સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પાનખરમાં વસંત

પાનખર વિશે અહીં લખ્યું હતું ; પણ એ તો પાનખરિયા; શોકની વાત જ હતી.

પણ……

પાનખરમાં પણ  ભરચક ઉલ્લાસ  હોઈ શકે; તેની યાદ બે મિત્રોએ આજે દેવડાવી અને મન પ્રફુલ્લિત થઈ ગયું.

    માનનીય મિત્ર શ્રી. ઉત્તમ ગજ્જરે  ‘ગુજરાત મિત્ર’ના એક પાનાંની ફાઈલ મોકલી આપી. એમાં બીજા માનનીય મિત્ર ડો. શશિકાન્ત શાહ નો અમારા જેવા વયસ્કોને પોરસાવતો  લેખ વાંચી મન મહોરી ઉઠ્યું. એમ કેમ ન થાય? છાપામાં નામ આવે તો કોને ન ગમે? (નામચીનો ્પણ મૂછે વળ ચઢાવી અપન વાલાઓ વચ્ચે વટ મારતા જ હશે !)

‘પાનખરમાં વસંત ‘ નો એ લેખ આ રહ્યો. 

અને એમાંનો આ લખનારના અહંને વકરાવતો ભાગ આ રહ્યો –

૧૩, નવેમ્બર-૨૦૧૩ ના 'ગુજરાત મિત્ર' માંથી ટાંચણ

૧૩, નવેમ્બર-૨૦૧૩ ના ‘ગુજરાત મિત્ર’ માંથી ટાંચણ

      ડોક્ટર સાહેબનો આભાર માની, છાપામાં નામ આવ્યાના હરખને ચપટીક વેગળો મેલી; નવરાશના સમયમાં બ્લોગ- પટલાઈ કરતા કે પોતપોતાનો ચોરો ચલાવતા   આવા સૌ ઘૈડિયાઓનું લિસ્ટ બનાવવા મન થયુ.

– આ રહ્યું….

[ મોટા ભાગના ૭૦ + છે; કોઈક થોડાક યુવાન હોય તો માફ કરે ! ]

arvind_adalaja.. અરવિંદ અડાલજાનો બ્લોગ–  શ્રી. અરવિંદ અડાલજા

g_maru – અભીવ્યક્તી – શ્રી. ગોવિંદ મારૂ

Ramesh+Patel_2આકાશ દીપ;  શ્રી. રમેશ પટેલ

aataa_paghadiઆતાવાણી; શ્રી. હિમ્મતલાલ જોશી

suresh10– ગુજરાતી પ્રતિભા પરિચય ; સૂર સાધના  Expressions,  Hobby Lobby ; સુરેશ જાની

Govind_Patelગોદડિયો ચોરો; ગોવિંદ પટેલ

???????????????????????????????– ચન્દ્રપુકાર; ડો. ચન્દ્રવદન મિસ્ત્રી

captain-narendra-2– જિપ્સીની ડાયરી; કેપ્ટન નરેન્દ્ર ફણસે

Ashok_Das– દાદીમાની પોટલી; શ્રી. અશોક દેસાઈ

PPV–  નીરવ રવે; શ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસ

jugalkishor_vyas– નેટ – ગુર્જરી; શ્રી. જુગલકિશોર વ્યાસ

dipak_dholakia –મારી બારી; શ્રી. દિપક ધોળકિયા

vali_musa– વલદાનો વાર્તાવૈભવ,  William’s Tales ; શ્રી. વલીભાઈ મુસા

vijay_shah– વિજયનું ચિંતન જગત ; શ્રી. વિજય શાહ

Vinod_Patel_3 – વિનોદ વિહાર ; શ્રી. વિનોદ પટેલ

Uttam_Gajjar– સન્ડે -ઈ -મહેફિલ ; શ્રી.ઉત્તમ ગજ્જર

.Jagdish_Joshi–  જગદીશ જોશી; સંબંધોના સથવારે

Rajendra_Trivedi - Copy - CopyBharat_Pandya_1– હાસ્ય દરબાર ; ડો રાજેન્દ્ર ત્રિવેદી, ભરત પંડ્યા, સુરેશ જાની

અને આ રહી હ્યુસ્ટનની આખી ગેંગ !

અને આ રહ્યા એ રસિક જનોના દિદાર…

GSS_friendsએ સાહિત્ય સરિતામાં તરનારાઓને  વધારે સારી રીતે અહીં નિહાળો.

આ મિત્રોમાં જો કોઈ ૬૦ – હોય તો , આ હરકત બદલ માફ કરે !

———————————–

નોંધ –

    આવા સૌ વયોવૃદ્ધ બ્લોગર મિત્રોનો સમાવેશ કરવાની બને તેટલી કોશિશ તો કરી છે. પણ એ શક્ય છે જ કે, આવા બીજા મિત્રોનો સમાવેશ અહીં ન થયો હોય. સૌ વાચક મિત્રોને વિનંતી કે, એવી શરતચૂક તરફ ધ્યાન દોરે. એવા મિત્રોનો સમાવેશ પણ કરી લેવાનું બહુ ગમશે.

7 responses to “પાનખરમાં વસંત

  1. vijayshah નવેમ્બર 14, 2013 પર 1:20 એ એમ (am)

    અમારે ત્યાં એવા નામો ઘણાં છે (www.gujaratisahityasarita.org)
    જેમકે અંબુભાઇ દેસાઇ ( ૯૪), ધીરુભાઇ શાહ (૯૩) ગીરિશ દેસાઇ (૮૪) ચીમનભાઇ પટેલ (૭૯)
    પ્રવીણાબેન કડકિયા (૬૯) સરયુ બહેન પરીખ (૬૮) ,દેવિકાબેન ધ્રુવ ( ૬૫) પ્રદીપ બ્રહ્મભટ્ટ (૬૫) ડો. ઇંદુબેન શાહ (૬૯) હેમાબહેન પટેલ(૬૯) વિશ્વદીપ બરાડ (૬૬),સુમન અજમેરી (૭૮) ડો કમલેશ લુલ્લા (૬૩) વિજય શાહ (૬૨) દરેક્ની ઉંમર અંદાજે છે. એક વાત નક્કી છે બધા ૬૦+ ક્લબમાં છે.

  2. pragnaju નવેમ્બર 14, 2013 પર 8:16 એ એમ (am)

    ડો શશીકાંત શાહ અને અમારા કૅપ્ટન સાહેબના વિચારો ડીપ્રેશનના ગમગુસાર ચારાસાઝ છે.
    ધન્યવાદ
    પણ તમે તો બ્લોગ જગતમા ઉતમ ગજ્જર સોરી ઉદાહરણ નાનો પોરીયો થઇ પુરું પાડ્યું છે !
    તમે કહ્યું તે બરોબર છે કે બ્લોગને લીધે સમય પસાર કરવાનો સવાલ નથી પણ સાથે ઘરના -ખાસ કરીને બાળકોના પ્રશ્ન હોય તો બ્લોગ કી ઐસી તૈસી!
    અમારી દિકરી યામિની એ લખેલી સ્ક્રીપ્ટ – “એ સીતા હું નહીં’ ભજવાઇ અને તેના કાવ્ય પ્રવચન મુંબાઇમાં વખણાયા.તે સ્ત્રી અંગ છેદન જેવા વિષયો પર નાટક લખી શકે છે-સ્ટેજ પર ભજવી શકે છે.ચિ પરેશ તેના પ્રવચનમા કહી શકે છે કે તે રોજ મંદીરે જતો નથી પણ ફળો શાકભાજીના ટોપલાવાળા સાથે ભાવની કચકચ પણ કરતો નથી.અને લખાણો…ત્યારે યાદ આવે
    પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
    જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.

  3. gyanaknowledge નવેમ્બર 14, 2013 પર 11:50 એ એમ (am)

    nice one… “paankhar” reminds me of the initiation of new flowers, leaf and fruits.

  4. Pravinchandra Shah નવેમ્બર 14, 2013 પર 4:40 પી એમ(pm)

    Shri Uttambhai had sent this one and I went through the Divya Bhaskar” kalash” and pondered to convey my good feelings towards your efforts but somehow you put it up with added info of some good focus on enlightening personalities like all these stated with photos. Thanks .P.P.Shah

    Date: Thu, 14 Nov 2013 04:00:44 +0000
    To: pravinchandrashah@hotmail.com

  5. Pingback: બુઢ્ઢા હોગા તેરા બાપ | સૂરસાધના

  6. jagdish48 ડિસેમ્બર 3, 2013 પર 11:20 એ એમ (am)

    તમારી સંધીય વાત સાચી, પણ આ ઘૈડીયાઓ કોકવાર કેટલાય વરહથી ભેગી કરેલી માન્યતાઓ/વિચારોમાં હલચલ થાય એવી સળી કરે તંયે બહુ તકલીફ થાય. પછે ભલેને આપણે ‘આપણી’ ખોટી આળપંપાળ કરતાં હોઈએ !

  7. aataawaani નવેમ્બર 19, 2016 પર 5:27 પી એમ(pm)

    પ્રિય સુરેશભાઈ
    તમે પાનખરમાં વસંત લાવી એ બહુ ઉત્તમ કાર્ય કર્યું . મારા જેવાને તો બુઢાપામાં જુવાની લાવી દીધી . આવા સુંદર કાર્ય બદલ હું તમને શાબાશી આપું છું . મને મારાથી વડીલ આમાં . કોઈ દેખાણો નહીં .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: