સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વલયો – એક અવલોકન

‘હોબી વિશ્વ’ પર એક નવો વિભાગ આજે શરૂ કર્યો – ‘વલયો’  

       આ ટિપ્પણી સાથે…

એક બિંદુ જુદી જુદી રીતે ગતિ કરે;
તો કેવાં જાતજાતનાં વલયો સર્જી શકે છે –
તે આ વિભાગના લેખોમાં જુઓ
અને એની મજા માણો.

       અને આ રહ્યું એવું એક વલય – ‘ સાયક્લોઇડ’

        અને હવે અવલોકન વલય !

      એક નાનકડું અમથું બિંદુ; ગણિતની પરિભાષામાં જેનું કોઈ અસ્તિત્વ હોઈ જ ન શકે. કોઈ લંબાઈ નહીં કે નહીં કોઈ પહોળાઈ કે જાડાઈ કે ઊંડાઈ.

પણ એ કોઈક નિયમ અનુસાર ગતિ કરવા લાગે તો કેવી આકૃતિ સર્જી શકે છે – એનો આ એક નમૂનો છે.

x= a( t-sint)

y= a( 1-cost)

         આ તો ગણિતની ભાષામાં વાત થઈ; પણ સામાન્ય માણસની નજરે ચઢી જાય તે રીતે કહીએ તો. સાયકલની રીમ ઉપર એક ફુમતું બાંધી દીધું હોય તો રસ્તા પરના માણસને ઉપર બતાવેલી આકૃતિ નજરે પડે.

      એક જીવ – એ પણ અમાપ હદો સુધી વિસ્તરેલા બ્રહ્માંડની સરખામણીમાં આવું એક બિંદુ જેવડો જ.

      પણ એ કોઈક અનુશાસનથી જીવન ગુજારે તો?

      એ બ્રહ્માંડના રહસ્યોને પણ આત્મસાત્ કરી શકે- એવી એનામાં ગુંજાઈશ છે.

એ અનુશાસન એટલે?  

જીવન જીવવાની કળા

‘બની આઝાદ’

( એ કળા જાણવાની શરૂઆત અહીંથી કરો.)

Advertisements

4 responses to “વલયો – એક અવલોકન

  1. Anila Patel જૂન 1, 2013 પર 11:09 એ એમ (am)

    સિન્ધુમા બિન્દુ અને રણમા કણ રહેલો છેજ .
    કોઇની કિમત ઓછી ના આકી શકાય.અણુમા વ્યાપક સ્વરુપે પરમાણુ અને પરમાત્મા. એજ પરમાત્મા ધારેતે સર્જન અને વિસર્જનની કલા કરી શકે.–મારી મતિ પ્રમાણે હો…..

  2. Vinod R. Patel જૂન 1, 2013 પર 11:33 એ એમ (am)

    જ્ઞાનનો દરિયો અમાપ છે . બિંદુમાં સિંધુ સમાયો .આપણી આ પૃથ્વી પણ એક મોટા ગોળ બિંદુ

    જેવી છે . શું જાણવું અને શું ભૂલવું એની અવઢવમાં આપણે હમ્મેશાં હોઈએ છીએ .જે જાણવાથી

    માંયલો રાજીના રેડ થઇ જાય એ સાચું જ્ઞાન .જ્ઞાનના વલયો આ બિંદુની જેમ હમ્મેશાં ફરતાં જ

    રહેવાનાં .

  3. Pingback: ટ્રોકોઇડ – એક અવલોકન | ગદ્યસુર

  4. nabhakashdeep જૂન 3, 2013 પર 8:05 પી એમ(pm)

    આપણી આકાશ ગંગામાં આપણા સૂર્યની ગ્રહમાળા ફક્ત ૩૦૦૦ પ્રકાશ વર્ષની લંબાઈમાં , તેના માપમાં નાનકડી ભાસે છે…બિન્દુનું સ્વરુપ ભાઈ કેટલું ગણવું?

    રમેશ પટેલ(આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: