સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સી-બોય; એક અવલોકન

    ‘સી-બોય’ વાંચીને એમ થાય કે, આ કોઈ દરિયાખેડુની વાત હશે. પણ એમ નથી. સી-બોય એક સિંહ છે – આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલા સરંગેટી પાર્કમાં ઘુમતો એક આફ્રિકી સાવજ.lion_1

    નેશનલ જ્યોગ્રાફિકના ઓગસ્ટ-૨૦૧૩ના અંકમાં પહેલી નજરે જ, એમાં મઢાયેલાં એનાં ચિત્રોના સબબે એને લગતો લેખ ગમી ગયો. વિગતે વાંચતાં સિંહોના જીવન વિશે – ખાસ કરીને ‘સી-બોય’ નામ અપાયેલા એક નર સિંહના જીવન વિશે ઘણું જાણવા મળ્યું. અહીં આશય એ અંગે વિગતે લખવાનો નથી; પણ નીચેનાં ચપટીક તારણો કાઢ્યાં.

 • સિંહનું આયુષ્ય માંડ ૧૨ વર્ષનું હોય છે. જન્મ લેનાર નર સિંહોમાંથી ભાગ્યે જ દસેક ટકા એટલી ઉમરે પહોંચી શકે છે. મોટા ભાગના તો બાળવયમાં જ કે પુખ્ત બન્યા બાદ અવસાન પામતા હોય છે.
 • એ માટે કુદરતી કારણો કરતાં પુખ્ત સિંહોની વચ્ચે આધિપત્ય માટેની હરિફાઈ અને એ થકી સ્વાભાવિક બની ગયેલી હિંસકતા વધારે જવાબદાર હોય છે. એક્લો કે બે સિંહોની ટોળી આ હરિફાઈ ખાળવા મોટા ભાગે અસમર્થ નીવડતા હોય છે. સરંગેટી પાર્કમાં ચારેક સિંહોની એક ગુંડાટોળી આવા આતંકો માટે કુખ્યાત છે.
 • જે કોઈ સિંહ એ ઉમરે પહોંચે; તે પણ શિકાર કરવાની અશક્તિને કારણે મોટા ભાગે ભુખમરાથી મરણ શરણ થાય છે. એમની સંભાળ લેવા કોઈ તૈયાર થતું નથી.
 • સી-બોયનાં હરિફો સાથેની યુદ્ધોનાં વર્ણનો  વાંચીને આપણને માનવ ઈતિહાસનાં યુદ્ધો સહજ યાદ આવી જાય. અસ્તિત્વ ટકાવવા માટેની એની ક્ષમતા માટે આપણને એના માટે સહજ જ સહાનુભુતિ ઉપજી જાય.
 • એના પ્રમાણમાં સિંહણો વધુ જીવી શકે છે – લગભગ અઢારેક વર્ષ. અને એમની સંખ્યા પણ નર સિંહો કરતાં ઘણી વધારે હોય છે. એમનો અંતકાળ પણ વધારે સુખદ હોય છે.ટોળીમાં રહેતી બીજી સિંહણો વૃધ્ધાઓના ખોરાકની કાળજી લે છે.
 • બીજી એક નોંધપાત્ર વાત એ છે કે, છેક ૧૯૬૬ થી આફ્રિકી સિંહોના સામાજિક જીવન અને ખાસયિતોનો પદ્ધતિસર અભ્યાસ યુરોપ/ અમેરિકાના નરસિંહો(!) અને નરસિંહણો(!) કરી રહી છે. એમની ધગશ અને મર્દાનગીને સો સલામ. 

 બસ આટલું જ તારણ. વિગતે એ રસપ્રદ જંગલકથા વાંચવા એ મૂળ લેખ જ વાંચવો રહ્યો.

—-

પણ એ લેખ વાંચતાં ઊડીને આંખે વળગે એવી વાત એ નજર અંદાજ થઈ કે, એ સમાજની સરખામણી માનવ સમાજ સાથે થઈ ગઈ.

     લગભગ એ જ અસહિષ્ણુતા; એ જ અસ્તિત્વ માટેની ગળાકાપ હરિફાઈ અને એવી જ હિંસકતા માનવ માનસને પણ અજગર- ભરડો વિંટીને નથી ઘેરી રહી?

Advertisements

5 responses to “સી-બોય; એક અવલોકન

 1. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 20, 2013 પર 10:24 એ એમ (am)

  સાવજનું પગેરૂં અમારી આંબાવાડીમાં એક નહી બબ્બે વાર થયુ છે. એક વખત તો લેખક હરીન શાહની હાજરી હોવાથી આબેહૂબ વર્ણન કરેલ તે ૧૯૬૪માં દીલ્હીથીઅમારે ત્યાં આવેલા. એ લેખની કોપી મેળવવા મથુ છું. એ સમયે વાંચેલ પણ હવે ફક્ત યાદમાં છે. દીલ્હીથી પ્રગટ થતા ગુજરાત નામના સામાયિકમાં છપાયેલ તેવું આછુ સંભારણુ છે. સિંહની ખાસિયતોના અભ્યાસને કારણે મારા ભાઈઓ અને ભત્રીજાઓ ગીરના જંગલમાં કોઈ ભય વગર મોટર સાયકલ લઈ ફરતા હોય છે અને એકદમ નજીકથી પસાર થતા હોય છે. મનુ્ષ્યની જેમ અકારણ કોઈને રંજાડી સત્તાનો આનંદ લેવાનો આ જંગલી પ્રાણીને શોખ નથી.

  • સુરેશ ઓગસ્ટ 20, 2013 પર 10:44 એ એમ (am)

   રેખાબેન,
   કમભાગ્યે, નેશનલ જ્યોગ્રાફિકમાંની સી-બોયની વાત સિંહો વચ્ચેના સત્તા સંઘર્ષની વધુ છે !
   —-

   આપણે ત્યાં પણ ગીર વિસ્તારમાં રહેતા લોકોને સિંહોની ખાસિયતોનો અભ્યાસ હશે જ. એ અનુભવોનો આમ સંચય કરવાનું કામ કરવા કયો મેઘાણી પાકશે?

 2. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 20, 2013 પર 11:26 એ એમ (am)

  શ્રી ધૃવ ભટ્ટએ એમના પુસ્તક અકુપારમાં સિંહની ઘણી ખાસિયતો દર્શાવી છે મારા ભત્રીજાની વાડી ગીરની મધ્યમા છે જ્યાં રાત્રે સિંહને ત્રાડો બહુ નજીકમાં સંભળાતી હોય અને સતત એલર્ટ રહેવું પડે. અમારી રબારી કોમ્યુનીટી તો ગીરમાં વે્રાયેલી છે મોટાભાગના અમને જાણે છે મારો ભાઈ સિંહની ખાસિયતોની વાતો કરી ક્યારેક મને ચકિત કરી દે છે પણ આ બધુ સા્હિત્યમાં વણવા માટે સમય અને ક્ષમતા સાથે સમતા પણ જોઈએ. ૧૯૮૨ ના અરસામાં એક રબારણે સિંહના મોઢામાંથી પૂરા જોમથી પો્તાનું બાળક જીવતું પાછુ મેળવેલ અને સિંહ ભડકીને ભાગી ગયેલ.

 3. Vinod R. Patel ઓગસ્ટ 20, 2013 પર 11:30 એ એમ (am)

  સિંહણો વધુ જીવી શકે છે – લગભગ અઢારેક વર્ષ. અને એમની સંખ્યા પણ નર સિંહો કરતાં ઘણી વધારે હોય છે. એમનો અંતકાળ પણ વધારે સુખદ હોય છે.ટોળીમાં રહેતી બીજી સિંહણો વૃધ્ધાઓના ખોરાકની કાળજી લે છે.

  બિલકુલ માનવ પ્રાણીઓને પણ લાગુ પડે એવી આ વાત ..

  નરસિંહ !

 4. Chirag ઓગસ્ટ 21, 2013 પર 3:42 પી એમ(pm)

  o boy! મને નાનપણથી સિંહોનું આકર્ષણ રહ્યું છે. ગર્વીલો સિંહ આવો બેઠો હોય ત્યારે એનાથી સત્તાશીલ, વિર્યશીલ પ્રાણી કોઈ નથી લાગતું! પીરામીડમાં ઉપર જઈએ એમ સંકડાશ વધતી જાય અને એથી સંઘર્ષ પણ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: