સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ત્રિવાયુ – ભાગ ૩; ઓક્સિજન

શ્રી. વિપૂલ કલ્યાણી ( યુ.કે. )દ્વારા સંચાલિત ‘ ઓપિનિયન’ પર આ કલ્પના પ્રસિદ્ધ થઈ હતી.

ત્યાં પહોંચવા આ ચિત્ર પર 'ક્લિક' કરો.

ત્યાં પહોંચવા આ ચિત્ર પર ‘ક્લિક’ કરો.

ત્રણ ભાગમાં વહેંચાયેલી આ વાર્તા આમ તો એક કલ્પના જ છે; પણ એ એક રૂપક પણ છે. ્માનવ સ્વભાવના ત્રણ પાસાં આ ત્રણ વાયુથી અભિપ્રેત છે –

trivayu

નાઈટ્રોજન –  ગુરૂતા ભાવ; ( એ વાંચવા અહીં ‘ક્લિક’ કરો ) 
હાઈડ્રોજન –  લઘુતા ભાવ; ( એ વાંચવા અહીં ‘ક્લિક’ કરો ) 
ઓક્સિજન –  સમતા ભાવ; આ રહ્યો એ છેલ્લો ભાગ

   ઓક્સિજન, આમ તો તું બહુમતિ ધરાવતો જણ નથી. એ બહુમાનના અધિકારી તો નાઈટ્રોજન મહાશય છે. એમનો વ્યાપ વાતાવરણના ૭૮%  જેટલો ફેલાયેલો; એમના વજનની કની જ તો! પણ એમનો કોઈને સીધો ખપ ન પડે. એ તો ભારેખમ જણ.

   પણ તારા  વિના તો કોઈને ક્ષણ ભર પણ ના ચાલે. નજરે ન દેખાય તેવા બેક્ટેરિયાથી માંડીને મદમસ્ત પહાડ જેવા હાથી અને ગંદી ગોબરી શેવાળ થી માંડીને એની ઉપર મલપતા અમે મ્હાલતા કમળના ફૂલ કે એ જળાશયને કાંઠે આસમાનને આંબતા નાળિયેરીના મહાકાય પાન – સૌને તારી પનાહ લેવી જ પડે. એટલે જ તો ભલે ને, તારું  વિલાયતી નામ ભલે ને ઓક્સિજન હોય; અમે તો તને પ્રાણવાયુ જ કહેવાના!

   અને ઘરની રસોઈ પકાવવાના ચૂલા પણ તારા વિના તો ઠંડા જ પડી જાય. કોઈક ગર્વ લઈને ઈલેક્ટ્રિક સ્ટવ વાપરતા હોય; તો પણ શું? એમનો વીજ પૂરવઠો પૂરો પાડનાર પાવર સ્ટેશનનાં બોઈલરો પણ તારા  વિના શેં ભખભખ કરવાના? અને કારો, સ્ટીમરો, પ્લેનો, ટ્રેનોમાં મ્હાલવાના ધખારા પણ તારા વિના ઠંડાગાર જ ને?

        વિજળીનો ચાબખો વાગે અને ઓલ્યા ભારેખમ જનાબ નાઈટ્રોજનને પણ તારી હારે જોડાવું જ પડે.અને પછી તો એ ભાઈ વાઈરસ, બેક્ટેરિયા, અને બધા જીવ માત્રની સેવામાં લાગી પડે – બધું માન બાજુએ મેલીને!

   બધા જીવતરની પાયાની ઈંટ જેવા કાર્બનલાલા પણ તારા વિના તો ગ્રેફાઈટની ખાણમાં જ સડતા રહેવાના ને? ભાઈલા! તું તો  ખરો બળૂકો નીકળ્યો  હોં!

   પણ એમ બહુ અભિમાનમાં ના રાચીએ હોં. લીલીછમ વનરાઈ ના હોત ને; તો તારો વસ્તાર ક્યાંથી એમનો એમ રહેવાનો? એ તો શેરને માથે સવાશેર હોય, હોય ને હોય જ! એમને તારા વિના ના હાલે અને તારે એમના વિના નો હાલે!

   હેં ભાઈલા? મને એક વાત ખાનગીમાં કહી દે ને – ઓલ્યો હજાર હાથ વાળો, આખી દુનિયા ચલાવનારો અને બધી માતાઓ અને યમરાજા – એ બધાંને તારા વિના ચાલે છે ખરું કે, એમને ય તું સપાટામાં લઈ નાંખ છ?! એ કાઠિયાવાડી બાપુના હુક્કા પણ તારા વિના ગુડ ગુડ ક્યાંથી કરવાના?

   લે! તારી આટલી બધી ખુશામત કરી; હવે થોડોક પોરો ખાઈ લઉં; અને બે ચાર ઊંડા શ્વાસ લઈ લઉં.

   પણ આ શું?  એ શ્વાસ/ ઉચ્છ્વાસની સાથે જ આ શેનો નાદ ચાલુ થઈ ગયો?

सोsहम्‍…….
सोsहम्‍…….
सोsहम्‍…….
सोsहम्‍…….

    રોમે રોમમાં આ શેની ઝણઝણાટી? શરીરનો એકે એક કોશ રૂમઝુમ નાંચતો શીદ ભાળું?

હા! હવે ગેડ બેસી.તારો વાયરો બધેય ફરી વળ્યો. કોશે કોશને તેં તો ભાઈલા નવપલ્લવિત કરી દીધો. મારો હજાર હાથ વાળો બેલી તો ભાઈલા તું જ. તું જ આ ઘડીનો મારો પરમેશ્વર.

4 responses to “ત્રિવાયુ – ભાગ ૩; ઓક્સિજન

 1. pragnaju જુલાઇ 24, 2013 પર 6:12 પી એમ(pm)

  ઓઝોન એ ઓ ક્સી જ ન નું એક રૂપ છે.પણ ઓક્સીજનથી ભિન્ન રીતે,ઓઝોન એ એક ઝેરી ગેસ છે.ઓઝોનનો પ્રત્યેક પરમાણું ત્રણ ઓક્સીજન અણુઓનો બનેલો છે,જેથી તેનું રાસાયણિક સૂત્ર 03 છે.જ્યારે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ વાતાવરણના ઉપલા સ્તરોમાંના ઓક્સીજન પરમાણુઓને (02) વિભાજીત કરે છે ત્યારે ઓઝોનનું નિર્માણ થાય છે.જો મુક્ત ઓક્સીજન અણુ (O) ઓક્સીજન પરમાણુ(02) સાથે ટકરાય છે,ત્યારે ત્રણ ઓક્સીજન અણુઓ ઓઝોન (03) તરીકે નવનિર્મિત થાય છે. સમોષ્ણતાવરણમાં (પૃથ્વીની સપાટીથી ઉપર લગભગ 15 – 50 કિ.મીનું સ્તર), જ્યાં ઓઝોન કુદરતીપણે વિદ્યમાન છે,તે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે અને તેથી જીવનનું સંરક્ષણ કરે છે. પૃથ્વીની સપાટીથી સૌથી નજીકના વાતાવરણીય સ્તરમાં,વાહનો દ્વારા થતા પ્રદૂષણને કારણે,નાઈટ્રોજન ઓક્સાઈડ્સ અને હાયડ્રોકાર્બનનું સ્તર વધે છે.સૂર્યપ્રકાશની હાજરીમાં,આ રસાયણો ઓઝોન બનાવે છે.આ ઓઝોન ખાંસી,શ્વાસનળીમાં બળતરા,અસ્થમા,શ્વાસનળીમાંનો સોજો ઈત્યાદિમાં વધારો જેવી સ્વાસ્થય સમસ્યાઓ ઊભી કરે છે.તે પાકને પણ નુકસાન કરી શકે છે. સમોષ્ણતાવરણમાંનુ ઓઝોન સૂર્યથી થતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણને રોકવા દ્વારા પૃથ્વી પરના જીવનને ફાયદાકારક છે,જ્યારે નીચલા વાતાવરણમાંનું ઓઝોન સ્વાસ્થય સમસ્યાઓ નિર્માણ કરે છે.

 2. Chirag જુલાઇ 26, 2013 પર 10:10 એ એમ (am)

  bahu j saral rite ged padi jaay e rite NHO samjaavyaa chhe su.dada. majjo padyo

 3. La' Kant જુલાઇ 28, 2013 પર 1:09 એ એમ (am)

  હા., આ અગાઉ ત્રણ વખત વંચાઇ ગયુ છે. પ્રગનાજુની કોમેંટ વૈગ્નાનિક માહિતિસભર .
  તમારા રુપકો તમારી અંગત અનુભવ-યાત્રા અને એક ઘૂંટાયેલી ‘ [મનમાં ઘર કરી ગયેલી]
  એક ચોક્કસ માન્યતા ને ‘ સોહમ’ ના સ્વ-નાદ,જે તમારી ભીતર ઉઠે છે,વારંવાર…
  પણ ફરી ફરીને કરવી તમારે પક્શે સહજ…સ્વાભાવિક ….આ એક સુક્શ્મ દ્રુશ્ટિ…વિશેશનુ
  ઘડતર સેલ્ફ-ઇવોલ્યુશન નુ લક્શણ છે.
  -લા’કાંત /28-7-13

 4. chandravadan ઓગસ્ટ 6, 2013 પર 1:33 પી એમ(pm)

  સુરેશભાઈ,

  નમસ્તે !

  ફોન કર્યો હતો..પણ ના મળી શક્યા.

  તો એક કાવ્યભાવે લખું છું>>>

  સુરેશવિચારે જન્મે એક કલ્પીત વાર્તા,

  હવાના ત્રણ વાયુભરી છે એ વાર્તા,

  “નાઈટ્રોજન”માં “ગુરૂતા ભાવ” ના દર્શન એ કરાવે,

  “હાઈડ્રોજન”માં “લઘુતા ભાવ”ના દર્શન એ કરાવે,

  જો, એવા બે ભાવે તમે દર્શન કરી શકો,

  તો, તમજીવન “ઓક્ષિજન”રૂપી “સમતા ભાવ” લાવી શકો !

  સુરેશભાઈ,

  ઉપર મુજબ છે મારા વિચારો.

  તમે તમારી રીતે “સાકાર” કે “નિરાકાર” ભાવે “પરમ તત્વ”ને જાણી શકો…માની શકો..નિહાળી શકો.

  આ હવામાં તમે ત્રણ તત્વો સ્વરૂપે “નિજાનંદ”ને જાણ્યા.

  કોઈ અન્ય તત્વોમાં પણ એવા દર્શન કરી શકે.

  દાખલારૂપે…એક વૃક્ષમાં !

  મૂળ/થડ=સમતાભાવ

  ડાળીઓ=ગુરૂતાભાવ

  પાંદડા/ફુલ/ફળો= લઘુતાભાવ

  આ માનવ જીવન જ “પરિવર્તનો” થી ભરપૂર !

  બાળ…જ્ઞાન…સમજમાં વધારો….જ્ઞાનની સીમા….અને જ્ઞાની ત્યારે “ભક્તિ” તરફ વળે.

  માનવી એટલે કર્મ કરવાની ફરજ= પહેલા પોતાના માટે કર્મો…ત્યારબાદ, “સેવા” ભાવે અન્ય માટે કર્મો..અને અંતે સર્વ કર્મો પ્રભુ માટે જ = ભક્તિમાર્ગ

  ભક્તિમાર્ગી ભક્ત= પ્રભુ તરફ જવાની પ્યાસ= કર્મોમાં ત્યાગભાવનાઓ = સેવા તરફ

  ત્રણે પંથો…પણ જ્ઞાન + ભક્તિ= મુક્તિ….કર્મયોગ +ભક્તિ =મુક્તિ

  અને…..જે ફક્ત ભક્તિયોગ પર હોય તેનો પાયો છે “શ્રધ્ધા”…”શરણાગતી”.

  શું લખવું હતું અને શું લખાય ગયું.

  ભુલો માટે ક્ષમા !

  ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visit/comment on Chandrapukar !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: