સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન કસરત

કોઇ સરકે છે. કોઇ ટહેલે છે.
કોઇ ધસમસ શ્વાસે દોડે છે.

કોઇ હાંફે છે. કોઇ નીતરે છે.
કોઇ લયમાં શિરને ડોલે છે.

કોઇ મરકે છે. કોઇ બબડે છે.
કોઇ રડમસ ચહેરે લટકે છે.

કોઇ ભારે ભારને ઊંચકે છે.
કોઇ હળવા દડાથી ખેલે છે.

ધરતી સરકે છે પગ નીચે,
પણ  ચિંતા વિણ હું ઊભો છું.

બળે કેલરી ક્ષણે ક્ષણે,
પણ હું તો સાવ જ શીતળ છું.

કેટકેટલાં અંતર કાપું,
છતાં નથી હું સહેજ ખસ્યો.

આ વાત જીવનની છે કે પછી,
ટ્રેડમીલથી એક દર્શન છે?.

———————————————————

આભાર

શ્રી. પ્રદીપ રાવળ નો

‘ જન ફરિયાદ’ પર પ્રકાશિત કરવા માટે 

Jan_Fariyad_Aug_14

7 responses to “જીવન કસરત

  1. niraj જુલાઇ 14, 2006 પર 1:39 એ એમ (am)

    વાહ સુરેશભાઇ
    એક સવારના કસરતી માહોલ નું સુંદર કાવ્યાત્મક વર્ણન
    ટ્રેડમીલ સાથે જિન્દગી સરખાવી ને કમાલ કરી છે
    નીરજ

  2. shilpa prajpati ડિસેમ્બર 4, 2009 પર 10:02 પી એમ(pm)

    કોઇ ભારે ભારને ઊંચકે છે.
    કોઇ હળવા દડાથી ખેલે છે.

    ધરતી સરકે છે પગ નીચે,
    પણ ચિંતા વિણ હું ઊભો છું.

    બળે કેલરી ક્ષણે ક્ષણે,
    પણ હું તો સાવ જ શીતળ છું.

    nice one keep it…

  3. puthakkar ડિસેમ્બર 13, 2009 પર 2:03 એ એમ (am)

    કેવો જોગાનુજોગ !!
    મારી કવિતાનો પ્રાણ બીજા શબ્દોમાં.

    મારે કહેવું પડશે વગાડીને ઢોલ —

    કવિ મહાશય મુરબ્બી સુરેશભાઇ,
    વૈવિધ્યસભર મજબૂત શબ્‍દો મહી,
    શબ્દોના પ્રાસ છે સરસ, ત્રાસ જરી નહી

    ઉંડે ઉંડે હતી એક આશ
    ઉગશે એક નવપ્રભાત,
    પૂછીશ સુરેશભાઇ જાનીને સવાલ

    ‘‘ને પુછુ કેટલે આવ્‍યો ?

    બધા આ જ પ્રશ્ન લઇને ફરે છે,

    સતત ‘ને સતત.

    એક મિત્રએ મજાક કરી,

    તું ય ચાલે છે ‘ને રસ્તો પણ ચાલે છે.

    શું જીવન એક્સરસાઇઝ છે વોકીંગ મશીન પરની ?

    હું ય ચાલુ છુ ‘ને રસ્તો પણ ચાલે છે,

    જ્યાં હતો ત્યાં જ છુ ?’’
    ——–
    – પી. યુ. ઠક્કર
    ——–
    સુરેશભાઇએ જવાબ દીધો
    ટોપી આપ્‍યા જેવો

    ‘‘કેટકેટલાં અંતર કાપું,
    છતાં નથી હું સહેજ ખસ્યો.

    આ વાત જીવનની છે કે પછી,
    ટ્રેડમીલથી એક દર્શન છે?.’’
    ——-
    – સુરેશ જાની
    ——-

    મારી આખી કવિતા – સતત અને સતત
    Please visit: http://wp.me/pdMeq-45

  4. અક્ષયપાત્ર/Axaypatra જુલાઇ 6, 2010 પર 4:16 એ એમ (am)

    ટ્રેડમીલ પર આવી સરસ રચના સુરેશભાઈને જ સૂઝે !

  5. kanakraval ઓગસ્ટ 27, 2014 પર 6:07 પી એમ(pm)

    વાહ, આતો સંગિત,સાહિત્ય અને સુવિચારનો યાદગાર મેળો. ધન્યવાદ

  6. સુરેશ જુલાઇ 9, 2020 પર 10:49 એ એમ (am)

    કોઈ શ્વાસે શ્વાસે તડપે છે
    કોઈ નળી ઓ નાખી જીવે છે
    કોઈ જીવતુ માણસ ડુબે છે
    કોઈ લાશ કિનારે આવે છે
    – વિનોદ ભટ્ટ