પાંચેક મહિના પહેલાં વસંત ઋતુની શરૂઆત સાથે દિકરા સાથે ચાલવા ગયો હતો. લોન્ગ વીકેન્ડ હતું; એટલે અમે સ્થાનિક પાર્કમાં રોજ ચાલવા જતા. જુવાનજોધ દિકરો તો ચારેક રાઉન્ડ અટક્યા વગર, રમતાં રમતાં કાપી નાંખે. પણ આ ટાયડાને તો એક રાઉન્ડમાં પણ ત્રણ બાંકડાનો આશરો લેવો પડે. ‘અઢી વરસથી આદરેલી સાધના બધી શા કામની?’ – એવો નિર્વેદ સતત ઊભરાતો જ રહે.
વીકેન્ડ પત્યે, દિકરો તો પાછો ગયો; પણ આ નિર્વેદ કેડો જ ના મેલે. એકલા પાર્ક સુધી જવાનો પણ કંટાળો આવે. છેવટે એક સદ્વિચાર સૂઝ્યો. અમારા ઘરની સામે જ ઠીક ઠીક લાંબો રસ્તો છે. એની પર જ ચાલવાનું રાખું તો? આ અઈડ માણસનો એક દુર્ગુણ ગણો તો દુર્ગુણ અને સદ્ગુણ ગણો તો સદ્ગુણ- તે એ કે, મગજમાં એક કીડો ઘર ઘાલે; પછી એનો નિવેડો લાવ્યા વિના ચેન જ ન પડે. એ જ દિવસની સાંજથી આ રસ્તે ચાલવાની શરૂઆત કરી દીધી. રસ્તાની લંબાઈ માત્ર ૦.૫ માઈલ – આવતા જતાના એક રાઉન્ડમાં પૂરો એક માઈલ થઈ જાય.

‘શામળશાહના વિવાહ’ વખતે નરસિંહ મહેતાએ કાઢી હતી; એ જાનના ગાડા જેવી આ ઠચરાની હાલત; સાંધે સાંધો ચિચિયારીઓ પાડે! ખાસ કરીને બન્ને થાપા તો ફાટફાટ થાય. ‘ક્યારે બેસી પડું?’
વળી, આ મહાન રસ્તાનું નામ ભલે ને, ‘ડોવર પાર્ક’ હોય?
ન્યાં કણે બાંકડા ચ્યોંથી લાવવા?!
આપણે તો બાપુ! આજુબાજુના બંગલાઓની આગળની લીલોતરીનો આસ્વાદ માણતા(અહીં એને હાઉસ કહે છે.); બાદશાહીથી ઊભા રહી જઈએ હોં! પહેલા દિવસનો રેકોર્ડ કહું ? આખો રસ્તો પાર તો કર્યો; પણ ચર્ચગેટથી દાદર લગણ મુંબાઈની લોકલ ટ્રેન સાત મુકામ કરે ; એમ આપણે પણ સાત સ્ટેશનના ઝંડા રોપી દીધેલા!
પણ બે વાતની મનમાં ગાંઠ વાળી દીધી
- ‘હવે સીઝન જામી છે તો, રોજ આ લોકલ ગાડી ચાલુ રાખવાની. ભલે ને સાત ટેહણ કરવા પડે!’
- ‘રોજ દરેક સ્ટેશન વચ્ચે અંતર ચપટીક વધારતા જવાનું.’
અઠવાડિયા પછી સાત સ્ટેશનમાંનું એક તો બાકાત કરી શક્યો! આમ ને આમ બે મહિના નીકળી ગયા. પણ છેવટનો સ્કોર પાંચ સ્ટેશન તો રહ્યો, રહ્યો ને રહ્યો જ. કોઈ દિ’ છ સ્ટેશન પણ કરવા પડે. એમ થાય કે, બસ આપડી આ ‘મેક્સ-લિમિટ’ આવી ગઈ.
અને ત્યાં જ એ ‘અફલાતૂન તબીબ’ યાદ આવી ગયા. વાત જાણે એમ છે કે, બે વરસ પહેલાં ડાબા ખભાનો દુખાવો વકરેલો; માઈનોર સર્જરી ( Manipulation) પણ કરાવવી પડી હતી. પછી એ સર્જનની સલાહ મુજબ આ તબીબ પાસે ગયેલો. આમ તો મૂળ ગુજરાતી ‘ભક્તા’ સાહેબ; પણ નામે ગુજરાતી એમને ના આવડે. અહીં જન્મેલ જુવાન માણસ ખરા ને? એમની પાસે અઠવાડિયાના ત્રણ દિવસ ફિઝિયોથેરાપીની તાલીમ લેતો હતો. બે મહિના ચાલેલી તાલીમ દરમિયાન એમની સાથે ઠીક ઠીક મિત્રતા જામેલી. એમને મારી ચાલવાની તકલીફની વાત કરેલી. એમણે એ વખતે ખુરશી કે કોફી ટેબલ જેવા રચીલા પર પગ ટેકવીને, ઘુંટણથી વાળી કસરત કરવાનું શીખવાડેલું. થોડાક દિવસ એમ કસરત કરેલી પણ ખરી. પણ મૂળ ખભાના દુખાવા પર મારો હતો; એટલે પગની આ કસરત ખાસ લાંબી ચાલી ન હતી.

પણ ચાલવાના અભિયાનના આ મધ્ધમ મુકામે એ ભક્તા સાહેબ યાદ આવી ગયા. સવારની કસરતની સાથે પગની આ કસરત શરૂ કરી દીધી. બે ત્રણ દિવસમાં જ જાણકાર તજજ્ઞ પાસેથી મળેલી આ સલાહ અને તાલીમનું ફળ દેખાવા લાગ્યું. એકેક અઠવાડિયે એક એક સ્ટેશન કમ થતું ચાલ્યું.
અને મિત્રો… આ છેલ્લા મહિનાથી એ એક માઈલનું આખું યે અંતર, આ ૭૧ વરસની એકસપ્રેસ ટ્રેન કોઈ સ્ટેશન વિના કાપી નાંખે છે; અને એ પણ ડલાસની બળબળતી બપોરના ચાર વાગે. ઘેર આવી પસીને રેબઝેબ, ઠંડું પાણી પીવાની જે લિજ્જત હોય છે?
અને ‘કંઈક’ મુકામ હાંસલ કરી શકવાના ગૌરવ અને સંતોષની વિરાસત તો ખરી જ ને વારૂ?
Like this:
Like Loading...
Related
આવી પોસ્ટની રાહ જોતા હતા
અમને તો ઘુંટણ બદલાવવાની નોબત આવી હતી અને ફીઝીકલ થીરપીથી મઝા થઇ ગઇ
તમે આ યુ ટ્યુબ જોઇ એકવાર જરુર જશો અને જાણી લેશો
knee pain exercise cure physical therapy arthritis … – YouTube
► 23:57► 23:57
http://www.youtube.com/watch?v=eHosh5GDSlg
Dec 16, 2011 – Uploaded by MEDWELLNJ
KNEE PAIN ARTHRITIS OSTEOARTHRITIS RELIEF TREATMENT … CURE PHYSICAL THERAPY ARTHRITIS TREATMENT NORTHERN NJ .
Dear paragnaju
above video has been removed.Pl. repost it
This is another
and there are many videos now on You Tube re. knee pain…
https://www.youtube.com/results?search_query=KNEE+PAIN+ARTHRITIS+OSTEOARTHRITIS+RELIEF+TREATMENT
આભાર/ અમે પણ આ કસરત ચાલુ કરી દઇશું.
Navin Banker (713-818-4239) . Ye Jindagike Mele (2) Duniyame Kam Na Honge, Afasos Ham Na Honge.
________________________________
જાણ માટે,રવિભાઈની મુબઈની શરુઆતની કારકિર્દી વખતે તેમણે તખ્ખલુસ
“અફલાતૂન” રાખ્યું હતું – કનક્ભાઈ
Visit my father Kalaguru Ravishankar Raval’s web site: http://ravishankarmraval.org/
Hardik abhinandan
Devendra Desai
Date: Wed, 25 Jun 2014 19:04:48 +0000
To: devendrakdesai@hotmail.com
મન હોય તો માળવે જવાય .
મન અવળચંડું હોય છે . એને મનાવી કામ લઈએ તો કામ ફતેહ થાય . તમે જો મનથી હૈયાટી ગયા હોત તો
તમારા ધાર્યા પ્રમાણે ચાલી ન શક્યા હોત . તમારી ધીરજ કામ કરી ગઈ ….ઉંમરને હમ્ફાવીએ ત્યારે
કેટલો આનંદ થાય છે એ તમે અનુભવ્યું .અભિનંદન
દોસ્ત, હું પણ આ અફલાતુન તબિબના જણાવ્યાનુસાર કસરત અષાઢ સુદ એકમ અને તારીખ ૨૮-૦૬-૨૦૧૪ થી શરૂ કરૂં છું મારી મજબૂરીની પણ રાત વટી પરભાત પડેતેમા તમારી શુભેચ્છાસહ શુભારંભ કરૂં THANKS.
ધન્યવાદ સહ શુભેચ્છાઓ ધીરજ પૂર્વક વૈદ્યની સલાહ પ્રમાણે કરશો તો સ્વાસ્થ્ય લાલ થશે
અષાઢસ્ય પ્રથમ દિવસે : અષાઢમાં પ્રેમ અને પ્રકૃતિ પૂર્ણકળાએ ખીલી ઊઠે છે. અષાઢના આ દિવસોને પ્રેમ અને પ્રકૃતિ સાથે સાંકળીને ૨૦૦૦ વર્ષ પહેલા કવિ કાલિદાસે ‘મેઘદૂતમ’ની રચના કરી હતી
Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*
Pingback: અફલાતૂન તબીબ – કંટાળો | સૂરસાધના