એક નેટમિત્ર સાથે ઈમેલ સંવાદમાંથી ટાંચણ…
Some time it is hard to do what we want to do because at the same time we have to do what need to be done. ‘need to do’ wins over ‘want to do’ and then there is no time left during the day for ‘want to do’.
આ એ નેટ મિત્રની, મારી, તમારી – કદાચ સૌની સમસ્યા છે….
આકાશ તો મળ્યું પણ, ઊડી નથી શકાતું
પિંજરને તોડવામાં પાંખો કપાઈ ગઈ છે.
-શોભિત દેસાઈ
‘બની આઝાદ’ આ સમસ્યાનો ઉકેલ છે. ‘ જે છે; તે આ છે.’ આ ઘડીમાં આપણા ભાગે જે આવ્યું છે; તેનો પૂર્ણતાથી સ્વીકાર. ગમ્યું તે મળે તે તો સૌને ગમે; પણ મળ્યું છે; તેને ગમાડતા થઈએ – ત્યારે વર્તમાનમાં જીવ્યા.
અને કદાચ… એ ભાવ જ નવી સર્જકતાને જન્મ આપે છે; નવી ક્ષિતીજોનાં બારણાં ફટાબાર આપણા માટે ખુલ્લાં કરી દે છે.
એક સ્વાનુભવ વહેંચવો છે.
આ જણને ‘બની આઝાદ’નાં બે ડગલાં ચાલતાં, ચપટીક સન્યાસ આવી ગયેલો. ‘અવલોકનો’ અકારાં લાગવાં લાગ્યાં હતાં. ‘બ્લોગિંગ એડિક્ટિવ છે.’ – એવા વિચારથી થોડોક સમય બંધ પણ કરી દીધેલું. અત્યારે પણ દિવસના માંડ બે કલાક નેટ ઉપર હોઉં છુ.
પણ વિડિયો બનાવવાની નવી સર્જકતાના દ્વાર ખુલ્લા થઈ ગયા.
આ રહ્યા થોડાક.
આ જ બાબત અંગે સુશ્રી . પ્રજ્ઞાબેનનો આ વિચાર સુસંગત નથી વારૂ?
આપણાં ચારિત્ર્યની કેટલીક લાક્ષણિકતાઓ છે:
(1) ઉદાસીનતા
(2) પ્રારબ્ધવાદ અને
(3) પ્રાયશ્ચિતનો ખ્યાલ….
મારું તો ચાલે ને ! મને લાગતું વળગતું ન હોય તો પછી મારે શા માટે માથાકૂટ કરવી ? આવું માનીને આપણે પરિસ્થિતિનો સામનો કરવાને બદલે એ પ્રત્યે ઉદાસીનતા સેવીએ છીએ. પ્રારબ્ધવાદ આપણને શીખવે છે કે નસીબ હશે તો જ થશે, અને થવાનું છે. આપણે કંઈ બદલી શકવાના નથી એટલે આપણે નિષ્ક્રિય બની જઈએ છીએ. આપણે માનીએ છીએ કે પ્રાયશ્ચિત કરવાથી પાપ ધોવાઈ જાય છે. તીર્થયાત્રા કરીશું કે ગંગાસ્નાન કરીશું એટલે બધાં પાપ ધોવાઈ જશે. ગંગામાં ડૂબકી મારો, પવિત્ર થાવ અને પાછાં પાપ કરવા શરૂ કરો ! પરિસ્થિતિ પ્રત્યેની ઉદાસીનતા ખતરનાક છે. કહેવાયું છે કે ‘The surest way for the triumph of evil is that good men do nothing.’ આ સ્વકેન્દ્રિયતા અને કૂપમંડૂકવૃત્તિ સમાજના જીવનમાં ખૂબ ઊંડે ઊંડે પ્રસરી ગઈ છે. આપણને ધૃતરાષ્ટ્રની માફક ‘મામકા’ સિવાય કોઈનો વિચાર કરવાની જરૂર નથી લાગતી. આજ સિવાય – આવતી કાલનો – દેશના ભાવિનો વિચાર કરવાની આપણને ફુરસદ નથી. આપણો જ ટૂંકો સ્વાર્થ સાધવામાં આપણે રચ્યાંપચ્યાં રહીએ છીએ.
પૃથ્વી આકાશમાં છુટ્ટી દેખાય છે, પણ તે સૂર્યમાળામાં સંકળાયેલી છે, તેવી રીતે મનુષ્ય પણ સમાજ સાથે સંકળાયેલો છે. સમાજનું ઋણ આપણને ચૂકવવાનું છે તન-મન અને ધનથી. આપણો એ સમાજધર્મ છે – માનવધર્મ છે, એ વાત જ સાવ વિસરી ગયા છીએ. રાષ્ટ્રની પ્રગતિ અને સમાજનો ઉત્કર્ષ એ પ્રજાની એક – એક વ્યક્તિના અને પ્રયાસ અને પરિશ્રમનો કુલ સરવાળો છે. દેશનું ભાવિ થોડા રાજકર્તાઓના હાથમાં ઘડાતું નથી. પ્રજાએ સ્વપ્રયત્નથી એ ઘડવાનું હોય છે.
નૃવંશશાસ્ત્રી માર્ગરેટ મીડે કહ્યું છે,
‘Never doubt that a small group of thoughtful committed citizens can change the world. Indeed, it is the only thing that ever has.’
Like this:
Like Loading...
Related
અત્યંત સુંદર પાચ્ય શબ્દોમાં હરપળ અનુભવાતી હકીકતને મનનીય રીતે મુકીને વાંચકને શીરાનો મધુર સ્વાદ એટલેજ આપનું વિવરણ —પી પી શાહ
જે ઘડીએ જે મળ્યુ તેનો પૂર્ણતાથી સ્વીકાર કરવાથી જ ઈચ્છાઓને ગૌણ કરી જરૂરિયાતને આગળ કરી શકાય છે પણ વર્તમાન સાથે ભૂતકાળ અને ભવિષ્યકાળને જોડ્યા વગર જરૂરિયાત સમજવી અઘરી છે. ભૂતકાળ અને ભવિષ્યકાળનો વિચાર ન કરવો એ પણ શાણપણ નથી એક જાતની ઉદાસીનતા જ કહી શકાય. ‘અતિઅમૃત પણ વિષ’ની જેમ કોઈ પણ વિચારને જડની જેમ પકડી લેવો તે પણ હિતકર નથી. વર્તમાનમાં જીવવાના વિચારનો અતિરેક જો ભૂત અને ભવિષ્યને વિસારે પાડે તો ધ્યેય ભૂલવાડે તે શક્યતા નકારી ન શકાય…..
← જૈવન્ય – // બની આઝાદ // જે છે તે આ છે // એ કરવું છે; પણ આ કરવું પડે છે !
ગતિ= ચલતા રે’વું…. સમય સાથે … નદીની જેમ વહેતા રહેવું,વ્યવહારિક [ વા તેવી પૂંઠ ] …એમાં જ શ્રેય . કોઇ એક જ માન્યતા ,’મિયાંવાળું નાડું” પકડીને ” જડ”ની જેમ જક્કી બની રહેવાના વલણ કાયમ માટે ગતિરોધક જ ગણાય !એ જીવન =’જૈવન્ય’ની વિરુધ્ધ્ની જ વાત !તુંક્માં ,મને માફક આવે એ જ મારું પથ્ય-પ્રેય-,મને ” ભીતર” માં ઔખ ,આનંદ ,પ્રતીતિનો એહ્સાસ રોકડો અનુભવ આપી જાય તે જ સહી !
ને, આ બધું ય છેવટ કાયમ સુધી ક્યાં ટકી રહેતું હોય છે ?
-લા’ કાંત / ૨૫-૪-૧૪
Manvi manvinej madad kre che, sva, svajan, ghar, samaj, sansaar aa badhu ekthi anek upar direct indirectly nirbhar che hata ane rheshej. Chalo samy anmol che jivie ane jivavaama madad krie.