સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સરસ્વતી વંદના – પી.કે.દાવડા

(મંદાક્રન્તા)

નથી ચુંટ્યા ફૂલો વન વન જઈને જીવનમા,

નથી    ક્રીડા કીધી ફરફર થતી તુજ લટથી ,

નથી બેઠા ક્યારે ઝરણ સમીપે  હાથ પકડી,

નથી ગાયા  ગીતો મધુર સ્વરમા પ્રણયના,

નથી ક્યારે બેઠા મધુર ઝરતી ચાંદની મહીં,

નથી નાચ્યો મોરો થનગન કરીને મન મહીં,

છતાં શાને આવે સરળ શબદો મુજ કવનમા,

મને લાગે છે કે સરસ્વતી વહે મુજ જીવનમા.

પી.કે.દાવડા

(સરસ્વતી નદીનો પ્રવાહ ભૂગર્ભમા છે.)

Advertisements

One response to “સરસ્વતી વંદના – પી.કે.દાવડા

 1. La' Kant મે 25, 2013 પર 12:21 એ એમ (am)

  “(સરસ્વતી નદીનો પ્રવાહ ભૂગર્ભમા છે.)”
  એટલે તો અહિંયા ભટકાયા જી! પણ, કર્યો છે પ્રેમ ખુદને ખૂબ અને પ્રેમાલાપ કરતા રહ્યા ..
  પ્યારાઓની સંગ ….સાચું ને/દાવડાજી ?

  અમે તો બે-છંદ !

  [ તમે એક રવ બનીને આવ્યા , એક અટકળ બનીને આવ્યા
  મંજૂલ સ્વર વ્યાપી ગયો,રણઝણ રોમેરોમ બનીને આવ્યા,
  અંગે-અંગ વિસ્તર્યા અનંત તરંગ,વીજ શી હલચલ અભંગ
  પ્રસરી ગયા, એક ઝાટકે, અચાનક તૂટી ગયા બધ્ધા બંધ॰
  મુજ અસ્તિત્વ આંખું હચમચી ગયું, જે હતું અકબંધ
  ભીતરનું મૂળ તત્વ જાણે છટકી ગયું, થયું અંગ-ભંગ!
  ખુશી-આનંદ પુલકભાવો ઉછળ્યા દોમ-દોમ અનંત
  સ્વર્ગની જાણે કરે મન-તન-ઝેહન સહલ આ-તરંગ! ]

  ————————————————————
  .- વાત જુદી છે!
  સામે ઊભેલા જીવતા જગતની વાત જુદી છે,
  ભીતરના સ્વના સમીકરણોની વાત જુદી છે,
  વિપરીત ઘણુંયે જીવ્યા પછીની વાત જુદી છે,
  અલખને ઓટલે બેઠેલા નિર્લેપની જાત જુદી છે,
  પામી,જાણી,જાગી ગયેલાઓની જમાત જુદી છે,
  નિર-વૃતિની,કેળવેલી નિવૃતિની વાત જુદી છે।
  ————————————————————-
  -લા’કાન્ત / ૨૫-૫-૧૩

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: