સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

તલાતલ પાતાલ (abyss)- એક અવલોકન

     આમ તો ગુજરાતી ભાષામાં આ શબ્દ અધોગતિના અંતિમ તબકાની સ્થિતિના પર્યાય તરીકે વધારે વપરાય છે. પણ અહીં એક જરા જુદો અંદાજ છે.

દરિયાની છેક નીચે …
ચાર પાંચ માઈલ નીચે…

     ત્યાં સૂર્યનું એક પણ કિરણ પહોચી શકતું નથી. સમગ્ર સૃષ્ટિમાં સૌથી વધારે અંધારી જગ્યા. આપણે ત્યાં જવું હોય તો પણ ન જઈ શકીએ; કારણકે, ત્યાં આખા શરીરને દાબીને ચપટું કરી દે તેવું પાણીનું ભયાનક દબાણ સતત રહેતું હોય છે. ‘ડીપ સી એક્સ્પ્લોરેશન’ કરાવી શકે તેવા રોબોટ વાહનો જ ત્યાં જઈ શકે છે -એમને હવાની જરૂર હોતી નથી માટે.

       ત્યાંની જીવ સૃષ્ટિનો આ વિડિયો જુઓ…

       અને આ થોડાક ચિત્રો…

પણ એની વાત અહીં શા માટે?

કારણ છે!

આની અગાઉ અહીં સર્ફિંગની વાત કરી હતી.

       એ જ મહાસાગર. એ જ તલાતલ પાતાલની સપાટી પરના ઉછાળા. એ જ ઉપરતળે કરી નાંખતી, શક્તિશાળી મોજાંઓની થપાટો. અને  આ એ જ મહાસાગરનું બીજું  રૂપ છે – સાવ નોખો નજ઼ારો. અહીં ઘોર અંધારું હોય છે. આવા રોબોટોએ જાણ કરી ત્યાં સુધી એમ જ મનાતું હતું કે, ઓક્સિજન અને સૂર્યકિરણો વિના ત્યાં કોઈ જીવ સૃષ્ટિ શક્ય નથી. માટે જ અધોગતિની પરાકાષ્ટા માટે ‘તલાતલ પાતાલ’ની ઉપમા અપાતી હતી.

પણ ત્યાંય જીવન ધબકે છે.

        ‘સર્ફિંગ’ અંગેના અવલોકનમાં મનમાં ઊઠતા, ઉપરતળે હલબલાવી નાંખે તેવા તરંગોની સાથે સમતા કેળવવાની વાત હતી. મિત્રો સાથે  ઈમેલિયા ચર્ચામાં એમ પણ એક મત નીકળ્યો કે, જીવનથી આ વિમુખ થવાની વાત છે. જીવનમાં એવી સમતા શક્ય નથી. એ તો સાવ મૃતઃપ્રાય થવાની વાત.

      પણ એવી નીરવ શાંતિમાં પણ જીવન ધબકતું જ હોય છે. સાવ અલાયદા પ્રકારનું એ જીવન હોય છે – એમ ત્યાં સફર કરી આવેલા કહે છે. એ સ્વયં પ્રકાશિત હોય છે. એને કોઈ બહારી સૂર્યની જરૂર નથી હોતી; એને ધબકતો રાખવા કોઈ પ્રાણવાયુ જરૂરી નથી. એ સ્વયં પ્રાણમય હોય છે.

અંતરના તલાતલ ઊંડાણમાં
ધબકતો…
દમકતો…
ચમકતો…
જીવનનો રાસ.

7 responses to “તલાતલ પાતાલ (abyss)- એક અવલોકન

 1. pragnaju સપ્ટેમ્બર 26, 2013 પર 8:17 એ એમ (am)

  ખૂબ સુંદર માહિતી
  અને ફોટા
  વાહ
  અમારા નમ્ર મંતવ્ય પ્રમાણે વિષુવવતના દક્ષિણ પ્રદેશ પાતાળ છે
  પાતાળ ભારતીય ઉપખંડના હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૃથ્વીની નીચે એટલે કે તળમાં હોય છે.
  સાત પાતાલ /અતલ · વિતલ · નિતલ · ગભસ્તિમાન · મહાતલ · સુતલ · પાતાલ
  સુરગ પાતાલ કે બીચમેં, દુઈ તુમરિયાં બદ્ધ
  ષટ દરસન સંસય પરી, લખ ચૌરાસી સિદ્ધ
  પણ
  આપણાં દેશમાં એવા કેટલાંયે સ્થળો છે જેની રમણિયતા એટલી સુંદર છે કે જાણે ભગવાને જાતે ઉતરીને તેને શણગારી ન હોય.એવી જ આ એક જગ્યા છે જેની સુંદરતા જોઈ આપ પણ રોમાંચિત થઈ જશો. મધ્ય પ્રદેશમાં આવેલી આ કુદરતી સૌદર્યથી ભરપુર જગ્યા એટલે કે પાતાલ પાણી.

  શનિ પાતાલ ક્રિયા ऊँ शं न देवीरभिष्टय आपो भवन्तु पीतये। शं योरभि स्त्रवन्तुन:। શનિદેવનું મુખ પાતાળ તરફ રહે. શનિદેવને પ્રાર્થના કરો

 2. Vinod R. Patel સપ્ટેમ્બર 26, 2013 પર 9:23 એ એમ (am)

  વિકિપીડિયા પાતાલ સુધી પહોંચી ગયું છે . અહીં વાંચો .

  http://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B3

 3. Pushpa Rathod સપ્ટેમ્બર 26, 2013 પર 10:14 એ એમ (am)

  thank u sir avo best vidio batavava badal, mane sath apva badal je aa akho nihale che.vichro jyre mind mathi shbdo ma utre pratisad ape tyrej lakhay che, je jiv dekhay che ema fakt potani urja jya jiv apoap jive che, eni khudni urja che, pan maru manvu che ke jiv potej ek shkti che, jivi rhevu jruri che. ej best drshta bhav thi jivo. ej best jivan che.

 4. Anila Patel સપ્ટેમ્બર 26, 2013 પર 1:39 પી એમ(pm)

  બહુજ સરસ માહિતી. ઇશ્વરે જેને જીવન બક્ષ્યુ છે તેને જીવાડવાની જવાબદારી એને પોતાને હસ્તક રાખીજ છે.

 5. La' Kant સપ્ટેમ્બર 28, 2013 પર 7:43 એ એમ (am)

  ગમ્યું . એક નવો વિશયાંતરી ફણગો વધારાની માહીતિ ….. પ્રગ્નાજુની પહોંચ શાશ્ત્રોક્ત . વધુ ઊંડાણ …. તાગે છે …..જોકે , આપણા છેડાયેલા વિશયનો મુદ્દો બાકી તો રહે છે જ . આંકડનો મુદ્દો તો છે જ નહીં .
  ફરી ધ્યાનથી વાંચી ,મને જે અંગે ક્લેરીફિકેશન જોઇયે છે ,તે મુદ્દાસર અટેંડ કરો તો વધુ સારું .
  -લા’કાંત / ૨૮-૯-૧૩ .

 6. Pingback: નટરાજ | સૂરસાધના

 7. La' Kant " કંઈક " માર્ચ 10, 2017 પર 8:56 એ એમ (am)

  “જીવનમાં એવી સમતા શક્ય નથી. એ તો સાવ મૃતઃપ્રાય/”જળ/ જડ” થવાની વાત.” ??? !!! ” મૂળ મમત્વ છૂટે તોજ કામ બને, ભાલ-ભલા લાલચ માયાની પાર કરી શકતા નથી એ ય હકીકત જ છે !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: