‘મોંઘવારી કેટલી બધી ગઈ છે?’
આ મોંકાણના સમાચાર આજના નથી! આ લખનાર જણ નાનો હતો અને ચાર આને શેર દૂધ મળતું હતું; ત્યારે એના બાપુજીની આ હૈયાવરાળ હતી! આજથી સો વર્ષ પહેલાંનો સંવાદ પણ જો રેકર્ડ થયો હોય; તો એ ઘૈડિયાઓ પણ આમ જ બોલતા સંભળાયા હોત.
હમ્મેશ વીતેલા જમાનાની સોંઘવારી કદી આપણો પીછો છોડવાની નહીં.
‘ ઓપિનિયન’ પર શ્રી. વિમેશ પંડ્યાનો લેખ – ‘ખર્ચો અને જીવન– એક કળા‘ વાંચતાં આ વાત જચી ગઈ. ( એ લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.
એ લેખમાંથી એક ટાંચણ…
ઓહ …. !!! કેટલા બધા નુસખા. નાની નાની વાતો જેને તમારા મિત્રો કંજૂસાઈનું નામ આપી શકે છે, પણ દોસ્ત, આ હકીકતે જીવન જીવવાની કળા છે.
ઉપરના ઉદાહરણને જમાના સાથે સરખાવું, તો એક સરકારી નિવૃત્ત અધિકારીને કશું કામ કર્યા વગર, મહિને સાડા નવ હજારથી લઈને સાડા ચૌદ હજાર જેટલી માતબર રકમ મળે છે, જે માત્ર એ વડીલને એમની અને એમની પત્ની પાછળ જ ખર્ચ કરવાની હોવા છતાં ઓછી પડે છે, જ્યારે એક યુવાન પોતાના ઘરથી પાંચસો, હજાર કે બે હજાર કિલોમિટર દૂર રહે છે. આખો દિવસ કામ, ધંધો અને મજૂરી કરે છે અને મહિને સાડા પાંચથી છ હજાર જેટલું કમાઈ લે છે. અને એમાંથી પોતાનું, પત્ની અને બે બાળકોનું ગુજરાન ચલાવ્યા પછી પણ, ગામડે મા-બાપને ગુજારા માટે કાંઈક મોકલે છે!!!! એ પણ ભાડાના ઘરમાં રહીને … !!!
આપણે આકાશને આંબી ગયેલી મોંઘવારીની ભલે ટીકાઓ કર્યે રાખીએ; પણ વધેલી આવક અને અનેક ગણી, અમર્યાદિત રીતે વધી ગયેલી જરૂરિયાતો, સગવડો અને લક્ઝરી વિશે પણ ચપટિક વિચારીએ તો?

અને આ લખતાં લખતાં જ ‘ સાબુ પર સાબુ’ યાદ આવી ગયો! ( અહીં એ મહાન ચિંતન (!) વાંચો.)
Like this:
Like Loading...
Related
આપના ઘરડાઓ હમ્મેશાં કહેતા હોય છે કે અમારા જમાનામાં તો …….
મુરબ્બીઓ જમાનો બદલાય એમ માણસોની જરૂરીઆતો અને બધું બદલાતું હોય છે ,
આવક પણ . એમ કરતા કરતા જૂની પેઢી વિદાય લે અને નવી પેઢી ચાલ્યા કરે .
સરસ લેખ માણ્યો .
very well said, ફક્ત મોંઘવારી જ નથી વધી આપડી જરૂરિયાતો પણ વધી છે .
મોંઘવારી એ સમય નું ચક્ર છે. વધતી જરૂરીયાતો -કહોકે વિકાસ-વારંવાર તેના રંગરૂપમાં બદલાવ લાવ્યા કરે છે…
લેખ સરસ રહ્યો…