આ તબીબ બહુ વિશિષ્ઠ છે! એ ગળે સ્ટેથોસ્કોપ લટકાવતા નથી; કે દેશી વૈદની જેમ નાડી પણ પારખતા નથી. કોઈ દવા પણ નથી આપતા કે, ચરી પાળવાની કોઈ પરેજી પણ નથી ફરમાવતા!
કોણ છે એ અફલાતૂન તબીબ?
એમના નામનું રહસ્યોદ્ઘાટન કરું એ પહેલાં વાતમાં થોડુંક મોયણ નાંખી દઉં તો?
વાત જાણે એમ છે કે, આ ગલઢા ગાલ્લાને હાલતું કરવાના અભિયાનની વાત આ અગાઉ કરી હતી. એ તબીબની દોરવણીના અમલના કારણે આ ગાડું પાટે તો ચઢ્યું હતું; ઠીક ઠીક ચાલી શકાતું હતું. મને કમને… આગળની જિંદગી સુધારવાના શુભાશયથી(!) જીવ કાઠો કરીને પણ આ જીવ કોચ કે ચેર પોટેટો બની રહેવાને બદલે, હાલવા તો લાગ્યો હતો.
પણ કંટાળાનો કોઈ ઈલાજ હાથવગો ન હતો. ઘરમાંથી બહાર નીકળતાં પણ જીવ બળી જાય! રસ્તાનો અંત કેટલો છેટે છે – એ જ ફિકર સતત સતાવતી રહે.
હવે આ નવા તબીબ મહાશયે એ કંટાળાને ફારગતી અપાવી દીધી છે.
આજની જ, એકદમ તરોતાજા વાત છે. ઘણા વખત પછી અહીંના સ્થાનિક જિમમાં આજે ગયો. સદભાગ્યે સાથે આ નવા તબીબનું સાધન સાથે વેંઢારેલું. ટ્રેડમીલ પર ચઢતાં પહેલાં એની કળો દબાવી અને લો…
એક મધુર ગીત હેડફોનમાં ગુંજવા લાગ્યું !
કોનું ગીત?
મારા બહુ જ માનીતા મનહર ઉધાસનું જ તો !
અને બાપુ! આ દમણિયું તો હાલ્યુ હોં! પહેલું ગીત પત્યું ત્યારે નજર નાંખી તો, સાત મિનિટ વીતી ગઈ હતી. અગાઉ તો દસ મિનિટના ટોટલ સ્કોરમાં પાંચ સાત વખત મીટર પર આશા ભરી નજર રહેતી કે, દસનો ઓલ્યો શુકનિયાળ આંકડો હજી કેટલો વેગળો છે?!
અને પછી તો બીજું ગીત અને ત્રીજું ગીત અને મીટર તો વીસના આંકડાને ક્યાં આંબી ગયું તેની ખબર જ ના પડી ને !
કુલ પાંચ ગીતોની મધુર સુનવણી પતી ત્યારે મીટર ૩૫ મિનિટ અને મૂળાના પતીકા જેવા દોઢ માઈલની મતા બતાવતું હતું!
જરુર–ચોક્કસ પન કંટાળાને ફારગતી ? પ્રયોગ ન ગમ્યો
અમે આ રીતે માનીએ. કંટાળો આવે તો તે. તેને સ્વીકારી લો. એક જાગૃતતાથી તેનાં માટે પ્રયત્ન કરો.જયારે તમે એક શિસ્તથી કટિબદ્ધ હોવ છો ત્યારે કંટાળો તમને અડી પણ નથી શકતો, બરટ્રાન્ડ રસેલના શબ્દોમાં: કંટાળો એ નીતિવાદી વ્યક્તિ માટે એક અગત્યનો પ્રશ્ન છે, કારણ કે માનવજાતના અડધા પાપો તેનાં ડરને લીધે થતાં હોય છે. જયારે તમે કંટાળાના મોજાને પાર કરી જશો ત્યારે તમે તમારી જાતને આનંદના મહાસાગરમાં પામશો. તમારી બુદ્ધિ તીક્ષ્ણ બનશે અને તે તમારા અસ્તિત્વની સપાટીની ઉપર ઉઠશે અને તમને એક અંત:દર્શન પ્રદાન કરશે.
કંટાળો દુર કરવાનું એક અગત્યનું સાધન એટલે મનગમતું ગીત–સંગીત .
તમને એ મળી ગયું એટલે એ ગાયબ !
જેવું નામ એવો જ એમનો મનહર કંઠ . એની અસર જાદુઈ હોય છે એનો અનુભવ મને પણ છે.
શ્રી સુરેશભાઈ સાથે ગાલ્લામાં બેસી જવાની મજા પડી. અહીં અમેરિકામાં આવ્યા બાદ, આદરણીયશ્રી આદિલ સાહેબની આ ગઝલ , શ્રી મનહર ઉધાસજીના કંઠે સાંભળી, ને વારંવાર વગાડી એકએક શબ્દમાં, સ્વરમાં ડૂબવાનું ઘેલું લાગેલું. ગઝલની મધુરતા ત્યારે જ માણેલી. આજે પાછો મોકો ઝીલી લીધો. ગઝલ વિશે જાણવાની ને લખવાની ચાનક કહો કે પ્રેરણા , આ ગઝલથી જ મળી મને. મેં એવા જ પ્રણયના ભાવ ઝીલી લખેલી એક ગઝલ…શ્રી સુરેશભાઈ જાતે ગાઈ મજા ઝીલજો….
આ લેખ લખ્યા પછી કનક ભાઈ સાથે સંવાદ ચાલ્યો. એ ‘કોપી પેસ્ટ’….
ડો. કનક રાવળ
તમે લખ્યું તે યથાર્થ છે.તેને અનુમોદન ઘટે પણ જુદા સંદંર્ભ લખાયેલ લેખ સાથે
બીડ્યો છે -ક.રા.
ઊભા રહેવા માટે બે પગ જોઈએ છે; ચાલવા માટે એક જ.
આપણે બન્ને પગ સાથે ચલાવીને ચાલી નથી શકતા!
[ એ લેખ ઉપર સમાવી લીધો છે.]
The last lines…
The Divine Grace is always there hiding in the wings to nudge you to your path. It
manifests only when you complete your part of the deal. One foot at a time
———–
અને એનો પડઘો…
સમજીએ તો આખું અધ્યાત્મ એકદમ સરળ છે. ચપટીકમાં જ આત્મસાત થઈ શકે.
પણ…
એ મનના સાધનથી સમજવાની ચીજ જ નથી. ગનાનની વાત જ નથી. ચાલવા માંડીએ , તો જ ચલાય. તમને તો સંગીત બહુ પ્રિય છે; મને સુગમ સંગીત.
પણ એ સાધન મનના કંટાળાને ફારગતી આપી શકે.
————-
અને કાલે તો ૪૫ મિનિટ ચલાયું. છેલ્લી ગઝલે છ મિનીટ વધારે આપી દીધી. મને બહુ જ ગમતી શોભિત દેસાઈની એ ગઝલ …
કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત
તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત

ટાળવા જેવો છે કંટાળો
કાંટાળો હોય છે કંટાળો
કાંટાળો કંટાળો ટાળવામાં મનહર નો ફાળો !
Reblogged this on વિનોદ વિહાર.
શ્રી સુરેશભાઈ સાથે ગાલ્લામાં બેસી જવાની મજા પડી. અહીં અમેરિકામાં આવ્યા બાદ, આદરણીયશ્રી આદિલ સાહેબની આ ગઝલ , શ્રી મનહર ઉધાસજીના કંઠે સાંભળી, ને વારંવાર વગાડી એકએક શબ્દમાં, સ્વરમાં ડૂબવાનું ઘેલું લાગેલું. ગઝલની મધુરતા ત્યારે જ માણેલી. આજે પાછો મોકો ઝીલી લીધો. ગઝલ વિશે જાણવાની ને લખવાની ચાનક કહો કે પ્રેરણા , આ ગઝલથી જ મળી મને. મેં એવા જ પ્રણયના ભાવ ઝીલી લખેલી એક ગઝલ…શ્રી સુરેશભાઈ જાતે ગાઈ મજા ઝીલજો….
રમેશ પટેલ(આકાશદીપ)
ના પૂછજો તમે…રમેશ પટેલ(આકાશદીપ)
ઝીલે આતુર સાગર અમૃતા એ ચાંદની ઉરે
કેવી તરસ હતી મિલનની ના પૂછજો તમે
લાવ્યો છે એ ચાહી ઉપવનથી પ્રેમને દિલે
આવી પવન કહેછે શું, મને ના પૂછજો તમે
આ વ્હાલ તમારો ચૂમે મારા ગાલને ભલે
લાલી શરમે ઢોળાઇ તો ના પૂછજો તમે
ભોળા મનને ભાળો રમતા ગાતા બધે હસી
હોઠો ન હસે છૂપા અમથી ના પૂછજો તમે
કેવાં ઝરણાં ગાતાં સરતાં આ ડુંગરે ધસી
ડૂબો ખુદના સંગીત મહીં ના પૂછજો તમે
વાતો કરતા ગમતા તમ આ બે જ નયનો મને
આંખોએ શી વાત ઝીલી ના પૂછજો તમે
દોડે ગગને આ વાદળ મસ્ત મલકતા સદા
આ ભીંજવતું છે કોણ મને ના પૂછજો તમે
ને ખીલતું આટલું સરસ પ્રભા ના જાણતા અમે
આ ‘દીપ કયા ગગને વિહરે ના પૂછજો તમે
રમેશ પટેલ(આકાશદીપ)
મ્યુઝિક તો માણ્યુ જ પણ સાથે સાથે સુરેશભાઈની ચિમકીએ ખુરશી પરથી ઉભો કરી દીધો.
આ લેખ લખ્યા પછી કનક ભાઈ સાથે સંવાદ ચાલ્યો. એ ‘કોપી પેસ્ટ’….
ડો. કનક રાવળ
તમે લખ્યું તે યથાર્થ છે.તેને અનુમોદન ઘટે પણ જુદા સંદંર્ભ લખાયેલ લેખ સાથે
બીડ્યો છે -ક.રા.
ઊભા રહેવા માટે બે પગ જોઈએ છે; ચાલવા માટે એક જ.
આપણે બન્ને પગ સાથે ચલાવીને ચાલી નથી શકતા!
[ એ લેખ ઉપર સમાવી લીધો છે.]
The last lines…
The Divine Grace is always there hiding in the wings to nudge you to your path. It
manifests only when you complete your part of the deal. One foot at a time
———–
અને એનો પડઘો…
સમજીએ તો આખું અધ્યાત્મ એકદમ સરળ છે. ચપટીકમાં જ આત્મસાત થઈ શકે.
પણ…
એ મનના સાધનથી સમજવાની ચીજ જ નથી. ગનાનની વાત જ નથી. ચાલવા માંડીએ , તો જ ચલાય. તમને તો સંગીત બહુ પ્રિય છે; મને સુગમ સંગીત.
પણ એ સાધન મનના કંટાળાને ફારગતી આપી શકે.
————-
અને કાલે તો ૪૫ મિનિટ ચલાયું. છેલ્લી ગઝલે છ મિનીટ વધારે આપી દીધી. મને બહુ જ ગમતી શોભિત દેસાઈની એ ગઝલ …
કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત
તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત
http://mushairazone.blogspot.com/2012/12/blog-post_7104.html
વિડિયો