સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

તણાવને પ્રેમ કરો

લે , કર વાત!

તણાવ ઓછો કરવા, તણાવની સાથે શી રીતે વર્તવું — એ બધા માટે સલાહો આપનારાની ફોજોની ફોજો હાજર હોય છે; એ માટે વર્કશોપો, સેમિનારો થાય છે.

અને તમે કહેશો.. તણાવ સાથે પ્રેમ કરો?

આ જણ નથી કહેતો. નીચેના વિડિયો વાળા બહેન ‘ કેલી મેકગોનિગલ’ કહે છે. એ માનસશાસ્ત્રી તણાવ સામે દસ વરસથી યુદ્ધ ચલાવી રહ્યાં હતાં! શાસ્ત્રીય રિસર્ચના આધારે, તેમણે તેમનો અભિગમ બદલ્યો છે; અને હવે એ તણાવને પ્રેમ કરવાનું શીખવાડે છે !

અને આ લખનાર કેલી  સાથે પૂર્ણ રીતે સહમત છે. આ વળી વળીને વર્તમાનમાં જીવવાની વાત છે.

કેમ માનવામાં નથી આવતું ને?

     સરકસના ખેલાડી જોયા છે ને? ઝૂલાનો ખેલ યાદ છે ને? સેકન્ડના માપી ન શકાય એવા ભાગમાં ખેલાડીએ જેની પરથી એ લટકી રહ્યો હોય; તે ઝૂલાને છોડી દેવાનો હોય છે. જો ચપટીક ભૂલ થઈ જાય; તો સામેથી એનો હાથ પકડનાર ખેલાડી મોડો કે વહેલો પડે; અને ભલે ને નીચે નેટ હોય; અને જાન ન જાય; પણ નોકરી તો જાય, જાય ને જાય જ!  આ તણાવને એ ખેલાડીએ આત્મસાત કરી લીધેલો હોય છે; અને આથી દિવસના ત્રણ ત્રણ ખેલમાં એ કોઈ શરતચૂક વિના ખેલ કરે છે – પ્રસન્ન ચિત્તે;   તણાવને પ્રેમ કરીને.

    આપણા જીવનના ખેલ કાંઈ આટલા ખતરનાક તો  હોતા નથી ને? ભલા માણસ, એ બધા ખેલ જ હોય છે. આપણી સૌથી મોટી ગેરસમજ છે; આપણું એ સૌથી મોટું અજ્ઞાન છે; આપણી એ સૌથી મોટી વિવશતા છે – આપણું એ બેભાનપણું છે કે – આપણે સતત પરિણામ લક્ષી જ રહેતા હોઈએ છીએ. રમતમાં આપણું ધ્યાન મોટે ભાગે હોતું જ નથી. સતત હાર કે જીતની ચિંતા અને  ભોગવટાની લાલસા કે ભય આપણને આપણા માર્ગ પરથી વિચલિત કરતાં રહે ઃછે. ભૂતકાળના પરિણામો વાગોળ્યા કરવાનું;  અથવા ભવિષ્યનાં પરિણામોની ચિંતા કર્યા કરવાની.

     આપણી આ રીત અને આદત આપણને તણાવને તણાવ તરીક -પીડા તરીકે જોવા મજબુર કરે છે. તણાવ થકી માણવા મળતી ક્સરતના કારણે શરીર સુદ્રઢ બનવાને બદલે આપણું બી.પી. વધી થાય છે; અને ડાયાબિટિસ મહેમાન બની જાય છે.

      એને ખેલ તરીકે જોતાં શીખીએ.
એની સાથે આ ઘડીમાં એકરૂપ બની જઈએ.
એ તણાવની સાથે પ્રેમ કરતાં શીખીએ.
‘આઝાદ’ બનતાં શીખીએ. 

3 responses to “તણાવને પ્રેમ કરો

 1. pragnaju સપ્ટેમ્બર 5, 2013 પર 12:11 પી એમ(pm)

  ‘ કેલી મેકગોનિગલ’ એ સામાન્ય જનોને ઉપયોગી તણાવનું ખૂબ સુંદર વિવરણ કર્યું.

  તણાવ જો અલ્પકાલીન હશે તો તેની સામે લડી શકીએ છીએ આવા સંજોગોમાં રચનાત્મક બદલાવ,ટુંકાગાળાના તણાવમાં બની રહે છે પણ લાંબા ગાળાના તણાવ ઉદાસી અને ત્યાર પછી ડિપ્રેશનનું રૂપ લે છે.
  અમને એક વાર દવા લખી આપી હતી.ત્યારે ઇંટરનેટ હાથવગું ન હતું તેથી લાયબ્રેરીમાંથી તે અંગેના પુસ્તકો વાંચ્યા દવાના શિકાર બનવામાં મોટી મોટી હસ્તીઓ હતી! અને ડૉ. જાણતા હતા છતા કહેતા ન હતા તેવા અનેક ઉપાયો હતાં.
  અમારા સ્વ દાદાજી કહેતા અને કરતા તે રીતે સવારે કોકરવર્ણું પાણી,બપોરે છાશ અને રાત્રે ગંઠોડાવાળું દૂધ અને ખોરાક સાદો રાખ્યો.સવાર સાંજ અને ખાતા પહેલા તેનું સ્મરણ.ડૉ રમેશ કાપડીઆ અને બાબા રામદેવના આસન, પ્રાણાયામ, સુક્ષ્મ વ્યાયામ અને રીલેક્ષેસન કર્યું…હજુ પણ ચાલુ છે.ઘણા વર્ષો પર શ્રી શ્રી રવિશંકરનો પ્રોગ્રામ કરેલો તેમાંની સુદર્શનક્રીયા તો સદ્ય ચીકીત્સા જેવી !
  આ બધાને રેશનાલીસ્ટો પાગલપણું કહેતા તો અમે કહેતા અમને આ પાગલપણું રાસ આવી ગયું છે! હજુ દવા લેવી પડી નથી!
  તમે આ વાત સમજાવવા પ્રયત્નશીલ છો તે આનંદની વાત છે…

  હજુ જોરદાર પ્રયત્ન ચાલુ રાખશો.

  .

 2. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 6, 2013 પર 3:33 એ એમ (am)

  સરકસ તો શહેરીઓ માટે. ગામડામાં ટાઈટ દોરી પર ચાલનારો નટ જોઈ રાજકુમારી પણ પ્રેમમાં પડી જાય.

 3. gyanaknowledge સપ્ટેમ્બર 9, 2013 પર 12:40 એ એમ (am)

  સાચો આનંદ તો દુખ મા છે
  અસહ્ય પીડા મા હાસ્ય ની મજા જ ઓર છે. આ ાઍટલે ક્હી સકુ છુ, મે આ મજા માણી છે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: