છો ?” તો જવાબ શું હોય તે વિચારી જુઓ અને તે અંગે ચિંતન કરી જુઓ એટલે હું જે કહું છું તે સમજાશે. સમજાશે કે આ લેબલોએ શુધ્ધ રીતે વિચારવાની આપણી ક્ષમતા છીનવી લીધી છે. આપણે રોબોટથી અધિક કાંઈ નથી.
મને ખબર છે કે હું દુખતી રગ દબાવું છું અને મારે બધાની ગાળો ખાવાની છે. પણ શું કરું? ગાઢ નિંદ્રામાંથી જાગવા શોક જરુરી છે. તમારી બધાની ગાળૉ સ્વિકાર્ય છે. હજારો ગાળો ખાધા પછી, એકાદ વિરલાને પણ મારી વાત સમજાશે તો આ ગાળો મને મંજુર છે. બાકી વાહ વાહ વલીભાઈ કે વાહ વાહ સુરેશભાઈ પણ કહી શકું છું પણ એ અહિતકારી છે.
મને લાગ્યું કે હજી થોડી વધુ સ્પષ્ટતાની જરુર છે.
અહીં મારો કહેવાનો મતલબ એવો નથી કે આપણે અહમ પોષણ કે એકબીજાને સારું લાગે તેમ ન બોલવું જોઈએ. જો એમ ન કરીએ તો આ રોગીઓની દુનિયામાં (સંસારમાં) રહેવું કે જીવવું જ મુશ્કેલ બની જાય. વહેવારના જગતમાં આમ કરીએ તેમા કશું ખોટું નથી.
પણ જેને અધ્યાત્મની યાત્રા કરવાની છે તેને સતત એ બોધ રહેવો જોઈએ કે આ જે હું કરું છું કે કહું છું તે એક નાટક માત્ર છે. આ નાટક કર્યાનો બોધ રહે તો આપણી વૃર્ત્તિઓ પરત્વે આપણી જાગૃતિ આવશે અને તેમાં પરિવર્તન શરુ થશે. જ્યાં સુધી વૃત્તિઓ બદલાતી નથી ત્યાં સુધી અધ્યાત્મની યાત્રા શરુ જ નથી થતી.
મારા ગુરુ કહેતા,” પ્રવૃત્તિઓ ગમે તેટલી બદલો, પણ જ્યાં સુધી વૃત્તિઓ બદલાતી નથી ત્યાં સુધી અંતરયાત્રા સંભવ જ નથી.”
પરંતુ મોટેભાગે આપણે પ્રવૃત્તિઓ બદલવામાં હોંશિયાર હોઈએ છીએ. વિપશ્યનામાં કાંઈ શક્કરવાળ ન વળ્યો તો હવે પ્રાણાયામ કરો. પ્રાણાયામથી થાક્યા હવે સોહમ સોહમ કરો. થોડા દિ કર્યા પછી સોહમ પણ બેકાર લાગે એટલે હવે નાદબ્રહ્મ કરો. બસ આમને આમ પ્રવૃત્તિઓ બદલ્યા કરીએ અને વર્ષો પછી ખબર પડે કે અરે મેં તો આટઆટલું કર્યું અને હું તો એવો ને એવો જ રહ્યો. અસલ વાત છે વૃત્તિઓ બદલવાની તે દરેક સાધકે સમજવું જોઈએ અને તો જ સાધનામાં આગળ જવાય છે નહીં તો કોલ્હુના બેલની માફક ગોળ ગોળ ફર્યા કરીએ છીએ.
આ પુસ્તક સાધકો માટે છે એટલે કડવી વાત પણ કહું છું
સંકુચિતતાના બંધનથી માનવીની અપાર ક્ષમતા વેડફાઈને તૂટતી જાય છે..પછી એકબીજાની સારી વસ્તુનું મહત્ત્વ એળે જાય.સમજાય એવી વાતોને પણ અંતિમવાદી વિચારોના પહાડ જેવા વિકટો ઓળંગવા
કેટલા દુષ્કર છે..એના અહેવાલો આ વિજ્ઞાન યુગમાં પણ સામે ક્યાં નથી આવતા? સોચ બદલાશે તો સૌનું ભલું થશે.. અને શ્રી શરદભાઈની વાત ગળે મીઠી બની ઉતરી જશે, જે કડવી છે, અત્યારના સંદર્ભે.
શ્રી વલિભાઈ જેવા થોડાક રાહબર બધેથી ડોકાય એવી લાગણી સાથે , આ સ્તુત્ય પ્રયાસને સમજ્યો.
રમેશ પટેલ(આકાશદીપ)