સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નામ બદલી

આજથી … ‘કાવ્યસૂર’ ઘર બદલે છે; અને ‘ગદ્યસૂર’ નામ બદલે છે.

‘સૂર સાધના’

       ‘કાવ્યસૂર’ આ લખનારનો બીજો બ્લોગ હતો. તે વખતે કાવ્યો બહુ જ ગમતાં. પછી ગદ્ય પર ઝુકાવ વધ્યો. અને હવે સાધના પર વધારે જોર. હવે પછી શું થશે, તેની કોઈ ચિંતા નથી. બે ત્રણ મહિના પછી આ ઘર વ્યવસ્થિત થતાં ‘કાવ્યસૂર’ હમ્મેશ માટે બંધ થશે.

'કાવ્યસૂર' પર જવા આ ચિત્ર પર 'ક્લિક' કરો.

‘કાવ્યસૂર’ પર જવા આ ચિત્ર પર ‘ક્લિક’ કરો.

પરિવર્તન….પરિવર્તન….પરિવર્તન….

સતત બદલાવ. કશાનું બંધન નહીં.

Advertisements

10 responses to “નામ બદલી

 1. Vinod R. Patel જૂન 14, 2013 પર 10:47 એ એમ (am)

  બ્લોગ એ બ્લોગરનું માનસિક બાળક હોય છે . સૂર સાધના નામ ગમ્યું

  ઈશ્વરે ઘર બદલ્યું એવું એક ગુજરાતી નાટક હતું .

  સુરેશભાઈ, આપના ગદ્યસુર અને કાવ્ય સુર એમ બે બ્લોગના મિશ્રણથી જન્મ પામેલ

  સૂર સાધના બ્લોગના નવા ગૃહ પ્રવેશે આપને અનેક શુભેચ્છાઓ .

  આપની ચેતસિક સાધનાના સુરો આ બ્લોગના માધ્યમથી સાંભળવાનો ઇન્તજાર રહેશે .

 2. pragnaju જૂન 14, 2013 પર 11:24 એ એમ (am)

  અમારી દિકરીની ગઝલ યાદ આવી

  હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ

  પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
  સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?

  ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે
  મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?

  નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
  કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?

  મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
  અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

  જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
  ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?
  અને આ પણ એટલું જ સત્ય
  સવેળા પ્હોંચવું જો હોય મંઝીલે
  હજૂ પણ છે સમય, તોખાર બદલાવો

  • નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી,
   નથી કોઈ પણ માર્ગદર્શક અમારો.
   મુસીબત ઊઠાવી ફકત મોજ ખાતર,
   અમારી અદાથી સફર કોણ કરશે?
   – ‘શૂન્ય’ પાલનપુરી

 • nabhakashdeep જૂન 14, 2013 પર 6:50 પી એમ(pm)

  ભલે આથમે આ સૂરજ સંધ્યાએ

  ઉગશે મંગલા ઝળહળતો સવારે

  શ્રી સુરેશભાઈ …આપની અગાધ ઉડાણો માપવાની રીતો ગમે તે હોય , અમને તો મંઝીલ તમારી મળી છે…જે મજાની છે.

  એવું પણ બને ..પાછા કવિતામાં રમતા થઈ જઈએ..એજ સાચી થેરેપી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • chandravadan જૂન 14, 2013 પર 8:46 પી એમ(pm)

  “ગધસૂર”નું નામ ખુબ જ જાણીતું હતું,

  “કાવ્યસૂર”નું નામ પણ સાંભળ્યું હતું,

  હવે, આ બે નામો બ્લોગજગતે ના રહેશે,

  એમની જગાએ “સૂરસાધના” હશે !

  આ ખરેખર, “પરિવર્તન” થયું ?

  એવું પૂછી રહ્યો છું સૌને હું !

  સુરેશજી, બ્લોગ માલીક તમે છો,

  નામ બદલવું કે ના બદલવુંના હક્કદાર તમે છો,

  પણ….નામ જ બદલ્યું શા કારણે તમે ?

  “બે નામ” બદલે “એકનામ” કરવું છે તમે ?

  કે પછી, નવા બ્લોગે “નવી વિચારધારા ” હશે ?

  સુરજી, જરા એ વિષે કહી સમજાવશો મને ?

  જે કર્યું એ માટે “ચંદ્ર શુભેચ્છા” છે તમોને,

  “સુર પ્રકાશ” પ્રગટતો રહે બ્લોગ જગતે,

  બને “સૂરસાધના”પ્રિય આ બ્લોગ જગતે !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  “Abhinandan”and “Happy Bloging Days” for the Future !

 • chaman જૂન 14, 2013 પર 10:14 પી એમ(pm)

  મારું તો મગજ કામ કરતું બંધ થઇ ગયું. થોડી બદામો ખાઇ પાછો આવીશ આ બધુ સમજવા.
  લો ત્યારે, રામ રામ.
  ‘ચમન’

 • Pingback: સૂર સાધના પર સ્વાગત | સૂરસાધના

 • aataawaani જૂન 16, 2013 પર 8:40 એ એમ (am)

  કવિયત્રી યામિની બેનને ધન્યવાદ ,અને પ્રજ્ઞા બેન સરસ ગજલ વાંચવા આપવા બદલ તમને ધન્યવાદ

 • Anila Patel જૂન 16, 2013 પર 10:10 એ એમ (am)

  નદીની જેમ વહેતા રહેવુ અનેમાર્ગમા જે મળે એને પ્રેમથી આલિંગન આપતા રહેવુ એજ્તો માનવીનો જીવન્મંત્ર છે. મનેતો પરિવર્તન પસન્દ છે એટલે આપ સ્વાગત કરોને અમે ના આવીએ એતો અશક્યજ છે. આપના સ્વાગતનો સાભાર. સ્વીકાર અનેક શુભેચ્છાઓ સાથે.

 • તમારા વિચારો જણાવશો?

  Please log in using one of these methods to post your comment:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  w

  Connecting to %s

  %d bloggers like this: