સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મને શું શું ગમે ? – વિનોદ આર. પટેલ

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં
માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી
અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .

ભલેને આવતી મોટી મુશીબતો મારી વાટે
શુળોમાં ખીલતા એક ગુલાબ જેમ ખીલીને
બધે ગુલાબી પમરાટ પ્રસરાવવાનું મને ગમે.

મનનું માગ્યું બધું ક્યાં મળે છે આ જગમાં ?
જે મળ્યું એનું જતન કરી સુપેરે માણવાનું મને ગમે.

સાહિત્ય સાગરમાં ઊંડેથી મોતીઓ ખોજીને
મનગમતાં મોતીઓનો ગુલાલ ઉડાડીને
આનંદથી ઝૂમતા હોળૈયા થવાનું મને ગમે .

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.

– વિનોદ આર. પટેલ

6 responses to “મને શું શું ગમે ? – વિનોદ આર. પટેલ

 1. સુરેશ ઓગસ્ટ 24, 2013 પર 4:27 પી એમ(pm)

  ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
  વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.

  ——–
  ભૂત અને ભાવિનાં વમળો ગ્રસે,
  હાલમાં મહેંકવાની પળ જો મળે. – એવું ના બને? એવુંયે બને.

 2. Anila Patel ઓગસ્ટ 24, 2013 પર 4:43 પી એમ(pm)

  કોડિયુ નાનુ ભલેને હુ તો ઘર ઘરને અજવાળતુ.

 3. Vinod R. Patel ઓગસ્ટ 24, 2013 પર 4:48 પી એમ(pm)

  મારી આવી જ એક ચિંતનાત્મક રચના આ રહી

  સદા કાળ વહેતી જતી નદીને , દુર શું નજીક શું !

  અંતિમ ધ્યેય એનું તો સમુદ્રે પહોંચી ભળી જવાનું !

  જેમ નદી એમ મનુષ્ય જીવનમાં પણ ,

  મંઝીલ લાંબી હો યા ટૂંકી, એ કાપવી જ પડે છે

  પગમાં જોર અને હૈયામાં હામ ધરી

  કેમ ન ચાલવું અંતિમ ધ્યેય તરફ પ્રેમથી

  અંતે ભળી જવું પ્રભુના એ દિવ્ય મ્હા સાગરમાં .

 4. P.K.Davda ઓગસ્ટ 24, 2013 પર 10:36 પી એમ(pm)

  વિનોદભાઈને જે જે ગમે છે એ મને પણ ગમે છે, કદાચ સૌને ગમે.
  અંતિમ ધ્યેયવાળી રચના પણ સરસ છે.

 5. dhavalrajgeera ઓગસ્ટ 25, 2013 પર 7:30 એ એમ (am)

  ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી,
  વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.

 6. pushpa1959 ઓગસ્ટ 29, 2013 પર 6:15 એ એમ (am)

  thanks khub sundar,tamri kavitao etle lage jane hu ane aapp banne juda chie chata kholiyathi pan tamara vichar jane aapna shuna hoy evu lage. fakt farak e j che tme shbdoma kahyu che, ane me ene tamara shabd vade manyu che.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: