સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મળવા જેવા માણસ

૩૦, જાન્યુઆરી -૨૦૧૪ ના રોજ અહીં પ્રકાશિત લેખ ‘જૈવન્ય’ વખતનો સંકલ્પ હતો….

ત્રણ મહિના માટે મૌન

પણ ‘આર્ય મૌન’ માટે લાયકાત હોવી ઘટે. વ્હાલસોયા મિત્રો સાથે એ સંકલ્પ તહસ નહસ જ બની ગયો. અને.. એવા જ વ્હાલસોયા મિત્ર શ્રી. પી.કે. દાવડાએ ફોન કરીને એમનો આ લેખ રજુ કરવા મજબૂર કર્યો.  આમ મૌન વ્રત અહીં પણ ટૂટી રહ્યું છે

– આગોતરું!!

એવા જ વ્હાલસોયા મિત્ર ‘વલીદા’ ને બીરદાવવા- પોંખવા 

એમની અહીં આપેલી એકમાત્ર ઓળખ આ રહી…….એમના વ્હાલના પરિચય માટે પૂરતી છે !

———

હવે વાતમાં વધારે મોયણ નાંખ્યા વિના – પીકેને મળવા જેવા લાગેલા માણસ –

vali_musa

વલીભાઈ મુસા

[ એ પાક ઈન્સાન માટે ‘પાક’ રંગમાં ! ]

      વલીભાઈનો જન્મ ૧૯૪૧ માં આવેલા બનાસકાંઠા જીલ્લાના કાણોદર ગામમાં થયો હતો. કાણોદર એ સમયમાં ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગળ પડતું હતું.વલીભાઈના પિતા પણ ટેક્ષટાઈલના ધંધામાં હતા. વલીભાઈના માતા-પિતા અભણ હતા, પણ એમણે પોતાના બધા બાળકોને સારૂં શિક્ષણ અપાવ્યું. આજે એમના પરિવારના બધા સભ્યો અલગ અલગ વિષયોમાં પારંગત છે, જેમાં એંજીનીઅરીંગ અને મેડિકલ નો પણ સમાવેશ થઈ જાય છે.

       વલીભાઇ શાળામાં હતા ત્યારે તેમના અભ્યાસક્રમના એક પાઠમાં William Tell ની વાર્તા હતી, તેથી વલીભાઈના મિત્રોએ તેમનું હુલામણું નામ વિલિયમ પાડી દીધું. આજે પણ એમના કેટલાક મિત્રો એમને વિલિયમ નામથી જ બોલાવે છે.

      વલીભાઈ ૧૯૫૯ માં મેટ્રીક પાસ કરનાર કુટુંબના પહેલા સભ્ય હતા. ૧૯૬૬ માં એમણે બી.એ.(ઓનર્સ) ગુજરાતી, અંગ્રેજી અને સોશ્યોલોજી વિષયો સાથે કર્યું. નાની વયથી એમને સાહિત્યમાં રસ પડતો.

      વલીભાઈ માત્ર ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યારથી જ વલીભાઈ ઉપર બહોળા કુટુંબનું નેતૃત્વ કરવાની જવાબદારી આવી પડી,જે છેલ્લી અર્ધી સદીથી તેઓ સંભાળી રહ્યા છે. આજે એમના માર્ગદર્શન હેઠળ કુટુંબના સભ્યો, ભણતર, ખંત અને ઈમાનદારીથી ઓટોમોબાઈલ, હોટેલ્સ,મેડિકલ ફેસીલીટીસ વગેરે અનેક ધંધાઓમાં પ્રગતિ કરી રહ્યા છે.

         ગુજરાતી સાહિત્ય રસિકોમાં વલીભાઈનું નામ જાણીતું છે. ૧૯૬૬ માં તેમની પહેલી વાર્તા “જલસમાધી” એક ગુજરાતિ સામયીકમાં પ્રસિધ્ધ થઈ, ત્યાર બાદ વલીભાઈએ કદી પાછું વળીને જોયું નથી.

      ૨૦૦૭ માં કેનેડા સ્થિત એમના પુત્ર સમાન ભત્રીજાએ એમને બ્લોગ્સની સમજણ આપી, અને એમણે પોતાના બ્લોગ “William’s Tales” ની શરૂઆત કરી. આ બ્લોગમાં શરૂઆતમાં તેઓ માત્ર અંગ્રેજીમાં જ લખતા, પણ પાંચ વર્ષના ગાળા બાદ એમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં લખવાની શરૂઆત કરી. આજસુધીમાં વલીભાઈએ અનેક લેખ, વાર્તાઓ અને હાયકુ લખ્યા છે અને બ્લોગ્સ દ્વારા ગુજરાતીઓને આપ્યા છે.

         ખૂબ નાની વયથી જ વલીભાઈ ગાંધીવાદી ધારાથી પ્રભાવિત થયા હતા. “જીવો અને જીવવા દો” મંત્ર નાનપણથી જ એમણે આત્મસાત કરી લીધો છે.જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજ ની સામાજીક ન્યાયની પ્રવૃતિઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા. તેઓ કહે છે, “ક્યાં પણ લડાઈ ઝગડા થાય, માણસ માણસને મારી નાખે તો મને ખૂબ જ માનસિક પીડા થાય છે. આજે દુનિયામાં પર્યાવરણની રક્ષા અને માણસાઈ ભર્યા કાર્યો કરવાવાળાની સંખ્યા ઝડપથી ઘટવા લાગી છે. સામાજીક ન્યાય અને શાંતિની વાતો કરનારાનું કોઈ સાંભળતું નથી. કોઈપણ એક ધર્મ બીજા ધર્મ કરતાં વધારે સારો કે ખરાબ નથી, બધા ધર્મ એકબીજા સાથે સદભાવથી રહેવાનું શીખવે છે, કોઈનો તિરસ્કાર કરવા કે કોઈને નુકશાન પહોંચાડવાની વાત કોઈપણ ધર્મમાં કહેલી નથી. સૌથી મોટો ધર્મ તો માનવ ધર્મ છે.”

       વલીભાઈ કહે છે, “ વલીનો અર્થ આમ તો સંત થાય છે, પણ હું કોઈ સંત નથી. હું આ દુનિયાના અનેક લોકોની જેમ દુન્યવી જરૂરતોથી ઘેરાયલો સામાન્ય માણસ છુ. આ તો ઈશ્વરની કૃપા છે કે આટલા વર્ષો સુધી મારૂં સંયુક્ત કુટુંબ ટકી રહ્યું છે, કુટુંબીઓ વચ્ચે સદભાવના અને પ્રેમ ટકી રહ્યાં છે.આજે આ કુટુંબ ભાવનાને લીધે અમે આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે અને આવતી પેઢીને પ્રેરણા આપી છે.”

       આજે વલીભાઈ નિવૃત જીવન ગાળે છે. કુટુંબમાં એમનાથી નાની વયના સભ્યોએ કારોબાર સંભાળી લીધો છે. વલીભાઇની આજે મુખ્ય બે પ્રવૃતિઓ છે,સાહિત્ય સર્જન અને મહેમાન ગતિ. મને એક દુહો યાદ આવે છે,

“એકવાર કાઠિયાવાડમાં
તું ભૂલો પડ ભગવાન,

થા મારો મહેમાન,
તને સ્વર્ગ ભૂલાવું શામળા.”

       બસ વલીભાઈ પણ પોતાના મિત્રોને કંઈક આવું જ કહે છે. વલીભાઈની મહેમાનગીરી માણવાની તક મેં હજી ઝડપી નથી, પણ એમની મહેમાનગીરી માણી આવેલા લોકોની પાસેથી એની વાતો સાંભળી છે. મારા એક બ્રાહ્મણ મિત્ર એમની મહેમાનગીરી માણી આવ્યા છે અને એમણે મને કહ્યું, એ તો બાહ્મણનો પણ બ્રાહ્મણ છે.” [ એ મૂઓ બામણ આ જણ છે !! )

      વલીભાઈ વિશે લખવું એ એમના મિત્રોને સૂરજને અરિસો દેખાડવા જેવું લાગસે.

P. K. Davda

     

     

       –  પી કે. દાવડા

Advertisements

9 responses to “મળવા જેવા માણસ

 1. Qasim Abbas એપ્રિલ 3, 2014 પર 8:46 એ એમ (am)

  વલીભાઈ કહે છે, “ વલીનો અર્થ આમ તો સંત થાય છે, પણ હું કોઈ સંત નથી.”

  વલીભાઈ, તમે ભલે સંત નથી, પરંતુ આપના વિચારો જરૂર સંત જેવા છે, જેથી જ આપના એ વિચાર સાથે હું સો ટક સહમત છું કે સૌ થી મોટો ધર્મ માનવધર્મ એટલે કે માનવતા છે.

  કાસીમ અબ્બાસ
  કેનેડા

  Date: Thu, 3 Apr 2014 12:24:20 +0000
  To: qasimabbas15@hotmail.com

 2. Atul Jani (Agantuk) એપ્રિલ 3, 2014 પર 10:25 એ એમ (am)

  અવસર મળશે તો ક્યારેક સંત વલીભાઈને મળવા જવાનું બનશે. મારી આંખની સારવાર માટે તેમણે તેમના ભત્રીજા સાથે ઓળખાણ કરાવીને ઘણી મદદ કરેલી.

 3. Vinod R. Patel એપ્રિલ 3, 2014 પર 11:54 એ એમ (am)

  એમના લેખો અને બ્લોગ પોસ્ટ ઉપરથી શ્રી વલીભાઈને એક સાહિત્યના જીવ અને એક સજ્જન તરીકે ઓળખતો થયો .
  મારા મિત્રો શ્રી દાવડાજી અને શ્રી સુરેશભાઈએ ત્રણ મહિનાનું મૌન તોડીને પણ એમની વધુ ઓળખાણ કરાવવા માટે
  એમનો ખુબ આભાર .
  તેઓ ખરેખર મળવા જેવા માણસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી .

 4. અક્ષયપાત્ર/Axaypatra એપ્રિલ 4, 2014 પર 9:43 એ એમ (am)

  સમન્વયની કળા એમને હસ્તગત છે. વિ્સ્તૃત પરિચય વાંચી આનંદ થયો. નેતાગીરી સહિત એમની પાસે શીખી શકાય તેવુ ઘણુ છે.

 5. nabhakashdeep એપ્રિલ 14, 2014 પર 2:24 પી એમ(pm)

  આદરણીયશ્રી વલિભાઈ…શ્રી સુરેશભાઈ જાનીએ જાણે સૌને હૈયે જડી દીધા હોય એમ લાગે ને શ્રી દાવડા સાહેબે તો આનંદમાં એક છોગું ઉમેરી દીધું…આપ સૌને, એક પોતિકા થઈ મહોરી ઉઠેલા વ્યક્તિત્ત્વની આ સૌરભ લહેરાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન.

  સંકલન… રમેશ પટેલ(આકાશદીપ)

 6. Valibhai Musa મે 12, 2014 પર 7:06 એ એમ (am)

  આપ સૌના ભલા ભાવો અને ભલાં વચનોએ ગદગદ થઈ જવાય છે અને આભાર માનવા માટેના શબ્દો મારા ચિત્તથી દૂર ભાગી જાય છે. માનવજીવન ક્ષણભંગુર છે. આપણા ગુજરાતી બ્લોગ જગતના અખિલભાઈ સુતરીઆ કે સુમનભાઈ અજમેરી જેવા કેટલાયે આ ફાની જગતમાંથી ચિરવિદાય લીધી છે. આગામી ૭મી જુલાઈએ ઈન્શા અલ્લાહ ‘વલદા’ ૭૩ વર્ષ પૂરાં કરીને મલેકુલ મૌત (યમરાજ) ને ભેટવા આગળ પ્રયાણ કરશે. ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ ના જેવી જીવતાં જ કોઈ કવિતા રચવા માગતો નથી, પણ એટલું જ કહેવા માગું છું કે હું હોઉં કે ન હોઉં, પરંતુ જ્યારે પણ આપને વતનમાં આવવાનું થાય તો મારાં કુટુંબીજનોની મુલાકાત અવશ્ય લેશો. અમે મિસિસ અને મિ. વલદાએ અમારાં કુટુંબીજનોને મજહબી એવા સંસ્કાર આપ્યા છે કે અમારા મિત્રો કે સ્નેહીઓને તેઓ એટલાં જ માનસન્માન આપે જેટલાં કે તેઓ અમને આપે છે. લ્યો, હું ભાવવિભોર બની ગયો અને આપ સૌને પણ ભાવનાં નીરમાં ભીંજવી નાખ્યાં ! કહો, તો રજા લઉં ? લ્યો ત્યારે, રજા લઈ જ લઉં છું. ધન્યવાદ.

 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ મે 24, 2014 પર 7:45 પી એમ(pm)

  સાચા અર્થમાં મળવા જેવા માણસ છે, ખુબ જ આનંદ થયો.

  શ્રી. દાવડા સાહેબને પણ અભિનંદન.

  એક એક સારા માણસોને ગોતીને ( શોધીને ) આપણી સમક્ષ રજુ કરે તે

  ખુબ જ સારી બાબત કહેવાય.

 8. La' Kant જુલાઇ 7, 2015 પર 7:24 એ એમ (am)

  વલીભાઈની મહેમાનગતિ ૩૦.૧૧.૨૦૧૨ના ઉત્સાહી અનુભવી બ્લોગર શ્રી સુરેશજાનીના ‘નેટ-પરિચયને કારણે, તેમની પ્રથમ પ્રત્યક્ષ મુલાકાત વખતે માણવા મળી .પ્રેમપૂર્વક તેમના કુટુમ્બીજનો સાથે સહ્ભોજન માણ્યું ,સાંજે તેમને તેમના ધંધા-વ્યવસાયના ઠેકાણા બતાવ્યા.હૈયાળા અને હરિયાળા માણસ,તેમાંયે સાહિત્ય રસિક એવા અને એટલા ચાહક કે,ગાંઠનું ગોપીચંદન કરી , થોડાઘણા ઘસાય પણ અને આત્મીયતા પૂર્વક મહેફિલો,સન્માન કાર્યક્રમો ગોઠવે .કલાકારોની કદર કરી જાણે.
  “પણ એટલું જ કહેવા માગું છું કે ,” હું હોઉં કે ન હોઉં, પરંતુ જ્યારે પણ આપને વતનમાં આવવાનું થાય તો મારાં કુટુંબીજનોની મુલાકાત અવશ્ય લેશો.” અમે મિસિસ અને મિ. વલદાએ અમારાં કુટુંબીજનોને મજહબી એવા સંસ્કાર આપ્યા છે કે અમારા મિત્રો કે સ્નેહીઓને તેઓ એટલાં જ માનસન્માન આપે જેટલાં કે તેઓ અમને આપે છે.”
  આ હૃદયના સાચુકલા ભાવો ઘણું ઘણું કહી જાય છે .
  કુમુદ પટવાની પંક્તિઓ યાદ આવે છે :
  ” આન્સૂઓના પફે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે?
  કહ્યા વિનાયે સઘળું સમજે એવા સગપણ ક્યાં છે?”
  વલીભાઈ સાથેના આ પ્રકારના સગપણ ઘણા પ્રમાણશે ,આજે .
  -લા’ કાન્ત / ૭-૭-‘૧૫

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: