સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સરસ્વતીના કાંઠે – કૃષ્ણ દવે

આ ધરમ કરમ કે શ્રાદ્ધની વાત નથી; માછલી પકડવાની વાત છે !

——

કૃષ્ણ દવે નો પરિચય અહીં

એડમીશનની જાળ

આંટી ઘુંટી એડમીશનની જાળ માં એવા જકડે છે 
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .
 
સાવ બની મા બાપ બિચારા ક્યાં ના ક્યાં જઈ  રખડે છે
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .
 
પોતે સૌ  શિક્ષણના રાજા ને સીસ્ટમ  અંધેરી 
કાં  તો સીધું ખિસ્સું કાપે, કાં તો લે ખંખેરી   
કઈ રીતે  ડોનેશન દેશું ? એમાં વાસણ ખખડે છે
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .
 
ડોક્ટર,એન્જીનીઅર,એમબીએ,બીસીએ, કે સીએ 
નાટા,સીમેટ,ગેટ,કેટ સૌ લોહી મજાનું પીએ 
જાણે કે સો બાજ વચાળે એક કબુતર ફફડે છે.
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .
 
ક્યાં ગઈ વિદ્યા ? વ્હાલ ગયું ક્યાં ? ગુરુ શિષ્યનો નાતો ?
ના ના વિદ્યાપીઠ નથી આ કેવળ ધંધો થાતો
એક ખુણામાં ઉભો ઉભો વડલો એવું  બબડે છે.
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .       
 
કૃષ્ણ  દવે
Advertisements

2 responses to “સરસ્વતીના કાંઠે – કૃષ્ણ દવે

  1. Pingback: સરસ્વતીના કાંઠે – કૃષ્ણ દવે | હાસ્ય દરબાર

  2. Anila Patel જુલાઇ 21, 2013 પર 9:54 એ એમ (am)

    સરસ્વતીના કાઠે ફૂલો કરમાય અને ખીસ્સા ભરાય—એક પ્રિંસીપાલ જેને ગુજરાતી બોલાતાજ સાભળીને વિદ્યાર્થીઓ અન્દરોઅન્દર હસતા વીસ વર્ષ એજ શાળામા ટકી રહ્યા અને પોતાનુ ઘર તો સરસ રીતે પાર પાડી દીધુ. બી.સી.ના ઓઠા હેઠળ પોતાના છોકરાઓ ભણવામા “ઢ” હોવા છતાય વિદેશ વિદાય કરી દીધા. અને નિવૃત્ત થયા ત્યારે 14 કરોડના ભ્રષ્ટાચારનો કેસ ચાલ્યો, કદાચ હજુયે ચાલુજ છે.
    લી. બહુજ નજીકથી ઓળખનાર.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: