સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બુઢ્ઢા હોગા તેરા બાપ

       માનનીય ડો.શશિકાન્ત શાહના લેખથી અભિભૂત થઈ ‘પાનખરમાં વસંત’ અહીં પ્રગટ કર્યું; ત્યારે સ્વ- પ્રશંસા ગમી હતી; એનો એકરાર સૌથી પહેલાં કરી લઉં. પણ સાથે એવા સહ-ઉમરી, સ-મિજાજી (!) મિત્રોને પણ યાદ કરી લેવાનો ઉમંગ પણ થયો હતો.

     જેમણે ડોક્ટર સાહેબનો એ લેખ મોકલ્યો હતો તે માનનીય વડીલ મિત્ર શ્રી. ઉત્તમ ગજ્જરે આજે એવા જ એક બહુ જાણીતા, સદા-વાસંતી મુડ વાળા ‘બીગ બી’ વિશે એક લેખ મોકલ્યો – શિર્ષક…

‘બુઢ્ઢા હોગા તેરા બાપ’  

      અને ફરીથી પાનખરી વસંત ખીલી ઊઠી.

    ‘બીગ બી’ નું નામ આવે એટલે અમારી ઉમરના લોકોની સ્વાભાવિક વૃત્તિ હોય -‘નાકનું ટેરવું ચઢાવવાની.’ અને તરત સ્વસ્તિ વચનો નીકળી જ પડે – ફિલમિયો, નાટકિયો, વંઠેલો, લોકોને ઊંધા રવાડે ચઢાવનારો. 

    પણ સિત્તેરી વટાવી ગયેલા એ યુવાનની વાતો આ લેખમાં વાંચી મન સભર થઈ ગયું. આ રહ્યો …...શ્રી. જયેશ અધ્યારૂ એ લખેલો – એ વાસંતી વાયરા લહેરાવતો લેખ.

      અલબત્ત, લેખની શરૂઆત થાય છે – એવા જ વાસંતી ફૂલો ખીલવીને પાનખરના પાનની જેમ વિખેરાઈ ગયેલા – માન્યવર રતિકાકાને યથાર્થ યાદ કરીને.

Ratilal_Chanadya

         હવે એ લેખમાંથી આ ‘સદા બહાર યુવાનો’ એટલે શું? એના એક બે ટાંચણ…

       જો ઈશ્વરમાં માનતા હોઈએ તો જે કંઈ થઈ રહ્યું છે ,એ આપણને ન ગમતું હોવા છતાં;એની ઇચ્છા પ્રમાણે જ થતું હશે ને? તો પછી જે છે, એને એ જ રીત શા માટે સ્વીકારી ન લેવું?

—-

      ‘जव तक ये शरीर चल रहा है, तब तक तो काम करता रहुंगा। और अगर मैंने काम करना बंद कर दिया, तो भाई साब! क्या करुंगा? मैं तो बिमार पड जाउंगा।’  – अमिताभ बच्चन

અને વધારે દિલચસ્પ વાતો તો તમારે એ લેખમાં જ વાંચવી રહી.

        અને એ ‘બીગ બી’ દરરોજ કેવા વિચારો વ્યક્ત કરે છે – એ વાંચવા મન થાય તો, તેમના બ્લોગ પર પણ લટાર મારી જોજો.

બોલ બચ્ચન પર પહોંચવા આ ચિત્ર પર ક્લિકો !

બોલ બચ્ચન પર પહોંચવા આ ચિત્ર પર ક્લિકો !

Advertisements

3 responses to “બુઢ્ઢા હોગા તેરા બાપ

 1. pragnaju નવેમ્બર 29, 2013 પર 10:16 એ એમ (am)

  પ્રેરણાદાયી વ્યક્તીત્વ
  ખાસ કરીને આપણા જેવા ૭૦-૮૦++માટે

 2. pravina નવેમ્બર 29, 2013 પર 2:16 પી એમ(pm)

  હા, બુ્ઢ્ઢા હોગા તેરા બાપ’ વાંચીને એક વાત યાદ આવી. કહેવી જ પડશે !
  મારા પતિ દેવ ને ગરમી ખૂબ લગતી. હ્યુસ્ટનમાં ૨૪ કલાક એ.સી. ચાલે ,’
  જમવા બેસે ત્યારે પસીનાથી નિતરે. જ્યારે હું કહું હજુ ટેમપ્રેચર નિચું કરૂ,
  તો કહેશે ગમે તે કર ‘ચાવે છે કોણ તારો બાપ.” મને પસિનો થવાનો જ કારણ
  મારે ચાવવું પડે છે. બોલો છે તમારી પાસે આનો જવાબ,—————–

 3. Vinod R. Patel નવેમ્બર 29, 2013 પર 11:00 પી એમ(pm)

  સદા બહાર અમિતાભ વરસોની ગણતરીએ ઘરડો હશે પણ મનથી એ હજુ એવો જ એન્ગ્રી યંગ મેંન છે !

  બુ્ઢ્ઢા હોગા તેરા બાપ’ એ નામના મુવીમાં અમિતાભે જબરો ટીખળી રોલ ભજવ્યો છે !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: