સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લીલી રેતીનો દેશ

રણમાં ઉગ્યો છોડ
પી જઈ તરસ આખી
વહાવે
લીલી રેતનો દરિયો

-શ્રીમતિ  રેખા સિંધલ

(  તેમના બ્લોગ  ‘ અક્ષયપાત્ર’  પર )

       રેખાબેને આ સુંદર કલ્પના ‘ રણછોડ’ માટે કરી છે પણ મને એ બહુ જ ગમી ગઈ; અને એ ઉપમા આપી દીધી આ વખતની ભારતયાત્રા પહેલાં નજર અંદાજ઼ કરેલા એક દેશ માટે.

    દુબાઈના એરપોર્ટ પર પગ મૂકતાં જ મારી પત્નીએ અને મિત્રોએ કરેલી એની પ્રશંસા યથાયોગ્ય લાગી. જોઈ લો અમેરિકાના કોઈ પણ એરપોર્ટને ટક્કર મારી દે તેવા એના એરપોર્ટનો આ નજ઼ારો… અને હજુ વધારે ભવ્ય નવું ટર્મિનલ તો જાન્યુઆરીમાં ખુલ્લું મુકાવાનું છે.

IMG_20121124_095203 IMG_20121124_095455
IMG_20121124_101402 IMG_20121124_101406 IMG_20121124_101415 IMG_20121124_101738 IMG_20121124_101744

મધરાતે તો એની આટલી જ ‘લીલાશ’ નજરે ચઢી હતી. પણ બીજા દિવસે વલીદાના જમાઈ નૌશાદ શાહુએ પ્રેમપૂર્વક ફરીને મને અના ખૂણે ખૂણાનું વિહંગાવલોકન કરાવ્યું.

દુબાઈના મોલમાં શ્રી. નૌશાદ શાહુ

દુબાઈના મોલમાં શ્રી. નૌશાદ શાહુ

IMG_3142

આ હતું…. એ દેશનું આજથી ૩૦ વર્ષ પહેલાંનું દૃષ્ય…

ગલ્ફના દેશોના કાળા સોના ‘પેટ્રોલિયમ’નું એક ટીપું પણ દુબાઈમાં નથી; કે નથી એક ટીપું વરસાદ પણ ત્યાં વરસતો. પણ જોઈ લો આ લીલોતરી…

અદભૂત ‘ વોટર મેનેજમેન્ટ’ની કમાલ…

IMG_3074 IMG_3104 IMG_3121

      ઝનૂની મનાતી આરબ જાતિના એક અદના શેખનાં સ્વપ્ન, લગન, ધર્મસહિષ્ણુતા, ચાણક્ય બુદ્ધિ , વેપારી કુશળતા અને વહીવટી સૂઝે આ ચમત્કાર સર્જી દીધો છે. માત્ર વેપાર અને પાવર જનરેશનને આનુશંગિક ડિસેલિનેશન ( દરિયાના ખારા પાણીને મીઠું કરવાની ટેક્નિક) ની આ બધી માયાજાળ છે.

આ રહી વિકી ઉપર ઢગલાબંધ માહિતી ….

અને આ રહી… મારા કેમેરાની આંખે ઝડપેલ વૈભવ….

સલામ દુબાઈના મહમ્મદ શેખને

અને ફેબ્રુઆરી- ૨૦૧૩ માં ખુલ્લો મુકાયેલો આ વિશ્વનો આ સૌથી મોટો ફૂલોનો બગીચો

( સાભાર – ડો. રાજેન્દ્ર ત્રિવેદી )

This slideshow requires JavaScript.

6 responses to “લીલી રેતીનો દેશ

 1. pragnaju જાન્યુઆરી 9, 2013 પર 8:46 એ એમ (am)

  કાવ્યોમા તો રણ …
  આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
  તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
  આજ વરસાદ નથી એમ ના કહેવાય,
  એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
  ર પા લાવ્યા
  રણમા ખીલ્યું પારિજાત નાટકમાં
  અમારી દિકરી યામિનીએ પારિજાત ખીલવ્યુ
  તો રેખાબેને તો
  વહાવે
  લીલી રેતનો દરિયો..અદભૂત કલ્પના કરી
  પણ
  આજે આના દર્શન કરી ધન્ય થયા !
  આવી જ ઇઝરાઇલની લીલોતરી પર …

 2. Anila Patel જાન્યુઆરી 9, 2013 પર 11:03 એ એમ (am)

  આપનુ દુબાઇ વર્ણન વાચવાની મજા આવી સાથે સાથે ફોટોગ્રાફ્સ જોઇને તો જાણે જાતેજ ત્યા પહોચી ગયા હોઇએ એવો ભાસ થયા વગર નથી રહેતો.

 3. Vinod R. Patel જાન્યુઆરી 9, 2013 પર 1:00 પી એમ(pm)

  પેટ્રો ડોલરની જોઈ લો આ કમાલ …. રણમાં પણ બાગ અને લીલોતરીનો પણ વૈભવ …..

  Money makes impossible into possible ….

 4. અક્ષયપાત્ર/Axaypatra જાન્યુઆરી 9, 2013 પર 1:59 પી એમ(pm)

  વાહ..ખુબ સરસ ફોટોગ્રાફ્સ… .મારી રચનાને બિરદાવવા બદલ પણ આભાર……

 5. સુરેશ એપ્રિલ 22, 2013 પર 7:39 એ એમ (am)

  Where does al lthe poop go in Dubai? Millions of people and no sewers, just holding tanks and “poop” trucks.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: