સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ફરિયાદ ન કર.

શ્રી. શ્રીરવિશંકર વાણી

ચિત્ર પર ‘ક્લિક’કરો

8 responses to “ફરિયાદ ન કર.

 1. pragnaju જુલાઇ 13, 2014 પર 8:15 એ એમ (am)

  પ્રેરણાદાયી સત્ય
  કલાપીની યાદ

  અરેરે! ઊડતું ખંજર દિલે ઝૂંટી હુલાવ્યું મ્હેં!
  ઉપડતો હાથ શો ત્યારે ? હવે ફરિયાદ શાની છે ?

  વહે તો ખૂન છો વ્હેતું ! નહીં તો છો ઠરી રહેતું !
  સહેવો દાગ કાંઈ એ ! અરે ! ફરિયાદ શાની છે ?

  સનમના પેરની લાલી જિગરનું ખૂન મ્હારૂં છે !
  અરે ! એ રંગ મ્હારો તો હજુ ફરિયાદ શાની છે ?

  હતી આશા કંઈ ઊંડી, ભરી તેની રૂડી પ્યાલી,
  સનમને આપતાં ઢોળી, હવે ફરિયાદ શાની છે?

  કદી લાલી જશે ચાલી ! કદી ફૂટી જશે પ્યાલી,
  ભલે કો તે ભરી દેને ! મને ફરિયાદ શાની છે ?

  ભરાશે કોઈ ઢોળાયું ! ભરાયું કોઈ ઢોળાતું !
  અહીં તો રેત ઉડે છે ! પછી ફરિયાદ શાની છે ?

  જગાવી મેં ચિતા મ્હારી ! ઝુકાવ્યું ત્યાં બધું જાણી !
  ચડે છે ખાક વંટોળે ! હવે ફરિયાદ શાની છે?

  કરે છે શોર એ ભૂકી, “મને માશૂક ચોળી લે !”
  સુણે ના કોઈએ તેને! પછી ફરિયાદ શાની છે?

  સનમને ઇશ્કનાં વાજાં જિગરના જિગરે વાગ્યાં!
  ચડેલો તોર ખોલી એ! હવે ફરિયાદ શાની છે?

  અહાહા! ઇશ્ક આલમનો હજારો રંગનો પ્યાલો!
  જિગર આ એકરંગીને, અરે ! ફરિયાદ શાની છે?

  જહાંની આ અને પેલી અહીં ત્યાંની નથી પરવા!
  ન કો પૂછે ! ન કો જાણે ! પછી ફરિયાદ શાની છે?

  મને જે થાય કૈં આજે હશે ના યાદ તે કાલે!
  પછી કો અન્ય શું જાણે? દિલે ફરિયાદ શાની છે?

  અહીં જે તાર તૂટ્યો તે કદી સન્ધાઈ ત્યાં જાશે!
  ‘કદી’ ની હોય શી આશા? અરે ! ફરિયાદ શાની છે?

  હજુ ફરિયાદ જારી છે ! જિગરમાં મેં વધારી તે !
  ખુશીથી આગ હું સેવું ! પછી ફરિયાદ શાની છે?

  ખુદાના તખ્તની પાસે જિગરની આહ પ્હોંચાડું!
  મગર છે ગેબ ઝાલિમ એ! જિગર! ફરિયાદ શાની છે?
  અને અમારા તરફથી…
  જેણે વાંચવી હશે એ વાંચી લેશે સુરેશ;
  કવિતા કોઈ ન વાંચે તો ફરિયાદ ન કર.

 2. Vinod R. Patel જુલાઇ 13, 2014 પર 10:00 એ એમ (am)

  શ્રી શ્રી ની પ્રેરક વાણી અને સંવાદ

  એમની આ વેબ સાઈટ ઉપર જીવન મુલ્યો માટેનો અમુલ્ય ખજાનો પડેલો છે .

  કાચા મનના માણસો જ ફરિયાદ કરતા હોય છે .

  વારંવાર ફરિયાદ કરવાથી શું વળવાનું છે

  જો ખબર જ નથી કે ફરિયાદ શાની છે !

 3. Vinod R. Patel જુલાઇ 13, 2014 પર 11:46 એ એમ (am)

  ગંભીર વિષય ઉપર વાચ્યા પછી ફરિયાદ વિષે એક રમુજ …..

  જજ : તમારી એવી ફરિયાદ છે કે તમારી પત્ની તમારા ઉપર વાસણ ફેકે છે?
  પતિ : જી જજ સાહેબ.
  જજ : કેટલા દિવસથી ફેકે છે?
  પતિ : સાહેબ લગ્ન થયા ત્યારથી.
  જજ : લગ્નને કેટલા વરસ થયા?
  પતિ : સાહેબ પાંચ વરસ.
  જજ : તો પાંચ વરસમાં કેમ ફરિયાદ ના કરી?
  પતિ : સાહેબ કાલે પહેલીવાર જ તેનો નિશાનો બરાબર લાગ્યો

 4. hirals જુલાઇ 14, 2014 પર 3:59 એ એમ (am)

  Very true. Infact all comments are so thoughtful. Pragna auntie’s poem is very good. One small suggestion, can we have ‘share’ button here? So from mobile it will be easy to share to many friends via email.

 5. hirals જુલાઇ 14, 2014 પર 4:17 એ એમ (am)

  ‘ફરી’ યાદ કરીએ એટલે ‘ફરિયાદ’ થઇ જ જાય.
  ‘ફરિયાદ’ કરીએ એનો મતલબ જ એ કે આપણે ‘ફરી’ યાદ કરી જ રહ્યા છે એ ભૂતકાળને જેના પર હવે કોઇનો અંકુશ નથી.

 6. Pooja Mistri જુલાઇ 24, 2014 પર 11:47 પી એમ(pm)

  Hello,

  I have visited your blog ,you are doing well..design and arrangements are really fantastic..
  Here I am to inform you that you can add up your income (Up to 5000-10,000/per month and more).

  Our organization Kachhua is working to help students for their preparation by online test of various competitive exams like GPSC,TAT,IBPS,CMAT,JEE and GUJCAT etc..
  you can join with us in this work. For that visit the page http://www.kachhua.com/index.php/page/Webpartner-42.html

  After registrations you have to sell our online test to student who want to do preparation for competitive examination. Per one sell we will give you 20% of commission.

  For details you can visit our website http://www.kachhua.com/

  For further information please contact me.

  Pooja Mistri
  Webpartner Department
  Kachhua.com
  Watsar Infotech Pvt Ltd

  cont no:02766220134
  (M): 9662523399(office time;9 AM to 6 PM)

  Email : help@kachhua.com

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: