સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શોધ તારી ને ધૂંધળો વચ્ચે પટલ

ઘણા વખત પછી,

અચાનક,

એક ગઝલ વાંચવા મળી

શોધ તારી ને ધૂંધળો વચ્ચે પટલ પણ
જ્યાં નિહાળું જોઉં અરીસો, મેળવ્યું શું?

– કીર્તિકાન્ત પુરોહિત

અને આખાયે જીવનનો ચિતાર એક ક્ષણમાં જ ઝગમગી ઊઠ્યો.

આખી ગઝલ ‘શબ્દસેતુ’ પર અહીં વાંચો. એકે એક શેર લાજવાબ છે. 

        કમભાગ્યે આ સમજ જીવનના અંતની નજીક જ આવતી હોય છે. જો પહેલી વીસીમાંજ આવી સમજ આવતી હોય અને એના આધારે અરીસો તોડી ફોડીને, માત્ર જાત સાથે  જ જીવતા થવાયું હોત તો?

આઝાદ બની
મુક્ત ગગનમાં
સ્વૈર વિહાર ન કરત? 

            આપણને માબાપથી શરૂ કરીને અતિ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ આપવામાં આવ્યું છે; પણ એ આપણી સામાજિક કમનસીબી છે કે, ‘જીવન જીવવાની કળા’ બાબતમાં આપણે શૂન્ય જ છીએ. એ બાબત ખાસ નક્કર કશું સામૂહિક રીતે આપવાની કોઈ જોગવાઈ જ નથી. આથી દરેકે જીવનના ટપલા ખાઈ ખાઈ, આ ‘ગનાન આપમેળે જ લેવું પડે છે. અને એ ગનાન આત્મસાત થાય – જરૂરી લાગે, કદાચ એનો જીવનમાં અમલ પણ કરવામાં આવે; ત્યાં સુધીમાં તો ૬૦+ બની જતા હોઈએ છીએ !Bani_Azad

ચિત્ર પર ‘ક્લિકો’

 

One response to “શોધ તારી ને ધૂંધળો વચ્ચે પટલ

 1. pragnaju જુલાઇ 9, 2014 પર 12:01 પી એમ(pm)

  “આ સમજ જીવનના અંતની નજીક જ આવતી હોય છે. જો પહેલી વીસીમાંજ આવી સમજ આવતી હોય અને એના આધારે અરીસો તોડી ફોડીને, માત્ર જાત સાથે જ જીવતા થવાયું હોત તો?”
  તમારો ચહેરો કેવો લાગે છે
  તે અરીસામાં જોઈ આવો અરીસો તોડી નાખવાનું મન થશે
  થઈ થઈને તમને શું થશે?
  કઈ ચિંતા કોરી ખાય છે?
  ચિંતા કરવાથી કોઈની પણ ચિંતા ક્યારેય જાય છે? સોગિયા મોઢા લઈને ફરનારા માણસો નકારના માણસો છે. જીવન તો ખુલ્લેખુલ્લો સ્વીકાર માગે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય માણસે એનો મુકાબલો કરવો જોઈએ. હસી કાઢવું અને હસતા રહેવું એ જીવનનો ધ્રુવ મંત્ર……………………….

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: