સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આત્મવિશ્લેષણ,પ્રયાસ, સ્વેચ્છા …- અશોક કુમાર દાસ

Ashok_Dasએક નવા મિત્ર શ્રી. અશોક દાસ (નોર્થમ્પટન) ઇંગ્લેન્ડ) ના બ્લોગ ‘દાદીમાની પોટલી’ માં ગોતતાં અણમોલ મોતી મળવા લાગ્યાં છે. એમાંના એક લેખનું ટાંચણ..

    અનુભવી લોકો વ્યક્તિત્વ વિકાસ માટે આત્મવિશ્લેષણ અને ભૂતકાળનું સિંહાવલોકન કરવા પર ભાર દે છે.  સ્વયં આપણને જ આપણા પોતાના ભવિષ્યના નિર્માતા ગણે છે.  વનમાં ફરતો સિંહ વચ્ચે   વચ્ચે પાછો વળીને પાછળ નજર નાખે છે.  આને સિંહવાલોક્ન કહે છે.  આપણે પણ આપણા આખા દિવસનાં કાર્યોનું સિંહવાલોક્ન કરવું જોઈએ.  સંતોના ભજનોમાં પણ નિયમિત અભ્યાસ પર ભાર દેવામાં આવ્યો છે.  સિંહવાલોક્ન એ જાણે કે ‘કોઈ પણ ઉત્તમ કાર્યના નિયમિત અભ્યાસના લાભોનો દૈનંદિન હિસાબ રાખવા’  જેવું છે.  દાસ કવિ કહે છે : ‘મનનું સૂક્ષ્મ નિરક્ષણ કરો’, ‘દિવસભરના સારાંમાઠાં કર્મોનો પૂરેપૂરો હિસાબ રાખો.’

આ લાલ અક્ષર વાળી વાત બહુ જ ગમી ગઈ. એમના લેખ પરનો આ જણનો પ્રતિભાવ…

       આ બાબત પણ બેન્જામિન ફ્રેન્કલિને અપનાવેલી પદ્ધતિ જાણવા જેવી છે. કિશોરાવસ્થાથી જ એને પોતાની ઊણપોનું ભાન થઈ ગયું હતું. એનું લિસ્ટ બનાવી સૌથી વધારે સચેત બનવા જેવી દસ બાબતો તેણે હાથ પર લીધી;  અને દરરોજ એ બાબત કેટલો સુધારો થયો- એના માર્ક આપી રોજમેળ રાખવાનો શરૂ કર્યો !( આપણે ગુજરાતીઓ આવા હિસાબ પણ રાખતા થઈએ તો?)

અને આ પ્રક્રિયા તેમણે જીવન ભર ચાલુ રાખી.

આખો લેખ મનન કરવા  જેવો  તો છે જ; પણ વધારે જરૂર એનું અમલીકરણ કરવાની છે.

[ આખો લેખ અહીં વાંચો]

 

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: