સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સગપણ

આંસુઓનાં પડે પ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે?

કહ્યા વિનાયે સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે?

– કુમુદ પટવા

દરેક જણને નડતો આ સામાન્ય પ્રશ્ન.
હું શું કામ જતું કરું?
શા માટે મારે જ વેઠવાનું?
અને એનો છેવટનો સાર…
માત્ર જતું કરી દો,
પછી તમારે ઘણું બધું નહીં કરવું પડે.
આ વાત પણ એકદમ સાચી. પણ અમલમાં મુકવી કેટલી કઠણ છે- તે સૌ કોઈ  જાણે છે.
તો ઉપાય શો?
એક જડ્યો છે-
જાત સાથે સગપણ બાંધીએ તો? જનમથી મરણ લગી, એ જ તો આપણો હમ્મેશનો, હર ઘડી, સ્વપ્નાવસ્થામાં પણ – સાથી છે જ ને?
જાત સાથે સગપણ બંધાયું.
આઝાદ બની ગયા. 
Advertisements

3 responses to “સગપણ

 1. સુરેશ ડિસેમ્બર 22, 2013 પર 11:18 એ એમ (am)

  જાગૃતિની સરસ કવિતા મળી –

  કોક તો જાગે (વેણીલાલ પુરોહિત)


  આપણામાંથી કોક તો જાગે-
  કોક તો જાગે !

  કોક તો જાગે આપણામાંથી
  હાય જમાને
  ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
  ઘેનસમંદર ઘૂઘવે-
  એનાં ઘોર ઊંડાણો
  કોક તો તાગે-
  આપણામાંથી કોક તો જાગે !‌

  હાય જમાને
  ઝેરને પીધાં, વેરને પીધાં,
  આધીનનાં અંધેરને પીધાં,
  કૈંક કડાયાં કેરને પીધાં-
  આજ જમાનો અંતરાશે
  એક ઘૂંટડો માગે-
  સાચ-ખમીરનો ઘૂંટડો માગે :
  આપણામાંથી કોક તો જાગે !

  બાપદાદાની બાંધેલ ડેલી,
  એક ફળીબંધ હોય હવેલી,
  ગામની ચંત્યા ગોંદરે મેલી,
  એ…ય નિરાંતે લીમડા હેઠે
  ઢોલિયા ઢાળી-
  સહુ સૂતા હોય એમ કાં લાગે ?
  આપણામાંથી કોક તો જાગે !

  સોડ તાણી સહુ આપણે સૂતાં,
  આપ ઓશીકે આપણાં જૂતાં,
  ઘોર અંધારાં આભથી ચૂતાં-
  ઘોર અંધારી રાત જેવી
  ઘનઘોર તવારીખ સોરવા લાગે-
  આપણામાંથી કોક તો જાગે !

  આમથી આવે ક્રોડ કોલાહલ,
  તેમથી વ્હેતાં લોહી છલોછલ,
  તોય ઊભાં જે માનવી મોસલ-
  આપરખાં, વગડાઉ ને એવાં
  ધ્યાનબ્હેરાંનાં લમણાંમાં
  મર લાઠિયું વાગે !
  આપણામાંથી કોક તો જાગે !

  એક દી એવી સાંજ પડી’તી,
  લોક-કલેજે ઝાંઝ ચડી’તી
  શબ જેવી વચમાં જ પડી’તી-
  એ જ ગુલામી,
  એ જ ગોઝારી,
  મૂરછા છાંડી મ્હોરવા માગે :
  આપણામાંથી કોક તો જાગે !

  કોઈ જાગે કે કોઈ ના જાગે
  કોઈ શું જાગે ?
  તું જ જાગ્યો તો તું જ જા આગે-
  આપણામાંથી તું જ જા આગે….

 2. jagdish48 ડિસેમ્બર 22, 2013 પર 11:03 પી એમ(pm)

  ‘સગપણ’ એટલે જ ‘બંધન’ … પછી જાત હોય કે અન્ય.
  એમાંય તમારી જાત સાથે સગપણ બાંધવાની વાતને કોક ‘સ્વાર્થ’ સુધી પહોંચાંડશે. કૃષ્ણકાંતભાઈએ એક વાત નજરઅંદાજ કરી – આપણી ગેરહાજરીમાં કોઈ આપણા વખાણ કરે તો એમાં પણ એક ‘સાજીશ’ હોય શકે. કશું સ્વીકારવા જેવું નથી, બસ જાત સાથે પણ સંબંધ બાંધવાને બદલે ‘સાક્ષી’ બની જવું વધારે હિતકારક છે.
  બાકી વાસ્તવિક દુનિયામાં ‘લેટ ગો’ કરવાનું રહ્યું.(http://bestbonding.wordpress.com/2012/06/17/let-go/)

 3. niharika.ravia ડિસેમ્બર 26, 2013 પર 6:02 એ એમ (am)

  ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: