સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કઠિયારો અને જીન – એક પડઘો

સાભાર – શ્રી. રાજુ પટેલ

સૌથી પહેલાં રાજુભાઈનો આભાર …

‘બની આઝાદ’ના મર્મને આટલી સરસ રીતે પડઘાવવા માટે…

રાજુભાઈનો બ્લોગ ‘ચોપડાંપૂજન’ આ રહ્યો …

CP

એક કઠિયારાને  સંયોગથી એક જીન મળ્યો…કહે હું તારો ગુલામ છું—હુકમ કર… શું સેવા કરું…?

કઠિયારા ને તો મઝા પડી ગઈ…જીન ને કહે- એવું હોય તો કાપી નાખ મારા ભાગના લાકડા…
જીને કાપી નાખ્યાં…
કઠિયારો કહે- વેચી આવીશ..?
જીન લાકડા વેચી આવ્યો…
કઠિયારો કહે – કંઇ ખાવાનું લઇ આવ…
આ થોડાક વર્ષો પહેલાં બન્યું હતું….છેલ્લા સમાચાર છે કે આજે પણ રોજ જીન લાકડા કાપે છે-કઠિયારાના ભાગના…અને બન્ને એ આવક થી રોટલા ખાય છે…
આટ- આટલા વર્ષોમાં કઠિયારાને હજી સુઝ્યું નથી કે આ જીનની મદદથી એ અઘરી/ઝડપી/અમર્યાદિત સેવા ઓ લઈ કઠિયારામાંથી રાજા બની શકે…
——————-
હા સાહેબ- આ આપણી—તમારી અને મારી વાત છે… નેટીઝન તો બની ગયા છીએ પણ આ અમાપ તાકાતનો આપણે કેટલો લાભ ઉઠાવીએ છીએ…?
કેટલા ઇ-સામાયિક, ઇ-પુસ્તક આપણી પાસે છે..? ચોક્કસ આંકડો..? ચોક્કસ માહિતી…?
સંપર્ક વ્યવસ્થા/ કળા/સાહિત્ય – આ ક્ષેત્રે નેટકૃપાથી ચમત્કારો થઇ શકે…પણ-
ખેર. આપણી ભાષાના સીનિયર બ્લોગર સુરેશભાઈ ગુજરાતી પ્રતિભા પરિચય નામનો સુંદર માહિતીબ્લોગ વર્ષોથી ચલાવે છે જ ઉપરાંત ‘ગદ્યસૂર’ નામનો એમનો વ્યક્તિગત રચનાત્મક/ચિંતનાત્મકઅભિવ્યક્તિનો પણ બ્લોગ છે.
અને હવે એ લઇ આવ્યાં છે એક ઇ-પુસતક : બની આઝાદ.
પ્રસ્તુત છે આ પુસ્તક વિષે થોડી વાત.
———
         ‘બની આઝાદ’ માટે આનાથી વધારે સારું ઉદાહરણ કદાચ ન હોઈ શકે. એ જીન એ આપણું  મન છે; અને એ કઠિયારો આપણે છીએ. ફરક એટલો કે, જીન કઠિયારાનો કહ્યાગરો સેવક હતો. આપણો જીન તો આપણો સ્વામી બની ગયો છે; અને એના કહેવા પ્રમાણે આપણે નાચીએ છીએ, રડીએ છીએ.
       રોટલા તો શું પુરણપોળી મળે તોય ખુશ થતા નથી!
       એ જીનની પાસેથી ૧૦૦ % કામ લેવાનું ગનાન એટલે…

‘બની આઝાદ’

ફરીથી પુનરાવર્તન …

One response to “કઠિયારો અને જીન – એક પડઘો

 1. Qasim Abbas એપ્રિલ 19, 2013 પર 2:18 પી એમ(pm)

  “કઠીયારા અને જીન” ની કાલ્પનિક કથાઓ કેવળ હિંદુ ધર્મ સુધી મર્યાદિત નથી, પરંતુ ઇસ્લામ ધર્મમાં પણ રુઢિચુસ્તોએ આવી કાલ્પનિક કથાઓના પુસ્તકોના ઢગલા ખડકી રાખ્યા છે, અને અંધશ્રધ્ધાળુઓ આવી કપોળ અને કાલ્પનિક કથાઓને ઇસ્લામ ધર્મનો એક ભાગ માની લે છે.

  જુઓ આ સાથેના attachment માં આવી કાલ્પનિક કથાઓના ૪ દાખલાઓ:

  જીનોનો રાજા
  કાળો વિંછી
  રહસ્યમય ભિખારી
  સાપ જેવો જીન

  “આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા”

  કાસીમ અબ્બાસ
  ===================================================================

  Date: Fri, 19 Apr 2013 18:51:37 +0000
  To: qasimabbas15@hotmail.com

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: