સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

માનવતાની મેરેથોન

    જ્યાં બંદૂકની ગોળીઓની રમઝટ અને બોમ્બ ધડાકા કશી નવાઈ પેદા નથી કરતા, એવા બૈરૂતમાં( લેબેનોનનું પાટનગર) બંદૂકની ગોળીનો એક અવાજ ખરેખર નવાઈ પમાડે તેવો છે.

beirut_2

   કયો ગોળીબાર?

    દર વર્ષે આ ગોળીબારની સાથે બૈરૂતમાં ૨૬.૨ માઈલ લાંબી મેરેથોન દોડ શરૂ થાય છે. ખ્રિસ્તી/મુસ્લીમ તેમ જ રાજકીય વૈમનસ્યના કારણે ખુનામરકીના સૈકાઓ જૂના માહોલમાં આ શાંતિના ઝરણા જેવી દોડની સ્થાપક મે-અલ-ખલીલ છે. તે મેરેથોન દોડની તાલીમ આપનાર મહિલા હતી; અને દોડ એને માટે ધ્યાન અને ભવિષ્યની યોજનાઓનાં સ્વપ્નોને સેવનાર બાબત હતી. પણ એક દિવસ એની દોડ દરમિયાન એક બસે તેને અડફેટમાં લીધી અને તે ગંભીર રીતે ઘવાઈ ગઈ. બે વર્ષની સઘન તબીબી સારવાર અને ૩૬ સર્જરી બાદ તે ચાલતી તો થઈ; પણ હવે તે મેરેથોન દોડ માટે નાકામિયાબ બની ગઈ હતી.

    પણ… નાહિમ્મત થયા વિના તેણે એક સ્વપ્ન સેવ્યું- હજારોને શાંતિ માટેની મેરેથોન દોડ દોડતા કરવાનું. તે અનેક લોકોને મળી- લેબેનોનના પ્રેસિડેન્ટથી ગૃહિણીઓ અને મુલ્લાંઓ અને પાદરીઓ સુધી. અને છેવટે , બે વર્ષની અથાક જહેમત બાદ, ઓક્ટોબર-૨૦૦૩માં, ૪૯ જુદા જુદા દેશના અને અનેક કૂળ, દેશ, જાતિ, લિંગ અને વયનાં   ૬,૦૦૦ દોડનારા સાથે  પહેલી મેરેથોન સાકાર થઈ. દેશમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક ઝગડા તો ચાલુ જ હતા; સિવિલ વોર પણ જારી જ હતી. એક વર્ષ તો દેશમાં કોઈ પ્રેસિડેન્ટ કે વડા પ્રધાન ન હતા. પણ એ મેરેથોન તો ચાલુ જ રહી.

     ૨૦૧૨માં તો ૮૫ દેશોના  ૩૩,૦૦૦ દોડનારાઓએ, વરસતા વરસાદમાં ભાગ લીધો હતો.

   અલગ અલગ મુખ્ય સંદેશ વાળી અનેક દોડ પણ આ મેરેથોન થકી સાકાર બની છે – કેન્સરની સારવાર માટેની, સ્ત્રીઓની સ્વતંત્રતા માટેની, બાળકોના વિકાસ માટેની અને આવી બધી ઘણી.

This slideshow requires JavaScript.

મે ના શબ્દોમાં..

Peacemaking is not a sprint- it is a marathon.

એનું આ વિડિયો વક્તવ્ય આપણને સન્માનની લાગણીથી મંત્રમુગ્ધ કરી દે તેવું છે.

[ નોંધ – ‘ટેડ’ના વિડિયોમાં સબ-ટાઈટલ વાંચવાની સુવિધા પણ છે.]

4 responses to “માનવતાની મેરેથોન

 1. Vinod R. Patel ઓગસ્ટ 17, 2013 પર 12:07 પી એમ(pm)

  યુદ્ધ કરતી પ્રજામાં મેરેથોનના માધ્યમથી એકતાની ભાવના જાગૃત કરનાર આ મહિલાને સલામ .

  જિંદગીના ગંભીર અકસ્માતોમાંથી કોઈ વાર હૃદય પરિવર્તન થતું હોય છે એનું આ બહાદુર મહિલા એક દ્રષ્ટાંત છે .

 2. gyanaknowledge ઓગસ્ટ 18, 2013 પર 6:12 એ એમ (am)

  કોમલ્ મા કોમલ્ ફૂલ નો ઉદભવ કઠોર બીજ મા રહેલો છે
  બસ કોમલતા ના જ્ન્મ માટે ની અનુકૂળતા હોવી જોયે

 3. Pingback: કારની બારી અને વરસાદ – એક અવલોકન – માનવધર્મ

 4. Pingback: કારની બારી અને વરસાદ (એક અવલોકન) – સુરેશ જાની – માનવધર્મ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: