સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વતન – પી.કે.દાવડા

વતનના  ગીત  ગાઈ  ગાઈને અમે મોટા થયા,
મોટા થઈ, સ્વદેશના ગુણગાનના ગીતો લખ્યા,

લેખો લખ્યા, ભાષણ કર્યા, તાળી પડી, ચંદ્રક મળ્યા.
વર્ષો પછી, અભ્યાસ  કરવા બાળકો અમેરિકા  ગયા;

કાર,   ડોલર,  બંગલાના  મોહમાં  અટવાઈ  પડ્યા,
હાલ  જોવા બાળકોના, અમે  પણ અમેરિકા ગયા,

મોહી પડ્યા ચકાચોંધથી, અમેરિકામાં સ્થાયી થયા.
વતન કેવું?  વાત કેવી?  અતીતને  ભૂલી   ગયા,

કહ્યું, શાણા  થઈ, છોડો  વતનની  ખોખલી વાતું,
જયાં સુખ છે, સગવડ છે, વતન તો એ જ છે સાચું.

-પી.કે.દાવડા

5 responses to “વતન – પી.કે.દાવડા

 1. Pingback: વતન – પી.કે.દાવડા | હાસ્ય દરબાર

 2. Vinod R. Patel જુલાઇ 8, 2013 પર 9:46 એ એમ (am)

  હાસ્ય દરબારની કોમેન્ટ અહીં ફરી –

  માણસ એ સંજોગોનું સર્જન છે . સજોગોના દોરવાયા એને વતનનો મોહ છોડીને જ્યાં સુખ ત્યાં અમે

  એ સ્વીકારવું પડે છે .આમે ય ગુજરાતીઓના સ્વભાવમાં જ પરદેશને અપનાવી પોતાનો કરવાની

  વર્ષો જૂની ખાસિયત છે .વતન એ જન્મભૂમિ છે અને પરદેશ એ કર્મભૂમિ છે . દાવડાજીના આ

  મજાના કાવ્યમાં આ વાત એમણે બખૂબી કહી છે .

 3. dee35 જુલાઇ 8, 2013 પર 10:12 એ એમ (am)

  સાવ સાચી વાત કરી છે.શ્રીદાવડા સાહેબે.તેમનો થોડો પરીચય કરાવ્યો હોત તો મઝા પડત.

 4. પ્રા. દિનેશ પાઠક જુલાઇ 8, 2013 પર 11:11 એ એમ (am)

  જીવનની વાસ્તવિકતા અને વતનની યાદ સરળ શબ્દોમાં રજુઆત.

 5. Purvi Malkan જુલાઇ 10, 2013 પર 8:00 પી એમ(pm)

  bahu sundar.પણ   જે વતનની યાદોને લઈને સાસરે ગયેલા તે જ વતન હવે સાવ બદલાઈ ગયું છે. મારા પગલાંની છાપ જે ગલીમાં છુપાડેલી તે ગલી જ આજે ખોવાઈ ગઈ છે. જે નદીમાં છબછબિયાં કરીને રમતા તાં તેજ નદી એક વોકળો બની ગઈ છે, કદાચ મૂળ વોકળો ય મારી એ નદી કરતાં મોટો હશે તેથી જ મારી બચપણની એ સહેલી નદી વધતી વસ્તીમાં સોસવાઈ ગઈ છે.

  ________________________________

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: