સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગ્રામકન્યા

[તોટક]

રમતી, ભમતી, હસતી દીકરી
વસતી ઝૂંપડી મહીં એ કલિકા
દિલમાં દીવડો, મનમાં શમણાં
હતી વ્હાલસમી,ચતુરી વનિતા

[શિખરિણી]

નરેશે બોલેલા શબદ વસમા સાંભળી ગઈ
સુકન્યા ખોલીને ઝૂંપડી મહીંથી બા’ર નીકળી.

[શાર્દૂલ વિક્રીડિત]

રાજાને દુઃખમાં નિહાળી વનિતા, બોલી ઊઠી ખેતમાં
“શા માટે દુઃખમાં રહો, ભૂપતિ હે? આવું નહીં બોલશો.
હમ્મેશાં જનતા તણો ધરમ છે; ભરવા કરો શાનથી
સુખેથી કરમાં વધાર કરજો, ભરશું અમે પ્રેમથી.”

[મનહર]

સાંભળી આ વાત શાણી, રાજવી તો ચોંકી ઊઠ્યો.
“નકી આની મહીં કોઈ, ચાલ તો જણાય છે.
જનતાને કર કોઈ, ભરવો ગમે ન કદી
મૂંઝવણ ભારી આ તો, મંત્રીજીને સોંપવી છે.

[ભુજંગી]

સભામાં સહુને, પછી પ્રશ્ન પૂછ્યો
“વનિતા કહે કેમ, આવું? બતાવો.”
કહે મંત્રી મોઢું, વકાસી, ત્વરાથી
“નકી કામ આ કોઈ, જોશી કરી દે.
જુએ જોશ જોશી, વનિતા તણા એ.
ભલે સુંદરી આ, સભામાં પધારે.”

[ધનાક્ષરી]

ઝટપટ દોડી ગયા, સૈનિકો વચન સુણી.
ગ્રામ્યમાતા રહેતી તે, ખેતરમાં આવી પૂગ્યા.
દીકરીને વેણ કીધું,” રાજા બોલાવતા તને.
ફટાફટ તૈયાર થા; રાજદરબારે જવા.”

[શિખરિણી]

પછી આવી પૂછે, દીકરી ચમકી મ્હેલની મહીં.
“પ્રતાપી રાજા હે! મુજ ભૂલ થઈ શું ગઈ, કહો.”

[સ્રગ્ધરા]

જોશી બોલ્યા પછી ત્યાં, ચપળ નયનની,સુંદરીને નિહાળી
“તારો ગુનો નથી કો; નસીબ તુજ અહીં, તાણીને આજ લાવ્યું.
તારા ભાગ્ય મહીં હા ! વદન તવ અને ભાલ બોલી કહે છે;
રાજા સાથે લખાણું, નસીબ તુજ નકી; ટીપણું આ વદે છે.”

[શિખરિણી]

“થવાને સરજાણી, ચપળ વનિતા, રાજરાણી
અરે! રાજા તારું, નસીબ સઘળું હા! ખુલી ગયું.”

પછી રાજા બોલ્યા,“ ચપળ વનિતા! ધ્યાનથી સુણો.
અમારી સાથે શું, જીવન જીવશો આપ અહીંયાં?”

[કવિત]

શરમાઈ ગઈ ભોળી, ગ્રામ્યકન્યા કુમળી
વદનને નીચું કરી, મંદ સ્મિત મુખે ધારી,
મૃદુ સ્વર ટપકતા, સો સો કળીઓ ખીલી
સભાજનો સહુ સુણે, ‘ગ્રામ્યકન્યા કહે છે શું?’

“ગ્રામ્યકન્યા જાત મારી, રાજ-કાજ જાણું શું હું?
ગામડાની પ્રીત મારે, ખેતરમાં જીવ મારો.
મ્હેલમાં મુંઝાઉં હું તો, માવતર-પ્રીત છોડી.
વચન તમે જો આપો, જનતાનું હિત જાણી;
જનતાનું હિત વ્હાલું, સદા દિલમાં ધરો;
આપ સંગે વિચરવા, ધરપત મુને થાશે.”

[પૃથ્વી]

વિચાર શબદો સુજાણ, પસર્યા સભામાં અહો!
સહુ જન સુણે લગાર, નિસરે શબ્દ ના તહીં.
ઘડીક સમયે વિચારી, ભૂપતિ સભામાં વદ્યા,
“કબુલ અમને તમામ, વચનો બધાં આપનાં.
રહેશે દિલમાં વિચાર, જનતા હિતોનાં બધાં.
સુખેથી કરજો સમસ્ત, જનને સુખિયાં સદા.”

[શાર્દૂલ વિક્રીડિત]

‘સાધુ!’નાદ પુકારતા સહુ જનો, આ રાજવાણી સુણી
દુંદુભિ રવ ગાજિયા નગરમાં, આનંદ ઉલ્લાસના.
આખા દેશ મહીં અમોઘ ઉમટ્યા, આનંદના ધોધ હા!
સુખોના દરિયા અમાપ ઘુઘવ્યા, સઘળી દિશાઓ ભરી.


‘કલાપી’નો ટૂંક પરિચય

અને ‘ગ્રામમાતા ’ના બે વીડિયો….

ગ્રામ માતા: ભાગ – ૧

ગ્રામ માતા: ભાગ – ૨ કલાનિકેતન – રાજકોટના સ્વરાંકનમાં

6 responses to “ગ્રામકન્યા

 1. pragnaju ડિસેમ્બર 4, 2014 પર 8:52 પી એમ(pm)

  છંદબધ્ધ સુંદર રચના મા શિરમોર વીડીયો
  ની ર પર શીડ્યુલ છે

 2. Manish Pandya ડિસેમ્બર 5, 2014 પર 10:09 એ એમ (am)

  જનતાનું હિત દરેક ભારતીય નેતાના મનમાં વસે તો ભારત સાચ્ચેજ સ્વર્ગ બની જાય.

 3. kanakraval ડિસેમ્બર 5, 2014 પર 10:39 એ એમ (am)

  ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ માટે એક સુચન. માણભટ્ટ ધર્મિક્લાલ પંડ્યા dharmiklal pandya – Bing Videos

  |   | |   |   |   |   |   | | dharmiklal pandya – Bing Videos10:57 Maanbhatt – Part 1 [ Sarjako series – …… YouTube · 1,000+ views | | | | View on http://www.bing.com | Preview by Yahoo | | | |   |

    Visit  my father Kalaguru Ravishankar Raval’s  web site: http://ravishankarmraval.org/  

   

  #yiv2090379818 a:hover {color:red;}#yiv2090379818 a {text-decoration:none;color:#0088cc;}#yiv2090379818 a.yiv2090379818primaryactionlink:link, #yiv2090379818 a.yiv2090379818primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv2090379818 a.yiv2090379818primaryactionlink:hover, #yiv2090379818 a.yiv2090379818primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv2090379818 WordPress.com | સુરેશ posted: “[તોટક]રમતી, ભમતી, હસતી દીકરીવસતી ઝૂંપડી મહીં એ કલિકાદિલમાં દીવડો, મનમાં શમણાંહતી વ્હાલસમી,ચતુરી વનિતા[શિખરિણી]નરેશે બોલેલા શબદ વસમા સાંભળી ગઈસુકન્યા ખોલીને ઝૂંપડી મહીંથી બા’ર નીકળી.[શાર્દૂલ વિક્રીડિત]રાજાને દુઃખમાં નિહાળી વનિતા, બોલી ઊઠી” | |

 4. Vinod R. Patel ડિસેમ્બર 5, 2014 પર 11:06 એ એમ (am)

  Reblogged this on વિનોદ વિહાર and commented:
  શ્રી સુરેશભાઈ જાનીના આભાર સાથે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે .

  આ પોસ્ટ ભુલાઈ ગયેલા કલાપીની યાદને તાજી કરી દેશે.

  વિનોદ પટેલ

 5. Vinod R. Patel ડિસેમ્બર 5, 2014 પર 11:08 એ એમ (am)

  આ પોસ્ટ થી કલાપીની યાદ તાજી થઇ ગઈ .

  કલાપીના જાણીતા કાવ્યો વિડીયોમાં સાંભળીને ખુબ જ આનંદ થયો.

 6. અક્ષયપાત્ર/Axaypatra જાન્યુઆરી 28, 2022 પર 2:14 પી એમ(pm)

  ખુબ જ સુંદર! છંદો શીખવાની અને ખાસ તો યાદ રાખવાની મારી કોશિષ નિષ્ફળ ગઈ છે! એક જ કાવ્ય લખતા થાકી ગયેલી. ધન્યવાદ અને આભાર. મધુરતા અને રસ છેલ્લે સુધી જળવાઈ રહ્યા તે આપની સિદ્ધિ છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: