સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Never give up

અહીં અંગ્રેજી શિર્ષક? હા! એનું ગુજરાતી કરવા જાઉં તો; એનો જુસ્સો માર્યો જાય – એમ લાગ્યું માટે.

આગળ વાંચતાં પહેલાં આ લેખનું બીજ જેનાથી રોપાયું – તે આ ‘ટેડ’ -વિડિયો જોઈ લો.

જેમને આ લાંબું લચક અંગ્રેજી વક્તવ્ય સાંભળવાની અસૂયા કે આળસ હોય તેમને માટે…

     ડાયેના ન્યાડ હાલ ચોંસઠ વર્ષની છે. ( ૬૦ પછી સ્ત્રીઓની ઉમર જાહેર કરવા પર પ્રતિબંધ હોતો નથી !) તે જગતમાં લાંબાં અંતર સુધી તરવા માટે પ્રખ્યાત છે – અને સરસ લખી પણ શકે છે. ૧૯૬૯ થી ૧૯૭૯ સુધી તે આમાં બહુ પાવરધી થઈ હતી. ૧૯૭૯ માં તેણે બહામાના બિમિની ટાપુ અને ફ્લોરિડા વચ્ચેનું ૧૦૨.૫ માઈલનું અંતર કાપીને લાંબા અંતરના તરણ માટે વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. ન્યુયોર્કના મેનહટન ટાપુની આજુબાજુ ૫૦ માઈલ ૭ કલાક અને ૫૭ મિનિટમાં તરીને તેણે રેકોર્ડ સ્થાપ્યો હતો.

     પણ એનું યુવાનાવસ્થાનું સ્વપ્ન હતું – ક્યુબાથી ફ્લોરિડા વચ્ચેનું  ૧૧૦ માઈલનું અંતર તરવાનું. વીસ વર્ષની ઉમરે આ માટે તેણે નિષ્ફળ પ્રયત્ન પણ કર્યો હતો. ૧૯૭૯ થી આવાં સાહસો તેણે તજી દીધાં હતાં.

      પણ સાઠ વર્ષની ઉમરે તેને આ સણકો ફરી ઉપડ્યો!

     અને તે સંતોષીને જ આ માજી જંપ્યાં !! ‘ટેડ’ના આ વિડિયોમાં તેની રસાળ શૈલીમાં એ ઉધામાની વાત સાંભળવી એ પણ એક લ્હાવો છે. રાતની ઘનઘોર શાંતિમાં, કાજળકાળા અંધકારમાં બે રાત તરવાનું – સાવ સાવચેતીથી – ક્યાંક ઝેરી જેલીફીશ કરડી ન જાય !

૫૩ કલાક , કોઈ આરામ વગર સતત તર્યા જ કરવાનો ઉધામો. 

ડાયેના વિશે વિશેષ વાંચન અહીં….

અને ડાયેનાનો સંદેશ છે –

Never give up.

આપણો એક સંસ્કૃત શ્લોક આ જુસ્સાને પ્રતિધ્વનિત કરે છે –

आरभ्यते न खलु विघ्नभयेन नीचै:

प्रारभ्य विघ्नविहता विरमंति मध्या:

विघ्नै: पुन: पुनरपि प्रतिहन्यमाना:

प्रारब्धमुत्तमजना: न परित्यजंति

એનો અંગ્રેજી અનુવાદ અહીં.

અને એ વિડિયો જોતાં વાર જ તરત વિરોધી વિચાર આ જ સ્ફૂર્યો..

तेन त्यक्तेन भुन्जिथाः ।

इशावास्य उपनिषद

ભારતીય ચિંતન પ્રણાલિની સિગ્નેચર?!

——————

પણ ખરેખર આ વિરોધાભાસ છે; કે એકમેકને પૂરક વાત જ છે? એ વિચાર વલોણું વાચકો માટે !

આ લખનારનું માનવું છે કે, ‘બની આઝાદ’ નો આ જ જુસ્સો છે – ડાયેનાનો જુસ્સો ….

Advertisements

One response to “Never give up

  1. Vinod R. Patel જાન્યુઆરી 3, 2014 પર 5:55 પી એમ(pm)

    આ પોસ્ટ વાંચીને કવિ દલપતરામની કરોળીયાના ફરી ફરી પ્રયત્ન વાળી કવિતાની યાદ આવી .

    વિનોદ વિહારમાં આ ડાયના વિષે ….

    http://vinodvihar75.wordpress.com/2013/09/11/308

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: