સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હાદ શ્રેષ્ઠ – એક અવલોકન

      આમ તો આ ‘હાસ્ય દરબાર’ પરના સમાચાર છે.

‘ હાદ શ્રેષ્ઠ ‘ – લોક લાડીલો રાજકપુર

      એ સમાચારનું  અહીં પુનઃ પ્રસારણ કરવાનો કશો અર્થ નથી. હાદ પર રોજના ૧,૦૦૦ મુલાકાતીઓ પધારે જ છે !

       પણ આ એક જરૂર અવલોકનીય બાબત છે !

        કદાચ હજારેક ગુજરાતી બ્લોગ હશે – અમુક તો બહુ જ ઉચ્ચ કક્ષાના અને ખમતીધર સાહિત્યકારો કે સાહિત્ય રસિકો, સંશોધકો, અભ્યાસુ જણ વડે ચલાવતા પણ ખરા. આધારભૂત માહિતી આપતા પણ અમૂક બ્લોગ અને વેબ સાઈટો છે જ.

       પણ રોજના આટલા બધા મુલાકાતીઓને આકર્ષતા બ્લોગ/ વેબ સાઈટોનું લિસ્ટ બનાવો ; તો એમાં એ પ્રથમ કક્ષાની સામગ્રી વાળા કદાચ બહુ ઓછા મળશે. રોજના ૫૦૦ -૬૦૦ મુલાકાતીઓ તો સામાન્ય માણસોની રૂચિ વાળા જ હોવાના – હાસ્ય, સુગમ સંગીત વિ. અંગેના.

      અને એમાંય આ એક માત્ર સામગ્રી ઊડીને આંખે વળગે તેવી છે. ગુજરાતી નેટ જગતમાં હિન્દી ફિલ્મોનો સદાબહાર, ચમકતો અને દમકતો સીતારો. અત્યાર સુધીમાં કુલ ૫૫,૧૨૨ મુલાકાતીઓ અને ૭૫ પ્રતિભાવો !

લોકલાડીલો રાજકપુર

      કદાચ અમૂક બ્લોગોને તો આખા વર્ષ અથવા વર્ષોમાંય આ એક જ પોસ્ટને દોઢ જ વર્ષમાં મળ્યા એટલા  મુલાકાતીઓ મળતા નહીં હોય. કેટકેટલી મહેનત એ બ્લોગરોએ કરી હશે – પોતાના વિચારો પ્રદર્શિત કરવા? અને આ એક જ પોસ્ટ બનાવતાં આ જણને ૧૦ મિનીટથી વધારે સમય લાગ્યો ન હતો! અને એમાં કશું મૌલિક તો ન જ હતું!

    શું ફલિત થાય છે- આ પરથી?

 1. ફિલ્મ એ બહુ જ શક્તિશાળી અને લોકમાનસ પર ગજબની પકડ ધરાવતું માધ્યમ છે, એ?
 2. સામાન્ય માણસના જીવનને સ્પર્શતી, એની વ્યથાઓને, આશાઓને, આદર્શોને વાચા આપતા એ લોક્લાડીલા અદાકાર અને દિગ્દર્શક માટેની બેમિસાલ લોક ચાહના?
 3. ઝૂમી ઊઠીએ એવા સંગીત અને ગીતોની સદાબહાર અસર?
 4. જેને કોઈ સીમા, ભાષા, જાતિ, સમાજની મર્યાદાઓ નડતી નથી – એવા શ્રેષ્ઠ સર્જનોની કમાલ?
 5. સામા – સામાન્ય માણસની સામાન્ય જરૂરિયાતો અને એ માટેની સૂઝ?

જે હોય તે…

એ મહાન કલાકરને અવલોકની સલામ …

Advertisements

2 responses to “હાદ શ્રેષ્ઠ – એક અવલોકન

 1. mdgandhi21 એપ્રિલ 20, 2013 પર 7:51 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ,,
  તમારા ઈમેલ બધા મલે છે, પણ બધાજ જંક મેલ “JUNK MAIL” માં આવે છે, કારણકે દરેક વખતે તમે અલગ અલગ “comment-reply@wordpress.com” થી મોકલાવો છો, તો જંક મેલને બદલે રેગ્યુલર મેલમાં “INBOX” માં આવે તેવું કરો તો વધારે સારું.

  લી.મનસુખલાલ ગાંધી.mdgandhi21@hotmail.com

  Date: Sat, 20 Apr 2013 21:06:38 +0000
  To: mdgandhi21@hotmail.com

 2. aataawaani એપ્રિલ 21, 2013 પર 12:12 એ એમ (am)

  રાજકપૂર જેટલી પ્રસિદ્ધી બીજા કોઈ એક્તરને મળી હોય એવું મને નથી લાગતું

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: