સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હાર અને ચન્દ્ર

લે, કર વાત! હારને અને ચન્દ્રને શો સંબંધ?

આ હાર તમે માનો છો તેવી હાર નથી!

અને ચન્દ્ર પણ તમે માની લીધો એ ચન્દ્ર નથી. ???????????????????????????????

હવે ખબર પડી ને?  ચન્દ્રપુકાર’ વાળા ચમી – સી.એમ. – સાચું નામ ડોક્ટર ચન્દ્રવદન મિસ્ત્રી

પણ આ ફોટો તો ત્રણ વર્ષ જુનો છે – ડલાસ એરપોર્ટ પર તેમની સાથે અલપઝલપ મુલાકાત વખતનો.

એમને આમ તો સૌ ઓળખે જ છે; પણ વ્યવસ્થિત ઓળખ આ રહી.

પણ આજની વાત સાવ અલગ છે. ‘હાર’ નું અંગ્રેજી શું?

Defeat?

ના…

Garland!

હવે વાતમાં વધારે મોયણ નાંખ્યા વિના કહી જ દઉં.

ગાર્લેન્ડ , ટેક્સાસ ખાતે સી.એમ. આવ્યા છે ; અને તેમના પિત્રાઈ ભાઈના ઘેર ઉતર્યા છે – એ ખબર મળતાં તેમને મળવા આ જણ ધસી ગયો. કલાક ગોષ્ટિ ચાલી; અને વિદાયવેળાએ આ ફોટા ઝડપાયા.

ચમિ અને કમુ

ચમિ અને કમુ

બે મિત્રો

બે મિત્રો

આમ ને આમ જ મિત્રો મળતા રહે; તેવી અભિલાષા સેવીએ.

5 responses to “હાર અને ચન્દ્ર

 1. Vinod R. Patel નવેમ્બર 19, 2013 પર 8:47 પી એમ(pm)

  બે સાહિત્ય મિત્રોનું ફરી મિલન થયું એ કેટલો સુંદર સંજોગ કહેવાય .

  મિત્રોનું મિલન હંમેશા આનંદદાયક હોય છે . બ્લોગોની રચનાઓ અને ઈ-મેલોથી મનથી મળતા મિત્રો

  જ્યારે સદેહે રૂબરૂ મળે ત્યારે એક જુદો જ સંબંધ સેતુ રચાય છે !

 2. pragnaju નવેમ્બર 19, 2013 પર 8:51 પી એમ(pm)

  યાદ
  તું જો મેરે સૂર મેં સૂર મિલા લે સંગ ગા લે તો ઝીંદગી હો જાયે સફલ … અહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો..! બનતા હૈ મેરા કામ તુમ્હારે હી કામ સે, હોતા હૈ મેર નામ તુમ્હારે હી નામ સે…

 3. chandravadan નવેમ્બર 20, 2013 પર 12:30 પી એમ(pm)

  અરે, સુરેશભાઈ,

  આ શું કર્યું ?

  “ગારલેન્ડ”આવ્યા..આપણે મળ્યા…વાતો કરી…અને વિદાય સમયે ફોટાઓ પડ્યા.

  મને થયું કે એ તમારા કેમેરામાં છુપાય રહેશે….ત્યારે તમારો ઈમેઈલ અને મારા બ્લોગ પર પધારી એક પોસ્ટ વિષે કહ્યું

  હું આવ્યો.

  આ પોસ્ટમાં એ ફોટાઓ નિહાળ્યા….આનંદ પણ થયો.

  પણ હવે કાંઈ કહેવું છે>>>>>>>>>>

  ડાલાસના “ગારલેન્ડ” વિસ્તારને તમે તો નવું સ્વરૂપ આપ્યું,

  એને જ “હાર” કહી, જાણે મારા ગળે પહેરાવતા હોય એવું થયું,

  જ્યારે, “હ્રદયભાવ” એવો સુરેશ હૈયે જો પ્રગટે,

  તો, “મેન્સફીલ્ડ”ને મનમાં રાખી, ચંદ્ર વિચારે,

  જાણે એ મેન્સફીલ્ડ છે સુરેશ ઘરે,

  એવા ભાવ સાથે એ મળવા આવે,

  ખુશી સાથે ભેટી, એ જ હાર સુરેશ ગળે પહેરાવે,

  ત્યારે, સુરેશ અચંબા સાથે નયને આસુંઓ લાવે,

  “એક હાર” દ્વારા “મિત્રતા”ના નીરના ઝરણાઓ વહે,

  એવા નીરમાં સ્નાન કરતા, ચંદ્ર સુરેશ આનંદમાં રહે !

  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ chandrapukar !

 4. ગોદડિયો ચોરો… નવેમ્બર 29, 2013 પર 3:49 પી એમ(pm)

  મિત્રોનું મિલન એ સુભગ સંજોગ કહેવાય

  લ્યો સી.એમ ને એન્જીનિયર મલ્યા.

 5. pragnaju મે 21, 2021 પર 8:48 એ એમ (am)

  વાહ
  સદા યાદ રહે તેવી મુલાકાત
  ડૉ સાહેબ અંગે છેલ્લી વિગત જણાવશો
  બને તો ફૉટો મોકલશો

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: