સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બસની રાહ જોતાં – એક અવલોકન

     સવારના સાડા છ વાગ્યાનો સમય. ચા બનાવી, પીતાં પીતાં દીકરીના દીકરાની બસની રાહ જોવાનો સમય. સવારના ઉગતા પહોરની પ્રગલ્ભ શાંતિનો સમય.કામ પર જતા કોઈકની કારનો અવાજ એ શાંતિને  ક્ષણિક ખળભળાવી દે; બાકી એકધ્યાન થઈ જવાય, એવી શાંતિનો સમય. ચા બનાવતી વખતની ભરપૂર પ્રવૃત્તિ સમેટી લીધા પછીની નિરાંતનો સમય.  બસના આગમનની રાહ જોવાનો સમય.

     વીતી ગયેલી સવારની પ્રવૃત્તિઓના ખળભળાટમાં પ્રગટી ઉઠેલાં અવલોકનો આ રહ્યાં.- ( ‘ચા’). પણ એ બધો સમય તો હવે વીતી ગયો. હવે તો રાહ જોવાઈ રહી છે – મુસાફરીની શરૂઆત કરાવનારી એ બસની. પહેલાં એક વખત આવી જ રાહ જોઈ હતી – બસના પાછા આવવાની – બપોરના સમયે – વામકુક્ષીની વેળાએ – કમને. બેભાનવસ્થાની એ ઝપકીમાં બસ આવીને જતી પણ રહી હતી –  એનું ભાન પણ રહ્યું ન હતું!  એ ઘટનાની યાદ આ રહી. 

    પણ અત્યારના સમયે તો પૂર્ણ સતર્કતા છે. સાધના જેવી ગરમાગરમ ચાની તાજગીથી તરોતાજા થઈ ગયેલા મનની જાગૃતિ છે.

    અને એ નિસ્તબ્ધ શાંતિમાં પ્રગટે છે – એક આછો રવ. જાણે કે, અંતરના ઊંડાણમાંથી પ્રગટતી આછી શી એક લહરી. ધીમે ધીમે એ રવરવાટી વધતી જાય છે; અને બે એક સેકન્ડમાં એ ઘૂઘવાટી બની રહે છે. બારીમાંથી બસની ઉપરના લબુક ઝબુક થતા પીળા નારંગી રંગના દીવા દર્શન દે છે. અને તપ્ત સૂર્યના જેવા પીળા રંગની એ બસ પોતાના આગમનની આલબેલ પોકારી ઊઠે છે.

*****

     અનેક વિચારોના તુમુલ યુદ્ધોથી ખળભળેલું મન ધ્યાનની પ્રક્રિયા થકી શાંત પડી જાય અને શ્વાસની આવન જાવન સિવાય કશું ય અવલોકન ચિત્તમાં ચાલતું ન હોય; એવી અવસ્થામાં રોમે રોમમાં કોઈક અજાણ્યા અને છતાં સાવ પોતીકા હોવાપણાનો અહાલેક ઝીણી રવરવાટીથી ગાજી ઊઠે – એવી એ વ્હાલમના આગમનની આલબેલ. અદ્‍ભૂત આનંદ અને શાંતિમાં રમતા રહેવાની  સતત આરજૂની એ આલબેલ. સતત જાગૃતિની એ પ્રસન્ન આલબેલ.

અવર્ણનીય


આનંદછતાં કેવો


અનભિવ્યક્ત?

Advertisements

3 responses to “બસની રાહ જોતાં – એક અવલોકન

 1. નિરવની નજરે . . ! સપ્ટેમ્બર 9, 2013 પર 3:36 એ એમ (am)

  સવારે ચાલવા જાઉં ત્યારે ક્યારેક જ આવો અનુભવ થાય . . . કુતરા ભસતા નાં હોય , કોઈ વાહન’નું હોર્ન ન વાગતું હોય , કોઈ દુધવાળા કે છાપાવાળા દેખાતા ન હોય . . . માત્ર બે જ અવાજો 1} વૃક્ષોના પાંદડાઓનો ખળભળાટ , અને 2} પવન’ના સુંસવાટા કાન’ની બાજુમાંથી નીકળી જતા હોય . . . તે દરમ્યાન પૂર્ણ શાંતિ હોય અને મન શાંત હોય . . .

 2. Vinod R. Patel સપ્ટેમ્બર 9, 2013 પર 9:35 એ એમ (am)

  આખી રાતના આરામ પછી સવારે ઉઠીને મનને જગાડવા માટે ચાની મદદ લેવી પડે અને ચા પીધા

  પછી મન બહાર મહાલવાનું અને વિચારવાનું શરુ કરે . એમાંથી સર્જાય આ બધા અવલોકનો .

  જુએ છે તો બધા પણ દ્રષ્ટિ બ્ધાઓમાં સરખી નથી હોતી .મન માળું વાંદરા જેવું છે .એને

  યોગના દોરડાથી બાંધીને સખનું રાખી શકાય છે .બાંધેલું હોય તો પણ છટકવા ફાંફા મારતું હોય

  છે .

  બધા અવલોકનો વાંચવાની મજા આવી .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: