સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

‘ના’માણસ

મોટા ભાગના માણસો ‘યસમેન’ હોય છે. પણ કોક ‘ના’માણસ પણ હોય છે. ( આને માટે યોગ્ય ગુજરાતી શબ્દ ?) અને એવા લોકો પરિવર્તન લાવી શકે છે.

   અમેરિકાના મોન્ટાના રાજ્યના નાનકડા લિબી ગામની અને મૂળ રશિયન મૂળની, ગાયલા બેનેફિલ્ડ આમ તો સામાન્ય સ્ત્રી હતી – ગેસ અને વિજળીના મીટરો વાંચવાનું કામ કરનારી સ્ત્રી. પણ તેના પિતા અને મા બહુ મોટી ન કહેવાય એવી  ઉમરમાં ગુજરી ગયાં; ત્યારે તેને આઘાતની સાથે આશ્રર્ય પણ થયું. તેના કુટુમ્બમાં કોઈ આટલી નાની ઉમરે અવસાન પામ્યું ન હતું. તેના કાકા તો હજી ૮૨ વર્ષની ઉમરે ‘વાલ્ટ્ઝ’નું સંગીત શીખતા હતા. પછી તો તેણે જોયું કે, આમ ઘણા કુટુમ્બોમાં બનતું હતું; અને મોટા ભાગનાં ફેફસાંની બિમારીથી જ ગુજરી જતાં હતાં.

   થોડાક કુતૂહલ અને ખાંખાંખોળાં કરતાં; તેને જ્ઞાન થયું કે, એસ્બેસ્ટોસ આધારિત ‘વર્મિક્યુલાઈટ’ નામની જમીન માટેની જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ આને માટે જવાબદાર હતો. તેણે આના માટે જનહિતાર્થે ઝુમ્બેશ શરૂ કરી. પણ કોઈ તેની વાત માનવા તૈયાર ન થયું. પણ છેવટે તેને એક તજજ્ઞનો સહારો મળ્યો અને સરકારી સંસ્થાએ આ અંગે મોટા પાયે સંશોધન હાથ ધર્યું. અમેરિકામાં સામાન્ય મૃત્યુ દર કરતાં એ ગામમાં મૃત્યુ દર ૮૦ ગણો વધારે નીકળ્યો અને એ જંતુનાશક દવા અંગેની તેની વાત સાચી નીકળી; અને તે અંગે સુધારાની કામગીરી શરૂ કરવામાં આવી.

આ વિડિયો જુઓ

[ મોટા ભાગના ‘ટેડ’ના વિડિયોમાં અંગ્રેજીમાં સબ ટાઈટલ વાંચી શકાય એવી સુવિધા હોય છે.
એનો ઉપયોગ આ વિડિયોમાં થઈ શકશે.]

   માર્ગારેટ હેફરમેન આ વાતનો સહારો લઈને; અને અનેક બીજા ઉદાહરણ આપીને મોટા ભાગના માનવ સમાજોમાં પ્રવર્તમાન ‘સભાન અંધાપા’ તરફ અંગુલિનિર્દેશ કરે છે. તેણે કરેલા સંશોધન મુજબ ૮૦ ટકા લોકો સમાજની ખરાબ રસમોને અને અસ્વીકાર્ય  બાબતોને જાણતા હોવા છતાં; એના તરફ આંખ આડા કાન કરે છે.

   ગાયલા જેવા કોક જ વીરલા એવા હોય છે; કે જે આ અંગે પોતાનો અવાજ ઉઠાવવાની હિમ્મત કરે છે; અને કદાચ પરિવર્તન આણી શકે છે.

જાગૃત સમાજોમાં વ્યક્તિઓને અપાતા સ્વાતંત્ર્યનો આ પ્રશંસનીય ઉપયોગ છે. 

2 responses to “‘ના’માણસ

 1. Mayur ઓગસ્ટ 24, 2013 પર 12:46 એ એમ (am)

  ગાયલા બેનેફિલ્ડને તેના આ કામ બદલ ખુબ ખુબ સલામ… “ના”માણસ માટે ગુજરાતી શબ્દ ( નકારાત્મક અભિગમ ધરાવતા લોકો ) એવો થઈ શકે.

 2. Vinod R. Patel ઓગસ્ટ 24, 2013 પર 8:43 પી એમ(pm)

  ઘણી વ્યક્તિઓ આવુ તો હોય એમ માની લેતા હોય છે જ્યારે કેટલાંક આવું કેમ હોય છે

  એના ઉપર વિચાર કરતા હોય છે .એમાંથી જ શોધકો મળી આવે છે .

  મૂળ રશિયન મૂળની, ગાયલા બેનેફિલ્ડ આવી શોધકની પ્રકૃતિ ધરાવતી સ્ત્રી હતી અને એનો ઉપયોગ કરીને એ

  સમાજને ઉપયોગી સાબિત થઇ . એને અને એની શોધક વૃતિને સલામ .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: