સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કામ છે હવાનું

ભડભડ કશું બળે તો ‘મકરંદ’ માની લેજે,
તણખો નિમિત્ત સાચું; પણ કામ છે હવાનું.

મકરંદ મુસળે

( આખી ગઝલ અહીં )

  • જીવતરના ભડભડ બળતા ભડકાની વાત.
  • વ્યથાઓના ઓથારની વાત.
  • ભડભડ બળતી હતાશાઓની અથવા અપેક્ષાઓની વાત.

પણ…

શ્વાસની પણ વાત.

જીવતા રહ્યાની પણ વાત.

હવા સરી જાય પછી બધાનો અંત. ગનીચાચા યાદ આવી ગયા –

જો હૃદયની આગ વધી ‘ગની’,
તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી.
કોઈ શ્વાસ બંધ કરી ગયું,
કે પવન ન જાય અગન સુધી.

હમણાં એકાદ વરસ પહેલાં જ આ જ્વાળાને યાદ કરી હતી – અહીં

અને ફરીથી દોહરાવવાનું …

        ભલે આ નીરાશા કે હતાશાની વાત હોય – પણ …..જો એ જ શ્વાસ સાથે સભાનતા આવવા લાગે તો?

       તો જાગૃતિની પાવન જ્વાળા આખાયે હોવાપણાને જ્યોતિર્મય બનાવી શકે તેમ હોય છે. એકે એક શ્વાસ સાથે સભાનતા આવી ન આવી; અને સાક્ષીભાવ પ્રદિપ્ત થતો રહે.

અને ……

 જીવન જીવાવું શરૂ થઈ જાય
વ્યથાઓના ઓથાર અને
પ્રાપ્તિઓ માટેની દઝાડતી
અગન જ્વાળાઓથી
જોજનો ઊંચે
અથવા
જીવતરના ઠેઠ ઊંડાણની માલી’પા !

આમ, અહીં …..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: