સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખેલ ખરાખરીનો

ખેલ ખરાખરીનો
જંગ રસાકસીનો

બોલ બરાબરીનો
ડંકો સુભટમણિનો

        આવા એક ખેલની આ દિલ ધડકાવન વાત છે!

      પ્રબળ જંગ – સતત, સદા, સર્વત્ર ચાલતું યુદ્ધ – દરેક સેકન્ડે લોથની લોથ પડતી થાય એવું લોહિયાળ યુદ્ધ. કોઈ દેશ કે પ્રદેશ એમાંથી બાકાત નથી; અરે! કોઈ જાતિ પણ નહીં. દરેક યોદ્ધો એનું કર્તવ્ય બજાવીને શહીદ બનતો જ રહે. એની એ મર્દાનગી અને કર્તવ્યનિષ્ઠામાં તસુભાર પણ કચાશ કદી આવે જ નહીં. એનું જીવનકાર્ય સમાપ્ત થતાં વારમાં જ એનું મૃત્યુ નિશ્ચિત જ હોય.

     એની મહાન વીરતાના પ્રતિક સમી કોઈ ખાંભી ન ચણાય. એને ખોળામાં લેવા કોઈ બહેની, માતા કે પ્રિયા ન આવે. એ તો અજ્ઞાત, અનામી, કદી નામના ન પામનાર એકલવીર લડવૈયો. અને એના જેવા તો કરોડો, અબજો, ખર્વાતિખર્વ લડવૈયા સતત એ યજ્ઞમાં હોમાતા જ રહે.

     હા! એક ભુલ થઈ ગઈ. આ લડાઈ સાવ નીરવ રીતે જ ચાલ્યા કરે છે- એમાં કોઈ બરાબરીના બોલ, હોંકારા, પડકારા થતા નથી.  એ ભેંકાર યુદ્ધ છે – સાવ અંધકારમાં. સતત ચાલી રહેલું યુદ્ધ.

   એ યુદ્ધના અણસાર આપણને સતત મળતા જ રહે છે. પણ એ અણસાર એટલા તો સતત હોય છે કે, આપણે એ અણસારની પાર્શ્વભૂમાં ચાલી રહેલા એ જંગથી સાવ અજ્ઞાત જ રહેતા હોઈએ છીએ. એ જંગની ખબર આપવા કોઈ સમાચારપત્ર કે ટીવીનું ન્યુઝ બુલેટિન હાજર નથી.

     પણ આખાયે આ લોહિયાળ જંગના સુભટનો ડંકો તો સતત ગાજતો જ રહેવાનો ને?

    કોણ છે એ સુભટ? અને કયો છે એ અનંત જંગ? શી છે એ ખરાખરીની બાબત? શેં લડાય છે – આ ભેંકાર, બિહામણું યુદ્ધ?

     ખબર ન પડી ને?  એટલે જ… એ મહાન જંગની અહીં ઘોષણા થઈ રહી છે!

એ યુદ્ધ છે…
જીવન સંગ્રામ.
એના અણસાર છે…..
શ્વાસ
અને
પસીનો

       હરેક શ્વાસે શરીરના કોશે કોશની અંદર પ્રદિપ્ત આતશને પ્રાણવાયુ મળતો રહે છે; અને પ્રત્યેક ઉછ્વાસે એ આગની પેદાશ, એ ગરમાગરમ જ્વાળા બહાર નીકળતી રહે છે.

     પસીનાના પ્રત્યેક બુંદ સાથે અવસાન પામેલા એ કોશોની લાશના અવશેષોનો નિકાલ થતો રહે છે.

      કેમ ? ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી વાત લાગી ને?

        પણ ભલાદમી! આ જ તો છે જીવન સંગ્રામ. બહારી સંગ્રામો થાય કે ન થાય. એમાં વિજય મળે કે પરાજય; પણ આ સંગ્રામ તો સતત જારી જ રહ્યો છે – અનાદિકાળથી, કરોડો વર્ષોથી. જ્યાં સુધી જીવન છે,  ત્યાં સુધી એનો કોઈ અંત નથી.

હા!
લાશને
કોઈ શ્વાસ કે પસીનો
થતા નથી હોતા!

અને એ પણ કહેવું પડશે કે એ સુભટ મણિ કોણ? એને  જે નામ આપવું હોય તે આપો.

એનું એક નામ પડ્યાની કથા આ રહી. 

અને એ સુભટના સતત ડંકાની વાત આ રહી.

3 responses to “ખેલ ખરાખરીનો

  1. pushpa1959 નવેમ્બર 13, 2013 પર 9:41 એ એમ (am)

    vachi lagyu ke pahadni ek shilalekh dadadadti niche avi. maro antar atma to thangani uthyo, shu vichroma atli takat che.aa sagram to potani jode che, emay jo satay male to bas, fakt techniqne barabar samjo ane samta ma raho,dhire dhire  aapo aap rasto bane che eni sho takani garanty che.ane biju to javado jivan ek kala che, ene to jivi jansho

  2. gyanaknowledge નવેમ્બર 14, 2013 પર 11:45 એ એમ (am)

    Darwin’s Theory: Survival of fittest.
    we all fight for best life, happiness and peace.
    But before we act we hardly think whether we are doing good or bad, whether we are doing good to ourselves or we are doing good for all of us.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: