સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કેરીનો રસ કાઢતાં – એક અવલોકન

  ઘણા વખત પછી ફરી અવલોકન ચાળે !

   કેરીનો રસ કાઢવા માટે આ જણને કાન સોંપવામાં આવ્યું- કેરીના ટુકડા કરવાનું. પછી એ ટુકડા મિક્સરમાં પીલીને રસ નીકળશે.

    જુનો   જમાનો યાદ આવી ગયો. સીઝનમાં કેરીઓના ટોપલે ટોપલા ઘરના ઉપલા માળે ભરેલા રહેતા – ઘાસથી વિંટળાયેલ અને શિયાળામાં આવેલા ઘઉંના કોથળા ઓઢાડેલ કેરીઓ. છાનામાના ઉપર જઈ મઝેથી પાકેલી કેરીઓ ચૂસવાની એ મજા જ ગઈ. આખા કુટુમ્બ માટે રસ કાઢવાનું કામ પણ આ જણનું જ. કેરીઓ ગોળી ગોળીને તપેલી પર મુકેલી ચાળણામાં રસ કાઢવાનો. કેરીનાં છોંતરાં અને ગોટલા ધોઈને એનો બાફલો બને. અને ગોટલા પણ ફેંકી શેના દેવાય? એ તો ઉનાળાની ગરમીમાં છાપરે સુકાય અને પછી એને ભાંગીને નીકળેલી ગોટલીઓનો મુખવાસ બને; અને બાકીના ગોટલા પાણી ગરમ કરવાના બંબા માટે શિયાળા સુધી કોથળાવાસી!

     અરે, પણએ અમદાવાદી રીતની સ્મૃતિઓ તાજી કરવા થોડું જ આ અવલોકન હાથ ધર્યું છે?

     વાત છે – છાલ કાઢી નાંખેલી કેરીના ટુકડા કરતી વખતની અને ગોટલા પર વધેલા માલના અવશેષો ઉશેટી લેવા વખતની. બન્ને  વખતે કેરીના ડિંટા આગળથી વાઢ શરૂ કરીએ તો સરળતાથી કપાય. ઉંધી દિશામાં રેસા નડે નડે ને નડે જ. એક દિશામાં રેસા અવરોધ ન કરે.

    આમ જ બને,  લાકડાના પાટિયાંને વ્હેરતાં. એક દિશામાં એના રેસા પણઅવરોધ ન કરે.

     બે દિ’ પહેલાં બેક યાર્ડમાંથી ઉતારેલા ફુદિનાનાં પાનાં ચૂંટતાં પણ આવો જ અનુભવ. એક એક પાનું ચૂંટવા કરતાં છેક ટોચના ભાગથી ડાળી પકડી, બે આંગળી સરકાવીએ તો, ફટાફટ બધાં પાંદડાં કપાઈ જાય અને કામ સરળ બની જાય. અહીં પણ એક દિશામાં પાનનાં છેડા અવરોધ ન કરે.

    અને હવે અવલોકન કાળ…

     જીવનના અનુભવો સાથે કેવી સામ્યતા? પ્રવાહની સામી દિશામાં તરી તો જોઈએ? એની સાથે તરતા રહેવાનો અનુભવ જ સુખદ હોય ને?

જે પ્રવાહની સામે તરતા રહી શકે છે,
એમની શુરવીરતાને સલામ.

6 responses to “કેરીનો રસ કાઢતાં – એક અવલોકન

 1. pragnaju જુલાઇ 10, 2013 પર 3:32 પી એમ(pm)

  વાંચતા જ આવેલા વિચારો…

  ‘રસ છે મધુરો પણ કોણ કળે કડવો બનશે કાંઇ કાળ બળે…’ યાદ .રાઇનો પર્વત ?

  અને રસના ચટકા હોય કૂંડા નહીં !

  અને બ્રહ્મ

  રસોવૈબ્રહ્મઃ
  અને વેબદુનિયામાંથી જાણકારી રી બ્લોક
  આદુ, લીંબુનો રસ અને મધ પાણીની સાથે – દુ:ખાવો, વાયુ, વિકાર, એસીડીટી, પિત્ત દોષ, શરદી-ખાંસી, ખાંસી અને કમજોરી.

  આંબળા/લીંબૂનો રસ – કબજિયાત, શરદી, ખાંસી, ચામડીને લગતા રોગ, વજન ઓછુ કરવુ, શરીરની કાયાકલ્પ, ફેફસા અને પાચન તંત્રનો રોગ.

  લસણનો રસ – બધા પ્રકારનો દુ:ખાવો, જોઈંટ્સનો દુ:ખાવો. દમા, ડાયાબીટિશ, હાઈ અને લો બ્લડપ્રેશર, હૃદયરોગ, કેંસર.

  પાલકનો રસ – કબજિયાત, લોહીની કમી અને ચામડીનો રોગ, સ્ત્રીઓ માટે પ્રકૃતિની વિશેષ ભેટ છે પાલક.

  ગાજરનો રસ(બીટના રસની સાથે) – દ્રષ્ટિ દોષ, કેંસર, લોહીની કમી, દાંત અને હાડકાઓની નબળાઈ.

  ઘઉંના જવારાનો રસ – થેલેસીમિયા, લોહીની ઉણપ, કેંસર, ચામડી અને કિડનીનો રોગ

  દૂધીનો રસ – કબજિયાત.

  કોબીજ/ફ્લાવરનો રસ – અલ્સર, મસૂઢોમાંથી લોહી નીકળવુ, મસ્સા, બવાશીર, યકૃતના રોગ અને સ્ત્રી રોગ(અધિક રક્તસ્ત્રાવ)માં વધુ ઉપયોગી.

  કારેલાનો રસ – ડાયાબીટિશ, કબજિયાત

  અંકુરિત મેથી દાણા – ડાયાબીટિશ, સાંધાનો દુ:ખાવો

  અખરોટ/સલાડના પાન, સફરજન, કાચી ડુંગળી – મગજની દુર્બળતા, રોગનુ નિવારણ, સ્મરણ શક્તિની વૃધ્ધિ
  સૌજન્ય [Webdunia.com]

 2. Vinod R. Patel જુલાઇ 10, 2013 પર 3:44 પી એમ(pm)

  અમદાવાદ નારણપુરાના અમારા મકાનના ઉપલા માળે એક રૂમમાં ઉનાળામાં કેરીની સિઝનમાં

  તમારી માફક અમે પણ વતનના આંબા ઉપરથી તોડેલી કરીઓ પકવવા પરાળ અને કંતાનના

  કોથળા ઢાંકી પાકવાની રાહ જોતા .પાકે એટલે આખા ઘરમાં એની સુગંધ ફેલાઈ જતી .

  કેરીઓમાથી રસ કાઢવામાં મારા પિતાશ્રી નિષ્ણાત હતા . ગોટલા અને કેરીની છાલને ધોઈ જેને તમે

  બાફલો કહો છો એને અમે ફજેતો સુંઠ નાખેલો બનતો જે રસને પચાવી દેતો .

  ઘણા સમય પછી કેરીનું અવલોકન આ પોસ્ટમાં માણ્યું .

  જે પ્રવાહની સામે તરતા રહી શકે છે,
  એમની શુરવીરતાને સલામ.

 3. Anila Patel જુલાઇ 10, 2013 પર 4:49 પી એમ(pm)

  અમેતો પટેલ અને દાદાની ખેતી પપ્પાતો સરકારી નોકરી , વારંવાર બદલી થાય. ખેડાજીલ્લાની બહારના જીલ્લાઓમાયે બદલી થાય. કોઇવાર બહુ દૂર બદલી થાય એટલે આપણેતો બા-દાદાને ઘેર ભણવાનુ એટલે ઘરના આબાઓ , આખો માળ ભરાય એટલી કેરીઓ.સવારમા ઉઠીએને કેરીઓની સુગન્ધજ ઉપરથી નીચે ના ઉતરવા દે.એટલે ઉપરજ દાતણ પણ કોણ કરે? ખવાય એટલી કેરીઓ ઉઠતામાજ ખાઇને નીચે ઉતરી, જલ્દી જલ્દી તૈયાર થઇને શાળા ભેગા થઇ જવાનુ. અને ઉપર ખાધેલી કેરીના ગોટલા છોડનુ શુ કરવાનુ ખબર છે? ખાવનીતો મનાઇ હતીજ નહી પણ દાતણ કર્યા વગર ખૈએ એટલે બા-દાદાની બિકતો લાગેજ.એટ્લે ખાલી છોડામા પાછો ગોટલો મૂકીને જુસ્સાથી ફેંક્વાનો તે જાય સીધો બીજા ફળિયામા….. આતો ઘર આંગણાનો એક અનુભવ પણ પિતાની નોકરીને કારણે આઠથી દસ સ્કૂલો અને ચાર કોલેજ અને બે યુનિ.ના અનુભવો અને પરાક્ર્મોએ એટલાજ કર્યા છે. બચપનકે વો દિન ભૂલા નહી સકતે લેકિન ક્યા કરે?–તે હિ નો દિવસા: ગતા:|

 4. Purvi Malkan જુલાઇ 10, 2013 પર 7:53 પી એમ(pm)

  sundar yaad

  ________________________________

 5. mdgandhi21 જુલાઇ 11, 2013 પર 1:35 પી એમ(pm)

  અમે તો મુંબઈમાં રહેતાં અને વધારાની રૂમજ નહીં એટલે કેરીના ઢગલાની તો વાતજ નહીં…!!! બજારમાંથી ૪ ડઝનનો ટોપલો ખરીદી લાવવાનો, પાકેલી હોય તો ઠીક, નહીંતો ૨-૪ દિવસ ટોપલામાંજ ઘાસમાં પકાવવાની, અને પછી રોજ દરેકને ભાગે એક એક કેરી ખાવાની. રસ કાઢવો હોય ત્યારે નાની મોટી સાઈઝ પ્રમાણે ૨-૩ ડઝન લઈ આવવાની, અને, રસ કાઢવાનો અને છાલ અને ગોટલા ધોઈને “ફજેતો” બનાવવાનો… હવે તો એ દિવસો પણ ગયા…..અમેરીકામાં તો કેન્ટનું ૮-૯ હાફુસ કેરીનું એક બોક્ષ લાવવાનું અથવા તૈયાર રસના ડબ્બા લાવવાના, ખોલવાના, જોઈએ તો થોડું દુધ ઉમેરવાનું અને ૦॥-૦॥ વાટકો ખાઈ લેવાનો….( આને બદલતા જમાનાનું પરિવર્તન કહીશું?????)

 6. undhikhopari જુલાઇ 12, 2013 પર 11:10 એ એમ (am)

  તમે તો દત્તાત્રેયને પણ ટપી ગયા. ચોવીસને બદલે અનેક ગણા ગુરુઓ બનાવી દીધા.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: