સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કાવડમાં શ્રવણ

સત્યયુગમાં શ્રવણ કાવડમાં
પોતાના માતા પિતાને
યાત્રા કરવા લઈ ગયો હતો.

આ વાત તો બધા જાણે છે.

પણ આ હડહડતા કળિયુગમાં ૫૨ વર્ષના શ્રવણને એના માબાપ સાચવે; બહાર લઈ જાય – એ વાત માનવા જેવી લાગે છે?

jm_dalal

શ્રી. અને શ્રીમતિ દલાલનો ૫૨ વર્ષનો પુત્ર જન્મથી ‘સેરેબ્રલ પાલ્સી’ નામના અસાધ્ય રોગનો ભોગ અનેલો છે. આવા બાળકને મા બાપ મોટી ઉમર સુધી પાળે; એ આ યુગમાં માની ન શકાય એવી વાત તો છે જ.

પણ એનાથી વધારે પ્રશંસનીય હકીકત એ છે કે, જયંતિભાઈ મુંબાઈના એક સફળ ઉદ્યોગપતિ અને જાણીતા સાહિત્યકાર છે. આ દીકરાની ચાકરી માટે ખાસ નર્સ/ નોકર રાખી શકે તેમ છે. પણ એ દીકરાને તેઓ સહેજ પણ અવગણતા નથી – એને બાજુએ હડસેલી દીધો નથી.

માનવતાના આ અમૂલ્ય ઉદાહરણ માટે વસુમતીબેન અને જયંતિ ભાઈને સો સલામ.

3 responses to “કાવડમાં શ્રવણ

 1. Vinod R. Patel ઓગસ્ટ 23, 2013 પર 12:30 પી એમ(pm)

  Reblogged this on વિનોદ વિહાર and commented:

  સત્યયુગમાં શ્રવણ કાવડમાં
  પોતાના માતા પિતાને
  યાત્રા કરવા લઈ ગયો હતો.
  આ વાત તો બધા જાણે છે.

  પણ આ હડહડતા કળિયુગમાં ૫૨ વર્ષના શ્રવણને એના માબાપ સાચવે; બહાર લઈ જાય – એ વાત માનવા જેવી લાગે છે?
  મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ સૂર સાધનામાં આ પ્રેરક વાત વાંચી જે દિલને સ્પર્શી ગઈ .
  સુરેશભાઈના આભાર સાથે વિ.વિ .ના વાચકો માટે એને રી-બ્લોગ કરતાં આનંદ થાય છે .

  વિનોદ પટેલ

 2. Vinod R. Patel ઓગસ્ટ 23, 2013 પર 4:25 પી એમ(pm)

  બધાં બાળકોમાં કુટુંબમાં જે બાળક વિકલાંગ હોય એના પ્રત્યે મા-બાપનો કુદરતી રીતે વિશેષ લગાવ

  અને પ્રેમ હોય છે એનો મને જાત અનુભવ છે .

  મા- બાપનો આ નિશ્વાર્થ પ્રેમ જ વિકલાંગ બાળકને જીવનની કઠીનાઈઓના પડકારને પહોંચી વળવા

  માટે તૈયાર થવા માટે ખુબ મદદગાર નીવડતો હોય છે .

  હું ૫૦ વર્ષનો થયો એમ છતાં જાણે હું ૫ વર્ષનો હોઉં એવું મારી પ્રેમાળ માતાનું મારા પ્રત્યેનું વર્તન

  હતું એની યાદ તાજી થાય છે .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: